________________
શુદ્ધ જૈન
મુંબઈ જૈન યુવક સંઘ વિષે ‘યાતિર્ધર શું કહે છે?
"
અનેક સામાજિક, શિક્ષણુ વિષયક તેમજ સાહિત્યને લગતા પ્રશ્નોની વિશદ સમાલાચના કરતું શ્રી ગઢુલાલ ગોપીભાઇ ધુના તંત્રીપણા નીચે અમદાવાદ ખાતે નીકળતુ પાક્ષિક પત્ર જ્યોતિધર તા. ૮-૬-૪૬ ની અંકમાં મુંબઈ જૈન યુવક સંધની પ્રવૃતિ સબંધે જણાવે છે કેઃ—
જ્ઞાતિઓમાં અને કામેામાં કેટલાક અનિષ્ટ રિવાજો, અજ્ઞાન વહેમા, કૉંગાળ આર્થિક સ્થિતિ, કુસ ંપ વગેરે દૂર કરવા માટે ઘણી જ્ઞાતિના યુવકાએ યુવક સધા સ્થાપેલા છે. પેાતપેાતાની જ્ઞાતિઓની .અનિષ્ટ સ્થિતિ સુધારવાના તે પ્રયત્ન કરે છે. પરંતુ સ ંરક્ષક કૃત્તિનાં વૃદ્ધ અને પ્રૌઢ સ્ત્રીપુરૂષ, પુરાહિતા, જ્ઞાતિઓના પટેલે અને સરમુખત્યારાની સવવ્યાપી સત્તા આગળ તેમનું કાંઇ ચાલતુ નથી. બહુ જ જૂજ પ્રમાણમાં શિક્ષણ પ્રચાર સિવાય બીજી રીતે જ્ઞાતિઓની સ્થિતિ સુધારવામાં તેમને સફળતા મળતી નથી. આ સર્વેમાં એક અપવાદ રૂપ અમને મુબઇ જૈન યુવક સ ́ધની પ્રવૃત્તિ જણાઇ છે.
મુંબઇ જૈન યુવક સંધ તરફથી પોતાના કામની ઉન્નત્તિને અથે અનેક પ્રવૃત્તિએ ચલાવવામાં આવે છે. સત્તર વર્ષ ઉપર આ સંધ સ્થાપવામાં આવ્યા હતા. જેનામાં અયોગ્ય દીક્ષા સામે પ્રચંડ આંદાલના ચાલી રહ્યાં હતાં તે સમયમાં આ સંધ સ્થાપવામાં આવ્યા હતા. એટલે સધની સ્થાપનાથી જ પેાતાની કામનાં નાનાં અણુસમજુ બાળકાને, તેમની ઇચ્છા કે અનિચ્છાને વિચાર કર્યાં વિના, કેટલાક સત્તાધારી જૈન સાધુઓ અને તેમને ટેકા આપનારા જેના તરફથી, બળાકારે દીક્ષા આપવાના જે ત્રામ જૈન સમાજમાં પ્રવતી રહ્યો હતા, અને જેને પરિણામે વડાદરા રાજ્યમાં બાળદીક્ષાપ્રતિબંધક કાયદા કરવા પડયા હતા, તેની સામે આધે જબરદસ્તી મારચો માંડયેા હતેા.
પયુંષણ વ્યાખ્યાનમાળા અને પ્રબુધ્ધ જૈન' નામનુ પાક્ષિક પત્ર એ આ સંધના મુખ્ય પ્રચારકાર્ય ગણાય. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જેને કરતાં જૈનેતરા પાસે વધારે સંખ્યામાં વ્યાખ્યાના અપાવવામાં આવે છે અને વ્યાખ્યાનના વિષયે પણ બહુ ઉદાર અને વિશાળ દ્રષ્ટિથી પસ ંદ કરવામાં આવે છે. ‘ પ્રબુદ્ધ જન ’ એ. કામી પત્ર હાવા છતાં રાષ્ટ્ર અને સમાજના લગભગ સવ અગત્યના પ્રશ્નોની વિશાળ, ઉદાર અને પ્રગતિની દૃષ્ટિએ તેમાં ચર્ચા કરવામાં આવે છે. જૈન સમાજ એ મુમસ્ત રાષ્ટ્રનું એક અંગ છે અને સમસ્ત રાષ્ટ્રના કલ્યાણની દૃષ્ટિએ જ કામના પ્રશ્નોના વિચાર થવું જોઇએ એ જ દૃષ્ટિ એ પત્રમાં રાખવામાં આવે છે,
તા. ૧૫-૮-૪૬
યુવક સંધ તરફથી ભરવામાં આવેલી એ જૈન યુવક પરિષદનાં રાવેાએ જૈન સમાજની રૂઢ મનેદશા પલટાવવાના ભારે પ્રયત્ના કર્યાં હતા. સુભાગ્યે આ સધના ક્રાન્તિવાદી યુવાને જૈન સમા જના પ્રૌઢવયના આગળપડતા વિચારો ધરાવતાં અનેક સ્ત્રીપુરૂષને સારા ટકા મળી રહેલા છે.
આ સંધની એક પ્રવૃત્તિ ખાસ લક્ષ ખેંચે તેવી છે, અને તે જૈન સમાજનાં જરૂરીયાતવાળાં કુટુંખેને આર્થિક રાહત આપવાની વ્યવસ્થિત યેાજના છે. જૈન સમાજનાં એવાં કુટુબેને છૂટક છૂટક એવી રાહતેા-પાળના શ્રીમત આગેવાન તરફથી, મિત્રા અને સંબધીઓ તરફથી, મહાજનના કેટલાક સ’ચાલો તરફથી—એ કુટુબેને ખબર ન પડે તેવી રીતે આપવાના રિવાજ ઘણાં લાંબા વખતથી પ્રચલિત છે. ખીજી કોઇ પણ કામ કરતાં પારસી કામના એક માત્ર અપવાદ સિવાય—એ બાબતમાં જૈન સમાજ સ્તુત્ય સેવા કરે છે. પરન્તુ એ સર્વ કાયવ્યવસ્થિત રીતે થતું નથી. મુંબઇ જૈન યુવક સધ તરફથી એ કાયાઁ માટે હુ વ્યવસ્થિત કાય થાય છે, અને હાલ રેનિંગના સમયમાં પણ એ જાતની રાહત વ્યવસ્થિત રીતે ચાલુ હાવાથી અનેક આબદાર પરંન્તુ આર્થિક સ ́કડામણુમાં આવી પડેલાં કુટુંબને મેાટી રાહત મળ્યા કરે છે.
માંદાની માવજત માટેનાં સાધન પૂરાં પાડવાની યોજના પણ સધ તરફથી ચાલે છે. જૈન સમાજમાં સ્રોપુરૂષોને ખીચ્છ કામેાનાં નામાંકિત સ્રીપુરૂષા, સામાજીક કાય'કરા અને રાજકીય ક્ષેત્રના આગેવાનેાના સપર્કમાં આવવા માટે અનેક સમારંભે યેાજવામાં આવે છે એ પણ કામને માટે સારી યોજના છે. ઘણી કામી સસ્થાએના વિચાર અને આચારનુ ક્ષેત્ર તે કામના ક્ષેત્રમાં જ મર્યાદિત બનેલુ હાય છે અને પેાતાની કામ ઉપરાંત આ વિશાળ દેશમાં અનેક આગેવાન અને અનુકરણીય જીવન ગાળનારો પુરૂષ વગે છે એનુ વિસ્મરણ થયેલુ હાય છે તેવી કામી સસ્થાને જૈન યુવક સધની આ પ્રવૃત્તિ દૃષ્ટાન્ત લેવા લાયક છે. કોઇ પણ કામ એ તો દેશની સમસ્ત પ્રજાનું-નાનું કે માટું-અંગ જ છે, પ્રગતિ તે સમસ્ત પ્રજાએ સાથે કરવાની છે, એવી વૃત્તિ કેમી સ’સ્થાએમાં જાગ્રત રાખવાની બહુ જરૂર છે.
આ સંધના અ ંતિમ હેતુ જૈનાના બધા વાડા પીટાવી દેવાના ત્રણે ીરકાઓને જોડી દઈ એક જ જૈન કામ સ્થાપવાના છે અને એ દિશામાં પ્રયત્નો થતા રહે છે. સામાન્ય રીતે, કાઇપણ પ્રકારની કામી સસ્થાઓના કાયના ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવતા નથી. સાવજનિક હિતની જે કાઇ પ્રવૃત્તિ ન હાય તેને અમારા આ પત્રમાં સ્થાન મળેલુ નથી. અમારાં સિદ્ધાંત તરીકે એવુ માનવુ છે કે કામી 'સ્થાએ સમસ્ત દેશની સા જનિક પ્રગતિને અવરોધ કરનારી છે. આપણા સમાજમાંથી જ્ઞાતિ કે કામેા નાબૂદ થવા માટે જ્ઞાતિ કે કામી માનસ-Caste or Community con#ci ousness નાબૂદ થવું જોઇએ જ્યાં સુધી જ્ઞાતિની કામની સંસ્થાએ ચાલ્યા કરશે, ત્યાં સુધી આવી સ્થિતિ થવાને સંભવ નથી. તેમ છતાં જૈન યુવક સંધના આદર્શો, તેની વ્યવસ્થાના નિયમે, તેના સંચાલકોનું ક્રાન્તિકારી માનસ તેની અત્યાર સુધીની પ્રવૃત્તિઓ અને અ'તિમ ધ્યેય લક્ષમાં લેતાં, અમને લાગે છે કે, આપણા પ્રાન્તની સર્વ જ્ઞાતિની કે કામી સસ્થા કરતાં મુંબઈ જૈન યુવક સધ્ધ વિશેષ પ્રગતિને પંથે પગલા માંડી રહ્યો છે.
અમે એ સસ્થાની ઉત્તરાત્તર ઉન્નતિ ઈચ્છીએ છીએ.”
મુંબઇ જૈન યુવક સંઘને શી રીતે મદદ કરી શકાય ?
પ્રબુદ્ધ જૈનના ગ્રાહક અનેા; રાહત પ્રવૃત્તિમાં નાણું આપે.
વાંચનાલય પુસ્તકાલયને મદદ કરો: પર્યુષણ વ્યાખ્યાનમાળાને આર્થિક ટેકો આપે, સંધના ચાલુ નિભાવ ખર્ચ માં પુરવણી કરે.
સંઘના આદર્શ અને અધારણ ખરાબર સમજીને સંધના સભ્ય બને.
શ્રી મુંબ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨