________________
૧૫૪
ગાંધીવાણી
ગાંધીજી જ્યાં જાય છે ત્યાંની જનતા માટે તેમની પ્રાય ના અસાધારણ આકષ ણુનુ` ' નિમિત્ત બને છે. એ પ્રસંગે ગાંધીજીનાં દર્શન થશે;
ભવ છે કે ગાંધીજીના માઢથી બે વેણ સાંભળવાના પણ મળે અને સાથે સાથે કેવળ ઔપચારિક નહિ પણ ખરા દિલની પ્રાથના જોવાના સાંભળવાના લાભ પણ મળે એ હેતુથી સખ્યાબંધ લોકો ગાંધીજી જ્યાં હાય` ત્યાંની સાયપ્રાર્થનામાં હાજર થાય છે. આ પ્રસંગે કદિ કિ ગાંધીજી પ્રાથના, પ્રેમ, ઇશ્વર, દરિદ્રનારાયણુ, સંયમ, નિયમબદ્ધતા, આત્મતત્વ-આવા કોઇ ને ક્રાઇ વિષય ઉપર નાનું સરખું પ્રવચન કરે છે. આવું એક મ ગ્રાહી પ્રવચન ગાંધીજી થોડા સમય પહેલાં કલકત્તા હતા ત્યારે પ્રાથનાનુ રહસ્ય અને શૂન્યનું મહત્ત્વ એ વિષય ઉપર ફૂલકત્તાથી ૧૧ માઇલ દૂર આવેલા સોદેપુર ખાતે શ્રી સતીશ ખાખુના ખાદી પ્રતિષ્ઠાનમાં ગત ડીસેમ્બર માસની ખીજી તારીખની સાય પ્રાથના પ્રસંગે ગાંધીજીએ કયુ હતુ. આ પ્રવચન નીચે મુજબ હતું. પ્રાર્થનાનુ રહસ્ય રાવતેશ્વર હે ! મેાચન કર બંધન સબ મેચન
પ્રશુદ્ધ જૈન
તા. ૧૫-૧-૪૬
આપણે જો એક ઇશ્વરને માનતા હૈઇએ તે આપણી સાથે દ્વેષ કરનારા પણ આપણને ભાઇ સરખા જ લાગશે.
‘આજે રવિભાજીનુ‘ માચન કર હે!' એ ભજન ગવાયુ અને તમા સર્વ એ સાંભળ્યુ. એ ભજનમાં ઇશ્વરની આગળ પ્રાર્થના છે કે તુ અમને ‘મુક્ત કર’. ‘મુક્ત કરના બે અર્થ હોય છે. એક તે આ સસારમાંથી અમને મુકત કરી એ અને બીજો આ સૌંસારમાં રહેતાં અમને વાસનામાંથી મુકત ક કર.' આ બીજી મુક્તિમાં આપણું નાનકડું સ્વરાજ્ય પણ આવી જાય છે. આ પછીના પદમાં એક ભવ્ય પ્રાર્થના આવે છે. તિમિર રાત્રી, અધ ચલી, સન્મુખે તબ + દિસ દીપ તુલિયા ધર હે,' કવિવર કહે છે કે 'તિમિર રાત્રીમાં હુ એક અધયાત્રી છુ. અંધારી રાતમાં મને રસ્તો કેમ જડે? એક જરીતે શકય છે. તું તારી ન્યાતિમાંથી થોડા પ્રકાશ મને આપ ? પ્રાથનાની આખી કલ્પનાજ
એ છે કે જે વસ્તુ માણુસની શકિતની બહાર છે. તેને શ્વર શકય બનાવી શકે છે. એ આશ્વાસનને આધારે જ આપણે એવી ઉચ્ચ પ્રાથના કરીએ છીએ કે 'તુ' અમને અસત્યમાંથી સત્યમાં, અંધારામાંથી પ્રકાશમાં અને મૃત્યુમાંથી અમરતામાં લઈ જા !?
પ્રાથના વ્યક્તિગત રીતે ઘરેામાં તે કરાય જ છે, પણ સામુહિક રૂપમાં પણ એ હાવી જોઇએ. એ વસ્તુ દક્ષિણ આફ્રિકામાં ૨૦ વર્ષ સુધી ચેામેર પ્રસરેલા અંધારામાં હું પડયા હતા ત્યારે મે જોઇ. આ જંગમાં શાન્તિ અને અશાન્તિ, અહિંસા અને હિં ́સા, સત્ય અને અસત્ય વચ્ચે નિરંતર ચાલે છે. અશાન્તિ વચ્ચે શાન્તિ અનુભવવા માટે પ્રાથના એ જ એક સાધન છે. જો તમે શાતિ ઇચ્છતા હા, જંગમાં શાન્તિનુ સામ્રાજ્ય ઇચ્છતા હૈ। તેા જે વસ્તુ મેં તમને આજે બતાવી છે તેને તમારા હૃદયમાં રાખીને અદ્ધિથી ઘેર જો, તેનું મનન કરજો. અને તેની ઉપર અમલ કરો !'
ન
તા. ૬ઠ્ઠી ડીસેંબરની સાય’પ્રાર્થના પ્રસંગે મેડા આવનારાઓને સોધીને તેમણે જણાવ્યુ” કે “દરેક ચીજમાં, પણ ખાસ કરીને પ્રાનામાં, જેટલા સયમ જાળવી શકાય તેટલા ઓછા છે. સારી વસ્તુમાં પણ સંયમને સ્થાન છે. દાખલા તરીકે આપણે પ્રા”નામાં વખતસર પહોંચી શકીએ તા ધેર બેઠાં પ્રાથના કરી લેવી એ વધારે સારૂ' છે. જેટલું પુણ્ય પ્રાથનાથી તમને મળે છે તેથી વધારે પુણ્ય આ રીતે સંયમ પાળશે તેમાંથી તમને મળશે. હૃદયાની અંદર વસનારા ભગવાનનું એક વાર જ્ઞાન થયા પછી પ્રાના દરમિયાન આપસઆપસમાં વાતા શી, અને ધકાકી શી? ત્યારે ઇશ્વરના અંચળ નિયમોના ભંગ આપણે માટે અશકય થઇ પડવા જોઇએ. પ્રાથનાના મંત્ર હૃદયગત થઈ ગયા હોય તે આપણા હૃદયમાં બધાને માટે પ્રેમ હાવા જોઈએ. પાડાશી આત્મવત્ લાગવા જોઇએ. કોઇ ગમે તે ધમના” જાતિના હોય તે આપણને સગા ભાઇબહેન જેવા જ લાગવા જોઇએ.
જે મુક્તિ પ્રાર્થના દ્વારા આપણે ઇશ્વર પાસે માગીએ છીએ તેની અંદર દેશની મુકિત તે આવી જ જાય છે. તે મેક્ષની સરખામણીમાં તે એ એક બિ ુ માત્ર જ છે, પણ જ્યાં સુધી એ નથી મળતી ત્યાં સુધી બીજી મુકિત પણ નથી મળવાની–એ મારી દૃઢ માન્યતા છે. ગુલામને મેક્ષ નથી,
આઝાદી હિંદમાં અહિંસક રીતે આવવાની હાય કે હિં'સક રીતે તેને સારૂ નિયમનની અનિવાર્ય આવશ્યકતા છે. એ નિયમન સાચી પ્રાર્થનામાંથી હેજે અચુક રીતે આવે છે. ‘આપણા બધા કારભારી હાથમાં આવ્યા પછી પણ નિયમનની આવશ્યકતા તા આપણને રહેશે. કાઈ એમ ન સમજે કે અંગ્રેજી સત્તા અદ્ગિથી ચાલી જશે તે પછી આપણને કેછ પજવનાર નહિ રહે. આપણામાં નિયમન નહિ હાય તે અંગ્રેજોની જગ્યા કાઇ બીજા રાજતંત્રની ખાગદાર આપણા હાથમાંથી ઝુંટવી લેશે. તેથી ઉલટુ જે આપણામાં નિયમન હશે તે આપણને આ લેક ને પરલેાક–એ બન્નેની મુક્તિ મળશે.
ક્ષેપનિષમાં કહેલું છે કે આ જગતમાં જે કંઇ છે તે ઇશ્વરજ આપે છે. આપણી જાતમજુરીની કમાણી પણ ઇશ્વરની જ છે. ઇશ્વરને અપ ણ કરી તેની પ્રસાદી તરીકેજ તેને આપણે વાપરી શકીએ છીએ. એટલું સમજીએ તે આપણે કદી અભિમાન નહિ કરીએ અને આપણા રસ્તા સીધા તે સરળ બની જાય.
હિમા
શૂન્યની શાધ હિંદુસ્તાનમાં થયેલી હતી એમ મનાય છે. અકા ગણીતમાં શૂન્ય દાખલ કરવાથી અાખીભર્યું પરિણામ આવે છે, પણ ચિત્તના અંકગણીતમાં શૂન્ય દાખલ કરવાથી એનાથી પણ વધારે અજાયખી ભયું પરિણામ આવે છે એ હજી સુધી આપણે શીખ્યા નથી. આપણુંતે શૂન્યવત થઇને રહેવાની કળા આવડી જાય તેા આઝાદી પોતાની મેળે આપણા ખેાળામાં આવીને પડે. ત્યારે પેાતાને અધિકાર પણુ, કાઇને દુઃખા સહન કરાવીને નહિ, પણ પોતે દુ:ખ સહન કરીતેજ મેળવીશું. આવી રીતે મેળવેલી આઝાદી આપ્ણુને અને આખા જગતને સાફ બહુમૂલ્ય નીનડશે.
હું જોઉં છું કે તમને પ્રાનામાં આખે સમય શાંતિ જાળવવાની હવે ટેવ પડી ગઈ છે. પણ એ જડ શાંતિ ન હોવી જોઈએ. મારી આ વાતને તમે ભૂલી જો તા પછીથી તમને પશ્ચાતાપ થવાના છે કે પ્રાથનામાં આવીને પણ અમે કાંઈ મેળવ્યુ' નહિ, એના કરતાં ઘેર બેસવું વધારે સારૂં છે.
મનની અંદર ઉઠતા ભાવાની ઉપર અંકુશ મૂકી તેમને નિયંત્રણમાં રાખવું એનું જ નામ સાચી શાંતિ છે. ચિત્તની વાસનાએને શમાવીને જે ઇશ્વરનું ધ્યાન કરે છે તેને આખરે ઇશ્વરતુ' દન થશે જ, કયારે એ તે કાઇ નહિ કહી શકે, પણ દિનપ્રતિદિન તેની આત્મશુદ્ધિ વધશે અને તેની સાથે બુદ્ધિ પણ. આત્મશુદ્ધિ વિના બુદ્ધિ નકામી છે. તેનાથી નથી થતું. જગતનું ભલું, કે નથી થતુ` કેઈ પણ વ્યકિતનું .
દુનિયામાં વિચારકાના એ સમુદાય છે. એક કહે છે કે ‘બુદ્ધિથી જ " જગતમાં બધું કામ થઈ શકે છે. જે ન થઈ શકે તે કાંઇ કામનું નથી.' હુ'. એ નથી માનતા. પાનપાન દ્વારા નહિ, પણ પ્રત્યક્ષ અનુભવ દ્વારા, ચિત્તશુદ્ધિની સાથે સાથે અને તેના પરિણામ સ્વરૂપે જે બુદ્ધિમાં તેજ આવે છે એ જ ઉપયાગનું છે. એટલે આપણે અહીં જડવત થઈને નહિં બેસીએ.' જાગ્રત થઇને પ્રાથનામાં લીન થઇએ. એટલે તમારી ચિત્તશુદ્ધિ થશે અને પરિણામે સંસ્કારી બુદ્ધિ પણ મળશે.” સગ્રાહક: પાન ૬.