SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રશુદ્ધ જૈન જૈન ઇતિહાસનું નવું પાનુ શ્વે. મૂર્તિ પૂજક બની ૧૬ મી કોન્ફરન્સનુ* મુંબઈમાં મળેલુ અધિવેશન, એ જૈન ઇતિહાસ તથા સંસ્કૃતિની તવારીખમાં અમર બની. રહેવાનું. સામાન્યત; જ્યારે જ્યારે આવાં અધિવેશને મળે છે ત્યારે સમાજોપયેગી ઠરાવોની હારમાળાઓ પસાર થાય છે; જનતા તાલીઓથી આવા ઠરાવોને વધાવી લે છે; તે સમાજ સગઠ્ઠનના ઉત્સાહી ઠાઠ અને * વચ્ચે અધિવેશન સંપૂર્ણ` થાય છે. પરિણામે સમાજનુ ઘેડુ એકીકરણ થાય છે અને એકાદ ન્હાની શિક્ષણ સંસ્થા જન્મ લે છે કે વેગ પામે છે અને જનતાને સધદર્શનને સતેષ મળે છે. પરન્તુ ગેવાલીઓ ટૅન્કમાં મળેલું આધિવેશન તે એક નવલ ઇતિષ્ઠાસ' સર્જન કરે છે. ઐકય સમિતિએ જે બે ઠરાવો ઘડી જનતાની સમક્ષ મૂકયા હતા તે વિચાર માંગી લે છે. એક દીક્ષા વિષયક પ્રસ્તાવ હતા અને બીજો પ્રણાલિકા પરપરાથી ચાલી આવતા જૈન અનુલ્હાના સંબંધમાં હતા. વડાદરા રાજ્યે કરેલ દીક્ષા સબંધી કાયદાને કેન્ફરન્સની મુંબની સ્થાયી સમિતિ તરફથી ઇ. સ. ૧૯૩૧ માં અનુમાદન આપવામાં અવેલું તે અનુમેાદનને તેમજ દીક્ષાને લગતા કોન્ફરન્સે આજ સુધીમાં કરેલા બધા ઠરાવોને રદ કરતા એક પ્રસ્તાવ એકય સમિતિએ ઘડી કાઢયે હતેા અને તે આ અધિવેશનમાં રજુ કરવામાં આવ્યા હતા. બીજો ઠરાવ એ મતલબના હતા કે દેશ, કાળ, ભાત્ર લક્ષ્યમાં લીધા સિવાય અને ચેગ્યાયેાગ્યને કશાજ વિચાર કર્યાં સિવાય જૈન પ્રણાલિકાને અનુસરવી અને તેમાં કાષ્ટ કાર્યસાધક ફેરફાર કરવાને અવકાશ ન આપવો. ખુબ ગવાયેલા અને ચર્ચાયેલા એ બે પ્રશ્નો અત્યન્ત વિવાદાસ્પદ્ હતા, અને જે વિશાળ જનમેદની હાજર રહી હતી તેનુ કારણ પણ આ પ્રશ્નો જ હતા. જનતા પાસે એ દૃષ્ટિબિન્દુ સ્પષ્ટ રજુ કરવામાં આવ્યા, એક તે એ કે સમાજના શ્રીમન્ત અને જુનવાણી પક્ષને જેમને તેમ અક્ષરશઃ સહકાર મેળવવો હાય તે રજુ થયેલા ઠરાવ પસાર કરવા. બીજું એ કે જો આ ઠરાવો પસાર થશે તે પુન: . અયેાગ્ય દીક્ષાઓના દરવાજા સદંતર ઉધાડા થશે અને પ્રતિપળે પ્રગતિ કરતાં જંગતમાં જૈનસમાજ સ્થગિત થશે. કાણુ જીત્યું અને કાણુ હ્રા" તથા કાને કેટલા મત મળ્યા એ સવાલ મહત્ત્વના નથી; પરન્તુ જૈનસમાજ વમાન યુગમાં કયાં ઉભા છે? જૈન સમાજના વિશાળ ભાગનુ માનસ શુ ચ્છી રહ્યું છે? પ્રાગતિક દિશા પ્રતિ સમાજનું કૈટલું વલણુ છે? અને સમાજ ધમ ને માત્ર ક્રિયાકાંડ પુરતો જ પૂરી રાખવા માગે છે કે જીવનની દૈનિક ક્રિયાઓમાં એતપ્રેત બનાવી પ્રમાણિકપણે જીવન જીવવા માગે છે? આ પ્રશ્નો મહત્ત્વના છે અને નોંધપાત્ર છે. જુદે જુદે સમયે સમાજજીવનના વહેણમાં જે . દિશાસૂચક અને ` સર્વાંગ્રાહી ફેરફાર ચાય છે તે. અત્યંત મહત્ત્વના બને છે, જૈન ઇતિહાસ સાક્ષી પૂરે છે, કે પ્રત્યેક તીથંકરે માત્ર પુ ંગત તીથ કરનું અનુસરણ જ કર્યુ” નથી પરંતુ દેશ, કાળ અને જનસમાજની ભાવના મુજબ ફેરફાર કરેલ છે. જે કાળે જે જરૂરિયાત પ્રગટે છે તે ધમના એક મહત્ત્વને ભાગ અને છે. દૃષ્ટાંત તરીકે હિંસાના યુગમાં ભગવાન મહાવીરે અહિંસાને મહદ ધર્મ ઉપદેશ્યા, હિંદુ ધર્મના આપતકાળે શિવાજીએ યુદ્ધને ધ મનાવ્યા, શ્રીકૃષ્ણે અર્જુનને પોતાના જ ગુરૂજતા સામે હથિયાર ઉપાડવાનો આદેશ કરી તેને ધર્માં મનાવ્યા. માંધીજીએ રાષ્ટ્રને લક્ષી ધમ ઉપદેશ્યા છે. એટલે પ્રત્યેક સક્રાન્તિ કાળે ધમના મૂળ સિદ્ધાંતા એક રહેવા છતાં તેના અનુષ્ઠાતામાં સમયાનુસાર ફેરફાર કરવાને અવકાશ છે. ધમ કેાઇ એવી જડ અને રૂદ્ર વસ્તુ નથી કે જેમાં દેશ, કાળ અને તે તે સમયના સમાજની જરૂરિયાતને અનુલક્ષીને કાઇ જ ફેરફાર ન થઈ શકે, અહીંજ જૈન ઇતિહાસની મહાન તવારીખ ઉઘડે છે. એક પક્ષ કાષ્ટ પણ પ્રકારના યુગાનુકુળ ફેરફાર કરવાની સ્પષ્ટ ના પાડી ચૂસ્તપણે તા. ૧૫-૪-૪૫ પરપરાગત ક્રિયાકાંડને વળગી રહેવા કહે છે જ્યારે બીજો સમજી તથા વિચારક વગ કહે છે, “ભાઓ ! સમજો !! યુગ કહે છે કે માનવતા રૂઢીચુસ્તપણામાં નથી, પરન્તુ સમયધમ સમજવામાં છે અને તેજ સાચા ધર્મો છે.” મળેલા અધિવેશનમાં હાજર રહેલા જનસમાજ પાસે આટલા જ પ્રશ્ન હતા કે તેઓ આર્થિક, વ્યાપારિક, વૈજ્ઞાનિક અને બૌધ્ધિક પ્રગતિ માગે છે તેમાં નવી નવી શોધ તથા વ્યાપકતાને આવકારે છે; ત્યારે માત્ર શું ધર્માં જ એક એવુ પ્રતિબંધિત સરાવર બતી રહે છે કે જેમાં કાઈ યોગ્ય ફેરફારને પણ અવકાશ નથી ? હાજર રહેલાઓએ આ અતિદ્વાસિક પ્રસંગે ખરે જ નોંધ લીધા જેવા અને મહત્ત્વના ભાગ ભજવ્યો છે. જનોએ અય સમિતિના ઠરાવેા ફગાવી એ પુરવાર કર્યું" છે કે તે વત માન જગતી, તેના ફેરફારાને, તેની પ્રગતિશીલતાને પીછાને છે અને તે પણ રાષ્ટ્ર તથા વિશ્વ સાથે જ પ્રગતિ ઇચ્છે છે. આ રીતે આ અધિવેશન ઐતિહાસિક અને છે, અમે જૈનસમાજની પ્રગતિ ભાવનાનું પૂરક બને છે. સુનિલાલ કામદાર આપણા ધર્મ યુવકાએ પોતે જીત્યા છે એમ સમજી ફુલાવાનું કારણું નથી, પણ આપણા પ્રત્યે જે સહકાર જૈન જનતાએ બતાવ્યા છે એ હમેશને કાયમ રહે અને જનતા આપણી સાથે સહકારથી જોડાઈ જાય તેને સારૂ જનતાના સમાગમમાં આવવાનો તેની સેવા કરવાના તેના સુખદુઃખ જાણવાના, અને તેને સારૂ આપણાથી બને તેટલો સમય એ દિશામાં વાપરવાના આપણા ખાસ ધમ બને છે એ આપણે ખરેખર સમજી લઇએ, જે પક્ષની હાર થઇ છે, તેમને પણ સમાજતી સેવા કરવાની મનેાભાવના છે તમન્ના પણ છે. તેમને હું વિનંતિ કરૂ ́ કે સમાજને આર્થિક ઉદ્દાર થાય, સમાજના દુઃખદર્દીની 'સારવાર થાય, સમાજના – ભાઇઓને સુખસગવડવાળાં રહેવાનાં મકાને મળે, તેમનાં બાળકોને અભ્યાસ કરવાનાં પૂરતાં સાધના મળે એવી સમાજ ઉદ્ધારની યોજનાઓ તૈયાર કરી એમાં પેાતાની લક્ષ્મીના તેઓ સદુપયોગ કરે. છત કે હારના કારણે કેાઇએ પણ અભિમાની કે હતાશ થવાનો જરૂર નથી. સમાજનો સેવા કરવાની આપણી સૌની વૃત્તિ હાય તે યુવકેાએ અત્યારથી જ એ દિશામાં કાય કરતા થવું જોઇએ અને શ્રીમતાએ અને આગેવાનીએ પણ જરૂર એજ દિશામાં પ્રયાણ કરવુ* જોઇએ એમ મારી સૌને વિનતિ છે. મણિલાલ માકમચ’દ શાહ સમગ્ર જૈન સમાજની કોન્ફરન્સ (જૈન શ્વે. મૂ. કાન્ફરન્સમાં પસાર થયેલે ઠરાવ) (અ) વિશ્વવિગ્રહ સમાપ્ત થતાં દુનીયાભરમાં રાજકીય, સામાજિક આર્થિક, વ્યાપારિક ઔદ્યોગિક સ્થિતિને સ્પર્શતાં જે લાભાલાભ થાય તેતેા. વિચાર કરવા અને સમસ્ત જૈન કામનું હિત જળવાય તેવા સવાલોની અભ્યાસપૂર્ણ ચર્ચા કરી સમાજનું ધ્યાન કેન્દ્રિત કરવા અને તેને માટે યેાગ્ય પગલા લેવા વાતાવરણ તૈયાર કરવા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજ એને આ કૅન્ફરન્સ ભારપૂર્વક ભલામણ કરે છે. (બ) તે સાથે જ, સ્થાનકવાસી તથા દિગમ્બર જૈન બધુએ પણ તેવા પ્રશ્નોની ચર્ચા કરી યોગ્ય ભુમિકા તૈયાર કરે તે માટે તેમની સસ્થાને આગ્રપૂક ભલામણ કરે છે. (ક) અને તેવા પ્રશ્નોમાં ત્રણે પીરકાઓના સર્વ સામાન્ય પ્રશ્નોને વિચાર કરી સમસ્ત જૈન કામનું હિત જળવાય તેવાં પગલાં લેવા માટે જેમ બને તેમ જલદી ત્રણે ક્રિકાનું એક સંયુકત સ ́મેલન કરવા માટે ત્રણે ક્િરકાઓની સસ્થાઓને આગ્રહપૂર્વક ભલામણ કરે છે, (ડ) એવા સયુકત સંમેલનમાં કાઇ પણ ફિરકાના અંગત વિવાદગ્રસ્ત પ્રશ્નો સિવાયના ફ્કત સર્વ સામાન્ય પ્રશ્નોની વિચારણા કરી સમસ્ત જૈન કામની ઉન્નતિ થાય એ પદ્ધતિએ કામ કરવા ભલામણ કરે છે. શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણુસ્થાન : સૂ`કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
SR No.525930
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1945 Year 06 Ank 17 to 24 and Year 07 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1945
Total Pages190
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy