SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૧-૪૬ પ્રબુદ્ધ જૈન સર્વધર્મસમભાવ ( ‘ સરતું સાહિત્ય ક કાર્યાલય' તરફથી થોડા સમય પહેલાં ધમ્મપદ-ધર્મનાં પટ્ટા' એ નામનુ એક પુસ્તક બહાર પડયુ છે. ‘ધમ્મપદ' શ્રીમ ભગવદ્ ગીતા જેવા બુદ્ધધર્મના એક અત્યન્ત સુમાન્ય અને સદા પઢનાઢન કરવા મૅગ્ય ગ્રંથ છે. આ ગ્રંથના મૂળ સાથે પડિંત બેચરદાસે તેના સુંદર અનુવાદ કર્યું છે અને તે ગ્રંથ ઉપર ‘ધમ્મપદના સ્વાધ્યાય ' એ મથાળાથી તેમણે અતિ ખાધપ્રદ ઉપાદ્ઘાત લખ્યા છે અને એ ઉપાદ્ધાતમાં બૃદ્ધ, જૈન અને વૈદિક વિચાર પર પરામાં રહેલુ અદ્ભુત અને અનેકવિધ સામ્ય રજુ કરીને સર્વધર્મ સમભાવનુ` ભારે સચોટ અને પારદર્શી પ્રતિપાદન કરેલ છે. તે ઉપાદ્ઘાતમાંના ઉપચાગી ભાગ બે હતાથી પ્રબુદ્ધ જૈનના વાંચકો માટે ધૃત કરવા ધાર્યું છે, જેમાંના પહેલે ભાગ નીચે આપવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથની કામત શ. ૧હે અને સૌ કાઇએ વાચન અને મનન અર્થે ઘરમાં વસાવવા યેાગ્ય છે. પરમાનદ ) આમ તે મેં ધમ્મપદ ધણીવાર વાંચેલું, પરંતુ એ વાચન માત્ર સમજવા પૂરતુ' હતું. જ્યારે તેના આ અનુવાદના પ્રસંગ આવ્યો ત્યારે મારે તેને સવિશેષ ગભીરપણે વાંચવુ પડયુ. અને તેનાં અનેક પારાયણા કરવાં પડયાં. આ પારાયણે! પૂરાં કર્યાં પછી મહાભારતના શાંતિપર્વનુ અને જૈનગમ આચારાંગ, ઉત્તરાધ્યયન અને શવૈકાલિકનુ' સવિશેષ સાવધાનતા સાથે અવલેાકન કર્યું-તેથી મને એવાં અનેક વચને મળ્યાં, જે ભાવમાં એ બધા ગ્રંથૈામાં એક સમાન છે; ખીજા પણ એવાં કેટલાંક વચને મળ્યાં, જે શબ્દમાં અને ભાવમાં એ બધા ગ્રંથમાં એક સમાન છે. આ પ્રસંગે એક રૂપક કથા યાદ આવે છે: એક મેટા કુટુંબના મુખ્ય મુખ્ય ત્રણ પુરૂષ વેપારવણજ માટે જુદી જુદી દિશા તરફ આવેલા પરગણામાં જઇને વસ્યા. આરંભમાં તે બધાએ વચ્ચે કામકાજને અંગે પરિચય ટકી રહ્યો; પણ પછી કામકાજ અને સતતિપર પરા વધતાં એકબીજાના સમાચાર આવતા ભેછા થઈ ગયા અને ધીમે ધીમે સમૂળગા બધ થઇ ગયા. એવા એક પ્રસ’ગ બન્યો, કે તે જુદા જુદા પરગણામાં વસેલાં ત્રણે કુટુ અકસ્માત રીતે પ્રવાસમાં ભેગાં થઇ ગયાં, પાસે પાસે જ બેઠેલાં, વાતચીતા ચાલી અને તે બધાંએ સાથે ભાજન પણ કયું; પરંતુ તે એક બીજાને એળખી ન શક્યાં તેમ તેમને એકબીજાના પરસ્પર કૅવેશ સંબંધ છે તે પણ જાણી ન શકયાં. ત્રણે કુટુંબની ભાષામાં અને પોશાકમાં થોડે થોડા ફેર હતા, આમ છતાં તેએ એક ખીજાના પ્રેમને રસ અનુભવતા હતા; પ્રવાસ લાંખે હતા એટલે તેમને છૂટા પડવાને વાર હતી. કાને કયાં જવાનુ છે એની પડપૂછ ચાલી તેા જણાયું, કે તે ત્રણે પરિવારેને એક જ સ્થળે અને એક જ કુટું”બમાં જવાનુ નીકળ્યુ'; આથી તે તેમનામાં એકબીજાની એાળખાણ માટે આશ્ચય સાથે વધુ પ્રશ્નોત્તરે થયા તે તેમને માલૂમ પડ્યું, કે તેએ બધા એક જ કુટુંબના છે અને કાળબળે તેમના વડવાઓ જુદી જુદી દિશામાં આવેલા પરગણાઓમાં જને વેપાર માટે વસેલા હતા, પરંતુ ઘણા સમયથી પરિચય એછા થઇ ગયેલા, તેથી તે એક ખીજાને તરતમાં ન એળખી શકયા; પરંતુ જ્યારે અંદર અંદર ઊ'ડી એળખાણ અને સંબંધ નીકળ્યા, ત્યારે તેમનામાંના દરેકને નાનાથી મેટા સુધી સૌને મનમાં ભારે આનંદ આનંદ થયા અને કલ્લેાલ કરતા એ ત્રણે પરિવારા પોતાના મૂળ વડવાને સ્થાને જઇ પહેાંચ્યા, આ રૂપક જેવી જ પરિસ્થિતિ આપણી એટલે ભારતવર્ષના ત્રણ મહાન ધર્મ પ્રવાહોના અનુયાયીઓની થઇ ગઇ છે; એટલું જ નહિં, પણ એ રૂપક કરતાં આપણી પરિસ્થિતિ વિશેષ બગડેલી છે. એ રૂપકના પરિવારો એકખીજાને ઓળખતા ન હતા એટલે જ એમના વચ્ચે સંબંધ જણાયા નહિ; પરંતુ જ્યારે ઓળખ પડી, ત્યારે તેઓ એક બીજાને સ્નેહ સાથે ભેટી પડયા, જ્યારે એ પવિત્ર પ્રાચીન ત્રણે પ્રવાહેાના અનુયાયીએ! આપણે તદ્દન પાસે પાસે રહેવા છતાં હળવા-મળવા છતાં અરે શાખપાડેશીની પેઠે સાથે રહેવા છતાં એક બીજાની ઓળખાણ માટે કશી જિજ્ઞાસા જ પ્રગટ કરતા નથી. ઉલટું એક બીજા વિષે ગેરસમજ ફેલાવી પરસ્પર વૈમનસ્ય ઉભું* કરવા કટિબદ્ધ રહીએ છીએ. આપણી આ પરિસ્થિતિ કાંઈ આજની નવી નથી, પરંતુ આજ હજારો વર્ષોંથી ચાલી આવે છે; અને તેને પરિણામે આપણા ત્રણે પરિવારા વચ્ચે ભારે અંતર પડી ગયેલ છે. એ અંતર પુરાઈ જાય અને આપણા ત્રણે પરિવારે એક બીજાને બરાબર એળખે, પેાતાના મૂળ પુરૂષોના સ ંબધા જાણી પ્રેમ-એકતા ૧૧૯, અનુભવે, તે જ આપણી માનવતા શાભે એમ છે. આ અ ́તર શા માટે પડયું' છે ? કાણે પાડયુ છે ? કેણે એ 'તરને વધાયુ' છે ? એવા અનેક પ્રશ્નો ઉભા થાય એમ છે. તેના ઉત્તર આપવા જતાં વહીવયાની પેઠે અહીં પેઢીઓની પેઢીએને ઇતિહાસ આપવા જોઇએ; પરંતુ એ માટે આ સ્થળ ઉપયુકત નથી. એટલે એ વિશે કશુ ન લખતાં અંતરને દૂર કરવાના, અ’તરને સાંધવાના, ત્રણે વચ્ચે પેાતાની જૂની ઓળખાણ તાજી કરવાના ઉપાયો વિશે થેડું ધણું જણાવવુ જરૂરી છે. ભારતવર્ષના નગાધિરાજ હિમાલય એક જ છે અને સમુદ્ર પણ એક જ છે. નગાધિરાજમાંથી ગંગા વગેરેના અનેક જળપ્રવાહા નીકળેલા છે અને તે બધા સમુદ્રમાં જઇને ભળી જાય છે. એ બધા પ્રવાહે।નુ' ઉગમસ્થાન એક જ છે, તેમજ વૈકિધમ', જૈનધમ અને બૌધમ એ ત્રણે ધર્મ પ્રવાહેાનુ ઉદ્ગમસ્થાન એક આત્મનિષ્ઠા છે; અને જેમ એ જલપ્રવાહેાનું સંગમસ્થાન એક મહાસાગર છે, તેમ આપણા ત્રણે ધર્માંપ્રવાહેાનુ... સ‘ગમસ્થાન નિર્વાણુ છે–ત્રણે પ્રવાહેાનું પય વસાન નિર્વાણમાં જ થાય છે. આ રીતે આપણા બધા ધર્મ વા સંપ્રદાયાનુ મૂળ અને પવસાન એક જ છે. એટલે આપણે એક બીજાને એળખવા-સમજવા વિશે સતત અભ્યાસ કરવા જોઇએ અથવા પૂછી પૂછીને એ બાબત જાણી લેવુ જોઇએ, એમ કરી કરીને પરસ્પર સમતા તે મૈત્રી ખીલવવી જોઇએ. જળપ્રવાહા જેમ વિશેષ લાંબા તેમ તેમાં વાંકયાંક, ઊંડાઈ, છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે રહેવાનાં જ. આજ લગી કાઇ પણ જળપ્રવાહ એવા નથી જામે, જે તદ્દન સીધે અને સ્વચ્છ વહી જઇ મહાસાગરમાં ભળી જતા હાય; તે જ પ્રમાણે હુ સમયથી ચાલ્યા આવતે કાઇ પણ ધ'પ્રવાહ એવા નથી, કે જેમાં વાંકધાંક ઊ’ડાઇ, છીછરાપણું, સ્વચ્છતા, મલિનતા વગેરે ન પેઢાં હૈાય. આમ છતાં આ વાત નક્કી છે, કે ભારતીય ધમ પ્રવાહામાં મૂળત: એકતા અને પરિણામે પણ એકતા ચાલુ રહી છે. આ હકીકતને પડિત લેકાએ જનતામાં ગાઈ વગાડીને ફેલાવવી જોઈએ. તે માટેની તમામ સમજૂતી આમજનતાના કાન સુધી પહાચાડવી જોઇએ; અને તેમ કરીને પૂર્વના પડિતાએ જનતા વચ્ચે ધમ'ને નામે જે મોટી ખાણ ખોદેલી છે, તેને પૂરી નાખવા કટિબધ્ધ • થઈ પોતાની જાતનું કલક દૂર કરવુ' જોઇએ. શાળા – પાઠશાળામાં, મહાવિધાલયે કે વિદ્યાપીઠેમાં, મ'દિરામાં, મસ્જિદમાં, અગિયારીઓમાં કે જ્યાં કયાંય ધર્મનુ શિક્ષણુપદ્મન-પાર્ડન વા વ્યાખ્યાન ઉપદેશ ચાલતાં હાય, ત્યાં બધે સ્થળે એકબીજાના ધર્મની તુલના કરવા સાથે તટસ્થભાવપૂર્વક–સમભાવપૂર્ણાંક એક્બીજાના ધમ પ્રતિ આદરબુધ્ધિ રાખવા સાથે એ ધર્મ શિક્ષણું ચાલે એ માટે જરૂર પ્રયત્ન કરવા જોએ. તે તે ધર્મ સ્થાના સંચાલકા આ વિશે ખાસ લક્ષ કરે, તે આપણી નવી પેઢીમાં તૈયાર થનારા છાત્રામાં સધમ સમભાવની વૃત્તિ જરૂર ખીલે અને ઉત્તરાત્તર તે વૃત્તિ વધુ વિકાસ પામતાં માનવમાનવ વચ્ચે ધર્મને નામે જે કલહેા ચાલે છે, તે ઓછા થતા થતા જરૂર સમૂળગા શાંત થઇ જાય. શિક્ષણસ’સ્થાઓની પેઠે આપણાં પેાતાનાં ધરેામાં, શેરીઓમાં, અખાડાઓમાં, ચારામાં કે ચૌટામાં પણ એક બીજાના ધમ' પ્રત્યે સમભાવ કેળવી શકાય એવું વાતાવરણુ રચવા આપણા કુટુંબના વડીલેએ અને તે તે સ્થાનના નાયકાએ જરૂર વિશેષ પ્રયત્ન કરવા જોઇએ; એ પ્રયત્ન એટલે બીજી બીજી ધર્મ પરપરાના મૌલિક કે મિશ્રસાહિત્યનું” ઊંડું અવગાહન કરી તે વિશે મનન કરી એક ખીજા
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy