SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શુદ્ધ જૈન પૂર્વ બંગાળાની પીશાચી બનાએ થૅડા દિવસ પહેલાં હુખીથુર રહેમાન નામના એક મુસલમાન ગૃહસ્થના નામથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યુ' હતું જે ખાનગી રીતે સુ'બઇ તેમજ અન્યત્ર ફેલાઈ રહ્યું હતું અને અનેક લોકાના વાંચવામાં આવ્યું હતું. આ નિવેદÈ ૧૯૪૬ના ફેબ્રુઆરીમાં મેરલેમ લીગની રાષ્ટ્રદ્રોહી હીલચાલથી કંટાળીને મેલેમ લીગને ત્યાગ કર્યો હતા અને કાંગ્રેસમાં પોતે જોડાયેા હતા, અને એ જ કારણે કલકત્તામાં છેલ્લું' રમખાણ થયુ. તે દરમિયાન તેની ઉપર મુસલમાન તરફથી પાશવી અત્યાચાર ગુજારવામાં આવ્યેા હતેા અને તેમાંથી માંડમાડ તે ખચવા પામ્યા હતા એમ એ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ મેસ્લેમ લીગના ‘સીધા પગલાંના કાર્યક્રમની કેટલીક વિગતો એ નિવેદનમાં આપવામાં આવી હતી. આ વિગતે માની કે સ્વીકારી ન શકાય. એટલી બધી ભય'કર હતી. અને એ ઉપરથી એ આખુ નિવેદન કેવળ બનાવટી છે અને મેસ્લેમ લીગ વિદ્ધ લોકલાગણી ઉશ્કેરવાના હેતુથી જ લખાયલું છે એમ સૌ કોઇ સમજદાર આદમીએ માનતા હતા. પણ ત્યારબાદ પૂર્વ બંગાળામાં નવખલી, ચાંદપુર તેમજ અન્ય સ્થળેાએ જે કાંઇ ઘટનાઓ બની ગપ્ત છે અને જે સબંધમાં રાષ્ટ્રપતિ પિલાણીજીએ છાપા જોગી યાદી બહાર પાડી છે તે બધુ ધ્યાનમાં લેતાં ઉપર જણાવેલ નિવેદનમાં મેસ્લેમ લીગના સીધા પગલાના કાયક્રમને લખતી રજુ કરવામાં અવેલી કેટલીક બાબતેને જ જાણે કે વાસ્તવિક અમલ થઇ રહ્યો હતા એમ લાગ્યા વિના રહેતું નથી. અને એ અપ્રભાણુભૂત લેખાયલુ નિવેદન રખતે પ્રમાણભૂત નહિ હેાય એવા અનુમાન ઉપર આપણને અનિચ્છાએ જવાની ફરજ પડે છે. પૂર્વ બંગાળની ઘટનાએ વિષે એક બાજુએ અયન્ત ચોંકાવનારી અને દિલ ઉકળી ઉઠે એવી વિગત બહાર આવવા લાગી હતી. બીજી બાજુએ બંગાળાના ગવનર અને મુખ્ય પ્રધાને જાણે કે નજીવું' તેક્ન હાય એવી યાદી બહાર પાડી હતી. આમાં શું સાચું અને શું ખેતુ' એ તારવવુ' મુશ્કેલ બન્યું હતું. તાજેતરમાં રાષ્ટ્રપતિ કિપલાણીજી– એ પ્રદેશમાં ઉડતા પ્રવાસ કરી આવ્યા અને જાતે એકડી કરેલી વિગતા ઉપરથી એક નિવેદન બહાર પાડયુ છે. આ નિવેદન ઉપરથી માલુમ પડે છે કે આગળ ઉપર પ્રગટ થયેલા સમાચારોમાં કેટલીએક અતિશયાકિત તે થયેલી હતો એમ છતાં પણ ત્યાં જે કાંઇ વાસ્તવિક રીતે બન્યુ છે તે માનવતાની સત્ર કેઇ સીમાને આળગી ગયુ છે એમ લેશ માત્ર અતિશયતા સિવાય કહી શકાય તેમ છે. અને આ બધું કિલાણીજીના કહેવા મુજબ એ કામેાની પરસ્પરની અથડામણુમાંથી નહિ પણ એક જ કામના અન્ય લઘુમતી કામ ઉપરના વ્યવસ્થિત આક્રમણમાંથી પરિણમ્યુ છે. તેમના જણાવવા મુજબ આ પાશવી આક્રમણુ આગળથી ચેાજનાપૂર્વક ગઠવાયલું હતુ અને મેસ્લમ લીગે કદાચ આ બધુ', નિર્માણું ન કર્યું હોય તે। પણ ઇરાદાપૂર્વકનું તે હતું જ, મેસ્લેમ લીગના પ્રચારનું આ સીધું પરિણામ હતું. અને મેસ્લેમ લીગના સ્થાનિક આગેવાનોએ આમાં બહુ માટે ભાગ લીધે હતા. સત્તાધિકારીઓને આ બાબતની પુરી ચેતવણી આપવામાં આવી હતી એમ છતાં તેમણે આંખ આડા કાન કર્યાં હતા. સાધારણ રીતે સેકંડાની અને કાઈ કાઈ સ્થળ હજારાની સંખ્યામાં મુસલમાનેા એકઠા થતા હતા અને હિંદુ ગામડા ઉપર અથવા તે। હિંદુ વસતીસ્થાના ઉપર હુમલા લઇ જતા હતા. પહેલાં તેઓ મેસ્લેમ લીગ માટે અથવા તે કલકત્તાના રમખાણાના ભાગ અનેલા મુસલમાને માટે નાણાં માંગતા હતા. અને રૂ. ૧૦૦૦૦ જેવી મેાટી મેટી રકમે પણ બળજબરીથી ઉઘરાવવામાં આવી હતી. આમ પૈસા ઉઘરાવ્યા બાદ કરીથી એવું. એ ટાળુ એ જ હિંદુએ ઉપર ચઢી આવતુ હતુ અને હિંદુઓના ધરાની લુટ ચલાવતું હતુ. પછી એ લુ'ટાયલા ધરાને આગ વગાડવામાં આવતી તા. ૧-૧૧-૪૬ હતી. કેટલીકવાર ધરામાં લુટ શરૂ કરવા પહેલાં તે ઘરમાં રહેતા લોકાને ઇસ્લામના અંગીકાર કરવાનુ કહેવામાં આવતું. અને એવી રીતે ધર્માન્તર કરવાથી પણ ઘરમાં રહેતા લોકો લુટ અને મારફાડથી બચતા નહાતા. ‘લીગ ઝીંદાબાદ, ‘પાકીસ્તાન ઝીંદાબાદ,' ‘લડકે લેંગે પાકીસ્તાન,’‘મર્કે લેંગે પાકીસ્તાન’ આવા મેસ્લેમ લીગના જ સૂત્રેા ત્યાં ચાલુ પાકારવામાં આવતા. કલકત્તામાં મુસલમાનોની જે જાનખુવારી થઇ તેના આ બદલે લેવામાં આવે છે એમ હિંદુને કહેવામાં આવતું. કેટલીકવાર હિંદુઓને ગાળીએથી ઠાર કરવામાં આવતા હતા. જેણે સામને સરખા કર્યાં ન હેાય એવા લેાકેાને પશુ કેટલાક ઠેકાણે મારી નાંખ વામાં આવ્યા હતા. આ રીતે કુલ કેટલા લોકોની પ્રાણદ્ધાનિ થઇ છે તેના ચેક્કસ આંકડો તારવવા હજુ મુશ્કેલ છે, પણ એ આંકડે કાંઇ નાના સુને હાવા જરાપણું સંભવ નથી. કેટલાક ઠેકાણે કુટું મેનાં કુટુબને ધરમૂળથી નાશ કરવામાં આવ્યા છે. કેટલાક ઠેકાણે કુટુબના માત્ર પુરૂષવર્ગ તેજ મારી નાંખવામાં આવ્યા છે. આ અત્યાચાર કરનારા સૌ કોઇ સ્થાનિક મુસલમાના હતા, દ્રારથી આવેલા નહાતા. લુંટાયા બાદ પણ હિંદુ સહિસલામત અનતા ન હેાતા. આખી હિંદુ વસ્તીને સમુદ્ધમાં ઇસ્લામ ધર્મી અંગીકાર કરવાની ફરજ પાડવામાં આવતી. એ લેાકાના ધર્માન્તરના ચિહ્ન તરીકે તે સ્થળના મુસલમાના પહેરે છે તેવી સફેદ ટાપીએ તેમને પહેરાવવામાં આવતી હતી. આ ટીપીએ ધણ ખરૂ તદ્દન નવી હતી, અને તે ઉપર પકીસ્તાનના નકશા અને ‘પાકીસ્તાન ઝીંદાબાદ’ ‘લડકે લે’ગે પાકીસ્તાન’ એવા મુદ્રાલેખ છાપેલા હતા. આમ વટલાવવામાં આવેલી હિંદુ વસ્તીને શુક્રવારની પ્રાથનામાં હાજર થવાની અને કલમાં અને નમાજ પઢવાની ફરજ પાડવામાં આવતી હતી. સ્ત્રીઓને પણ. એ જ રીતે ફરજિયાત ધર્માન્તર કરાવવામાં આવતા હતા અને . એ ધર્માન્તરના ચિહ્ન તરીકે તેમના હાથ ઉપરની બંગડીએ ફાડી નાખવામાં આવતી હતી અને કપાળનું' તિલક ભુસાડી નાંખવામાં આવતું હતું. તદુપરાન્ત ધર્માન્તરના ચિહ્ન તરીકે પીરે મંત્રેલા કપડાને સ્પર્શી કરવાનું તેમને કહેવામાં આવતું હતું. તેમને પણુ ફરજિયાત કલમા પઢવા પડતા. હિંદુ ધરમાંની દેવમૂર્તિ એને અને ગામડાનાં દેવમંદિશનો નાશ કરવામાં આવતા. ફરિજયાત લગ્નો કરવાના કીસ્સાએ પણ બન્યા છે. આવા લગ્નના આંકડા આજે ચોક્કસપણે નડ્ડી કરવે મુશ્કેલ છે. અપહરણના કીસ્સાઓ પણ ઠીક પ્રમાણમાં બનેલા છે. ઓએ ઉપર થયેલા આક્રમણના કીસ્સાએની વિગત મેળવવાનુ' દેખીતી રીતે અશકય હતુ. પશુ તેમના ઉપર અનેક પ્રકારના ત્રાસ વર્તાવ્યાની તે ઘણી ફરિયાદો ક્રિરપલાણીછનાં પત્ની સમક્ષ રજુ કરવામાં આવી છે. આ પ્રદેશમાં વસતા હિંદુ આજે પણ પુરી ભયભીત દશામાં ડુબેલા છે. આ ગામડાની ચેાકી મુસલમાન ગુડાએ જ કરે છે. તેઓ બહારના લેાકાને અંદર આવવા દેતા નથી. કેટલાંયે પુરૂષ, સ્ત્રીઓ અને બાળકો અને કેટલાંયે કુટું। આજે ગુમ થયેલાં માલુમ પડે છે. તાર ટપાલવ્યવહાર કેવળ બુધ છે. આ રમખાણુ દરમિયાન પેાલીસે કેવળ નિષ્ક્રિયતા જ સેવી છે. આત્મરક્ષણના નિમિત સિવાય બીજા કે! પણ કારણે એક પણ ગોળી ન હેાડવી એવા તેમને હુકમ હતા એમ તેઓ જણાવે છે. સરકારી યાદી ૧૬ મી તારીખથી મામલા કાજીમાં છે એમ જણાવતી હતી પણ એકટેમ્બરની વીસમી તારીખ સુધી તે આ બધી લુટકાટ ચાલ્યા કરતી હતી એમ કિરપલાણી ખાત્રીપૂર્વક જગાવે છે. ચાંદપુર અને નવખલીમાં તેમણે ૧૯ મી અને ૨૦ મી તારીખે એરેપ્લેનમાં બેઠાં બેઠાં ધરા બળતાં જોયાં હતાં. એ સર્વે પ્રદેશે ખેદાનમેદાન દેખાતા હતા અને ધરબાર વિનાના—માલમત્તા વિનાના—વટલાયેલા કૅ નહિં વટલાયલા લોકા, ઉપર આભ અને નીચે ધરતી હાય એમ અસહાય, હુંશકાશ વિનાના કેવળ નિર્જીવ પુતળાં જેવા દેખાતા હતા. નહાતા તેમની
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy