________________
તા. ૧-૪-૪૬
જૈન ધર્મના ઉચ્ચ શિક્ષણના પ્રશ્ન
કેળવણીનું ધ્યેય બહુ ઉચ્ચ બતાવવામાં આવે છે. મનુષ્યની આધ્યાત્મિક, માનસિક, શારીરિક અને આર્થિક આદિ જેટલા પ્રકારે ઉન્નતિ સભવે છે. તે બધા પ્રકારની ઉન્નતિનુ સાધન કળણીને માનવામાં આવે છે. પરંતુ વસ્તુતઃ સ્થિતિ એ છે કે આજે શિક્ષણનું કેન્દ્રસ્થ ધ્યેય મનુષ્યની આર્થિક સ્થિતિને ઉન્નત બનાવવાનું જ હાય તેમ સૌ કાઇ માનતું જાય છે. આ માન્યતા ડગલે ને પગલે આપણા આચરણ દ્વારા સિદ્ધ થાય છે. મનુષ્યને સંસ્કૃત બનાવે, ઉચ્ચ આદર્શી પ્રતિ શ્રદ્ધાવાન બનાવે એવી કેળવણી પ્રતિ રૂચિને બદળે અરૂચિ વધતી જતી દેખાય છે. કેળવણીની સફળતા પૈસાથી માપવામાં આવે છે. મનુષ્ય શિક્ષણુ પામીતે આધ્યાત્મિક અથવા માનસિક ભૂમિકાએ ચડયા કે નહિ એ જોવાને બદલે તે ભણીને કેટલું કમાતા થયા એ તરફ્ પ્રથમ લક્ષ જાય છે. એટલે ભગુનાર અને ભણાવનાર બન્નેની દ્રષ્ટિ મનુષ્યને આર્થિક દ્રષ્ટિએ ઉન્નત કરવા એજ હાય તેમ જણાય છે. ખરી રીતે મનુષ્ય હવે એમજ માનતા થયા લાગે છે કે મનુષ્યની આર્થિક ઉન્નતિ તેજ તેની સંસ્કૃતિ છે. અર્થહીનની કોઇ સંસ્કૃતિ સભવેજ નહિ. પરિણામે મુંબઇ યુનિવર્સિટી જેવી કેળવણીની સંસ્થાઓમાં જીવનસ્પર્શી વિષયને ગૌણુ બનાવવામાં આવે તે એમાં આશ્રય શુ?
પ્રબુદ્ધ જૈન
લાભ
જ્ઞાતિ સંસ્થાએ પેાતાની ઉન્નતિ માટે કેળવણીના કેન્દ્રમાં એવી અચ'પ્રદ શિક્ષણપ્રથાને પ્રાધાન્ય આપે તે તે સમજી શકાય છે, કારણ કે તેમનુ ધ્યેય જ્ઞાતિજનેને અર્થ દૃષ્ટિએ ઉત્ત્તત કરવાનુ છે, પણ જે જ્ઞાતિ અદૃષ્ટિએ પછાત હોય છે અથવા જે જ્ઞાતિજન અથદૃષ્ટિએ પછાત ડાય છે સમાજમાં તેનુ સ્થાન નગણ્ય બની જાય છે એટલે જ્ઞાતિ સંસ્થાએ સ્વયં ઉન્નત બનવા માટે અર્થ પદ શિક્ષણપ્રથાને અપનાવે તે તે સમજી શકાય તેવુ છે. પરંતુ ધમના પાયા ઉપર જે સંસ્થાઓ ઉભી થાય છે અને જે જૈન ગુરૂકુલ, જૈન વિદ્યાલય, જૈન મેડિંગ, જૈન પાઠશાળા એવા વિવિધ નામાના એઠા નીચે કામ કરે તે સસ્થા પણું હવે માત્ર શિક્ષણનુ કેન્દ્ર અથ જ હાય એમ માનીને ચાલતી જણાય છે. પરિણામે જૈનધમ કે સંસ્કૃતિનાં રસિયા છાત્રા દુર્લભ થઈ ગયા છે. જૈન ધમ રસાતળ જઈ રહ્યો છે,' ‘વિદ્યાથી વગ માં ધર્મના સંસ્કારા છે જ નહિ.' એવા એવા સુત્રો પોકારીને જૈન સંસ્થાઓ શરૂ કરવામાં આવે છે. પરંતુ એ સંસ્થાઓ દ્વારા જૈનધમ ની શી સેવા થઇ એના હિસાબ' કાઢવા ખેસીએ તે નિરાશ ન થવું પડે છે.
- બનારસમાં પાર્શ્વનાથ · વિદ્યાશ્રમ આજ લગભગ છે વર્ષથી શરૂ થયુ છે, ‘જૈન ચેર’તલગભગ ૧૫ વર્ષથી છે. પરતુ શ્વેતામ્બર સમાજમાંથી કેટલા વિદ્યાર્થિઓએ એને લાભ લીધા ? ‘છાત્રવૃત્તિની પૂરી સગવડ છતાં એને લાભ લેનારની સંખ્યા મામૂલી કેમ છે? એને વિચારા િક દૃષ્ટિતે આધારે સ્થાપિત થયેલ અખિલ ભારતવર્ષિય સસ્થાઓના નાયકાએ કદી કર્યો હાય, એમ લાગતું નથી, અથ`પ્રધાન દૃષ્ટિવાળી વ્યક્તિ તુરત કહી બેસે છે કે એવી સાંસ્કૃતિક સંસ્થાએ નકામી છે, એના કાઇ લેતુ નથી એટલે તે નિષ્ફળ છે, નકામા અથ વ્યય શા માટે કરવે તેમની એ દૃષ્ટિ તેમના ધ્યેય પ્રમાણે ખરાખર છે. પરંતુ જે લેાકા જૈન સંસ્કૃતિ અને તેની મહત્તા સમજે છે, એ સસ્કૃતિમાં મનુષ્યને ઉન્નત બનાવવાની શક્તિના દેશન કરે છે અને માત્ર અથ એજ સર્વસ્વ નથી એમ સમજે છે તે લોકાએ આ પ્રશ્નનો ગભીર વિચાર કર્યો હાય તેમ જણાતુ' નથી.
શિક્ષણના હિસાબે તે માધ્યમિક શિક્ષણ ગણાય અને છાત્ર એટલાથી જ સંતુષ્ટ થઈ સમાજમાં પડિતની પદવી પાની કાય કરવા લાગી જાય છે. પરિણામે જ્યાં ઉચ્ચ શિક્ષણના પ્રશ્નધ છે ત્યાં ભાભા છાત્રાભાવ જ શેષ રહે છે. બનારસમાં જૈનધમ અને ક્શનના જે પાયક્રમ છે તેના પ્રથમ વર્ષમાં પ્રવેશ પામી શકે તેવી ચેાગ્યતાવાળા છાત્રા માત્ર શિવપુરીની સસ્થા જ તૈયાર કરે છે અને તેના છાત્રા પણ સમાજમાં જો પડિત ગણાતા હાય તે ઉચ્ચ શિક્ષણની તમન્નાવાળા છાત્રા બીજા કયાંથી મળે ? જેન ગુરૂકુલા સમાજમાં અનેક છે, પરંતુ એ બધામાં મેટ્રીકનાં પાઠયક્રમને પ્રધાનતા છે એ સ્થિતિમાં એ સ્વાંભાવિક છે કે ત્યાં ભણેલ છાત્ર આગળ કાલેજમાં B. A, M. A; અગર B. Sc. ચત્રા જાય પરંતુ જૈન ધમ` કે દર્શનને પયક્રમ તેના માટે તે ઇચ્છે તે પણ અશકય બની જાય. કારણ ગુરૂકુલમાં પૂર્વભૂમિકા B. A. આદિની જ રચવામાં આવી ડાય છે. જૈન દર્શન શાસ્ત્રી' અગર “આચાય”ની નહિ.
.
બનારસ બહારની એવી કોઇપણું જૈન સંસ્થા શિવપુરીને બાદ કરતા મારી જાણુમાં નથી જેમાં સસ્કૃતની ઉચ્ચ તે શું પણ માધ્યમિક શિક્ષાના પણ પ્રબંધ ડાય. શિવપુરીમાં ન્યાયતીર્થં અગર વ્યાકરણતીથ ની પરીક્ષા અપાવવામાં આવે છે. બનારસના
મહાવીર વિદ્યાલય જેવી સમૃધ્ધ " સસ્થાએમાં પણ શુધ્ધ સંસ્કૃત ભણુનારને નિયમ પ્રમાણે શુ' સ્થાન છે તે તા તેના અધિકારીએ જાણે, પરંતુ ત્યાં વર્તમાનમાં એક પણ છાત્ર શુધ્ધ જૈન ધર્મ અગર દર્શન જાણુના નથી એ વસ્તુસ્થિતિ છે, નિયમ પ્રમાણે બહાર રહીને, બહાર ભણીને પણ બનારસની સરકારી સંસ્કૃત કોલેજની જૈન દર્શનની પરીક્ષા આપી શકાય છે, પરંતુ એવી કાંઇ પણ જૈન સંસ્થા ખાસ કરીને શ્વેતામ્બર સમાજની નથી, જે એવા પાઠ્યક્રમને પ્રાધાન્ય આપી અગર ગૌણ ભાવે પણ છાત્રા માંઢે એ અભ્યાસક્રમ ભણવાની સગવડ કરતી હૈાય. આવી સ્થિતિમાં જૈન ધર્મના ઉચ્ચ શિક્ષણના મુસ્થલમાં એકાદ નાનુ વૃક્ષ સૂકાતું જ જાય તે કાંઇ આશ્ચય પામવા જેવુ નથી. પાર્શ્વનાચ વિધાશ્રમ બનારસમાં પ્રથમ માત્ર સ્થાનકવાસીને પ્રવેશ મળતા. ' તેના સંચાલકને આશા હતી કે સ્થાનકવાસી છાત્રા મળી રહેશે. આજે અનુભવે તેમને શિખવ્યું છે કે પૂરી સગવડતા આપવા છતાં છાત્રા મળતા નથી. એટલે તેમણે કાઈ પણ જૈનતે દાખલ કરવાના નિર્ણય કર્યો છે. એટલુંજ નહિ પણ યાગ્ય અજૈન છાત્રને પણ પ્રવેશ આપવા એવુ' ઠરાવ્યું છે–અરજીઓ મગાવવામાં આવી છે. પરતુ માત્ર શુદ્ધ સંસ્કૃત વિદ્યાના આકષ ણુ ખાતર આવનાર છાત્ર મળતા નથી એ વસ્તુસ્થિતિ છે. બનારસમાં બીજી કોલેજોની—બ્યાવહારિક શિક્ષણની ઉત્તમ સગવડ ઢાવાથી એ. આકષણને કારણે તે છાત્રા આવવા તૈયાર છે, પરંતુ માત્ર જૈનધમ અંગર દર્શનના અભ્યાસનું આકર્ષણ હોય એવા કાઈ પણ શ્વેતાંબર છાત્રની અરજી હજી આવી નથી. આવી સ્થિતિમાં સચાલકાની ધીરજની પરીક્ષા થાય છે. અને છાત્રાને અભાવ એ તેમના સચાલનની જ ખામી હૈાય એમ બહારની સમાજને લાગે એ સ્વાભાવિક છે. પરંતુ સ્થિતિનું નિરીક્ષણ કરીએ તો જણાય છે કે સમાજમાં એ સસ્કૃતિના શિક્ષણુના પ્રેમને ઝરા જ સુકાઇ ગયેા છે, તે જ આવી સંસ્થાના સફળ સંચાલનમાં બાધક નીવડે છે,
જીવનમાં અર્થ એ પ્રધાન નહિ તે પણ ઠીક ઠીક જરૂરી તત્ત્વ તો છે જ. પરંતુ જૈન શિક્ષણ સંસ્થાએએ અથની સાથે સાથે છાત્રામાં 'સંસ્કૃતિપ્રેમ પણ કેળવવા જ જોઇએ. અન્યથા સરકારી સંસ્થા કરતા જુદા પડી પેાતાના અખળે, એ શૈક્ષણિક કેન્દ્રો કરવાના શો અર્થ છે? જૈન સંસ્થાએ વ્યાવહારિક શિક્ષણ ઉપરાંત ફરજીયાત નહિ તે મરજીયાત પણું સાંસ્કૃતિક શિક્ષણુના પ્રબંધ કરવા જ જોઇએ. શરૂ શરૂમાં એ ખર્ચ નકામા લાગશે, પરંતુ એક વાર વાતાવરણ જામતાં કોઇ તે કેષ્ઠ સંસ્કૃતિના રસિયા અવશ્ય નીકળી આવશે, જેમને સ્વતઃ ઉચ્ચ સાંસ્કૃતિક શિક્ષણની જિજ્ઞાસા જાગશે. જો આમ નહિ થાય તે જૈનધર્મના ઉચ્ચ શિક્ષણના પ્રચાર જે અત્યારે અતીવ અલ્પ છે તે નિઃશેષ થઇ જશે દલસુખ માલવણિયા