SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧ ૧૦-૪૬ આવી છે તેને ખુલાસા આછું દુધ લેવાય છે અને તેથી પણ ઓછા પ્રમાણમાં લીલાં શાક પાંદડા વાપરવામાં આવે છે. એ ઉપરથીજ ધણુ ખરૂ થઇ શકે તેમ છે. સાથે સાથે એ પણ જણાવવુ જોÉએ કે જૈને બહુ મોટા પ્રમાણમાં કઠોળ ખાય છે એને લીધે ‘ખી' વીટામીનની ઉણપ પ્રમાણમાં. એછી માલુમ પડી છે. પ્રભુ જેન સામાન્યતઃ એમ માલુમ પડયું છે કે પ્રાથમિક વર્ગોથી આગળ વધીને હાઇસ્કુલ સુધી પહુાંચેલી કન્યાઓમાં પણ તવાની ઉણપ ઉત્તર।ત્તર વધતી જાય છે. આ બાબત ખાસ ધ્યાન ખેંચે તેવી છે અને આ ઉપરથી ઉમ્મરે વધતી જંતી બાળાઓને પુરતા પ્રમાણમાં ખારાક મળતા નથી એ અનુમાનને વધારે સમન મળે છે. સામાન્ય માહીતી માટે હું જણાવુ કે ગરીબ પારસી વિદ્યાથી એની નિશાળમાં આવી તપાસ હાથ ધરવામાં આવી હતી, પણુ એ નિશાળમાં તેમના બપોરના ભાજન ઉપરાંત દુધ અને કોડ લીવર ઓઇલ કે શાક' લીવર ઓઇલ દરેક આળકને આપવામાં આવે છે અને તેના પરિણામે તેમની તદુરસ્તીમાં તે જેમ જેમ 'મેટા થતા જાય છે. તેમ તેણુ સારે સુધારે માલુમ પડયે છે. આમ છતાં મારે જણાવવું જોઇએ કે . જે કુટુંબે સાધારણ રીતે વ્યકિત દીઠે ૧૨૦૦ થી ૧૫૦૦ કેલરી ખેારાક લે છે એમ તેમના ખારાકની તપાસ ઉપરથી માલુમ પડયુ છે તે કુટુબના આ બાળકો છે (સાધારણ રીતે દરેક સ્ત્રી કે પુરૂષના જરૂરી ખારાકનું સામાન્ય પ્રમાણ ૨૪૦૦ કેલરી આંકવામાં આવે છે.) આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જે બાળક સવારના નવ દશ વાગે જેમ તેમ ખાઇને નિશાળે આવે છે અને સાંજ સુધી જેમને ખાવાનુ કશુ મળતુ નથી તેમનુ શારીરિક તેમ જ બૌદ્ધિક વેરણ ટકાવી રાખવા ખાતર બપોરના ભાગમાં તેમના માટે કાંઇને કાંઇ ખાવાની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે. સવારના જેમ તેમ ખાઇ લેવાની પ્રથા બહુ નુકસાનકારક છે અને તેમાં ફેરફાર થવાની ખાસ જરૂર છે. જે સંસ્થા આધુનિક શિક્ષણ પધ્ધતિએ પેાતાના વિદ્યાર્થીઓને કેળવવા માંગે છે તે સંસ્થા પેાતાને સોંપાયલા વિધાર્થીઓની આ સ્થિતિ-સવારના જેમ તેમ ખાઇને આવે અને સાંજ સુધી તેમાં તેમને કશી પુરવણી કરવામાં ન આવી-આ સ્થિતિથી એક વિધ એિના સમગ્ર આરેાગ્યને થઇ રહેલ નુકસાનની ઉપેક્ષા કરી ન જ શકે. આવી રીતે થાકેલુ બાળક સાંજના ખારાક પણ જોઇએ તેટલા પ્રમાણમાં લઇ શકતુ નથી અને દિવસના લાંબા ગાળાની ખાધ પુરી કરી શકતુ નથી. પેાતાના શારીરિક વિકાસ માટે આવશ્યક બનતુ વધારાનું પાણ તે લેવાની સ્થિતિએ તે ભાગ્યે જ પહોંચે છે. આ ઉપરથી આશા રાખવામાં આવે છે કે આ સંસ્થા તરફથી કાં તે આ બાળાએ બપોરનુ ભજન સ્કુલમાં જ લે એવી વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવશે અથવા તે બપારના વખતે સારા નાસ્ત મળે એવી ગઢવણુ કરવામાં આવશે. શાળાની કન્યાઓની તન્દુરસ્તી અને શારીરિક વિકાસ માટે આ અત્યન્ત આવશ્યક છે. સવિત છે કે ખીજે પ્રચલિત છે એવી ડબ્બા સીસ્ટમ દાખલ કરવા સામે એવા વાંધા રજુ કરવામાં આવે કે ડબ્બા અથવા ટીપીન એકસમાં ભરીને લાવી રાખવામાં આવતી રસાઇ 'ડી.પડી જાય છે અને તેથી વિદ્યાર્થીઓને અનુકુળ પડતી નથી. આ વાંધા જરૂર વિચારવા જેવા છે. પણ આ આખી બાબત સંસ્થાની કમીટી પુરી ગંભીરતાથી ધ્યનમાં લે તે સ્કુલમાં જ પેરના 'ગરમાગરમ રસેષ્ઠ વિદ્યાર્થિની આને પુરી પાડવાનુ... કામ જૈન જેવી ધનાઢય કામ કે જે બીજી અનેક સખાવતા સારાં સારાં કામો માટે કરી રહી છે તેના માટે જરા પણ મુશ્કેલ નથી. સ્કુલ સાથે એક સારૂં ઉપાહારગૃહ ઉભુ* કરવામાં આવે તે તેથી પણ અન્ય દેશ મા જૈન માતાની ભવિષ્યની પ્રજાના આરાગ્યે સુખ અને બૌદ્ધિક વિકાસને ઘણા લાભ થવાનો સંભવ છે. પરમાન દ ૫ નિઝામ સરકારના રાજકીય સુધારા હિ’દુસ્થાનના દેશી રાજ્યમાં નિઝામનું રાજ્ય સૌથી વધારે મેઢુ છે. આવુ જ એક મોટું રાજ્ય કાશ્મીરનુ છે. એક રાજ્યમાં રાજા મુસલમાન છે અને પ્રજાના લગભગ ૯૦ ટકા ભાગ હિંદુ છે. અન્ય રાજ્યમાં રાજા હિંદુ છે અને પ્રજાના લગભગ એટલેા જ મોટા વિભાગ મુસલમાનેના બનેલા છે. કશ્મીરની પ્રજાએ શેખ અબદુલ્લાની સરદારી નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરી દીધા છે. અને વહેલાં મેાડાં ‘રાજાની સત્ર સત્તા પ્રજાને હવાલે થવાની છે. નિઝામમાં આઝાદીના આન્ટેલને હજુ જોઇએ તેટલું ગભીર સ્વરૂપ ધારણ કર્યું" નથી. નિઝામ રાજ્યની પ્રજા આજે આકરામાં આકરા રાજ્યદમનમાંથી પસાર થઇ રહી છે. સભાખવી, આગેવાન કાય કરાને ધરપકડ અને છાપાઓ ઉપર સખ્ત પ્રતિબંધ-આ નિઝામ સરકારની અદ્યતન રાજ્યનીતિ છે. આજે જ્યારે ચેતરફ લોકશાસનની દુદુભિ લાગી રહી છે અને સરકારી હિંદî પ્રજા આઝાદીના ઉમરે પહોંચી છે, ત્યારે દેશી રાજ્યોને પણ સમય સાથે પગલાં માંડયા સિવાય છુટકો નથી. કોઇ કોઇ દેશી રાજાએ આ કાળબળને દિલથી સ્વીકારીને પોત પેાતાના રાજ્યતંત્રની જવાબદારીમાં પેાતાની પ્રજાને સાચા ભાગીદાર બનાવવાની તૈયારી દાખવી છે તે કાઇ કાછ રાજ્યોએ ઉપર ઉપરના દેખાવ બદલવાની અને વાસ્તવિક સત્તાએ સર્વ પેાતાના હાથમાં રાખવાની તરેહ તરેહની ગોઢવણા વિચારવા માંડી છે. અને લેાકસાસનની કેવળ છેતરપીંડી હાય ઍવા રાજકીય સુધારાની તે જાહેરાત કરવા લાગ્યા છે. તાજેતરમાં નિઝામ સરકારે પણ આવી જ ‘એક છેતરપીંડીથી ભરેલી રમત રાજકીય સુધારાના નામે શરૂ કરી છે. શરૂઆતમાં હિંદુ અને મુસલમાન એ એ અમારી આંખે છે, આવી ઉદાત ચેષણા કરીને નિઝામ સરકારે કેટલાક રાજકીય સુધારાની જાહેરાત કરી છે. આ મુજબ જે ધારાસભાની યેાજના સૂચવવામાં આવી છે તે ધારાસભા ૧૩૨ સભ્યોની બનશે, જેમાં રાજ્યના ૧૩ અધિકારી અધિકારની રૂએ ધારાસભામાં "બેસશે, ૪૩ ની રાજ્ય નિમણૂક કરશે અને ૭૬ ની ચુટણી કરવામાં આવશે. આ નિભાયલા અને ચુટાયલા કુલ ૧૧૯ સભ્યોમાં ૫૮ હિંદુ, ૫૮ 'મુસલમાન, ૨ ખ્રીસ્તી અને ૧ પારસી દુશે. જે રાજ્યમાં ૯૦ ટકા લગભગ,. હિંદુઓની વસ્તી છે તેની ધારાસભામાં ૫૮ હિંદુ અને પ૮ મુસલમાન ! હિંદુ અને મુસલમાન એ મે રાજ્યની આંખેા છે-એ એ વચ્ચે અમે કદિ કશા ભેદભાવ સમજતા નથી--આને આખરે આજ અર્થ કે?” અને આનું નામ લોકશાસન અને લોકપ્રતિનિધિસભા ? આથી વધારે મેટું ટાણું, શબ્દોની પોકળતા, લેાકશાસનની ઠેકડી અને અન્યાયની પરાકાષ્ટા કલ્પવી મુશ્કેલ છે. આવીજ રીતે આ યેજનામાં સંયુક્ત મતદાર માળનો દેખાવ દાખલ કરવામાં આવ્યો છે અને પરિણામ વિભકત મતાધિકારનુ જ આબેહુબ હાંસલ કરવામાં આવ્યું છે. અને તે આ રીતે-નવા બંધારણમાં સયુકત મતાવિકારની રચના રાખવામાં આવી છે. એસ છતાં પણ જે હિં'દુ કે મુસલમાન ઉમેદવારને પોતપોતાની કામની ઓછામાં ઓછા ૫૧ ટકા મત મળ્યા હોય તેને ખીજી કામના ગમે એટલા મત મળ્યા હોય છતાં પણ ચુટાયલો જાહેર કરવામાં આવશે અને જ્યાં એટલા ટકા પણ મત મળ્યા ન હેાય ત્યાં છે. ઉમદવારામાંથી જેને પેાતાની કામના વધારે મત મળ્યા હાય તેજ ચુંટાયલા જાહેર કરવામાં આવશે. આ સયુકત મતદાર મંડળતી કેવળ હાંસી નહિ તે ખીજું શું છે? આ રાજકીય સુધારાઓને કાયદે આંઝામ ઝીણાના આશીર્વાદ છે અને કેવળ માયાની ગણતરી કરવાની હિંદુ સમાજતે જે ટેવ પડી છે તેથી અળગ રહીને આવા મહત્ત્વના અને પ્રગતિક રાજકીય સુધારાઓને અપનાવવા તે હિંદુ સમાજને અનુરાધ કરે છે. નિઝામી માનસ અને કાયદે—આઝમની પ્રેરણા, સલાહ અને દેરવણી જ્યાં હૈાય ત્યાં 'િદુ મુસલમાનના ઝગડા, વૈવિરાધ અને સવ કાષ્ઠ પ્રગતિની રૂકાવટ નહાય તા ખીજું શુ' હાય ? પાન,
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy