________________
વર્ષ ઃ ૨ અક :૧૫
અઈ જૈન ચુવકસ ધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
ત ંત્રી: મણિલાલ મેાકમચંદ શાહ,
મુંબઈ : ૧ ડીસેમ્બર ૧૯૪૬ રવિવાર,
સર્વધર્મસમભાવ
ગતાંકથી ચાલુ (ગત અંકમાં આપેલ વિભાગ ખાદ લેખક કમ્મપદનાં પ્રકરણા, ભાષા વગેરે ખાાંગ વિષે કેટલુંક વિવરણ કર્યાં બાદ ધમ્મપદના અન્તર"ગને પરિચય આપતાં જણાવે છે કે:-)
ધમ્મપદના અંતરગ પરિચય વિષે વૈદિક પરંપરા સાથે અને જૈનપરંપરા સાથે તેનાં વચનાની તુલના કરવા ઉપરાંત તેમાં આવેલા આત્મવર્ગ અને બ્રાહ્મણુવગ વિષે ખાસ વિવેચન કરવાનુ છે. એ વિવેચન કરતાં પહેલાં ભારતીય માનસના ખરા પારખુ કવિકુળગુરૂ શ્રી રવીંદ્રનાથ ઠાકુર મહાશયે ધમ્મપદ વિષે જે અભિપ્રાય વ્યકત કરેલ છે, તેના થોડા ઉતારો અહીં આપવા ઉચિત જણાય છે. તેઓ કહે છે, કે ધમ્મપદતી વિચારપદ્ધતિ આપણા દેશમાં હમેશાં ચાલી આવેલી વિચારપધ્ધતિને જ સાધારણ નમુના છે, બુધ્ધે આ બધા વિચારેને ચારે તરફથી ખેચી, પેાતાના કરી, બરાબર ગાઠવી સ્થાયી રૂપમાં મૂકી દીધા; જે છૂટું છવાયું હતુ, તેને એકતાના સૂત્રમાં પરોવીને માણુસેને ઉપયોગમાં આવે એવું કર્યું. તેથી જ જેમ ભારતવષ પોતાનું સ્વરૂપ ભગવદ્ગીતામાં પ્રકટ કરે છે, ગીતાના ઉપદેશએ ભારતના વિચારાતે જેમ એકસ્થાને એકત્રિત રૂપ આપ્યું છે, તે જ પ્રમાણે ધમ્મપદ ગ્રંથમાં પણ ભારતના મનના પરિચય આપણને થાય છે. તેથી જ ધમ્મપદમાં શું, કે ગીતામાં શું, એવી અનેક વાતેા છે, જેના જેવી જ ખીચ્છ ભારતના બીજા અનેક ગ્રંથોમાં મળી આવે.
હવે સવાલ એ છે, કે કલ્યાણુને શા માટે માનવું? સમસ્ત ભારતવષ શું સમજીને લાભ કરતાં કલ્યાણને, પ્રેય કરતાં ધ્યેયને અધિક માને છે? તેને વિચાર કરવા જોઇએ.
“જે વ્યકિત સપૂર્ણ છે, તેન સારૂં-નરસું કાંઇ નથી. આત્મઅનામના ચેાગમાં સારાં-નરસાં સકળ કા ઉદ્ભવ છે; એટલે પ્રથમ આ આત્મ-અનાત્મના સંત્ય સબંધને નિણૅય કરવા આવશ્યક છે. આ સબંધને નિણૅય કરવા અને તેને સ્વીકાર કરીને જીવનકા ચલાવવુ, એ હમેશાં ભારતની સ`થી મુખ્ય પ્રવૃત્તિ હતી.
“ભારતમાં આશ્ચય' તે એ દેખાઇ આવે છે કે ભિન્ન ભિન્ન સંપ્રદાયે આ સબંધને નિણૅય ભિન્ન ભિન્ન રીતે કર્યાં છે; છતાં વ્યવહારમાં સવ એક જ સ્થળે આવીને મળ્યા છે. ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર રીતે ભારતવષે એક જ વાત કહી છે.
“એક સ’પ્રદાય કહે છે : આત્મ-અનાત્મ વચ્ચે કાંઇ ખરે ભેદ નથી. ભેદની પ્રતીતિ થાય છે તેનું કારણ અવિદ્યા છે.
“ પરંતુ જો એક સિવાય ખીજું નથી, તે સારા–નરસાને કાંષ્ટ સવાલ જ રહેતા નથી. પણ એમ સહેલથી તેના ફડચા આવતા નથી. જે અજ્ઞાનથી એક વસ્તુ તે એ છે એમ જણાય છે, તે અજ્ઞાનને નાશ કરવા જોઇએ-નહિ તે માયાના ચક્રમાંથી દુઃખના અંત
Regd. No. B. 4266.
લવાજમ, રૂપિયા ૪
નહિં આવે. આ લક્ષ તરફ્ દૃષ્ટિ રાખીને અમુક કાર્ય સારૂં' કે નરસું" તે નક્કી કરવું જોઇએ.
“ બીજો એક સ`પ્રદાય કહે છે ઃ આ સસાર કરે છે તેની સાથે બધાને આપણે વાસનાને લીધે કરીએ છીએ, દુઃખી થઈએ છીએ. એક કમ સાથે ખીજા કતે એમ અંતહીન કમ'શૃંખલા રચ્યાં જઈએ છીએ. તે કમઁપાથનું છેદન કરી મુક્ત થવુ એ જં મનુષ્યનુ એક માત્ર ધ્યેય છે.
“પરંતુ ત્યારે તે સકળ કમજ બધ કરવાં પડે, તેમ નથી. એટલે સહેલથી ફડચા નથી આવતા, કમને એવી રીતે નિયત્રિત કરવાં જાઈએ, કે જેથી કર્મોનાં દુચ્છેદ્ય બંધન ધીમે ધીમે શિથિલ થતાં જાય. આ દિશામાં દૃષ્ટિ રાખીને કયું કમ અશુભ તે નક્કી કરવુ જોઇએ.
*
“ ત્રીજો એક સંપ્રદાય કહે છેઃ આ સંસાર ભગવાનની લીલા છે. આ લીલાના મૂળમાં તેને પ્રેમ છે, આનંદ છે, તે સમજી શકીએ તેમાં જ આપણી સાર્થકતા છે.
“ આ સાકતાને ઉપાય પણ પૂર્વાંક્ત એ સંપ્રદાયાના ઉપા યથી વસ્તુતઃ ભિન્ન નથી. આપણી વાસના દાખી શકીએ નહિ તા ભગવાનની ઇચ્છા સમજી શકીએ નહિ. ભગવાનની પુચ્છામાં જ પોતાની ઇચ્છાનુ મુક્તિદાન તે જ ખરી મુક્તિ છે. તે મુક્તિને લક્ષ્યમાં રાખીને શુભાશુભ કર્મને નિણૅય કરવા જોઈએ.
જેમણે અદ્વૈતાનંદને લક્ષ્ય રાખ્યું છે, તે મેાહનુ છેદન કરવા ઉદ્યમ કરી રહ્યા છે; જે શૃંખલામાંથી મુકિત મેળવવાની ઇચ્છાવાળા છે, તે છેદી નાખવા ઇચ્છે છે; અને ભગવાનના પ્રેમમાં જાતને લીન કરી દેવામાં શ્રેય માનનારા છે, તે વાસનાને તુચ્છ ગણવાના ઉપદેશ કરે છે.
પણ વાસના— કર્મની અનંત પણ વાસનાને
જે પોતાની પણ વિષય
“ જો આ સધળા ભિન્ન ભિન્ન સપ્રદાયના ઉપદેશ જ માત્ર આપણા જ્ઞાનને વિષય હાત, તે। તા આપણા પરસ્પર વિરોધને પાર ન રહેત; પરંતુ આ ભિન્ન ભિન્ન સપ્રદાયાએ તેમના ભિન્ન ભિન્ન તત્ત્વને આચારમાં ઉતારવાના પ્રયત્ન કર્યાં છે. તે તત્ત્વ ગમે તેટલુ સૂક્ષ્મ અથવા ગમે તેટલુ સ્થૂલ હાય અને તેનું વ્યવહારમાં અનુકરણ કરવાને ગમે તેટલી મુશ્કેલી પડે, તેપણ માપણા ગુરૂઓએ. નિર્દેય ચિત્તે તે સર્વના સ્વીકાર કરીને તે તત્ત્વને આચારમાં સફળ કરવાના પ્રયાસ કર્યો છે.
“ એટલે તત્ત્વજ્ઞાન જેટલે દૂર પહોંચ્યુ છે, તેટલે દૂર ભારતવર્ષ આચારને પણુ ખેચી ગયુ છે. ભારતવષે વિચાર તથા આચારમાં ભેદ માન્યા નથી; તેથી જ આપણા દેશમાં કમ એ જ ધર્મ છે. આપણે કહીએ છીએ, કે મનુષ્યના ક્રમ માત્રનું ચરમ લક્ષ્ય કમ દ્વારા મુકિત છે. મુતિના ઉદ્દેશથી કમ કરવુ એ ધમ છે.