________________
16)
૮૨
પ્રશુદ્ધ જેન
અને જ્યાં એક વર્ગ કે વિભાગ અન્યનું કદિ શાષણ કરતા ન હાય-આવી એક દુનિયાના નિર્માણુકા પાછળ આઝાદ હિંદ પેાતાની સર્વ શક્તિ અને તાકાતના ઉપયેગ કરશે.
ભૂતકાળને ઇતિહાસ ચાલુ અથડામણા અને ઘણાથી ભરેલા હોવા છતાં અમે આશા રાખીએ છીએ કે આઝાદ હિંદ ઈંગ્લેંડ અને બ્રીટીશ સામ્રાજ્યના અન્ય દેશ પ્રત્યે મૈત્રી અને સહકાર ભર્યાં વર્તાવ અખત્યાર કરશે. પણ આ સમયે આજ બ્રીટીશ સામ્રાજ્યના -એક વિભાગમાં શું બની રહ્યું છે તે તરફ ધ્યાન ખેંચવાની ખાસ જરૂર લાગે છે. દક્ષિણ આફ્રીકામાં જાતિભેદ એક રાજ્યમાન્ય સિધ્ધાન્ત થઇ ભેઠા છે અને અમારા લેાકેા એક લધુમતી કેમ સામે અખત્યાર કરવામાં આવેલી જીમાગાર નીતિના પુરી બહાદુરીથી સામને કરી રહ્યા છે. જો આવી જાતિભેદ-રરંગભેદ-ની નીતિ ચાલુ રાખવામાં આવશે તે તેમાંથી મેટાં ધણા અને વિશ્વવ્યાપી આક્ત ઉભી' થર્યા વિના નહિ રહે.
આન્તરરાષ્ટ્રિય રાજકારણમાં અગત્યના ભાગ ભજવવાનુ મહત્તાભર્યુ સ્થાન જેના માટે વિધાતાએ નિર્માણ કર્યુ” છે તે અમેરિકાના યુનાઇટેડ સ્ટેટૂસને અમારાં અભિનન્દન પાઠવીએ છીએ. અમે અશા રાખીએ છીએ કે આ ગજાવર જવાબદારીને જગતમાં સર્વત્ર શાન્તિ અને માનવીના સ્વાતંત્ર્યને ફેલાવા કરવા પાછળ
ઉપયોગ કરવામાં આવશે.
આધુનિક જગતનું તે એક મહાન રાષ્ટ્ર-સેવીયટ યુનીયન-કે જે દુનિયાની ધટનાઓ ઘડવા સંબંધમાં એટલી જ મહત્વભરી જવાબદારી ધરાવે છે તે સેવીયટ યુનીયનને પણ અમારાં અભિનન્દન છે. એશીઆમાં તે અમારૂ પડેથી છે અને કેટલાંયે કામકાજ અમારે તેની સાથે મળીને કરવાનાં રહેશે અને એ રીતે તેની સાથેના અમારા સપર્ક વધતા રહેશે.
તા. ૧૫-૯-૪
માનવીને નજરમાં રાખીશું અને તેને રાહત પહેાંચાડવાના અને તેનું જીવનધારણ ઉંચે લાવવાના અમેા પ્રયત્ન કરીશું. અસ્પૃશ્યતાને શાપ અને ભિન્ન ભિન્ન વર્ગો ઉપર લાદવામાં આવેલી એવી જ અસમાનતાના સ્વરૂપે! સામે અમે જેઠુાદ ચલાવીશું અને ખાસ કરીને આર્થિક દૃષ્ટિએ કે બીજી રીતે જેઓ પછાત પડેલા છે તેમતે મદદ કરવાની બનતી કાશીષ કરીશું. આજે લાખા માણુસાને પુરા અન્ન તેમજ વસ્ત્ર મળતાં નથી તેમજ તેમને રહેવાને ઘર કે ઝુંપડી નથી. અને કેટલાક તે ભુખમરાની અણી ઉપર આવીને ઉભેલા છે. આ તત્કાલની જરૂરિયાતેાતે પહેાંચી વળવુ એ તિ અગત્યનું અને બહુ મુશ્કેલીભર્યુ કામ છે, અને ખીજા દેશે। અમને જોઇતું અનાજ પુરૂ' પાડશે એવી અમે આશા રાખીએ છીએ.
આ
અમે એશીયાના છીએ અને એશીયાના લોકા અન્ય કરતાં અમારી વધારે નજીક અને સમીપ છે. હિન્દુસ્થાન એવી રીતે ગાઠવાયું છે કે · પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એશીયાનું હિંદુ એક સ્વભાવિક કેન્દ્ર બની જાય છે. ભૂતકાળમાં હિંદની સંસ્કૃતિ બધા દેશોમાં ફેલાવે। પામી હતી. તેમની સાથે હિં'દના અનેક રીતે સંપર્ક કેળવાતા રહ્યો હતા. આ સ ંપર્યાં આજે પાછા તાજા કરવામાં આવે છે અને ભવિષ્યમાં એક બાજુએ એશીઆની અગ્નિકાણુમાં આવેલા દેશ સાથે અને ખીજી બાજુએ અલ્લાનોરતાન, ઇરાન અને આરબ દેશ। સાથે હિંદુસ્તાનના સંબંધ વધારે ને વધારે ઘાટા થવાનો છે. આઝાદ રાષ્ટ્રો એકમેક વધારે સંબધમાં આવે અને અન્યોન્ય વચ્ચે ગાઢા સબંધો કેળવાય તે દિશાએ આપણે આપણું લક્ષ્ય * કેન્દ્રિત કરવું... જોઇશે. ઇન્ડેનેશીઆની આઝાદીની લડતને હિંદુસ્થાન પુરી ચિન્તા અને સહાનુભૂતિપૂર્વક નિહાળી રહ્યુ છે અને તે દેશની પ્રજાને અમે અમારી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પેાતાના મહાન ભૂતકાળ વડે ગૌરવવન્તા આપણા પડેથી મહાન દેશ ચીન --સૈકાએ થયાં આપણી પ્રત્યે મૈત્રોભાવ દાખવી રહેલ છે અને તે મૈત્રી હંમેશાને માટે ટકી રહેશે અને વૃધિંગત થશે. અમે। અન્તરથી છીએ છીએ કે તેની આજની મુસીબતેને જલ્દિ અન્ત આવે અને દુનિયાની શાન્તિ અને પ્રતિને વેગ આપવાના કાર્યમાં મહુત્વના ભાગ ભજવી શકે એવુ’સયુકત અને લેાકશાસિત ચીન ઉભું'. થાય.
અમારી અન્તગત રાજ્યવહીવટને લગતી નીતિ વિષે મેં કશુ કહ્યું નથી અને આ કક્ષાએ હું કશુ કહેવા માંગતા નથી. પણ આજ સુધી આપણે જે સિદ્ધાન્તને વળગી રહ્યા છીએ તે સિધ્ધાન્તાના ધેારણ ઉપર જ નવી રાજ્યનીતિનું નિર્માણ કરવામાં આવશે. અમે હિંદના સાધારણ અને આજ સુધી ઉપેક્ષાપાત્ર અનેલા
લેાકપ્રતિનિધિ સભાની ચેાજનામાં સૂચવવામાં આવેલ વિભાગીય જુથરચના મંબધે બહુ ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ાથેની રચનાના પ્રશ્નને વિચાર કરનાર વિભાગમાં એસવા અમે। તદન તૈયાર છીએ અને એ બાબતના અમે સ્વીકાર કર્યાં છે. મારી તરી અને મારા સાથીઓની વતી હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે લોક પ્રતિનિધિ સભા જાણે કે ઝગડા કરવાનું અથવા તે એકની ઉપર ખીજાના વિચારો બળજબરીથી લાદવાનું સ્થાન હેાય—આવા કાઇ ખ્યાલ લેાકપ્રતિનિધિ સભા વિષે અમે સ્વપ્ને પણ સેવતા નથી. સ'તુષ્ટ અને સ`ગર્હુિત હિં' આ રીતે કદિ સર્જાઇ શકે જ નહિ. શકય તેટલા વ્યાપક સદ્ભાવથી પ્રેરાયલે ડ્રાય એવા સર્વસંમત ઉકેલ લાવવે અને નિર્ણયે સાધવ એજ અમારે હેતુ અને પ્રયત્ન છે અને રહેશે. દરેક તકરારી મુદ્દાઓ પરત્વે સમાધાની ભર્યાં નીકાલ આવે એવી સમાન ભૂમિકા શોધી કાઢવાના નિશ્ચયપૂર્વક અમેા લેક પ્રતિનિધિ સભામાં ભાગ લછ્યુ. અને તેથી ભૂતકાળમાં જે સર્વ બન્યુ છે અને જે કર્કશ શદે ખેલાયા છે તે ' મનથી અળગું રાખીને અમેએ સહકારના માર્ગ ખુલ્લા રાખ્યા છે અને જે અમારાથી જુદા પડે છે તેમને સમાન કક્ષાના સાથીદાર તરીકે અને કશી પણ બંધનકારક બાંઘધરી વિના લેપ્રતિનિધિ સભામાં દાખલ થવતુ અને ભાગ લેવાનુ અમે નિમત્રણ આપીએ છીએ. 'સ’ભવિત છે કે આપણે આપણા સર્વ સામાન્ય પ્રશ્નોને એકત્ર થÉને વિચાર કરવા બેસીશુ એ સાથે જ આપણી આજતી મુશ્કેલીઓનું નિરાકારણુ થઇ જશે.
હિંદ આજે ગતિમાન થઇ રહ્યું છે અને જુની વ્યવસ્થા વિસર્જન પામી રહી છે. બીજાના હાથનાં રમકડાં બનીને ધણુ લાંબા કાળા સુધી આપણે ચેતરફ્ બનતી ઘટનાએ તટસ્થપણે અને નિષ્ક્રિય ભાવે જોતા આવ્યા છીએ. આજે ભાવી ઘટનાના સૂત્રે વે આપણા હાથમાં આવ્યા છે અને આપણી ઇચ્છા મુજબ આપણે આપણા ઇતિહાસનુ' નિર્માણ કરવાના છીએ. આ ભગીઃથ કા'માં આપણે સૌ સાથે સ`ગઢ઼િત થએ અને હિંદને આપણા દિલનુ* ગૌરવકેન્દ્ર બનાવીએ, દુનિયાના રાષ્ટ્રોમાં તેને મહત્વના સ્થાને સ્થાપીએ અને શાન્તિ અને પ્રગતિ સાધવામાં તેને અગ્રણી બનાવીએ. દ્વાર ખુલ્લુ' છે અને વિધાતા સૌ કાને અહ્વાહન કરી રહેલ છે. કાણુ જીતે છે અને કાણુ હારે છે. એવા કોઇ સવાલ જ નથી. કારણે સૌએ સાથીએ તરીકે આગળ કુચ કરવાની છે અને કાં તે આપણે સૌ સાથે વિજય પ્રાપ્ત કરીએ છીએ અથવા તે સૌ સાથે પરાજયના ભાગ બનીએ છીએ. પણ હવે કાઇ પરાજય કે પાછા હ્રહવાને સભવ છે જ નહિ. વિજય તરફ, સફળતા તરક, આઝાદી તરફ, હિં'દની ચાલીશ કરોડ જનતાના સ્વાતંત્ર્ય અને સુખકલ્યાણુ તરફ આપણે અચુક આગળ વધી રહ્યા છીએ. જય હિંદ!
અનુવાદક-પરમાનંદ
શ્રી .મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી, મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨.