________________
તા. ૧-૧૧-૪૬
કેટલાક સમાચાર અને નોંધ નૂતન વર્ષના મગળ પ્રભાતે
પ્રશુક્ખ જૈન
તા. ૨૫-૧૦-૪૬ ના રાજ આપણે વિક્રમ સંવત્ ૨૦૦૨ તું વર્ષ' પુરૂ' કરીને ૨૦૦૩ ના વર્ષમાં પ્રવેશ કર્યો. વિશ્વયુદ્ધ તે સંવત ૨૦૦૧ ના પશ્ચાદ્ ભાગમાં વિરામ પામ્યું હતું. ગયા વર્ષ દરમિયાન અનેક ઘટના બની ગઇ. ઇન્ડોનેશીઆ સ્વતંત્ર થયું, અને હિંદમાં પણ આઝાદીનાં પગરણ શરૂ થયાં. આઝાદ હિંદ ફેાજના મુકદમાએ દેશમાં કાઇ અવનવી ચેતના પેદા કરી. બ્રીટીશ પ્રધાન પ્રતિનિધિમ`ડળ હિંદ ખાતે આવ્યું અને હિંદનું ભાવી બંધારણ ઘડવા માટે લોકપ્રતિનિધિસભા ઉભી કરવામાં આવી એટલુ જ નહિ પણ આવતી સંપૂર્ણ આઝાદીની પુરાગામી વ્યવસ્થા તરીકે પંડિત જવાહરલાલ નહેરૂની આગેવાની નીચે . વચગાળાની રાષ્ટ્રીય સરકાર ઉભી કરવામાં આવી. પ્રાન્તિક તેમજ મધ્યવર્તી ધારાસભાઓની ચુંટણીઓ થઇ અને આઠ પ્રાન્તમાં કેંગ્રેસ સરકારની સ્થાપના થઇ. આમ અનેક આવકારદાયી ઘટનાએ સાંથે શરૂ થતું નવું વર્ષ અત્યન્ત આનંદાયી અને ઉલ્લાસ પ્રેરતું હાવુ જોઇએ. તે એ વની દીવાળી પણ જનતાએ પુત્ર ઉત્સાહથી ઉજવેલી હેવી જોઈએ. આમ છતાં પણ આ વર્ષની દીવાળી જેવી સુનકાર, વેરાન, ઉત્સાહશૂન્ય, અને કેવળ ગમમીનીથી ભરેલી દીવાળી આગળનાં અનેક વર્ષો દરમિયાન આપણે ભાગ્યે જ જોઇ કે અનુભવી છે. આ દીવાળીમાં કઇ દિલમાં આંનદ નહતા. નવા વર્ષે કાઇના મેઢા ઉપર ઉત્સાહ નડ્ડા. એગસ્ટ માસની સેાળમી તારીખ કે જે દિવસને મેસ્લેમ લીગે સીધા પગલા દિન' તરીકે આખા હિંદુસ્થાનમાં ઉજન્મ્યા હતા તે જ દિવસે બનેલા કલકત્તાના હત્યાકાંડથી માંડીને આજ સુધીમાં બનતી રહેલી અનેક વિષમ ધટનાઓએ લોકાના દિલ ઉચા કરી નાંખ્યા છે. અને તેમાં પણ પૂંગાળમાં આવેલ નવખલી, ચાંદપુર, વગેરે સ્થળેએ મુસલમાનએ ત્યાં વસતી હિંદુ પ્રજા ઉપર જે હેવાનિયત ભર્યાં વર્તાવ કર્યાં છે તેણે તે લોકોના દિલમાં ન કલ્પી શકાય એવી અરેરાટી પેદા કરી છે. આવી રીતે મમ્ભાગમાં ધવાયલી પ્રજા ક રીતે દિવાળી ઉજવે અને કયા મેઢે નૂતન વર્ષાના પ્રભાતે એક મેકનુ અભિનન્દન કરે ? આજ લોકોના દિલમાં દિવાળી નથી; - પરસ્પરના વિનાશને નેાતરતી હાળા પ્રગટી છે, આજે પ્રકાશ દેખાતા નથી; કોઈ આશા પ્રગટતી નથી. આજે તે ચેતરફ કવા અધકાર ફેલાય છે. આજે માણુસેાના દિલમાં ભય, શંકા અશાન્તિ અને વેર ઝેર ઉભરાયાં છે. આજે યુદ્ધવિરામ થયાને સવા વ' થવા આવ્યું છે. એમ છતાં વિશ્વના બીજા વિભાગામાં પણ કશી શાન્તિ કે સ્થિરતા સ્થપાણી નથી. ખેચેની, ભુખમરા, ત’ગી, ગુ’ગળામણુ, મહારાજ્યાની પરસ્પર જીવલેણુ સ્પર્ધા, અનેક રાષ્ટ્રમાં આન્તવિગ્રહ, જાપાન જમની જેવા દેશેશની પારિવનાની દુર્દશા-આવી રીતે આજે આખા વિશ્વ ઉપર પણુ કે ધેરી સ્પામલ છાયા પથરાઇ રહી છે. ધરઆંગણે કામી વેરઝેરના વાવટાળ આપણુા સમગ્ર જીવનને છિન્નભિન્ન કરી રહેલ છે. આમ અહિંની તેમ જ ચેતરફની પરિસ્થિતિ દુઃખ, દૈવ અને કાણ્યથી ભરેલી છે. આમ હૈાવા છતાં પણ આપણા દેશમાં પાકા પાયે આઝાદી આવી રહી છે એ વિષે એમત છે જ નહિ. ‘Quit India' ‘હિંદ છેડી જા’– એ ગાંધીજીની હાકલ બહુ ચેડા સમયમાં વાસ્તવિક અર્થમાં ખરી પડવાની જ છે એવાં ચિહ્નો આજે દૃષ્ટિગેચર થઇ રહ્યાં છે. આપણી સાથે અનેક પરાધીન દેશો પણ મુકિતના દ્વાર સમીપ ગતિ કરી રહ્યાં છે. આજની વેદના વિરાટ પરિસ્થિતિપલટાની છે એમ સમજીને આપણા ચિત્તનું સમધારણ જરા પણું વિકળ થવા ન દઇએ, નિરાશાને વશ થઇને આપણે નિવીય ન બનીએ; ભયને આધીન ખરી પુરૂષાર્થહીન ન બનીએ; ઉજ્જવળ ભાવીમાં દૃઢ શ્રધ્ધા
રાખીને આવતી આક્તને મરદાનગીથી ભેટીએ અને રાષ્ટ્રદ્રોહી સર્વ તત્વને વીરતાપૂર્વક સામને કરીએ. આવી રીતે આપણા ધ્યેયને સત્વર પહોંચી વળવા આપણે. કટિબધ્ધ થઈએ અને આપણુ, આપણા રાષ્ટ્રનું અને સમગ્ર વિશ્વના કલ્યાણનું અને દુ:ખનિવૃત્તિનુ ચિન્તવન કરતાં નીચેની પ્રાથ નાનુ સદા રટણ કરતા રહીએ. शिवमस्तु सर्व जगतः
परहितनिरताः भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाश, सर्वत्र सुरवीभवन्तु लोकाः ॥ વચગાળાની સરકારની પુનર્ રચના
૧૫
મેસ્લેમ લીગના મધ્યવર્તી સરકારમાં પ્રવેશ થવા સાથે હિંદની ‘ રાષ્ટ્રીય સરકારની નવરચના નીચે મુજબ થઈ છે.
પડિત જવાહરલાલ નહેરૂ,
(ઉપપ્રમુખ) પરદેશી અને પ્રીટીશ સામ્રાજ્ય સાથેના સબંધ-વ્યવહાર આન્તત શાંતિ સહીસલામતી, સમાચાર અને આકાશવાણી
સરદોર વલ્લભભાઈ પટેલ
વે
શ્રી. અસઅલી,
શ્રી. સી. રાજગોપાલાચાય', 'કેળવણી અને કળા ડે. રાજેન્દ્રપ્રસાદ,
શ્રી. જગજીવનરામ,
શ્રી. લીયાકતઅલીખાન, શ્રી. આઇ. એલ. સુંદરીંગર, શ્રી. જોગેન્દ્રનાથ મડળ,
ખારાક અને ખેતીવાડી
માર ખાતુ' નાણાં ખાતુ
વ્યાપાર કાયદે અને ધારાસભા
તારટપાલ આરેગ્ય રક્ષ
ઉદ્યોગ અને પુરવઠ
શ્રી. અબ્દુર રબ નીસ્તાર, શ્રી. ગઝતક્ર અલી ખાન, સરદાર બળદેવિસંહ, ડૉ. જોન મથાઈ,
શ્રી સી. એચ. ભાભા, ખણે, બાંધકામ અને ઇલેકટ્રીસીટી આમાંથી મધ્યસ્થ ધારાસભામાં નીચેના નવ સભ્ય、 બેસશે: પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. જોન મઢ ઇ, શ્રી. રાજગોપાલાચાર્ય, શ્રી. અસઅલી, શ્રી. જગજીવનરામ, શ્રી. જોગેન્દ્રનાથ મડળ, શ્રી લીયાકતઅલીખાન, શ્રી. ચુ'દરીગર, અને આ ધારાસભ માં પડિત જવાહરલાલ નહેરૂ સરકાર પક્ષના આગેવાન બનશે. કાઉન્સીલ ઓફ સ્ટેટમાં નીચેના પાંચ સભ્ય બેસશે: શ્રી. અબદુર રબ નીસ્તાર, શ્રી. ભાભા, ડા. રાજેન્દ્રપ્રસાદ, શ્રી. ગઝનર અલીખાન અને સરદાર બલદેવસ અને આ સભામાં શ્રી અબદુર રબ નીસ્તાર સરકાર પક્ષના આગેવાન બનશે.
આ નવી મધ્યવર્તી સરકારમાં થયેલ મેસ્લેમ લીગના પ્રતિનિધિઓના પ્રવેશને લગતી વિગતે અહિં આપવાની જરૂર નથી. કારણ કે એ વિગતે સૌ કાઇ જાણે છે. એમ કહેવામાં આવે છે કે મધ્યવર્તી રાષ્ટ્રીય સરકારને લગતી આજ સુધીમાં ઉભી કરવામાં આવેલી સ પર પર એ સ્વીકારવાની અને પુરેપુરા સહકાર આપ વાની મેલેમ લીગના પ્રમુખ ઝીણાએ ખાત્રી આપી છે અને ત્યાર પછી ઉપર જણાવ્યા મુજબની ખાતાની વહેંચણીએ નક્કી કરવામાં આવી છે. આ બાબત કેટલે દરજ્જે સાચી છે તે તેમજ સાચી હાય તે પણ આવી બાંહ્યધરીએ!નુ` કેવુ પાલન કરવામાં આવશે એ તે હવે જોવાનુ રહે છે એમ છતાં પણ મેસ્લેમ લીગની એક સરખી મેલી રમત, પછાત વર્ગના અને કૉંગ્રેસ વિરોધી શ્રી. જોગેન્દ્ર મ`ડળ જેવા મુસ્લીમેતરની વયગાળાની સરકારમાં મેસ્લેમ લીગે કરેલી નીમણુંક, આ નવી રચનાની જાહેરાત થવા બાદ તુરતમાં જ કરવામાં આવેલુ' શ્રી લીયાકત અલીખાનનુ છાપાવાળાએ જેંગુ’નિવેદન – આ બધું જોતાં આ સરકારના ભાવી વિષે ચિત્ત અનેક પ્રતિકુળ આ શંકા સેવે છે અને તેથી જે રચનાને આપણે પુરા ભાવથી આવકારવી જોઇએ તે રચના વિષે દિલ ક્રાઇ પણ પ્રકારનો ઉલ્લાસ અનુભવતું નથી,