SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૪૭ પ્રભુષ જેન ૭૭ ભાગ્યે જ અન્ય શા જ રોખ. તે કલા રહેતા હતા. તેને આપણે સખ્ત વિરોધ કરવો જ રહ્યો. “ આ મુદો કેટલુંક સ્પષ્ટીકરણ અને વિવેચન માંગે છે. જેવી રીતે હિંદુ સમાજમાં અનેક જાતિઓ અને વર્ગોને સમાવેશ કરવામાં આવે છે તેવી જ રીતે હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયને સમર્વેશ થાય છે. હિંદુ સમાજને આપણે જયારે વિચાર કરીએ છીએ ત્યારે એક પ્રકારની વર્ણવ્યવસ્થા, નાતજાત, અસ્પૃશ્યત્વ–આદિ સમાજરચનાના કેટલાક સર્વસામાન્ય ખ્યાલ આપણું ધ્યાન ઉપર આવે છે. જ્યારે તેવી જ રીતે હિંદુ ધર્મને આપણે ખ્યાલ કરીએ છીએ ત્યારે દેહથી અતિરિક્ત એવું આભાનું અસ્તિત્વ, આત્માનું ભવબ્રિમણ, કર્મબંધન અને આત્યંતિક મોક્ષ, એવા સર્વસામાન્ય ખ્યાલે હિંદુ ધર્મ નીચે આવતા અનેક સંપ્રદાને એકત્ર કરી રહેલ છે એ સહજ રીતે આપણું ધ્યાન ઉપર આવે છે. આ હિંદુ ધર્મનું પૃથકકરણ કરતાં તેને બે રીતે આપણે વિચાર કરી શકીએ છીએ. એક તે બ્ર દ્વાણુ પરંપરા અને શ્રમણ પરંપરા એવા બે વિભાગ કરીને, આ બને પરંપરાના ગર્ભમાં રહેલાં મુખ્ય મુખ્ય ભક્તોને સાર એટલે હિંદુ ધર્મ. હિંદુ ધર્મના બીજી રીતે આપણે વૈદિક અને અવૈદિક અને અવૈદિક નીચે જન અને બૌધ્ધ એવા વિભાગે કરીને પણ હિંદુ ધર્મનું સમગ્રપણું આપણે યથાસ્વરૂપે ગ્રહણ કરી શકીએ છીએ. : ઘણી વખત આવી બાબતમાં ધર્મ શબ્દ માનસિક ટાળે ઉમે કરે છે અને મૂળ, શાખા અને પ્રશાખાઓને સમાન કક્ષાએ નિહાળવાની ભુલભુલામણીમાં આપણે ગુંચાઈ જઈએ છીએ. જેવી રીતે યુનાટેડ સ્ટેટસને આપણે આખા અમેરિકાના નામથી ઓળખીએ છીએ, આજે હિંદી યુનીયન હિંદુસ્થાનને એક વિભાણ હોવા છતાં સમસ્ત હિંદના નામે ઓળખાઈ રહ્યું છે તેવી જ રીતે જન સંપ્રદાયને સ્વતંત્ર જૈન ધર્મના નામે આપણે ઓળખીએ છીએ, ઓળખાવીએ છીએ. મૂળને ધર્મના નામે અને તેની શાખાઓને ભિન્ન ભિન્ન સંપ્રદાયના નામે જે આપણે ઓળખવા લાગીએ તે આ ગોટાળે ન થાય, પણ ચાલુ બેલીમાં આવી ચેખવટ જળવાતી જ નથી. હવે જે હિંદુ સમાજમાં આપણો જન સમાજ અંતર્ગત થાય છે એ વાત આપણે ખરેખર કબુલ રાખતા હૈઈએ તે હિંદુ ધર્મથી જૈનધર્મ જુદો અને સ્વતંત્ર છે એવું આપણું ભવ્ય ટકી શકશે નહિ. આ બાબતને આ૫ણે ફેડ પાડીને કહ્યા કરીશું એમ છતાં પણ કાં તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મ એક જ છે અને જૈન સમાજ અને જૈન ધર્મ તેની શાખા છે એમ સ્વીકારવું પડશે અથવા તે હિંદુ સમાજ અને હિંદુ ધર્મથી જન સમાજ અને જન ઉમય ધમ અલગ છે સ્વીકારવું પડશે. આ બેથી કોઈ ત્રીજો વિકલ્પ કોઈ સમજશે નહિ, એમ રવીકારશે નહિ. આપણી લાભાલાભ બુદ્ધિ અને નરી વાસ્તવિકતાને ખ્યાલ હિંદુ સમાજથી જૈન સમાજ અલગ છે એ મન્તવ્ય સ્વીકારવા દે તેમ નથી અને તેથી તેનું સમાન્તર બીજુ મત પણ આપણે છોડવું જ ધટે છે. આપણા ધર્મ પ્રત્યેના મમત્વને લીધે આજે આપણે આપણી કેમને હિંદુઓથી અલગ ગણાવવાના નાદ ઉપર ચાલીશું તે આપણે આખા જૈન સમાજને, તેના વર્તમાન પ્રભુત્વ ઘણું ગંભીર નુકસાન કરીશું, જે લધુમતીઓના પ્રશ્નને હિંદને પારાવાર નુકસાન કરીશું તે હિંદુની જટિલ સમસ્યામાં એક વિશેષ લધુમતીના પ્રશ્નનો ઉમેરો કરીશું અને આજે જયારે હિંદની નવી રાજ્યરચનામાં લધુમતીને. વધારે પડતી ૨જી રાખવાની નીતિને જરા પણ આવકાશ રહ્યો નથી ત્યારે આપણું માટે કેટલું કમાયેલું ગુમાવવાનું જોખમ ઉભું થશે. આ બાબત યથાસ્વરૂપે ધ્યાનમાં લઇને હિંદુઓમાં જેને અન્તર્ગત ન કરવાની મુંબઈ સરકાર સમક્ષ માંગણી કરવા પહેલાં વૈજન શ્વેતાંબર કોન્ફરન્સની સ્થાયી સમિતિને બહુ ઉડે અને લાંબે વિચાર કરવા હું વિનંતિ કરું છું. આ રસ્તે જવામાં જોખમ છે, નુકસાન છે, વર્તમાન વાસ્તવિક્તાને ઇન્કાર છે. આટલા માટે અલગપણાના તાનમાં મુંબઈ સરકાર સુધી દેડી જવા પહેલાં જન થે. મૂ. કોન્ફરન્સના અધિકારીઓએ આ બાબત ફરી ફરીને વિચાર કરવાની જરૂર છે. સાધુચરિત છોટુભાઇ કેરાનું પરલોકપ્રસ્થાન કેરા એન્ડ ભટ્ટ કંપનીના ભાગીદાર શ્રી. છોટુભાઈ બાલાભાઈ કેરાનાં તા. ૮-૮-૪૭ના રોજ નીપજેલ ૫૪ વર્ષની ઉમ્મરે અવસાનથી દેશને એક ઉચ્ચ કોટિના આત્માની અને મૂક લોકસેવકની ખેટ પડી છે. તેમને આમ તે હું ઘણ વર્ષથી જાણતા હતા. પણ ૧૯૩૦ ૩૨ ની લડત દરમિયાન બે વખતના જેલવાસે તેમને મને નિકટ પરિન ચય કરાવ્યો હતો. તેમને ધ એન્જિનિયર્સ અને કોને ટ્રેકટર્સને હતો. ૧૯૩૩ માં જેલમુક્ત થયા બાદ તેઓ દેશસેવાના એક યા બીજા પ્રકારના કાર્યમાં વધારે ને વધારે રોકાયેલા રહેતા હતા. મૂળથી તેમને વાંચનને ઘણો જ શોખ. તેમની જેટલા ઝડપી વાંચનાર ભાગ્યે જ અન્ય કોઈ મળશે. જેલવાસ દરમિયાન તેમના જેટલું કોઈ પણ સહકારાવાસીએ વાંચ્યું નહિ હેય. તેમનું જીવન સાદું અને પવિત્ર હતું. નમ્રતા એ તેમને અપૂર્વ ગુણ હતા. કેવળ નિષ્કામ સેવા, જાહેરાતથી સદા દૂર ભાગવાની વૃત્તિ, કોઈ પણ સત્તાસ્થાન કે અધિકારપ્રાપ્તિની સ્વપ્ન પણ આકાંક્ષા નહિ-- આ તેમના એકધારા વિશદ સેવાપરાયણ જીવનને મમ હતે. લક્ષ્મીનગરમાં–ખારમાં–તેઓ ખાદી ભંડાર સંભાળતા હતા. બાજુએ આવેલ હરિજનકેન્દ્ર ખેરવાડીની પણ તેમના માથે ઘણી મોટી જવાબદારી હતી. મહાર કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી તેમની એક મુખ્ય પ્રવૃત્તિ હતી, બેરીવલીમાં એક ગ્રામોદ્યોગ કેન્દ્ર તેઓ ખુબ પરિશ્રમ લઈને વિકસાવી રહ્યા હતા. હરિજન, મહારલકો, માછીમારે-આવા પદદલિત વર્ગો અને હલકી કોટિની લેખાતી જાતિઓની સેવા અને ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓ-આજ માત્ર તેમના પ્રિય વ્યવસાયે હતા. ધંધા વિષે તેમણે છેલ્લાં છેલ્લાં તે લગભગ નિવૃત્તિ જ સ્વીકારી હતી. ૧૯૪૨ ની લડતમાં પણ તેમણે ખુબ કામ કર્યું હતું, પણ આ કામકાજ દરમિયાન પણ અહિંસા અને સત્ય વિષયક તેમનો આગ્રહ એકસરખે કાયમ હતા. તેમનું સેવાકાર્ય ચાલુ જ હોય અને એમાંથી બચતા વખત ધાર્મિક, આધ્યાત્મિક તેમ તાત્વિક સાહિત્યના વાંચન તેમ જ મનન પાછળ તેઓ ગાળતા. મન, વાણી અને કર્મની એકતાએ તેમના સમગ્ર જીવનની વિશિષ્ટતા હતી. મારી અને તેમની ભિન્ન ભિન્ન પ્રવૃતિને લીધે તેમને મળવાનું બહુ ઓછું બનતું. એમ છતાં પણ જ્યારે મળતા ત્યારે ઠીક ઠીક સમય અમે જુદી જુદી બાબતની ચર્ચામાં પસાર કરતા. એ ચર્ચા દરમિયાન તેમનામાં ઉડું આમલક્ષીપણું અને સત્યપ્રાપ્તિની ઝંખના હું અનુભવતા. સદા પ્રસન્ન, મિતભાષી, સારગ્રાહી તેમનો સ્વભાવ હતે. સેવામાં જ જીવનની કૃતકૃત્યતા તેઓ સમજતા. નકકી કરેલા જીવનસિદ્ધાન્તને બરાબર વળગીને ચાલવું એ આગ્રહ અને ટેકીલાપણું હંમેશા જોવામાં આવતું. તેઓ જન્મ જન હતા અને તેમના આચાર વિચાર ઉપર જૈન ધર્મના બહુ ઉંડા સંસ્કાર હતા. આવી એક વિનમ્ર, શાન્ત, અને મુંગા લેકસેવકને ગુમાવીને આપણે ખરેખર દરિદ્ર બન્યા છીએ. તેમના જીવનની ઉચ્ચ પ્રતિભા વિષે શ્રી. કિશોરલાલ મશરૂવાળા તેમના એક પત્રમાં જણાવે છે કે એમનું સાધુતા ભયું મધુર વ્યકિતત્વ ન ભુલાય એવું હતું અને રહેશે. એમના જેવાને લીધે માનવજાતિ ધન્ય અને શ્રધ્ધાપાત્ર બની શકે છે.' આવું જેમનું પવિત્ર અને ઉદાત્ત જીવન હતું તેવું જ સુખમય કશી પણ ઉપાધિની પીડા કે યાતના વિનાનું તેમનું મૃત્યુ હતું. કામ જ મનન અને આધ્યાત્મિક તેમ ના હોય અને
SR No.525932
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1947 Year 08 Ank 17 to 24 and Year 09 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1947
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy