________________
.
3
શ્રો મુંબઈ જૈન ચુવકસ ધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી: મણિલાલ માકમચંદ શાહ્, મુંબઈ : ૧ જુન ૧૯૪૬ શનિવાર.
વ્યાખ્યા
વિશ્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમાના સબંધમાં જે તાત્વિક દ્રષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન આવી વિચારણા કાઇ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હતું. પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હાવાથી તે. વહેલી કે મેાડી દરેક દેશમાં વસનાર દરેક જાતની માનવપ્રજામાં એછે કે વો શે ઉદ્ભવે છે. અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાઓનાં પરસ્પર સસને લીધે, અને કાઇ વાર તદ્દન સ્વત ંત્રપણે પણ વિશેષ વિકાશ પામે છે, તેમજ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઇ તે અનેક રૂપે ફંટાય છે.
Regd. No. B. 4266.
જૈન
તત્ત્વજ્ઞાન
(પ્રસ્થાન કાર્યાલય તરફથી મેાાચલી સરસ્વતી ગ્રંથમાળાના ઈ. સ. ૧૯૩૪ ના પ્રારંભમાં પ્રગ′ થયેલ ‘જીવનચર્ચા' નામના ગ્રંથમાંથી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને જૈન તત્વજ્ઞાન' ઉપરના આ લેખ અહ“ સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. આ લેખ સામાન્ય વાચનારને સહજ સમજાય તેવો નથી એમ છતાં પણ જૈન તત્વજ્ઞાનનુ આટલા સંક્ષેપમાં છતાં આટલું સુન્દર અને સપૂર્ણ નિરૂપણ ભાગ્યેજ અન્યત્ર વચન મળી શકે તેમ છે તેથી તેમજ આ લેખ કેટલાય વર્ષો પહેલાં પ્રગટ થયેલ એ પુરતકના ખુણે દટાયલા પડા હતા તે ફરીથી તત્વપ્રેમી જનતા સમક્ષ રજુ થવા જરૂરી છે એમ સમજીને આ શિષ્ટ ભાગ્ય લેખને અહિં પ્રગટ કરવાનું ઉચિત ધાર્યું છે. જિજ્ઞાસુ વાંચકને નકારની મદદ લઇને પણ એ લેખના હાર્દને અન્તરમાં તેમ જ બુદ્ધિમાં ઉતારવા વિનંતિ કરવામાં આવે છે. પરમાન’દ)
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણા કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધીવિચારણાઓને ક્રમિક ઇતિહાસ પણ પૂર્ણ પણે આપણી સામે નથી, છતાં અત્યારે એ વિષે જે કાંઇ સામગ્રી આપણી સામે છે અને એ વિષે જે કાંઇ થેડુ' ધણુ આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલુ’તે નિવિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિરોધી દેખાતી ગમે તેટલી ધારા હાય છતાં એ બધી વિચારધારાએનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના બાહ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમેનુ' રહસ્ય શોધી કાઢવું
તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનુ” મૂળ
જેમ કોઇ એક મનુષ્યષ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હતી પણ તે બાથૅ આદિ જુદી જુદી અવસ્થામાંથી પસાર થવા સાથેજ પેાતાના અનુભવે વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ મનુષ્યજાતિ વિષે પણ છે. મનુષ્યજાતિને પણ બાહ્ય આદિ' ક્રમિક અવસ્થાએ અપેક્ષા વિશેષે હાય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવંન કરતાં ઘણું જ લાંથુ અને વિશાળ દ્ગાષ્ટ તેની બાલ્ય વગેરે અવસ્થાઓને સમય પણ તેટલેાજ લાંમા. હાય તે સ્વાભાવિક છે. મનુષ્ય જાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ આંખ ખોલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમકારી વસ્તુઓ તેમજ બનાવે 'ઉપસ્થિત થયા.
એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અણુત તારામંડળ અને ખીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદીપ્રવાહે તેમજ મેધગર્જનાઓ અને વિધુત્ચમત્કારાએ તેનું ધ્યાન ખેચ્યું. મનુષ્યનુ માતૃસ આ
લવાજમ રૂપિયા ૩
અધા રથૂળ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિષે અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા. જેમ મનુષ્યમાનસને બાહ્ય વિશ્વના ગૂઢ તેમજ અતિસુક્ષ્મ સ્વરૂપ વિષે અને તેના સામાન્ય નિયમે વિષે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિ સુક્ષ્મ સ્વરૂપ વિષે પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તેજ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું એ પ્રશ્નો ગમે તેટલા હોય અને કાળક્રમે તેમાંથી ખીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જન્મ્યા હોય છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટ્રંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય.
તાત્ત્વિક પ્રશ્નો
• દેખીતી રીતે સતતૢ પરિવર્તન પામતું આ બાહ્ય વિશ્વ કયારે ઉત્પન્ન થયું હશે ? શેમાંથી ઉત્પન્ન થયુ' હશે ? પોતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કાઇએ ઉત્પન્ન કર્યાં હશે ? અતે ઉત્પન્ન થયુ ન હેાય તે શું આ વિશ્વ એમ જ હતુ. અને છે ? જે તેનાં કારણા હાય તે.તે પેતે પરિવર્તન વિનાનાં શાશ્ર્વત જ હાવાં જોઇએ કે પરિવર્તનશીલ હાવા જોઇએ? વળી એ કારણા કેા જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપજ હશે ? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબુધ્ધ જે સંચાલના અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હાવી જોઈએ કે યંત્રવત્ અનાદિ સિંધ્ધ હેવી જોઇએ ? .જો બુદ્ધિપૂર્વક વિશ્વ વ્યવસ્થા હોય તે તે કાની બુદ્ધિને આભારી છે? શું એ બુધ્ધિમાન તત્વ પોતે તટસ્થ રહી વિશ્વનુ' નિયમન કરે છે કે એ પેાતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા
દેખાય છે?
i
ઉપરની રીતે આંતરિક વિશ્વ સબંધમાં પણ પ્રશ્નો થયા, કે જે આ બાહ્ય વિશ્વના ઉપભોગ કરે છે યા જે બાહ્ય વિશ્વ વિષે અને પાતા વિષે વિચાર કરે છે તે તત્વ શું છે? શું એ અહં રૂપે ભાસતુ તત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃત્તિનુ` છે કે કઇ જુદા સ્વભાવનુ છે? આ આંતરિક તત્વ અનાદિ છે કે તે પણ કયારેક કોઇ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયુ છે ? વળી અહુરૂપે ભાસતા અનેક તવા વસ્તુત: જુદા જ છે? કે કોઈ એક મૂળ તત્વની નિમિતિઓ છે.? આ બધાં સજીવ તત્વા ખરી રીતે જુદાં જ હાયતા તે પરિવત નશીલ છે? કે માત્ર ફૂટસ્થ છે? એ તત્વાને કદી અંત આવવાના કે તે કાળની દૃષ્ટિએ અંતરહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તત્વ ખરી રીતે દેશની દૃષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે ? :