SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ સજજલ્દી રૂTYDETAFSાથી કાકા : ': ' . ' '': " * * * * * * * * ' .. તા. ૧૫-૧૨-૪૬ * I , 1-2 - 1 • મુનિ ચંદ્રોદયસાગરની પીછેહઠ [[મુનિ ચંદ્રોદયસાગરે માંડે બદનક્ષી કેસ એકાએક કેવી રીતે પાછો ખેચી લેવામાં આવે તેની છેવટના ભાગની વિગત મુંબઈ સમાચારના તા. ૭-૧૨-૪૬ ના અંકમાંથી નીચે ઉધૃત કરવામાં આવી છે. શ્રી. કે. કે. શાહ ફરીયાદીના અને શ્રી. છેલકર વ્યાસ જવાબદાર જીવતલાલ પરતાપસીના વકીલ હતા. ]. આ તબકકે ફરી એક વાર કોર્ટે સુચના કરી હતી કે જન મુનીની ઉલટ તપાસમાં કદાચ ઘણીએ ન ઈચ્છવા જોગ વાતે બહાર આવશે અને જનધર્મનું તેમજ તેના અનુયાયીઓનું સારું કહેવાશે નહીં માટે હજુ પણ કોઈ પ્રતિષ્ઠિત સજજન દરમ્યાનગીરી કરે અને આ ઝગડાને નીકાલ કરાવે તે ઈચ્છનીય છે. ફરીયાદી કહે છે તેની સામે જનાકારીને આક્ષેપ કરવામાં આવ્યા છે અને શેઠ જીવાભાઈ કહે છે કે અમે જનાકારીને આક્ષેપ કર્યો નથી પરંતુ અમારા ઠરાવમાં મુનીએ એકાંતવાસ સેવ્યું હતું એમ જણાવવામાં આવ્યું છે. વધુમાં કેટે જણાવ્યું હતું કે ત્રસ્ટીઓએ સંભાળપૂર્વક તપાસ કરી આ ઠરાવ કર્યો છે અને તેમ કરવાને તેમને હકક છે. તેમની શુદ્ધ નિછા વીષે શંકા ઉઠાવવાનું કઈ કારણ નથી. શ્રી. શાહ-તેમની શુદ્ધ બુદ્ધિ વિષે અમને શંકા છે. કોર્ટ–જવાબદાર છવલાલે એકલાએ આ ઠરાવ પસાર કર્યો - નથી. બીજા ટ્રસ્ટીઓ પણ હાજર હતા. અને તેઓની શુદ્ધનિષ્ઠા વિષે તમાએ શક ઉઠાવ્યા નથી.. શ્રી. શાહ–બીજા ટ્રસ્ટીઓ જવાબદારથી દોરવાઇ ગયા હતા. દ્રસ્ટીઓના ઠરાવને એક પણ અક્ષર કે આપ પાછો ખેંચવા અમે તૈયાર નથી. આ તબકકે કેટે શ્રી. શાહને પુછયું હતું કે કઈ શરતેએ તમે સમાધાન કરવા માંગે છે ? શ્રી. શાહ-સ્ટીઓના ઠરાવમાં કરેલા આક્ષેપે જવાબદાર પાછા ખેંચી લે તે ફરીયાદી કેસ ચલાવવા માંગતા નથી. શ્રી. વ્યાસ-જવાબદાર ઠરાવની અંદર તે એકપણ શબ્દ કે આક્ષેપ પાછા ખેંચવા તૈયાર નથી. આ ઠરાવ મારા કુળ શેઠ જીવતલાલ, એકલાની તપાસના પરિણામરૂપે થયું નથી પરંતુ મુંબઇના તથા સારાએ હિંદના જૈન સમાજ અને ધમ માનનારાઓમાં ઉત્તમ પ્રતિષ્ઠા ધરાવનાર સંખ્યાબંધ આગેવાનોએ સાથે મળીને જૈન મુનીના કહેવાતા શિથિલાચાર વિષે આ પરણીત સ્ત્રી સાથેના કહેવાતા એકાંતવાસ વિષે ચાંપતી તપાસ કર્યા બાદ અને ફરીયાદીને ખુલાસે કરવાની અનેકવાર તક આપ્યા પછી જ પોતાની જવાબદારીઓ સમજીને ધાર્મિક સંસ્થાના હીત અને શ્રેય અથે આ ઠરાવ પસાર કર્યો છે. ઉપર પ્રમાણે ધરતી તપાસ કર્યા પછી ટ્રસ્ટીઓના મનમાં ફરીયાદીનાં એક સ્ત્રી સાથેનાં એકાંતવાસને લગતી શુદ્ધ ભાવની માન્યતા એમના મનમાં જન્મવા પામી હતી. કેઈપણ શાણા માણ- સેના હૃદયમાં આ પ્રકારની તપાસને અંતે એવી જ માન્યતા ઉભવ્યા વગર રહે નહી, અને જે હરાવ કરવામાં આવ્યો છે તે તમામ ટસ્ટ્રીઓની આ જાતની પ્રમાણિક તપાસ અને શુધ્ધ બુદ્ધિનું પરીણામ છે. એટલે ટસ્ટ્રીએને આ ઠરાવ કાયમ રહેવાને છે અને રહેશે. એકાંતવાસ સેવ્યા હોવાની વાતને તેઓ વળગી રહે છે. જવાબંદર, બધા ટસ્ટ્રીએના ઠરાવને એકલે હાથે દુર કરી શકે - નહીં. અને જવાબદાર તે કહે છે કે ફરીયાદીએ સ્ત્રી સાથે એકાંત- વાસ સેવ્યો છે અને મહાવ્રતનો ભંગ કર્યો છે તેમ છતાં જવાબદાર એક વસ્તુની ચેખવટ કરે છે કે તેણે અગર બીજા ટસ્ટ્રીઓએ ફરીયાદી ઉપર જનાકારી અગર વ્યભિચારને આક્ષેપ મુકો જ નથી; પરંતુ સ્ત્રી સાથેના એકાંતવાસની વાતને તેઓ વળગી રહે છે. આટલી ચેખવટથી જે સામા પક્ષને સંતોષ થતો હોય અને ફરીયાદી જે આ ઉપરથી કેસને અંત લાવવા માગતા હોય તે જવાબદારને વાંધો નથી. - શ્રી. શાહ–જો આગળ પાછળ સંબંધ લક્ષમાં લઈને ઠરાવ વાંચવામાં આવે તે ચેથા મહાવ્રતનો એટલે કે બ્રહ્મચર્યને ભંગ થયું છે એટલે કે જનાકારી કરવામાં આવી છે એ અર્થ નીકળે છે. માટે જવાબદારે એમ કહેવું જોઈએ કે ફરીયાદીએ જનાકારી કરી નથી, સ્ત્રી સંભોગ કર્યો નથી અને બ્રહ્મચર્યના મહાવ્રતને ભંગ કર્યો નથી." અત્રે જવાબદાર શેઠ જીવતલાલને કેટે પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમે કોઈએ સ્ત્રી સંભોગનો આક્ષેપ કર્યો નથી. કોર્ટ-બ્રહ્મચર્યવ્રતને ભંગ તમે કઈ રીતે થયેલો ગણો છો? જ-કઈ સાધુ સ્ત્રી સાથે એકાંતમાં બે વખત પણ બેસે તે તેપણુ બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરેલે કહેવાય. કેટે-તમો એમ કહેવા માંગે છે કે ફરીયાદીએ જનાકારી કરી નથી. જ-ફરીયાદીએ જનાકારી કર્યાની વાત અમેએ ઉચ્ચારી જ નથી. કેટ-ત્યારે આ કેસની પતાવટ કરવાને અનુકુળ સમય આવી ગયા છે. બદ શ્રી. વ્યાસે જણાવ્યું કે જવાબદારના કથનની નેંધ જો લેવી હોય તે આ પ્રમાણે લેવી જોઈએ, જવાબદાર કહે છે કે મેં અને બીજા ટસ્ટ્રીઓએ જનમુનિ સામે જનાકારી અને સ્ત્રીસંભગને આક્ષેપ કર્યોજ નથી, પરંતુ ટ્રસ્ટીઓની પ્રાણીક તપાસને અંતે ટ્રસ્ટીઓને તથા મને એમ માલમ પડયું છે કે ફરીયાદીએ એક સ્ત્રી સાથે ભાયખલા ઉપાશ્રયમાં એકાંતવાસ કર્યો છે અને તેથી મહાવ્રતનો ભંગ કર્યો છે.' કેટલીક ખેંચતાણ પછી શ્રી. શાહે એવી સુચના કરી હતી કે શ્રી. વ્યાસની મતલબની દરખાસ્તમાં એટલે ઉમેરો કરવું જોઈએ કે ફરીયાદી સ્ત્રી સાથેના એકાંતવાસને તેમજ એકાંતવાસથી બ્રહ્મચર્ય વ્રત ભંગ થયાને ઇનકાર કર્યો છે. ઉપર પ્રમાણેની પતાવટની ગોઠવણ બંને પક્ષોએ મંજુર રાખવાથી મેજીસ્ટ્રેટ એ મતલબની નોંધ લઈને કેસની માંડવાળ થયેલી જણાવીને જવાબદારને “એકવીટ” (મુક્ત) કરવાને હુકમ કર્યો હતે. શ્રી. સોરાબજી કાપડીઆ અને મુંબઈ સમાચાર સામે કેસ બાદ કેર્ટે જણાવ્યું હતું કે આ મુખ્ય કેસને અંત આવી જવાથી “મુંબઈ સમાચાર” સામેના કેસનું શું ? શ્રી. શાહ-મુંબઈ સમાચાર સામે કેસ તે અમે કઈપણ ભેગે ચલાવવા માંગીએ છીએ, કારણ કે એ પત્રે જ દીવસે સુધી જૈન મુનિની સામે બહુજ ખરાબ પ્રકારને પ્રચાર કર્યો છે. શ્રી. વ્યાસ–મુંબઈ સમાચાર” સામેનો કેસ અમે લડી લેવા તૈયાર છીએ. શ્રી. કાપડીઆનું નિવેદન. અત્રે કટે શ્રી. સોરાબજી કાપડીયાને બોક્ષમાં બોલાવીને તમો શું કહેવા માંગે છે એમ પુછતા શ્રી. કાપડીયાએ નીચે પ્રમાણે નિવેદન કર્યુ હતું. આ મુકદમે વીદ્વાન મેજીસ્ટ્રેટ શ્રી. ખંબાતાની કોર્ટમાં ચાલતા હતે તે વખતે મારા ધાર ના હીમાયતી શ્રી. છેલશંકર વ્યાસ મારફતે અમેએ જાહેર કર્યું હતું કે “મુંબઈ સમાચાર પત્રે મુની ચંદ્રોદય સામે જે ૨૨ લેખો પ્રગટ કર્યા છે અને જે ૨૨ લેખે આ કેર્ટમાં રજુ કરવામાં આવ્યા છે, તેમાંના એક પણ લેખમાં સાધુ સામે જનાકારીને આરોપ મુક્ય નથી. આ એકકરારને શ્રી. ખંભાતાએ ધ્યાનમાં લઈ બંને પક્ષેને આ મુકદમાનું સમાધાન કરવા સુચના કરી હતી અને તેમણે એક મુસદો તૈયાર કરી તે ઉપર વિચાર ચલાવવા પક્ષકારોને અપીલ કરી હતી. પરંતુ એક યા બીજા કારણે સમાધાન થઈ શકયું ન હતું. આ કોર્ટમાં હું અત્રેથી જાહેર કરૂં છું કે મુંબઈ સમાચાર મુનિ ચંદ્રોદય સામે જનાકારીને આક્ષેપ કર્યો જ નથી. મુંબઈ સમાચારે જે કંઈ કર્યું છે તે માત્ર એટલું જ છે કે મુનિશ્રીએ ભાયખલાના ઉપાશ્રયમાં એક સ્ત્રી સાથે એકાંતવાસ કર્યો હતો અને તેથી તેમણે શીથીલાચાર કર્યો હતે. કોર્ટ–પરંતુ આ બધું તમારા પેપરમાં ૭:૫વાની શી જરૂર હતી ? '
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy