SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ પ્રબુદ્ધ જૈન તા. ૧-૨૪૯ રહી છે તેમ ઊછી લીલી પર્વતે. મેં આભે ચઢી ભલે કાળભાળ કાઢે, સાગર એ ઘૂમી પૂછે પ્રશ્ન કે અનેક; વાયું છે. બેમતણા ખૂણે ખૂણા ખોળી વળે, વાદળાં છે જાય સાથે દૂર દૂર છે; યંત્રના કે ચક્રતણા આરા ગોળગોળ ફરે, તેથી તેણે કાપી શુ' કો લાંબી લાંબી વાટ ? માનવીની કલ્પના કે ભલે બધે ઊડી વળે, પણ એની કાયાને છે ઘડે કા ધાટ. (૧૩) મહેલ ને મિનારા બાંધ્યા, દેવોના ઉતારા બાંધ્યા, કોટિ ખર્યા બાંધ્યાં ભવ્ય મંદિરે સુરેખ; કિલા બાંધ્યા, કોટ બાંધ્યાં, ભારે પિરામિડો બાંધ્યા, સ્તંભે અને રતૂ બાંધી કોતરાવ્યા લેખ; આવે જલપ્રલય કે સિધુમોજાં ફરી વળે, ભારે ભૂમિકંપે ફટે જવાલામુખી હાડ; મુરિયા ને એટલાંટિસ જેવાં કયાં છે ખડે આજે? પૃથ્વી પર પડે સદા પ્રકૃતિની ધાડ ! (૧૪) કૈક મહારાજે તૂટી પડી ભાંગી ભૂકે થયાં, પડ્યાં કૈક તણું ઢમલાની હેઠ આજે કઈ પૂછવાને પણ નહીં થાજો જરા, પડયાં છે લાચાર જન પામરની પેઠ; નામ કે નિશાન નથી રહ્યાં એમાં કૈક તણાં રહ્યાં કેક તે ચે કાલે જશે ત્યાં ભુલાઈ પૃથ્વીમાં છે પડી કૈક મહત્તાની ઘર એવી, ધૂળઢગ નીચે સવ' પડયાં છે દટાઈ. (૧૫) તેય મહા એક છે જે મૂળ સર્વ ચેતનનું, ઝબકી રહી છે તેની તિ ઠેર ઠેર; પૃથ્વી કેરા પડછાયા ઊડતા સતત રહે, પણ જોત જમાવે ત્યાં પાછી લીલાલહેર; સજનનું વર્તુલ એ ફરતું રહે સદાનું, તેમાં આત્મા નાખે નિજ : કતંબને ભાગઃ ઉતારૂઓ આવે, બેસે, જાય પાછાં ઊતરીને - જગતનું ગાડું ચાલ્યું જાય વશું તાગ. (૧૬) આકાશમાં ચંખેલીના વેલાઓ છવાઈ રહ્યા, સાંજે કળી ફૂટી રાતે ખીલે તેનાં ફૂલ; આખી રાત આવે પમરાટ તેનાં ફૂલ તણે, શ્વેત એની (ત કરે લાખો આંખ ફૂલ; પ્રભાત થતાં એ ફૂલ વિલાઈને ખરી જતાં, આવી પડે પાછા કાળપડદા તે ઠામઃ વેલાઓ ને રચંબેલીનાં ફૂલ ઊગે ક૯૫નામાં અને આંખ સામે તેને આ યે અંજામ ! (૧૭) ગમે તેવી કલ્પનાના પતંગ ચગાવે આજે, તે ય પામે માનવી ન કાળના સુમાર; ચાહે તેવી દોરી લાંબી છેડતે તે જાય પણ પામે ન પતંગ કાઈ કાળ કેરે પાર; દોરી તૂટી જાય કે ગુલાંટ ખાય પતંગ કે દોરી પૂરી થાય તે છેડી દૂર દૂરઃ કલ્પનાની પૂઠે નહીં દેહથી દેડાય. કદી, માનવીની શક્તિમાં છે મેટી એ કસુર. (૧૮) માનવીની વેદના ને માનવનાં આંસુઓને અનંતતાતણ પિથી રાખે છે. હિસાબ; પાપનાં અંધારાં વિષે કેટલા તરાવ્યા તારા, પુણ્યપુષે કેટલી છે ભરી જગછાબ માનવીની સેવા કશાં જ્ઞાન દાન થકી કીધી, ઉતાર્યા કર્તવ્ય કેવાં જીવનનાં ખ્યાબઃ જગતને ખેતરે વવાયું તે સવાયું ઊગે, ખેટું ના બતાવે કદી કાળની કિતાબ. (૧૮) કાળની અનંતતાની વાટિકા અનંત ખીલે, તેમાં ફૂટયા જાય નાનાં મેટાં તેજ ફૂલ; વગંગા વહેતી તેમાં અમૃત ત્યાં નિત્ય સીંચે, રપાએ રેષાએ ફુલો ખીલી ખાય ઝલ; માનવીની નાની નાની વાટિકા ધરાએ એવી ખીલે રંગરંગ ફુલે ઋતુ ઋતુમાંય; એને પણ એની રખગંગા જળ સીંચે, પણ કયાં એ વાટિકા ને તે અનંતતાની કયાંય. (૨૦) તેય મહાચેતનને તણખો એ માનવી, તે જોઈ એ અનંતતા ના વીખે નિ જ કે જ; એ યે કરી જાણે એનું સજન અનેરૂં જગે, મૂલી રહે એની પણ મંજરીના પંજ; ચેતનને તણખો એ ભડકો યે બની જતા, ઉજાળી દે આભ-ભલે ઘડીભર એક ! એ યે જાણે અગ્નિબાણુ ફેડવા ચઢાવી આભે | તારા સામે તારા નિજ ઝળાવી અનેક ! (૨૧) હજાર કે બે હજાર વર્ષે કે મહાત્મા આવે એવો નત્તમ જન્મ્ય ભારતમાં ધન્ય ? એની વાટિકા ન માત્ર વતનમાં ખીલી રહી, પણ પૃથ્વીના તમામ દેશોમાં અનન્ય; પેગંબર જે બની આબે શાંતિ સ્થાપવાને, સ્થાપવાને પાછાં સત્ય અહિંસા ને નેહર ભૂખ્યાને ભેજન દાખ્યાં, નગ્નાને વસ્ત્રોથી ઢાંકયાં, ગુલામેને લગાડી સ્વતંત્રતાની લે. (૨૨) બત્રીશ વરસ સુધી જેની પૂઠે દેશ ચાલ્યો, માંડયાં જેનાં પગલાંમાં પિતાનાં હમેશ; જેના સ્વપ્ન કેરાં પાત્ર પોતે બની ખેલ્યાં તેમાં, જેના બોલ ઝીલ્યા ગણી પ્રભુના સ દેશ; વિચારે વિચાર સાંધ્યા, ઉચ્ચારે ઉચ્ચાર બાંધ્યા, આચારે આચાર અનુસર્યા જેવા શનઃ એવો એ મહાત્મા નિજ વાટિકા જે મૂકી ગયે, તેનાં કૂમાં ન કેમ બને સૌ આસ? (૨૩) જગતના શ્રેય કાજે પ્રાણુ નિજ આ ગયે, જેનું જીવ્યું પળે પળે હતું જ. કાજ; જેણે કદી સ્વાર્થ કે ન સુખને પિતાનાં દીઠાં, જેને મળ્યું કે તણાં હૃદયનું રાજ; લડયે જે માનવતાને માટે દેશે ને વિદેશે, જેણે આખું જીવન જ જાણ્યું તપ પઠઃ - જગતને કાજ જળ્યા જગતને હૈયે રહી, તેણે નથી કીધી વૃથા મઠ્ઠીતણી વેઠ! (૨૪) માનવના રંક કરે દિવ્યતા દેવની રેડી, માનવને ઊંચકી બત બું સ્વગંધાર; વૈભવમાં નહીં પણ તપમાં પ્રભુતા દાખી, શે વિશ્વબંધુત્વમાં વિશ્વ ને ઉ દ્ધાર; મંદિરોમાં નહીં પણ હૃદયે દેખાડયા પ્રભુ, મટ્ટમાંથી ઉપજાવ્યું સ્વર્ગનું સંગીતઃ બાપુના અમર બેલ પ્રેરશે અદલ સૌને, કાળ પર એ જ ખરી આત્માની છે છત ! (૨૫) .
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy