________________
08
પ્રબુદ્ધ જૈન
કર
હતા તેના કરતાં આ જુદી જાતને રામ હતેા. આ રેગમાં દરદી સંપૂર્ણ આરામ લે તે જ સાજો થઇ શકે અને એ આરામની વ્યાખ્યા આપુજી મને આ પ્રમાણે સમજાવવા લાગ્યા, “તમારે બાદશાહની જેમ પડયા રહેતાં શીખવુ જોઇએ. ખાવાને માટે પણ કોઇ ચમચાથી ખવડાવે અને તમને સ ંતાષ થાય તે તમારે હાથ હલાવવાની પણ તકલીફ્ ન લેવી જોઇએ. માખી ઉડાડવાને પણ તમારે હાથ ન હલાવવેા જોઇએ. આનું નામ સંપૂર્ણ આરામ.” જરૂર વગર મેાલવાની પણ મને બધી કરી હતી. ક્રાઇને જરૂર પડે ત્યારે ખોલાવવા માટે મારી પાસે એક ટાકરી મુક્યામાં આવી હતી. આ જાતના આરામથી મને તાત્કાલિક ફેર પડવા લાગ્યો. મારા તાવ હડતા ગયા અને હું ટીક ટીક ખોરાક લેતે થયો. નાગપુરથી ડા. ડેવીડને મારી તબિયત શૈવા માટે લાવવામાં આવ્યા હતા. તેમણે મારી તબિયત જરા હીક થાય ત્યારે તેમની ક્લીનીકમાં લઈ જવાની અને જરૂર પડે તે એ. પી. લેવાની ભલામણ કરી હતી. પરંતુ બાપુજીએ મારા પર પોતાના પ્રયેગ ચાલુ રાખ્યો અને તેમાં દિન પ્રતિદિન સફ્ળતા જણાવા લાગી. સંપૂર્ણ આરામથી, અને સાદા, સાત્ત્વિક ખેરાકથી મારા તાવ બિલકુલ હી ગયા અને મને સારી રીતે સ્ફુર્તિ આવવા લાગી.
'
દરાજ સવારે બાપુજી દા. સુશીલાબહેન સાથે મારી સંભાળ લેવા આવતા. સપૂર્ણ આરામની દૃષ્ટિએ વિવેકની ખાતર પણ પથારીમાંથી ઉડવાની મને મનાઇ હતી. એટલે જરા પથારીમાં થી બેઠો થયો હાઉ' તાપણુ દૂરથી બાપુજીને આવતાં જોને તરત જ લાંમે થઈને સુઇ જતા, એક દિવસ બાપુજીને મેં પૂછ્યું.' મને દાઢી કરવાની રજા આપે તે સારૂ` ' ત્યારે બાપુએ કહ્યું ‘હમણાં તે તમારે પંચકેશ વધારવા જોઇએ' આ વાત મારા ગળે ન ઉતરી. એક દિવસ બપોરે મારાં પત્ની પાસેથી મે મારી હન્નમતની પેટી માંગી. તેણે બાપુજીની રજા વગર આનાકાનીથી માંડ આપી. પછી પથારીમાં બેઠા બેઠા તકીયાને અઢેલીને મેં હજામતની ક્રિયા પતાવવા માંડી. પણ મને તેમાં શ્રમ લાગવાને લીધે સાંજના થોડા તાવ ચડવા માંડયા. હું સમજી ગયા કે મને બરાબર પદ્મ મળી ગયેા પણ કામૈં કહેવાય તેમ નહાતુ, સાંજનું ભોજન જેમ તેમ પતાવીને મેં બરાબર સાડ તાણી. ઈશ્વરનું નામ લઇને આખી રાત આરામમાં ગાળી, અને તેની કૃપાથી સવારે માંડ ઠેકાણે આવ્યો, બાપુજીને મે આ વાત ન કરી તેનો મને પસ્તાવો થયા. પણ આરામનું મહત્વ હ. બરાબર સમજ્યો.
આ રણમાં આરામની સાથે બીજી મહત્વની વસ્તુ ખારાકની છે. તે પણ બાપુએ સમજાવી. ખોરાક સ, સાત્ત્વિક, અને પૌષ્ટિક હાવા જોઇએ. તાજું દૂધ, માખણ-૧, લીલોતરી વગેરે છૂટથી લેવાં જોઇએ. ખોરાકમાં ગરમ મસાલા અને તળેલી વસ્તુ નુકસ:નકારક છે, પણ લસણના પ્રયોગ-કોઇ પણ પ્રકારે ચાલુ રાખવા જેવા છે. તેથી કાયદા થાય છે. આશ્રમના સાદા અને સાત્ત્વિક ખોરાક સાથે તાજુ દૂધ, માખણ અને ા વગેરે પૂરતા પ્રમાણમાં લેાથી માં વજન ઠીક ડીક વધતું જતું હતું. વજન દર અવાડિયે લેવાનો નિયમ રાખ્યો હતા.
તા. ૧૫-૬-૫
જેમ જેમ મારૂં' વજન વધતું જતું હતું તેમ તેમ મને હરવા ફરવા વગેરેની છૂટ મળતી હતી. મારે કોઇ ખાસ દવા લેવાની પછી જરૂર પડી નહતી. પરંતુ દા. સુશીલાબહેનના આગ્રહથી થોડા ગેડના અને થાડા કેલ્શીયમના ઈન્જેકશના વારાફરતી મને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ મેં આજ સુધીમાં કોઈપણ જાતની દવા લીધી નથી. એ. પી. લેવાની પણ મારે કર્દિ જરૂર પડી નથી. સાજા થયા પછી ચારેક મહિના બાદ નાગપુરના દાક્તર ડેવીડ પાસે મને સુશીલાબહેન લઈ ગયાં. ત્યારે મારી તખિયંત જોઇને દાકતરને ખૂબ સતાષ થયેા. મારે કાઇપણ જાતની સારવારની હવે જરૂર નથી એમ તેમણે જણાવ્યુ. અને ઉનાળામાં કાઈ સારી જગ્યાએ રાખવાની ભલામણુ કરી. પરંતુ બાપુજીના ઉદ્દેશ જેમ અને તેમ ગામડામાં જ મને રાખવાના હતા એટલે નાગપુરથી ઘેાડે દુર છીંદવાડામાં મને તથા બાળકાવ્યાને રાખવામાં આવ્યા. ત્યાં બે મહિના અમે રહ્યા, પણ ગરમીનું પ્રમાણુ · મને વધારે લાગવાથી અમને બન્નેને બાપુએ ચગની મોકલવાની ગોઠવણુ કરી. પચગનીમાં વાડીલાલ સારાભાઈ આરેાગ્ય ભુવનમાં હું ચારેક મહિના રહ્યો. ત્યાં મારી તબિયતમાં ઘણા સારા સુધારે થયા. ચેમાસુ` લગભગ પૂરૂ થતાં હુ પા વર્ધા બાપુજી પાસે ગયા ત્યારે ફરીથી નાગપુરના ડેા. ડેવીડ પાસે શ્રી. જ્યારેલાલજી સાથે મને મોકલવામાં આવ્યા. એ વખતે મારી તબિયત સાષકારક જોઈને દાકતરને સાનંદાશ્ચર્ય થયું. અને મને મુક્તિ મળી.
આ જ અરસામાં મહારાષ્ટ્રના એક વિદ્વાન પરચૂરે શાસ્ત્રી, જેએ (Leprosg) રગતપિત્તના દરથી પીડાતા હતા તેઍ. પોતાની આખર સ્થિતિમાં પૃ. આપુજીને શરણે આવી ચડયા હતા. તેમને આશ્રય આપતાં બાપુએ કહેલું “ ક્ષયથી પીડાતા જમાઇને તે હું આશ્રય આપી શકું તે તમને મારાથી ના કેમ કહી શકાય? તેની સંભાળ રાખનાર તે આ વગેરે છે જ, પણ તમારી સંભાળ કાણુ રાખશે!” આમ કહીને શાસ્ત્રીજીને તેમણે પોતાની નજીકમાં જ રાખવાની ગોઠવણુ કરી ને તેમની સેવા કરવાનું મથે લીધુ, સ્વ. મહાદેવભાઇએ પેાતાના એક લેખમાં ઉપરની હકીકત લખી છે.
અને ત્રીજી અગત્યની વસ્તુ હતી. તે ચોખ્ખા હવાપાણીની. સૂકી, ખુલ્લી અને તાજી હવાથી ફેફસાને આરામ મળે છે. ભેજવાળી અથવા અધારી જગ્યામાં રહેવાથી ફેફસાને ધણું નુકશાન થાય છે. અકુદરતી હવા અને પ્રકાશમાં પણ વધારે વખત રહેવું સારૂ નથી. ક્ષયના દરદીને કુદરતી ઉપચારોથી સાજા થવા માટે ઉપરની ત્રણે વસ્તુ અતિ આવશ્યક છે એમ મને બાપુજીએ સમજાવ્યું, અને એ રીતે-મારી તબિયતમાં ઝડપી સુધારા લાવી શકયા.
પૂ. બાપુએ મારી જે સુશ્રૂષા કરી તે કેવળ સગા તરિકે જ નહિ પણ પેાતાનાં આપદ્ધમ સમજીને કરી હતી. તેમણે સગપણના સબધો તો કયારના છેડયા હતા. ખરૂ' જોનાં તેમના સાથીદારે અને આશ્રયવાસીઓને જ તેમણે પેાતાના સગા તરિકે માન્યા હતા. એટલે જ્યારે હું સાજો થઇને મુબઈ આવવા માટે તેમની રજા લેવા ગયા ત્યારે તેમણે મને પોતાના સિધ્ધાંત સમજાવતાં કહ્યું, “ તમે જાણા છે કે હું જાડુંરના પૈસે આશ્રમનેા ખર્ચ નભાવુઠ્ઠું તેથી સગા તરિકે તમારી માંદગીના ખર્ચ હું આશ્રમના માથે નાખુ તે મને શાબે નહિ. એટલે તમારી માંદગીને અંગે જે ખર્ચ થયા હાય તેને હિસાબ તમે લઇ જજો અને તે તમે ભરી આપવાની ગેવણુ કરો.”
હું બાપુજીની મહત્તા બરાબર સમજી ગયે, તેમણે મને જે નવું જીવન આપ્યું તેના હિસાબે મારી માંદગીના ખર્ચની રકમ જે આશરે પાંચસે રૂપિયા હતી તે નજીવી હતી. તે અમારા વૈદ જુગતરામભાઇએ ભરી આપવાની ગોઠવણુ કરી અને તેથી બાપુને ખૂબ સતાષ થયા.
પૂજ્ય ભા, બાપુજી અને આશ્રમવાસી ભાઇ-ડુનાએ મારી માંદગીમાં જે સેવા કરી તે ખરેખર અમૂલ્ય હતી, જે હુ ક િભુલી શકું તેમ નથી,
તા. ૨૬-૧-૫૦ ૭૨, શાન્તિનાય ભુવન માઢુ ગા-મુંબઈ ૧૯
કુંવરજી ખેતસી પારેખ
શ્રી મુબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, ૪૫ ૪૭ ધનજી સ્ટ્રીટ. મુંબઈ, ૩ મુદ્રણૢસ્થાન; શ્રી મહાંવીર્ પ્રીન્ટીગ વર્કસ, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩
૭