SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુદ્ધ જૈન ખાવાનુ હાય કે રૈયતની વાર કરવાનું હાય? ઊઠે, ઊભા થા. ખાવાનુ નામ લેતાં લાજ ! આ કાળી ચીસાં નથી સભળાતી કે મૂઆ તને ખાવાનું નામ સાંભરે છે? જરા તે શરમા ! એડિયાં ને કાતરાં લાજે છે!! તારી ક્રાટકાટ થતી જુવાની લાજે છે! જરા જાત સામું જો !' એક વાતની સે। સાત, કે ખાધા વિના ડગલુંય નહિ સ’ચરાય. ખાવાનુ સાંભયુ" એટલે ખાધા વિના જાવામાં સાર નહિ નીકળે, ઝટ ટીપી નાખતે એક રેટલા, શુ' વાર' લાગી જાવાની છે? નાહકના ખેાટીપે તુ કર !! ઠીક જમાદાર ! તારા દિલમાં ખુટામણનુ' ફૂડું પાપ જાગ્યુ લાગે છે. નીકર આમ કાંઇ હાય! થોડા પૂલેલની પેઠે પાણીમાં એસી જા! ત્યારે તુ નિરાંતે ખાજે. હું નહિ રેશકાઉં. જાઉં છું. તમાચી જમાદારની દીકરી અને આલમ ગામેતીની ઘરવાળીથી થાકું શિરામણુના ચાનકા શેકવા આવે ટાણે રાકાવાશે ? રાયા પેટભરા, તે તા ગામની સલામુ લજવી! ખળાના ગરીબ ખેડુના દીધેલા દાણા બગાડયા !' લાટની સડલી છૂટી આલમના માથામાં મારી તેની કુહાડી લઇને તે બહાર નીકળી ગઇ. જતાં જતાં કહેતી ગઇ કે, ‘જમાદાર, અલ્લાખેલી! હવે રામરામ છે–આ પહેલા ને છેલ્લા મેળા !' “ આલમ ફાટી આંખે ચંડિકા જેવી રાણીને જાતી જોઈ રહ્યો ! ગમે તેમ હાય પણ આજે આલમ તે આલમ નહાતો. કાં તે અમલ દ્વારાની ખુશામતભરી નેાકરી પછી તેનું પાણી મરી ગયું. હાય, કે બીજાની દેખાદેખીથી કાં તે જિજીવિષાની ભૂખ જાગી હાય, કે કાં ત તેગાએ તેને સાધી લીધા હાય ! ગમે તે હાય, પણ આજે રાણીને જવાંમા મરદ આલમ મરી ચૂકયા હતા. ગામની મહબ્બત, લોકોની લાગણી, તેના પેટમાં પડેલું ગામનું ધાન-બધુ તે ભૂલી ગયા! પતે રાણીના ગૌરવવંતા પારસવા મરદ હતા તેય ભૂલ્યા. તેની જુવાનીનુ ક્ખમીર અને રાણીની આશા એક સાથે ભાંગીને ભૂયૅ થઇ ગયાં. એ કયાંય સુધી રાણીને જાતી જોઇ રહ્યો, પછી ધીમે ધીમે ઉયે. અને કાઇ ખતરનાક આરત છે ને! સાલી બેગમજાત ! મરવા દે! ખાપેય આમ જ માઁ તે!” આમ ગણગણતાં ગણગણતાં તે ડેલીની બહાર નીકળી ગયો રાણી માતાના મંદિરે પહોંચી અને જોયું અભરામ ખેા, કપુર પારેખ અને લખમણ પટેલને તાગે ડરાવવા માટે તરવારના ધેાંકા મારતા હતા. એટલે તેણે પડકાર કર્યાં કે, તેગા, બાપ, આ નથી શાભતુ ! દેરડી તેા તારા બાપનું ગામ, એની એટલી આબરૂ તે રાખ અને ખમૈયા કરી. પાછા વળી જા, ભાઈ મારા ! વતન માથે વેરી અને મા! મલકને મદષ્ટ થા મા! ‘ખાપનુ’ ગામ છે ઇ તે જાણ્યુ, એની કાણુ ના પાડે છે ? ત્યારે ભાઈએ ભાગ હાય ને ? આજે ભાગ લેવા આવ્યો છું. ધોળે દીએ ભરબજારે મારી બાયડીની આબરૂ ઉપર ગઢવાળાએ હાથ નાખ્યો ત્યારે ગામવાળા બધા મારા ભાઈ કર્યાં ગયા હતા? ગામે મારી શું આબરૂ રાખી છે કે મારે આજે તેની રાખવાની હોય ? બિચારી દેવુ તે ગામની વચમાંથી આંભરડી ખાંભરડીને ગઈ, પણ આખા ગામમાંથી કાઇ મૂઠી ધાનનાં ખાતલે તે ગભરની આબરૂની ધા સાંભળી ? સાલા નમાલા ! આ થવા આવ્યા છે! એવા ધાન-બગાડાને ન મારૂક તે પૂજા કરૂ? એ તા ઠીક, પણ આજે ગામમાં શુ કાઇ મરદ નથી મૂએ કે તને આઇ-માણસને આગળ કરી છે? કયાં ગયા પૂછ જેવી મોટી મૂછવાળા ગામના દરબાર ? કયાં ગયા. અમલદારની આડશમાં ગરીમાને રખડાવનાર તારા બકકથા કટ્ટો સધી ? કયાં ગયા મેટાં એડિયાં નૈસતસતી ઉરૈબ અને સુરમેલ આંખવાળા પારકી ઐયરના થનારા રંગીલા, માટી ? શું બધા ખાયડીની સેડમાં ભરાણા છે કે તારે આજે મારા જેવા માં—બન્યા બૃહારવટિયા પાસે આવવું પડયું. અમને મળીને છેતરવા માટે તે નથી માકલી ને ? પણ રાણી, ખેાન, એ દી ગયા. જ્યારથી દેવુએ દરબારને ઓરડે પુરાઇ આબરૂ માટે પ્રાણ કાઢી આપ્યો અને મારે નસીબે આ રખડપાટ આવ્યો ત્યારથી તા, માવડી, તા. ૧-૧-૪૬ દુનિયાના બધા રંગ,.બધી મમતા ભૂલ્યો છું. માટે હાલી જા, મારી બેન ! હાલી જા, પછી હેમખેમ ! નાહકના જો કોઇ અવડચવડતુ વેણુ ખેલશે તે મને કપાળમાં કાળી ટીલી લાગશે! જા` માવડી, ધરે એક્લ્યા તારા ધણી ભૂખ્યાં હશે, તેને રોટલા ખવરાવી-પિવરાવીને મેકલજે એટલે અમે હિસાબ પતાવી લશું ! ભાડાની રમત્યુંમાં બાયડીનું કામ નહિ. જા, મારી માન, જા. તારા સધી આવશે ત્યાં સુધી નહિ ખસું. સાબદો કરીને મારા બનેવીને મોકલજે એટલે કાપડુ’ દઇ મેલીશ. હમણાં જા ! ‘સમજી, ભાયડાને શિરામણ, સાંભરે, દરબાર ડેલીએ ભરાય અને જુવાનિયાઓને જીવવુ વા'લુ' થઇ પડે, એટલે જ બક્ષેાયાંવાળીને આમ કટાણે નીકળવું પડે તે ગભરા મા, દરબારના વેરની ભઠ્ઠીમાં રાંકડી રૈયતને શેકી નાખતાં તને અરેરાટી નથી થતી તે પછી બાયડીજાતની યા ખાવાની શી જરૂર? મારા બેઠાં ગામમાં તારાથી જુલમ નહિ થાય. આ બાનને છેડી દે, નાહકના ટેટા ફાટી પડશે ! 2 રાણી, ધર ભેગી થઈ જા, અમને અમારૂ કામ કરવા દે. તને એન કીધી છે તેા તાસ ધણીનુ નામ નહિ લઉં. અટલું' માં વેણુ છે. રૈયત તે રાજાનું નાક કહેવાય, એટલે નાક દબાવીએ તે જ મેહુ ઊધડે !” ‘તેગા, તને દરબાર સાથે વેર, એને બદલે રાંકડી રૈયત ઉપર સુરસાંઢ થઈ આવ્યા છે. એમાં કાંઇ તારી મરદાઇ નથી. તેગા જેવે તેગા થઇ દેડકાં શુ ડાંભ છે ! ત્રાટકને દરબારની ડેલી ઉપર ! ત્યારે . આડી નહિ આવું, પણ ભાઇને પડખે દેવોનનું વેર લેવા ઊભી રહીશ. પણ આ કાળા કામે મુકી દે. આમાં સાર નહિં. કાઢે !' ‘એટલી બધી વાત છે? બાયડીજાતની મરજાદ રાખતા હતા ત્યાં તે તે' હદ વટાવી ! ભાણુ, જરા આ લપને વળાવી દે! એમ લવારા નહિ મૂકે ! ' ભાણું રાણીનું કાંડુ' પકડવાં જાય છે ત્યાં રાણી તેના પગના નળામાં કુહાડી મારે છે, એટલે તે ચકરી ખાઇને પડી જાય છે. ત્યાં તે કપૂર પારેખ અને અભંરામ તેગાને પકડી પછાડે છે. રાણી કુહાડીને * ધા કરી તેને જમણા હાથ જોખમી નાખે છે. લખમણ બીજાના માથામાં લાકડીના ઘા કરે છે. નબળાઇ કે બહાદુરીને ચેષ કાઇ વખતે તે એવા લાગે છે કે કલ્પેલી બાજી તદ્દન પલટી જાય. જ્યારે કાઇ મરદ માયાની પરવા વિના ઝૂઝે છે ત્યારે આજુબાજુના પણ મરણિયા અને છે, જ્યારે કાઇ ભી પીઠ બતાવી ભાગે છે ત્યારે તેના ચેપ પણ તેવા જ લાગે છે. માખરાને આદમી શુ' કરે છે તેની ઉપર બધો આધાર હાય છે. રાણી અને બીજાને મરદ બનતાં જેઈ ખીજા ગામવાળાએ ... પણું બહારવટિયાની ઉપર તૂટી પડે છે. તેગા અને તેના પાંચ સાથી ઘાયલ થયેલા બે સાથીઓને પડતા મૂકી ભાગે છે. રાણી ગુપચુપ ધરે જઇ ડેલીની સાંકળ બંધ કરીને એસી જાય છે. થોડી વારે આલમ આવીને ડેલી ખખડાવે છે. રાણી જવાબ આપે છે કે, 'ડેલી નહિ ખૂલે, જમાદાર ! હવે આ ઘરમાં તારૂં બેસણું ન હોય ! કાઇ વાણિયા-ભામસુની કે કાળી-વાધરીની નમાલી છેોકરી ગાતી લે ! ખાઇ-પીને પરવાર્યાં એટલે બાયડી સાંભરી? હવે રાણીના લાળા છેડ! ગામને માથે જ્યારે આત આવે ત્યારે જ શિરામણુ સાંભરે એવા પેટભરા રાણીને મરદ ન હાય! પાછા વળી જા, તું ઘર ભૂલ્યા! વતન માથે આફત આવી ત્યારે ધાન સાંભર્યું ? ગરીબાએ કકળતી ધા નાખી ત્યારે પેટના ખાડે! ભરવા સૂઝયા ! જે ગામે તને પાયે તે ગામ સાથે આવી ખુટામણ ? પાછા વળી જા, બેલીડા, પાછે વળી જા! આપણા સબવનાં આયખાં - પૂરાં થયાં. આટલી જ લેણાદેવી ! હું તે તારી મૂછના આંકડા અને એડિયાંથી છેતરાણી હતી કે તુ... માથાની રમત રમનારા કાઇ માણીગર હઈશ, ગામની ભીડ ભાંગનારા ખરા કોટવાળ હશ, શુદ્ધ સધીની એટલાદ હશ, અને એમ જાણીને તે મેં તારૂ ઘર માંડયુ, અંગતી એબ દેખાડી, ઓળખીતામાં અળખામણી થઈ. પણ ભૂંડા ! આવી ભેાંઠામણુ આપવીતી ? આવું ખુટામણુ કરવું” તું ? હુ કાને મેઢું બતાવીશ ? જા, સ ંધી, જા, ભારાં ગાતર ગળે તે પહેલાં સમજાણુ એમ ડી
SR No.525931
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1946 Year 07 Ank 17 to 24 and Year 08 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1946
Total Pages220
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy