SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Soci પ્રબુદ્ધ વિધાતાની ડૅાઈ અજબ ઘટના છે.કે ભારતના આ સક્રાન્તિકાળની ડિએ ઉત્તર દક્ષિણુ જેટલુ અન્તર દાખવતી આ એ વિશિષ્ટ વિભૂતિઓ પેદા થઈ છે. એક હિંદને આઝાદીના દાર સમીપ લાવીને મૂકયુ'; ખીજાએ આવતી આઝાદીને ચેતરફથી જોખમાવી દીધી. એક કામી એકતા ઉપર બને તેટલે ભાર મૂકીને એક અને અખંડ હિંદ હાંસલ કરવા તનતાડ મહેનત કરી; ખીજાએ કામી ભેદભાવને શકય તેટલો ઉત્તેજિત કરીને, પાકીસ્તાનનું તુત ઉભું કરીને હિંદુ મુસલમાનનાં દિલ જુદા કીધાં, વ્યાકુળ બતાવ્યાં અને હિંદના ભાગલા કરવા ઉપર જ પોતાની સર્વ બુદ્ધિ અને શકિત કેન્દ્રિત કરી. એઃ પ્રજા સામે અહિંસા અને સત્યને આદશ મૂકી પ્રજામાનસને ઉંચી સપાટી ઉપર ચઢાવ્યુ'; ખીજાએ અહિંસાની મશ્કરી કરી, સત્યની અવગણના કરી, પશુબળના ઉપયોગનું સમન કર્યું", અણુકિત અને અસત્યાના પાયા ઉપર પાકીસ્તાનના પ્રચારની સર્વ મારત રચી, મુસલમાન કામને હિંસા અને કામી દ્વેષના માર્ગે દોરી અને તેના પ્રત્યાધાત રૂપે હિંદુ કામને પણ એજ માર્ગ તરફ વાળી, એકે સૌ કાઇ માટે આઝાદી માગી, ખીજાએ કેવળ પેાતાની કામને અભ્યુદય વાંચ્છયે. એક આખી પ્રજાના ઉદ્ધાર માટે વિવિધ પ્રકારને રચનાત્મક કાર્યોક્રમ રન્તુ કર્યાં; બીજાએ કેવળ ખંડનાત્મક નીતિ અખત્યાર કરી. એકે રાષ્ટ્રીયતાના આંદેલનને પ્રબળ વેગ આપ્યો; ખીજાએ કામીભાવનાને જોર આપ્યુ. અને કામી ઝેરવેર વધારી મુકયા. એકે નમ્રતા દાખવી; ખીજાએ ભરપુર અહંકાર દાખવ્યા. એક કેવળ સભ્યતા અને સાધુતાની મૂર્તિ';અન્ય અસભ્યતા અને તુંડ મીજાજને અવતાર. એક સતની પ્રતિમા; અન્ય હિંસા અને અસત્યને પુરસ્કર્તા. એક સદા તુટેલું સાંધવાને, ભાંગેલુ જોડવાને અને સળગતી આગા ઠારવાના પ્રયત્ન કરે છે; બીજાનું જીવનધ્યેય એકત્રને વિભિન્ન કરવાનુ, જોડાયલાને તેાડવાનુ અને નવી નવી આગા સળગાવવાનુ છે. એક શાન્તિને સંદેશવાહક છે, માનવી માત્રની મૈત્રીના પયગંબર છે, કક્ષ્ણાની મૂર્તિ છે; અન્ય અશાન્તિના આશક છે, વૈમનસ્યને નિર્માતા છે, નિષ્ઠુરતાની પ્રતિમૂર્તિ છે, આવી જેની પરસ્પરવરેાધી ભિન્ન ભિન્ન વિશેષતાએ છે તેવી એ મહાન વ્યકિત એક જ વખતે એક જ દેશમાં પોતપેાતાની રીતે કા કરી રહી છે અને હિંદી રાજકારણને નવ નવા રંગ આપી રહી છે. આ બે વ્યકિત દ્વારા દેવી અને આસુરી એવાં એ મહાન બળે એકમેકને સામને કરી રહ્યાં છે. કઇ એમ ન સમજે કે ઝીણા એશઆરામી છે અને આરામ ખુરશી ઉપર પડયા પડયા જે કાંપ થઈ શકે તેટલુ જ કરવામાં તે માતે છે. વળી કાઇ એમ પણ ન માને કે તે અંગ્રેજ સરકારના એક ખરીદાયલા માણસ છે અને તેની સૂચના પ્રમાણે જ નાચ નાચે છે. આ બન્ને કલ્પનાએ કેવળ ભ્રમણા છે. જો ગાંધીજીને મન દેશની આઝાદી એ ચેવીશે કલાકની ચિન્તાનેા વિષય હાય તે ઝીણાની પાકીસ્તાન વિષેની તમન્ના લેશમાત્ર ઓછી નથી એ આપણે સમજી લેવુ જોઇએ. ગાંધીજી માફક એ પણ ચોવીશે કલાક પોતાના ધ્યેયની સાધનામાં જ એતપ્રેત છે અને તે ખાતર જે કાંઇ સહન કરવાનું આવશે તે સહન કરી લેવા તે પુરેપુરા તૈયાર છે. વળી તે કાઇથી પણ ખરીદાય એવી કાજી મામુલી કે પામર વ્યકિત નથી. તે જે છે અને જેવા છે તે પોતે જ છે અને પેતાથકી જ છે. અલબત અંગ્રેજ સરકાર તેને પુરેપુરો ઉપયેગ કરે છે પણ ઝીણાસાહેબ પણ અંગ્રેજ સરકારના કાંધ એ લાભ ઉઠાવતા નથી. એ બે વચ્ચે જે કાંઇ મૈત્રી દેખાય છે તે કેવળ પોતપેાતાના સ્વાર્થની છે. આ રીતે આ દેશમાં અયડાઇ રહેલ એ મહાન શકિતઓમાં કાણુ જીતે છે અને કાણુ પરાસ્ત થાય છે તે જોવાનું રહે છે. એકના વિજ્યમાં હિંદને આઝાદી, શાન્તિ અને આબાદી છે. અન્યના વિજય એટલે હિંદના ભાંગીને ભુકા, પારવિનાની અશાન્તિ અને કલ્પી ન શકાય એવી બરબાદી છે. આપણે જેવું પરિણામ ચાહતા હાઇએ તેના પક્ષે જોડાવું તેનું કીધું કરવું અને તેની પાછળ ફના થવુ એજ આપણુ" કતય છે અને એજ આપણા અનિવાય ધર્મ છે. ૧૩૮ જૈન તા. ૧૫-૧૨-૪૬ અંગ્રેજ સરકારનુ... છેલ્લે વિવેદન પંડિત જવાહરલાલને અને જનાબ ઝીણાને રાજદ્વારી વાટાધાટો કરવા માટે બ્રીટીશ પ્રધાનમ`ડળે લંડન ખેાલાવ્યા. પડિત જવાહુરલાલ લંડન જવાને ખીલકુલ અનુત્સુક હતા. તેમના ઉપર મુખ્ય પ્રધાન મેજર એટલીએ અત્યન્ત દબાણ કર્યું અને અેમના ભાગ્રહને વશ થઇને પંડિત જવાહરલાલ ગયા. બન્ને પક્ષનેતાએ સાથે કેટલીક વાટાધાટ ચાલી અને પરિણામે અંગ્રેજ સરકાર તરફથી એક નિવે દન બહાર પાંડવામાં આવ્યું. આ નિવેદને હિંદી રાજકારણી સમસ્યાને વધારે સરળ બનાયવાને બદલે અત્યન્ત જટિલ બનાવી દીધી છે અને આગામી બંધારણ સભાના સર્વ સત્વને શે:ષી લીધુ' છે, જેમાંથી અનુક્રમે આજની બ ́ધારણ સભા હિંદનું ભાવી બંધારણુ ઘડવા માટે ઉભી થઇ છે તે–સાથી પહેલાના-સરકારી નિવેદનમાં બ્રીટનના મુખ્ય પ્રધાને ખાત્રો આપી હતી કે હવેથી કાઇ પણ લઘુમતી હિંદની પ્રગતિની રૂકાવટ કરી નહિ શકે. આ ખાત્રી ઉપર વિશ્વાસ રાખીને ૉંગ્રેસ નવી રાજ્યરચનાના કાર્યોંમાં અંગ્રેજ સરકારને પુરે। સાથ અને સહકાર આપી રહી હતી. એજ સરકારના મુખ્ય પ્રતિનિધિ હવે છેલ્લા નિવેદનમાં જણાવે છે કે “ જે બંધારણ સભામાં હિંદની વસ્તીના મેટા ભાગના પ્રતિનિધિઓએ ભાગ લીધે નહિ હાથ એવી બંધારણ સભા કોઇ પણ બંધારણ ધડશે તે તેવા બંધારણને હિંદના જે વિભાગાને આ બધારણ સંમત નહિ હેાય તે વિભાગે ઉપર લાદવાને-જેવી રીતે કૉંગ્રેસે જાહેર કર્યુ છે તે મુજબ જ-અંગ્રેજ સરકાર કદિ વિચાર કરી શકશે નહિ.” આ વિધાનદારા ઉપર જણાવ્યા મુજબ અપાયલી ખાત્રી અને વિશ્વાસને અંગ્રેજ સરકારે ભુંસી નાખ્યા છે અને આખું' બંધારણુસૂત્ર મેસ્લીમ લીગ અને તેના સરનશીનની સમતિ-અસમતિ સાથે સંલગ્ન કરીને હિંદી પ્રજાને અને કૉંગ્રેસના ભારેમાં ભારે દ્રોડ કર્યો છે. પ્રસ્તુત નિવેદનમાં અનુત્સુક પ્રાંતા ઉપર જીયરચના ફ્રજિયાત લ.દવાના પ્રધાન-પ્રતિનિધિમંડળે આગળ ઉપર જાહેર કરેલ ઇરાદાનું પુનઃ સમન કરવામાં આપ્યું છે અને બધારણને લગતી સરકારી દરખાસ્તાની આવી ઘટના ત્યાંના કાયદાનિષ્ણાતો પણ સ્વીકારે છે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યા છે અને આવા અર્થ મેસ્લમ લીગ તે સમૃત કરે છે પણ કાંગ્રેસ જ આડી થઇ ખેડી છે અને બધારણ કાય માં આગળ વધવામાં અવરાધ કરી રહી છે એમ સૂચવવામાં આવ્યુ' છે અને આગળ વધીને જણાવવામાં આવ્યુ છે કે આ હકીકતે ધ્યાનમાં લેવા છતાં પણ કૉંગ્રેસને હાંશ હાય તે। આ બાબતને સ્પષ્ટ કરાવવા માટે કોંગ્રેસ ફેડરલ કાર્ટ આગળ જઈ શકે છે. આમ ફેડરલ કોર્ટના કોઈ પણ પ્રકારના ચૂકાદા સામે પણ અંગ્રેજ સરકારે પાણી પહેલાં પાળ બાંધવા જેવુ કર્યું છે. આવુ અનથ કારી નિવેદન બહાર પાડીને અંગ્રેજ સરકારે જનાબ ઝીણાના પ્રત્યાધાતી પક્ષને નવું જોર આપ્યું છે. સરકારની આ વખતની આવી ચાલભાથી હિંદી પ્રજા અયન્ત ખિન્ન બની છે અને અંગ્રેજ સરકારની શુભ નિા વિષે ખુબ જ શકાગ્રસ્ત બની છે. પડિત જવાહરલાલને લંડન ખેાલાવીને અંગ્રેજ સરકારે એક પ્રકારને! દગા રમ્યા જેવુ · કર્યુ” છે. અને એના આગમનનો લાભ લઇને જાણે કે તેમની સાથેની વાટાઘાટનું પરિણામ હોય એવા પ્રસ્તુત નિવેદન ૨ાછળ કરવામાં આવ્યા છે. પરિણામે તાજેતરમાં શરૂ થયેલી બંધારણ સભામાંથી પ્રજાને રસ બહુ કમી થયા છે અને ગમે તેટલી શુભ નિાપૂર્વક સર્વ શ્રેય સાધક હિંંદનું ભાવી બંધારણ ધડવામાં આવે એમ છતાં કર્યું કારવ્યુ બધુ ગમે ત્યારે નિરર્થક બનાવી શકાય એવી શકયતા આ નિવેદન દ્વારા ઉભી કરવામાં આવી છે. 'ધારણ સભામાં ભાગ લેવાની તેમજ વચગાળાની સરકારમાં સંયુકત જવાબદારીથી કામ કરવાની બચધરી આપવા છતાં બંધારણુ સભાથી અલગ રહેતા અને વચ ગાળાની સરકારમાં સંયુક્ત જવાબદારીનો ઇનકાર કરતા જનાબ ઝીણાને સરખા થી વવાની રજ પાડવાને બદલે આમ પપાળવામાં આવે અને શુદ્ધ નિષ્ટથી કાય કરતી અને પુરેપુરા સહકાર આપતી કોંગ્રેસને આમ ઠાકરે મારવામાં આવે—એ મેલી રાજરમત સિવાય બીજું કશું જ નથી. આ બધું જોતાં હિંદમાં શાન્તિપૂર્વક સત્તાની ફેરબદલી થવાની આશા દિનપ્રતિદિન લુપ્ત બનતી જાય છે અને દેશની આગેકૂચની રૂકાવટ કરતા પ્રત્યાધાતી બળા-પછી તે અંગ્રેજ સરકાર હાય કે મેસ્લેમ લીગ હાય-તેના કૉંગ્રેસે બહુ નજીકના ભવિષ્યમાં ભયકર અને જીવલેણુ સામને કરવા પડશે એવા અમ'ગળ ભાવીની આગાહી થઇ રહી છે. જે બને તે જોવાનુ છે અને દેશની આઝાદી માટે જ્યારે રણશિંગું છુકાય ત્યારે પોતાના સર્વસ્વનુ બલિદાન આપવા માટે આપણે તત્પર અને તૈયાર રહેવાનું છે. પાન,
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy