________________
તા. ૧૫-૮-૪૭
પ્રબુધ્ધ જેન
બિલકુલ જુદો કરી લે એ તેમને માટે સંભવિત નથી. એક તરફથી તેમનામાં એટલે ઉત્સાહ અને કર્તવ નથી હતું કે તેઓ પિતાની આજુબાજુની મુશ્કેલીઓ સામે લડીને ઉચ્ચ ધ્યેય તરફ સ્થિરતાથી જઈ શકે. બીજી તરફ એમની ઉચ્ચ જીવન અને વાતાવરણની ભૂખ કાયમ રહે છે. પરિણામે, “ન સધા સ્વાર્થ કે ન સધાયે પરમાર્થેઃ અહીંના રહ્યા કે ન ત્યાંના એ પ્રમાણે તેઓ નિરાશ, હમેશાં અતૃપ્ત અને અપ્રસન્ન રહે છે, અને તેમનો સ્વભાવ પણ ધીરે ધીરે સારિકતા અને સા પ્રવૃત્તિ તરફ વધવાને બદલે કે, આળસ, કરી તૃત્વચર્ચા, ઘેથા વેદાંત, અકર્મણ્યતા અને બીજાઓમાં દરેક પ્રકારના ઉચ્ચ શોધવા તરફ વળતે જાય છે. મને સમજાય છે ત્યાં સુધી એમ લાગે છે કે, આ બધાના જીવનની મુખ્ય સમસ્યા આ છે :-એમની કતશકિત, ત્યાગશકિત અને આત્મસંયમની શકિત મર્યાદિત છે, તે પણ એમની ઉન્નતિની અભિલાષા સાચી છે. તેઓ કેવી રીતે પિતાની આસપાસ જ ઉન્નતિ તરફ લઈ જનાર વાતાવરણને પેદા કરે ?
વિચાર કરતાં માલૂમ પડશે કે, આ મનોદશાની પાછળ એક તરફથી સાત્વિકતાનું અને બીજી તરફથી કમજોરીનું મિશ્રણ છે. આપણું સમાજમાં આવી મેળ વગરની અવસ્થા પેદા થવાનાં કાર
ની શેધ કરીએ તે મને લાગે છે કે લગભગ નીચે લખેલી પરિરિથતિઓમાંથી કોઈ એક કે વધારે છે એમ માલૂમ પડશે :
૧. નાનપણમાં અને જુવાનીની શરૂઆતના દિવસે માં પ્રસનતા સાથે શારીરિક મહેનત કરવાની રૂચિ અને ટેવને અભાવ; ઘરનું કામ, રમતગમત, વ્યાયામ, હાથપગ ચલાવીને કોઈ વસ્તુ બનાવવાની અથવા સુધારવાની મહેનત અને કલા તરફ અરૂચિ.
૨. દિવસને મોટો ભાગ વાંચવા લખવામાં ગાળવાને શોખ. પછી તે વાંચવા લખવાનું શાળાના વિયેનું ય, નવલકથાઓનું હોય કે ધાર્મિક સાહિત્યનું હાય.
૩, અથવા તેમાં પણ અરૂચિ, અને કેવળ આળસુ બેસી રહેવાની, ઘણે વખત સૂવાની અથવા નકામી ગપાટા મારવાની ટેવ.
૪. પિતાની જે કાંઈ શક્તિઓ કે સગુણ હોય તેને વધારવાના વિચારને બદલે પિતાની ઊણપનું જ ચિન્તન કરવાની ટેવ.
૫. બધે અનાસ્થા, અશ્રધ્ધા અને ભાવનાઓની શુષ્કતા.
૬. નિરીક્ષણ, અભ્યાસ અને અનુભવ દ્વારા તત્ત્વજ્ઞાનના અંતિમ સિદ્ધાન્તની પ્રતીતિ કરવાના પ્રયનને બદલે ક૯પના, તર્ક અને શાસ્ત્રાર્થ દ્વારા, તથા અયાસ અને કેવળ અણુ કરીને નિશ્ચય કરવાનો પ્રયત્ન.
: ૭. ધાર્મિક ગ્રંથની અયુક્તિવાળી અને એકાંગી કથાઓને વર્તનને આદર્શ સમજવાની ભૂલ-જેમ કે, અતિથિસહકાર માટે કબીર ૧ ચેલૈયાનું આખ્યાન, નામસ્મરણ વિષે અજામિલની થા, વિગેરે.
૮. કોઈ એક ગુણ, ધર્મ અથવા સાધન બધા ગુણો, ધર્મો અને સાધનોને પરિપૂર્ણ કરે છે એવું સમજવાની ભૂલ. ઉદાહરણ રૂપે “અહિંસા પરમો ધર્મ :” એમ કહ્યું છે. પરંતુ એનો અર્થ એવો તે નથી જ કે, બીજા ગુણો, ધર્મો અને સાધનની કોઈ જરૂર નથી અને એક અહિંસાની પરાકાષ્ઠા થઈ એટલે, જેમ શરીર સાથે છાયા આવે છે તેમ, બીજા ગુણો ધર્મો અને સાધને પિતાની મેળે જ પૂર્ણ થઈ જાય છે.
૯, વ્રત-તપ-સંયમે વિષે એક તરફથી ઘણા જ ઉંચા અને અસાધ્ય આદર્શની કલ્પના અને બીજી તરફથી ભેગમાં સામાન્ય નિયમોનું પાલન કરવાની પણ અશકિત અને માનસિક અસ્થિરતા.
૧૦. એવું સાધન અને યુક્તિ શોધવાની ઈચ્છા કે જેથી જીવન સુખમાં વીતે, ધણો પુરૂષાર્થ અને ત્યાગ કરે ન પડે, સાધન–સંયમ વગેરેનાં કષ્ટ ઉઠાવવાં ન પડે અને છતાં જીવનને પૂર્ણ ઉત્કર્ષ અને શાંતિ પ્રાપ્ત થાય.
૧૧. “છેડીને સઘળા ધર્મો, મારૂં જ શરણું ધર; તને સર્વ પાપથી છોડાવીશ, નચિંત થા.”
ગીતાધ્વનિ. ૧૮-૬૬. એમ કહીને એવી સાધના અને કર્તવ્યપાલનના પરિશ્રમમાંથી મુકિત, આપનાર ગુરૂની શેધ. બીજા પણ કેટલાંયે કારણો બતાવી શકાય–જેમ કે, અસંસ્કારી, કેવળ ધનલેલુ૫ અને જૂના વિચારોમાં મશગુલ પરિવારની વચ્ચે જીવન, બાળવિવાહ વગેરે.
કમજોર સાત્ત્વિકતાનું આ નિદાન જે સાચું હોય તે એ સ્પષ્ટ છે કે, માણસ આ કારણોને જેટલે અંશે દૂર કરી શકે તેટલે અંશે પિતાની ઉન્નતિ સાધી શકશે, જીવનમાં સહેતુકતા, પ્રસન્નતા અને શાંતિ અનુભવી શકશે, અને પિતાની આજુબાજુ પિતાને
અને બીજાઓને માટે પણ સારું વાતાવરણ પેદા કરી શકશે. . આ કારણોને દૂર કરવા માટે ત્રણ વસ્તુઓની જરૂર છે: (૧) કેટલીક બાબતે વિષે શ્રમ-નિરાસ, (૨) ધતિ એટલે સ્થિરતાપૂર્વક સતત પ્રયત્ન અને (૩) અનુકુળ કમે ાગ. દરેક વિષ થી
૧. નિરાધર્મ અને સાધનયોગ સાથે સંબંધ રાખનારી અનેક બાબતમાં આપણા મન પર ખોટા તત્વજ્ઞાનના અથવા સાચા તત્વજ્ઞાનની પેટી સમજણના અને બેટા આદર્શ અથવા સાચા આદશની ખોટી કલ્પનાઓના સંસ્કાર પડેલા છે. મારી સમજ પ્રમાણે, મનુષ્યની કતૃત્વશક્તિના પ્રવાહને સૂકવી દેવામાં અથવા તેને રોકી દેવામાં શુદ્ધ અજ્ઞાનના કરતાં ભ્રમજનક જ્ઞાનને હિસ્સો ઘણો મોટો છે. ઉદાહરણરૂપે કેટલાક ખેટા ખ્યાલો નીચે પ્રમાણે છે:
(ક) જ્ઞાન અને મેક્ષ. “તે જ્ઞાનાન્ન મુત્તિ: જ્ઞાન વિના મુક્તિ નથી,” એવું ઉપનિષદ્દનું સૂત્ર છે. પરંતુ જ્ઞાન શું અને મોણ શું એ વિષે આપણું મન પર વિચિત્ર ખ્યાલના સંસ્કાર પડેલા છે. જ્ઞાન પરથી સાક્ષાત્કાર અથવા કોઈ અનોખીગૂઢ વસ્તુનું દર્શન, વીસ તની સૂક્ષ્મ છણાવટ માયાવાદ, અલિપ્તતા વગેરેના ખ્યાલો આવેલા છે. મોક્ષને અર્થ જન્મમરણથી છૂટકાર–એને આપણે જીવનનો સૌથી ઊંચો અને શ્રેષ્ઠ પુરૂષાર્થ માને છે. પછી જીવન સાથે સંબંધ રાખનારી સેંકડે બાબતો વિષે ઘોર અજ્ઞાન અને ભ્રમ હોવા છતાં, અને માનવી ઉર્ષના અનેક આવશ્યક ગુણોને અભાવ હોવા છતાં, પિતાની વાસનાઓનું પરીક્ષણ કર્યા વગર અને તે દૂર કરવા ગ્ય ઇલાજ મેળવ્યા વગર જ આપણે એકદમ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિને પિતાનું ધયેય સમજવાને ખ્યાલ રાખીએ છીએ, અનેક કૃત્રિમ સાધનોની પાછળ લાગીએ છીએ.
આપણે અભિમાન લઈએ છીએ કે, આપણા દેશ અધ્યાભવિદ્યામાં પરાકાષ્ઠા કરેલી છે અને કેવળ અવિનાશિત્વ જ નહીં પણ એનું બ્રહ્મ-એટલે વિશ્વના મૂળ તત્વ–સાથે તાદામ્ય સિદ્ધ કર્યું છે. તે પણ કેટલું આશ્ચર્ય છે કે, આપણને જન્મમૃત્યુને જેટલે ડર છે તેટલે કોઈ બીજી અજ્ઞાની માનવ થા માનવેતર જાતિઓમાં પણ નથી. વસ્તુતઃ જઇએ તે જન્મ તે થઈ ગયા છે અને ગર્ભવાસ તથા જન્મસમયના દુઃખસુખનું આપણને કશું સ્મરણ નથી. સાચું તે એ છે કે, એ પરિસ્થિતિમાં દસ માસને ગભવાસ જે જીવન માટે સુરક્ષિત સ્થાન હોય છે અને ત્યાર પછી ગ્ય સમયે એનું બહાર નીકળવું હિતકર છે. પરંતુ કલ્પનાથી આપણે ભવિષ્ય કાળના જન્મનું ચિત્ર ખડું કરીએ છીએ. અને કવિએ ગર્ભ વાસની યાતનાઓનું જે કાલ્પનિક વર્ણન ધાર્મિક ગ્રંથોમાં કર્યું છે તેને સાચું માનીને તેમાંથી છૂટવાની ચિંતામાં પડીએ છીએ. આ વાત મૃત્યુનીયે છે. મૃત્યુને ભય એક રીતે સ્વાભાવિક કહી શકાય. એને માટે આભ-અનાત્મ વિવેક ઠીક છે, જે એટલુયે માણસ દઢ કરી શકે તે પૂરતું છે. એ ન કરી શકે તેયે.
છે
. પરબનની કઈ