________________
તા. ૧-૨-૪૬
પ્રણય મા
સદ્ગત સાહિત્યાપાસક શ્રી માહનલાલ દલીચંદ દેસાઈ-કેટલાંક સંસ્મરણે
પ્રબુદ્ધ જનના ૧૫-૧૨-૪૫ ના એકમાં શ્રીયુત માહનલાલ દલીચ’દ દેસાઇના દુઃખદ અવસાનની નોંધ લેતા અને ાર્દિક સમવેદના દર્શાવતા એક લેખ પ્રસિદ્ધ થયા છે. હું તો માત્ર માહનભાઇ વિષેનાં મારાં કેટલાંક સ્મરણે જે તેમના સ્વભાવની વિવિધ બાજુનાં અને તેમની કમતાનાં નિર્દેશક છે તેને ગ્રંથિત કરી તેમના પરલોકગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરૂં છું.
પ્રથમ પરિચય
સને ૧૯૧૭ ના ચેમાસામાં મુબઇના વાલકેશ્વરના ઉપાશ્રયમાં તેમને પહેલવહેલા મળ્યાં. માહનભાઇ પોતાના શ્રદ્ધેય મિત્ર વાડીલાલ
મતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હુ તેમના પ્રત્યે આકર્ષાયા અને એ આપણું ઉત્તરાત્તર વધારે પરિચયથી તે તેમના કાય નિરીક્ષણથી વધતું જ ગયુ.
વિવેકયુકત ગુણપક્ષપાત તેમનામાં સૌથી મે ગુણ ગુણપક્ષપાતના હતા. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં આકર્ષાવુ એ એમના સહજ સ્વભાવ હતા. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેકયુકત રહેતા. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રનાં સમયાન્તરે અસાધારણ ત્રુટિઓ માલુમ પડે તે પણ તેની ભકિત ઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદિ શકય નહતું. તેમનામાં કાઇ, વિષે કદિ આંધળી ભકિત નહોતી. દાખલા તરીકેઃ મેહનભાઇ સદ્ગત વા. મા. શાહનાં આકર્ષક લખાણા અને ઉતેજક વિચારોથી તેમની પોતાની ભાષા વાપરીને કહું તે શાહના અનન્ય ભકત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા. તેથી ઉલટુ શ્રીયુત નાથુરામ પ્રેમીછ સાથેની તેમની મૈત્રી છેવટની ઘડી લગી કાયમ રહી હતી; એટલુ જ નહિ પણ ઉત્તરાત્તર વધતી પણ ગઇ હતી. મેાહનભાઇ હંમેશા કહેતા કે પ્રેમીજી જેટલા સરળ છે. તેટલા જ અસાંપ્રદાયિક ઐતિહાસિક દૃષ્ટિવાળા પણ છે.. પ્રેમીજીની નિખાલસવૃત્તિ અને સાહિત્યિક તેમ જ
ઐતિહાસિક ઉપાસનાએ જ મોહનભાઇને આવેલા મુનિશ્રી જિનવિ
સ્વાગત અને સાતિ
કરતા તે સાધુવેષમાં હતા ત્યારે માહનભાઇ તેમના કામથી આકર્ષાઇ ત્યાં જતા અને તેમની પાસેથી ધણું નવું જાણી પ્રેરણા મેળવતા. સ. ૧૯૨૦ માં મુનિશ્રીએ સાધુવેષતા પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રા ચમકયા અને કાંઇક ઉદાસીન જેવા પણ થઈ ગયા છતાં મેહંનભાતા યુનિજી પ્રત્યેના સદ્ભાવ અને સ્નેહ ઘટવાને બદલે ઉત્તરાત્તર વધતા જ ગયા. જેમ જેમ તે મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે તે વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેમનુ' મુનિજી પ્રત્યેનુ આકષ ણું વધતું જ ગયુ. એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તે મુનિજીના જ અતિથિ બને, અને મુંબઇમાં મુનિજી આવી ચડે કે ગમે ત્યાંથી મેહનભાઇ તેમને મળવા પહોંચી જ જાય. મેાહનભાઇએ અનેક વાર કહેલુ કે’. “મુનિજી ! તમે જ્યારે કાંઇ પણ પ્રવાસ કરા ત્યારે મને જરૂર સુચવશે. કાટ ની રજા હશે તે હું તેના ઉપયેગ તમારી સાથે દિવસે ગાળવામાં જ કરીશ. એથી મને મારા પ્રિય. કાર્યોમાં ઉપયોગી થાય એવી ઘણી વસ્તુ જાણવા મળશે. અને હુ એકલા તે પ્રવાસ કરી પણ ત શકું.” એ જ વૃત્તિથી પ્રેરાઈ સ ૧૯૨૪ માં ખેલગામ ડાંગ્રેસ વખતે મેહનભાઇ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળા જોવા ઉતરવાનુ બનતુ ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સાહિલિંક પ્રવૃત્તિ, સીધી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલો ઉલ્લાસ અનુભવતા અને કેટલા રસ લેતા તેના હું સાક્ષી છું.
એક વાસમાં સાથે
મોહનભાઇએ એ ઉલ્લાસ અને રસના પ્રતીકરૂપે ભારતી. વિદ્યાભવન સીધી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વનો ગ્રંથ આવાળિ સંપાદિત કરી આપ્યા છે, અને તેની વિસ્તૃત માહિતીપૂણ અંગ્રેજ પ્રસ્તાવના લખી તેમણે પોતાનું કાયમી સ્મરણ રાખ્યુ છે. મેહનભા સામાજિક લાકા સાથે રહી સમાજનાં કામ કરતા, કેટલીક સામાજિ રૂઢિઓને અનુસરતા, પણ તેમને તેનુ બંધન નહેતુ. એમને ખ હાય તો તે હતુ એક માત્ર સદ્ગુણઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગમ્બર તરીકે લેખતા અને તેમનાં સત્ય અહિંસામૂ લખાણો વાંચ્યા વિના કદી જપતા નહિ.
વિનમ્ર કમાતા
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતસવ પ્રસંગે એક સભામાં વિદ્યાર્થી આને સંબોધી મેહનભાઇએ કહેલુ કે હુ તદન ગરીબાઇમાં મામાન મદદથી અભ્યાસ કરી આગળ વધ્યા, છુ. મને ગરીબાઇ તથા સાધાર સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સત કામ કરવાની વૃત્તિ પણ એ સ્થિતિને આભારી છે, એ સભામાં તેમન મોઢેથી ઉપરની મતલબના ઉદ્ગાર મેં સાંભળ્યા અને પરિચય દરમ્યા જાણેત્ર તેમના સ્વભાવ અને કાય પ્રવણતા સાથે તુલના કરી તે મ તે વખતે જ તેમનુ કથન તદ્દન સાચું લાગેલું મુબઇ, અમદાવા તેમજ પ્રવાસ વખતે, બીજે ણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. વખતે મે' જોયું છે કે નાના-મોટાનુ કશુ જ અંતર રાખ્યા પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણાય. એવાં કામે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા કે આધુનિક સભ્યતાં આડે આવતી. સ. ૧૯૨૭ માં અમે અખાજી અને કુંભારિયાજી ગયેલા. કુંભારિયાજીનાં સુપ્રસિદ્ધ વિમલ મંત્રીના મદિરાની કારીગરી જોવાના અને ઐતિહાસિક માહિતી મેળવવાના ઉદ્દેશ હતા. મુનિ * જિનવિજયજી ત્યાંના અસ્ત-‰સ્ત તેમજ ધુળ કીચાથી દબાયેલાં અને ધવાયેલા શિલાલેખેાની કોપી કરવા લાગ્યા કે તે જ વખતે માનભાઇએ શિલાલેખાને સાફ્ કરવાનુ કામ એક મજુરની અદાથી હાથમાં લીધું તે હસતા હસતા અમને કહે કે “તમે બાકીનાઓ ખાવાનુ તૈયાર રાખજો. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર આવી બેસીશું” એમ કહી તેઓ દટાયેલા પત્થરાને ખુલ્લા કરતા, ધુળ-કચરો સાફ કરતા અને નવાં લખાણા શોધી કાઢી મુનિજીને કાપી કરવામાં જેમ સાથ આપતા તે તેમની પાસેથી એ લખાણ ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પ લેતા. આ વખતે મે જોયુ કે મે કલ્પેલું તે કરતાં પણ વધારે મહેનતુ અને ક રસિક છે. ચાલવુ હૈાય ત્યારે માઇલના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માટે. પ્રવાસમ જાતે કરવાનાં કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસ પૂર્વક કરે અને કાટ એવું ભાન થવા ન દે કે તેમના સાથ એજારૂપ છે.
ના સાય. છે વિદ્યાવૃત્તિ
મેહુનભાઇના વકીલાતના રસ, માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતા હતા. .તેમની મુખ્ય રસવૃત્તિ તેા કાયદાના ક્ષેત્રની બહાર ખીજા વિષયા માંજ રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી, સાહિત્ય, ઇતિહાસ, પુરાતત્વ આદિ અનેક વિષયામાં તેમને રસ હતા અને એજ એમનુ કાય ક્ષેત્ર હતું. ન છૂટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી’ વકીલાત કતા, પણ તેમના બાકીના બધા સમય અને બધી તા પોતાના પ્રિય વિષયામાંજ તે ખરચતા. મુંબઇ ઉપરાંત અમદાવાદન પાટણ, ભાવનગર, પાલણપુર, બિકાનેર આદિ અનેક સ્થળેાના ભડારા તેમણે જાતે જોયેલા. અને ભડારાનાં લિા મગાવે, અનેક સ્થળેથી દુર દુરથી લિખિત પોથીઓ મગાવે અને જે જે પેાતાને ઉપયેગી દેખાય તેની અને પેતાને ઉપયાગી ન હેાય છતાંય અપૂર્વ કઇ વસ્તુ મળી આવે તે તેની પણ તે જાતે નકલા કર્યા જ કરે. મિત્રા