SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આ બાલવાડીના અપેારના ભાગમાં ઉદ્ઘાટન—સમારંભ ગાઠવવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ બાલવાડીમાં થનાર શિક્ષણ . પ્રદાનની જવાબદારી જે ભાને સોંપવામાં આવી છે તે ભાઇ સેલતે ખાલવાડીમાં જોડાયલાં બાળકોને આ પ્રસંગને અંગે એકર્મો કરીને તેમને કેવી રીતે શિક્ષણ આપવામાં આવશે તેના પ્રત્યક્ષ પરિચય-demonstration—દ્વારા કેટલાક ખ્યાલ આપ્યો. બાળશિક્ષણની નૂતન પધ્ધતિમાં શિક્ષા અને ધમકીને જરા પણ સ્થાન હાઇ ન શકે એટલું જ નહિ 'પણુ ‘ ઉભા થાઓ, મેસી જાઓ, ચુપ રહેા 'એવી આજ્ઞાએ અને હુકમને પણ અવકાશ હાય નહિ. વળી આ પધ્ધતિ અનુસાર ભણવુ એટલે બાળક માટે તે જાણે કે એક રમતમાંથી ખીજી અને તેમાંથી ત્રીજી રમતમાં પ્રવેશ કરવા ખરેાબર હાવુ જોઈએ. બાળશિક્ષણની નવી રચનામાં શિક્ષણ અને રમત ગમત એકમેકમાં એતપ્રાત બનેલા હાઇને જાણે કે પર્યાયવાચી શબ્દો બની જાય છે, અને તેથી જ પ્રવૃત્તિને બાળશાળા કહેવાને બદલે બાલવાડી કહેવામાં આવે છે કે જ્યાં બાળકા એકઠાં થાય છે, કલ્લેાલ કરે છે, અને પાતે ભણે છે. એવા કશા પણ ભાન સિવાય રમતગમતમાં જ પેાતાના વિકાસ સાધતા આગળ ચાલે છે. આ શિક્ષણ રહસ્યના ભાઈ સેલતે પેાતાની વિશિષ્ટ શૈલિદ્વારા સભાજનને સીધે પરિચય કરાવ્યો. ત્યારબાદ સરલાદેવીએ પ્રસ્તુત ખાલકેન્દ્રના હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે “આજે હિંદુસ્તાનમાં પૂર્વબુનિયાદી તાલીમ માટે કેળવણીકાર અને દેશના આગેવાને વિચાર કરી રહ્યા છે. દેશના જુદા જુદા ભાગમાં નાનાં બાળકા માટે આલવાડીએ શરૂ થવા લાગી છે. તે વખતે અહીં ન પશુ આપણે ખાલક શરૂ કરીએ છીએ. અહીં આપણે પૂર્વ'બુનિયાદી તાલીમ માટે પ્રયોગ કરવાના છે. તેના સાધનેાનુ સ ́શેધન કરવાનુ છે. એ દૃષ્ટિએ વિચારતાં આ કાય` કેટલુંક મહત્ત્વનું છે અને અમારી જવાબદારી કેટલી મેાટી છે તેને આપને ખ્યાલ આવશે.” આમ જણાવીને તેમણે શ્રી. બાળાસાહેબ ખેરને બાલવાડીનું ઉદ્ઘાટન કરવા વિનંતિ કરી. શ્રી બાળાસાહેબ ખેરે આ બાલવાડીને ઉઘાડી મુકાયલી જાહેર કરતાં એક કલાક સુધી અખંડ ધારાએ અને અત્યંત મધુર વાણીમાં એક સુંદર પ્રવચન કર્યું. તેમણે પ્રવચન દરમિયાન જણાવ્યું કૅ: “ આપણે આજ સુધી પરદેશી ઢબની વિદ્યા લ”ને પરવશ બન્યા; હવે આપણે આપણી રીતે વિદ્યા મેળવવી છે. • સા વિદ્યા યા વિમુક્તયે ' એ આપણા મૂળ આદશ છે. તે પ્રમાણે આ વિધા આપણને મુક્તિના માગ બતાવશે. કષ્ટ પૂછશે કે શું આટલા મોટા દાક્તરા પીએચ. ડી. વગેરે ભણ્યા તે ભણતર ખાટું ? તે હું કહીશ, હા એમ જ છે. આટલા કા આટલું બધું ભણ્યા છતાં આપણા દેશ એવા ને એવા રહ્યો. કારણ કે મેટ્રિક પછી પરીક્ષાઓની હારમાળામાં જ એ અટવાઇ જાય છે. આગળ શું કરવાનુ છે એ તેમને સૂઝતું જ નથી. પ્રશુદ્ધ જૈન ... “ખરી રીતે ગર્ભમાંથી જ બાળકનું શિક્ષણુ શરૂ થવું જોઈએ. સૂર્યનું અજવાળુ જાએ ત્યારથી જ બાળકને દરેક વસ્તુ શીખવી પડે છે. હાથપગતું હલનચલન, કાન, આંખ જીભની ક્રિયાએ ધીમે ધીમે કેવી રીતે વિકસે છે તે જોવુ અને તેને યોગ્ય રીતે કેળવવી એ સૌથી મહત્ત્વનું શિક્ષણકાય છે. ગર્ભાધાનથી સાત વર્ષ સુધીની ઉમર એ મનુષ્ય જીવનની સૌથી મહત્ત્વની ઉંમર છે. “આ દુનિયા એળખવી, જેમણે આપણને બનાવ્યા તે ભગવાનને આળખવા, એ શિક્ષણના હેતુ છે. એવુ' શિક્ષણુ મોટા પી એચ. ડી. થયે હાય તે પણ આપી શકતા નથી. એને માટે જીવન વિષેની દૃષ્ટિ સ્પષ્ટ થવાની જરૂર છે. ખરૂ કહીએ તે। એ વિકાસ કરવાનુ કામ પ્રભુનુ છે. એવું વિશાળ હૃદય એટલે કે એવા પ્રેમ જેમનામાં હશે તે જ એ શીખવી શકશે. પતિ તા સારી હાવી જોઇએ; પરંતુ મુખ્ય વસ્તુ બાલપ્રેમ છે. એ દૃષ્ટિએ જોતાં, કાલેજમાં ગણિત. વગેરે શીખીએ છીએ તે નકામું છે. ઈંદ્રિયામાં, મનમાં, બુદ્ધિમાં, હૃદયમાં જે શક્તિ પડેલી છે. તેને વિકસાવવી જોઇએ. ઇંદ્રિયે પોતાનુ કામ સફળતાથી તા. ૧-૩-૪૬ કુશળપણે કરી શકે તે જ શિક્ષણ સાચુ છે. તેતે માટે સ્વતંત્ર વાતાવરણ જોઇએ. “ અહીં અછૂત, મુસલમાન, વગેરે કામનાં બાળકો છે. તેથી જેએ પેાતાનાં બાળકને મેાકલતાં અચકાય છે તેમને હું કહુ છુ કે ખાળકને જાતિ નથી. અછૂત, મુસલમાન, પારસી, હિંદુ એવા ભેદ આપણે મોટાએ કરેલા છે. . બાળક એ બાળક છે. એ જગતનું મેાટામાં માટુ' પ્રાણી છે. ઇંગ્લંડના વડા પ્રધાન લાઇડ જ્યાજ ચમારના કરા હતા; અનેા ખાપ જોડા બનાવતા તેથી શું? દરેક ધંધો પ્રામાણિકપણે થાય તા તે પવિત્ર છે. બાળક તે નિષ્પાપ છે. એની શક્તિ ખીલવવી એ પવિત્ર કાય છે. અહિં એ પવિત્ર કા` શરૂ થયુ છે. આ બાલવાડીને હુ ખુલ્લી મુકુ છુ. એક દીવામાંથી અનેક દીવા પ્રગટે અને સમગ્ર જગતમાં પ્રકાશ ફેલાય તેમ આ બાલકેંદ્રમાંથી અનેક શિક્ષા તાલીમ મેળવી આખા દેશમરમાં બાલકેદ્રો ફેલાવે અને દેશને અજવાળે એવી મારી શુભેચ્છા અને પ્રભુપ્રાથના છે.” ત્યારબાદ આ પ્રસંગે સભામાં હાજર રહેલા ખેરડીના ગ્રામવાસીજના તરફથી આગેવાન હિંદુ, મુસલમાન તથા પારસી ભાઇઓએ આ ખાલવાડીની શરૂઆતને બહુ ભાવભીના શબ્દોમાં આવકારી અને અન્તગત કૃતજ્ઞતા પ્રગટ કરી. ગામને મન આ અવસર અત્યંત આનંદ અને ગૌરવના વિષય બની રહ્યો. આ ઉદ્ધાટન સમારંભ પુરા થયા ન થયે અને ટ્રેનને સમય થઈ જવાથી અમે સ્ટેશને જવા ઉપડયા અને અનેક રમ્ય સ્મરણા સાથે મુંબઈ તરફ રવાના થયા, અને મુંબઇના જીવનની રૅટમાળમાં પાછા હતા તેવા જોતરાઈ ગયા. . પાનઢ, હિરલાલ પાનાચંદ શાહનું દુ:ખદ અવસાન શ્રી મુળ જૈન યુવક સધના સભ્ય અને મુબઇની સ્મેલ કાઝીઝ કાના એડવોકેટ શ્રી. હરિલાલ પાનાચંદ શાહના તા. ૨૧-૨૪૬ ના રાજ નિપજેલ અકાલ અવસાન બદલ દિલગીરી જાહેર કરવામાં આવે છે ભાઇ હરિલાલ વઢવાણુ શહેરના વતની હતા અને ખી. એ. એલએલ. શ્રી. ની પરીક્ષા પસાર કર્યાં બાદ મુખ કેટલાંય વર્ષોંથી વકીલાત કરતા હતા. તે સદ્ગત સસ્કારમૂર્તિ શિવલાલ પાનાચંદ શાહના લધુબંધુ થાય. ભાઈ હરિલાલ અત્યન્ત સરળ સ્વભાવના સજ્જન હતા અને સ્નેહનિષ્ટ મિત્ર હતા. તેમનું ચારિત્ર્ય નિમળ હતુ, તેમની પ્રકૃતિ બહુ મીલનસાર હતી. તેમનુ જીવન કશા પણ આડંબર વિનાનું સરળ અને સીધું હતું. તેમની મુંબઈ જૈન યુવકસ'ધ પ્રત્યે ખુબ મમતા હતી અને સ ંધની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમને ખુબ રસ હતા. તેમના વિદેğ ચવાથી માત્ર તેમના કુટુ’બીએતે જ નહિં પણ તેમના વિશાળ મિત્રમંડળને એક મેટી ખેટ પડી છે. તેમના પવિત્ર આત્માને પરમ શાન્તિ પ્રાપ્ત થાએ એવી આપણે પ્રાથના કરીએ. શ્રી. વાડીલાલ મનસુખરામ પારેખને અભિનન્દન યુદ્ધ પરિસ્થિતિએ જેમ કેટલાકને અઢળક ધન આપ્યું છે તેમ પહેલાં કદિ નહિ જાણેલા કે સાંભળેલા એવા ઉદાર સખાવતાને પ્રવાહ પશુ વહેતા કર્યાં છે. તાજેતરમાં કપડવંજના નિવાસી શ્રી. વાડીલાલ મનસુખરામ પારેખે કપડવજમાં એક સાનિક મહિલા વિદ્યાલય શરૂ કરવા માટે રૂ. ૫૦૦૦૦ નું દાન જાહેર કર્યું' છે. આ ઉપરાંત આ સંસ્થાની શરૂઆતના ચાર વર્ષના ખચ તે પહેાંચી વળવા માટે તેમની પત્ની શ્રી મેના મ્હેતે બીજી રૂ. ૧૫૦૦૦ ની રકમ અપણુ કરી છે. આ ઉપરાંત કપડવંજમાં પાઠશાળા, જ્ઞાનમંદિર, પુસ્તકાલય વગેરે પ્રવૃત્તિ શરૂ કરવા માટે અને કેળવણી પ્રચારને બને તેટલા વેગ આપવાના હેતુથી શ્રી વાડીલાલભાઇએ ખીજી એક લાખ રૂપિયાની રકમ જુદી કાઢી છે. આવી જ રીતે કપડવંજના શ્રી ચીમ નલાલ ડાહ્યાભાઇએ કપડવ’જમાં એક સાર્વીનિક દવાખાનુ શરૂ કરવા માટે રૂ. ૬૦૦૦૦ ની રકમનુ એક ટ્રસ્ટ કર્યુ છે. શ્રી. વાડીલાલ મનસુખરામ પારેખને તેમ જ અન્ય ઉદાર દાતાઓને આવી ઉદાર સખાવતા માટે જનતાના અભિનન્દન અને ધન્યવાદ ઘટે છે. પરમાનદ,
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy