________________
(8)
J
પ્રબુદ્ધ જેન.
છે. એટલે સુધી તે ખાદીએ ખાદી–પ્રેમીઓમાં ઠીકઠીક પ્રમાણમાં રાષ્ટ્રીય જાગૃતિનું કઇક ક્રિયાત્મક બળ પ્રગટાવ્યુ` છે.
પરંતુ હવે જો ખાદી પ્રવૃત્તિમાં આપણે આગળ પગલાં નહિ ભરીએ તા ખાદી–વ્યાપારના વમળમાં અને રૂપિયા, આના પાઈના જ ત્યાગમાં–ખાવાઇ જશે, ખાદી પ્રેમીઓના ખાદીપ્રેમ કેવળ પૈસાની ગણતરીમાં જ લવાય છે. એ આખરે તે દ્રવ્ય સુલભ દેશપ્રેમ જ નીવડે છે. ખાદીપ્રેમીએ ખાદી ખરીદે છે. એથી ગામડાની કાંતનારી
હેતેને કંઈક આર્થિક રાહત મળે છે, એમની એકારીનુ કઇંક નિવારણ થાય છે. ગરીબાઈ એથી કઇંક એછી થાય છે. પરંતુ રેટિયાની પાછળ જે મહાન આર્થિક નવરચના અને . સામાજિક પરિવતનની ભવ્યશક્તિ રહી છે, તેને સદુપયોગ આ રાહત દૃષ્ટિએ ચાલતી વ્યાપારી ખાદીના પ્રચારથી નથી થતા, એ શક્તિ તે અણુવિકસેલી જ રહે છે,
આગાખાન મહેલમાં ગાંધીજીને ખાદી પ્રવૃત્તિના પચ્ચીસ વર્ષોંના અનુભવો પરથી ચિંતન કરવાને સારા સમય મળ્યેો. ખાદી અને રેટિયામાં રહેલી અહિંસાની શકિત પ્રતિ બહુ જ ઓછું લક્ષ્ય પાયુ' છે, 'એમ એમને જણાયું. બહાર આવી એમણે ખાદી અને રેટિયાનું, નવસ’કરણ કરવાને। સકલ્પ કર્યો. અને-‘કાંતે તે જ ખાદી પહેરે’એ સૂત્ર એમણે ખાદીપ્રેમી પ્રજાને આપી દીધુ'. ખાદી વેચવા માટે નથી, પરંતુ પહેરવા માટે છે. એ વસ્તુ પર હવે વધારે અને મુખ્ય ભાર મૂકાવા માંડયા. ખાદી વ્યાપારી વસ્તુ નથી, પરંતુ અહિં ́સક સમાજ-રચનાનું અપ્રતિમ સાધન છે. એ હકીકત જો સાચી હાય તા આપણે ખાદી વેચાતી ન લેતાં જાતે જ ઉત્પન્ન કરી લેવી જોઈએ, આ રીતે વિચારતાં કાંતે તે જ પહેરે’– એ સત્રમાં ખાદીમાં રહેલી સ્વાવલંબન શકિતનું દર્શન થવા માંડે છે.
ખાદી ગરીમાને કેવળ રાહત આપવાનું સાધન જ નથી એ તે એને આર્ભ માંગે છે. વસ્ત્ર સ્વાવલંબનના પુરૂષ માં જ્યારે ખાદી પ્રવેશ કરે છે, ત્યારે જ એમાં રહેલી અહિંસક સમાજરચનાની શકિતને પરિચય થવા માંડે છે. સેાલીસીટરા, ડોકટર, વ્યારીઓ અને વિશાળ મધ્યમ વર્ગ જ્યારે જ્યારે શરૂ કરેલી ખાદીને ચાલુ રાખવા માટે કાંતવાના પ્રયાસ કરવા તત્પર થાય છે. માટે શરૂઆતમાં જણાવેલ પહેલા જીવનને વિસંવાદ જાગવા માંડે છે. જીવનની સગવડા માટે જરૂરી એવા ઉત્પાદક શ્રમ કરવા. એમાં સાનવધર્મના સાચે વિકાસ થતા રહે છે. આપણી સસ્કૃતિ આજ સુધી ચાલી આવેલા મહામેદ્ય વારસો હતો.
પાશ્ચાત્ય કળવણી અને પરદેશી વ્યાપારની શાણુ નાતિને પગલે પગલે આધુનિક સસ્કૃતિના સૌથી મોટા શાપ એ છે કે પ્રજાજીવન અને સ્વાવલંબનના પુરૂષાર્થીને જ એણે હણી નાંખ્યા છે. પરજીવી નિષ્ક્રયતાને એ સંસ્કૃતિએ ભારે પ્રતિષ્ઠા આપી દીધી છે. ઉત્પાદક પરિશ્રમને હીનસ્વરૂપ મળતુ ગયુ' છે. આથી જ ડાકટરો વગેરે બધી જાતની નિરૂત્પાદક મહેનત કરી તેં છે પરંતુ જીવન વહેવારને અત્યંત આવશ્યક એવી ઉત્પાદક પ્રવૃત્તિના ભારે અણુગમા અને કંટાળા જ રાખતા આવ્યા છે. સેાલીસીટરા પોતાનાં કપડાં માટે કાંતે એ વસ્તુ જ એમના જીવનની રહેણી કરણી કે કહેવાતી એટીકેટને બંધબેસતી એમને નથી લાગતી. જીવનને વિસ'વાદ એમને એટલા માટે લાગે છે કે આજનુ શહેરીજીવન સાચી જાતમહેનતનાં પરંતુ સ્વાર્થ માટે થતાં શાષણ પરજ રચાએલું છે, નભે છે અને ખીલે છે. આજના રોાષક વ્યાપારો અને વ્યવસાયને અજ એ છે કે પેાતાના જીવન ની સગવડા માટે જાતે કશી મહેનત ન કરતાં પારકાની જ વે મજૂરીમાંથી તે મેળવવી. અને એમ કરતાં પારકાનાં જીવન નીચે વાઇ
પારકાના
તા. ૧૫-૫-૪
જાય તે। તેની કશી ચિ'તા ન કરવી. ખાદી અને રેંટિયે। આ શેષણુ સંસ્કૃતિને પડકાર કરે છે, અને માનવજાતિને સ્વપરિશ્રમ, સ્વાવલખન અને જાતમહેનતમાં રહેલા પુરૂષાયનું સ્મરણ કરાવે છે. પરજીવી નિષ્ક્રિયતામાં ટેવાઈ ગએલા શહેરી વર્ગ આથી જ કાંતવાનું આટલું અપ ઉત્પાદક શ્રમકાર્ય કરવા પ્રતિ પાર વિનાના કંટાળા અનુભવે છે. કેવળ રૂપિયાથીજ ખરીદાતી ખાદી હવે સૂતર આંટી ચલણને પરિણામે એના વ્રત નિયમમાંથી ચસકવા માંડે છે. અને સૂતર વિના ખાદી નથી મળતી એટલે એ નિષ્ક્રય વ ખળભળી ઊઠે છે.. જો ખાદી વ્રત અખંડ રાખવા એ કાંતવા માંડે છે તે સ્વપરિશ્રમ-પરાક્રમ અને શેષણ-પરાક્રમ વચ્ચે વિસંવાદ જાગતાં પાછા અકળાય છે. આ અકળામણુ, આ મૂંઝવણ અને આ વિવાદ એજ રેટિયામાં રહેલી ક્રાંતિતિનું સાચુ બળ છે. હવે એ બળ જાગ્યુ` છે, ખાદીપ્રેમીને તે ખળભળાવી દે છે, અને પરજીવી નિરૂત્પાદક નિષ્ક્રિયતાના એના સ્થાપિત હકને (Vested Interest ) તે હંચમચાવી મૂકે છે. એટલે જ ખાદીપ્રેમીને સૂતર આંટી ચલણ પ્રતિ ભારે અણુગમા છે. ટિયા સરસ છે; ગાંધીજી તેા આપણા નેતા છેજ, મહાસભા માટે રેટિયા સ્વરાજ્યનું પ્રતીક છે, એ બધું બરાબર છે, પરંતુ અમારે કાંતવું નથી. કાંતવું અમને ગમતું નથી, સમય નથી મળતા એ તે બહાનું છે. પેલે સ્થાપિત હક જોખમમાં મૂકાય છે, એ જ મેટી બીક છે. ખાદી વ્રતધારીએ આ વિચારે અને જીવનમાં જાગેલા વિવાદ પ્રસંગે જીવનક્રાંતિ અને જીવનસ્વાર્થ ખાદી અને શેષગુ મેની વચમાં પસદગી કરી લે.
સધની વિવિધ પ્રવૃત્તિઓને મળેલી આર્થિક મદદ
શ્રી મુબઈ જૈન યુવક સંધ તરફથી ચાલતી જુદી જુદી પ્રવૃત્તિએ.માં તા. ૧૫-૪-૪૬ થી આજ સુધીમાં જુદા જુદા ગૃહસ્થા તરથી નીચે મુજબ રકમેા મળી છે.
રાહત પ્રવૃત્તિ
૧૦૩ શ્રી. કાન્તિલાલ ભોગીલાલની કુાં.
૫]
નથુભાઇ તેમીદાસ પારેખ
ง
કરસનજી પ્રેમચંદ
૧૫]
33
27
પ્રભુદ્ધ જૈન
૨૫] શ્રી. નથુભાઇ નેમીદાસ પારેખ
શ્રી મ. મેા, વાં. પુ.
૨૫] શ્રી નથુભાઇ તેનીદાસ પારેખ.
આળાં હૈયાં
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના સભ્ય અને પ્રબુધ્ધ જનના ગ્રાહકો પાસેથી આળા હૈયાંની કિંમત રૂા. ૧-૮-૦ લેવાનુ નક્કી કરેલ હતુ. તે પ્રમાણે જે જે ભાઈએ તથા બહેનેાએ તેની કિંમત ભરી હોય તેમણે' પુસ્તક સંધની એરીસમાંથી મગાવી લેવાની વ્યવસ્થા કરવી. જે ભાઇ કે વ્હેન આ પુસ્તક પાસ્ટરા મગાવવા ઇચ્છતા હોય તેમણે ૦-૪-૦ પેસ્ટેજના (એટલે કે કુલ્લે રૂા. ૧-૧૨-૦) માકલી આ પુસ્તક સવેળાએ મગાવી લેવા કૃપા કરવી.
ત્રી.
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ માકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રણસ્થાન : સુ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલદેવી રાડ, મુખ. ૨