________________
તા. ૧-૧-૪૫
પ્રબુદ્ધ જૈન
યુગધર્મ અને આત્મવિશ્વાસ
(સાધ્વીછ શ્રી ઉજવલ કુમારીજીના એક વ્યાખ્યાનના સક્ષિપ્ત સાર ) યુગધ` એટલે આજના યુગને ધર્મો, કદાચ કાને પ્રશ્ન થાય કે શું ધમ યુગે યુગે બદલાતા હશે? નહિ જ. ધમ તે એક છે, ધર્મો કાષ્ટ કાળે બદલાતા નથી અને બદલાશે પણ નહિ. ફેરફાર થાય છે. ફ્કત એનાં સાધનામાં—દેશ કાળ અનુસાર સાધનેામાં અવશ્ય ફેરફાર થા જ જોઇએ.
ઋતુઓ બદલાય છે, અને જેમ ખાનપાનમાં ફેરફાર થાય છે— શિયાળે આવે છે અને ગરમ કપડાં અંગ ઉપર ધરાય છે.-એટલે કે ઋતુગ્માનાં પરિવત ને જીવન વ્યવહારનાં સાધનામાં ફેરફાર જરૂરી છે, તેમ ધર્મના સાધનેામાં પણ કાળ બદલાયે પરિવર્તનની આવશ્યકતા છે. વિવેકાનંદે કહ્યું છે કે યુગની સાથે એના હીત રિવાì ખદલાવા જ જોઇએ.
ભક્તિયુગની પણ એક યુગ હતા. કખીરમીરાં એ યુગનાં પ્રધાન સંત હતા મહાવીર અને બુદ્ધ જ્ઞાન ચેાગી હતા. રાજયોગને પણ એક સમય હતા. આજના યુગ છે કમ યુગને આજના યુગને નિષ્કામ ક યોગની જરૂર છે. નિષ્કામ-કમ એટલે સેવાધ આજના યુગની વિષમતા
જ્યારે સમાજ સ્થિતિમાં વિષમતા વધી જાત્ર છે ત્યારે કમ યાગની જરૂર રહે છે. સમાનતા હૈાય ત્યાં એની જરૂર નથી. જ્યાં બધા સ્વતંત્ર હોય—બધા સુખી હોય ત્યાં ભક્તિયોગ જરૂરને છે, અત્યારે જગતમાં વિષમતાનુ જોર વ્યાવેલું છે એ વખતે ક યાગની જરૂર છે. વિષમતાને ટાળી સમભાવ–સામ્યભાત્ર પ્રાપ્ત કરવા એ આજને યુગધમ છે.
માનત્ર-માત્રની સાત્રિક સમાનતા ચવી અસંભવિત છે. એના એ કારણેા છેઃ—
(૧) ક્રમ ભેદ–જૈન સિદ્ધાંત એમ કહું છે કે દરેકને પોતાના કર્માનુસાર ફળ ભેગવવા જ પડે છે. તે પછી સાર્વત્રિક સમાનતા સંભવે જ કેમ ? દરેક માનવ માત્રના કમ ભિન્ન ભિન્ન હોય છે. તદનુસાર એને એ મુજબ જીવનની સામગ્રી પ્રાપ્ત થાય છે..
(૨) બુદ્ધિનુ’ તારતમ્ય,—દરેકને સરખુ′જ મળે એવી જો વ્યવસ્થા હાયતા વધુ મજુરી કરનાર કે વધુ બુદ્ધિનો ઉપયોગ કરનાર અને ઓછી આવડત ધરવનાર જેટલું જ પ્રાપ્ત કરે. ત્યારે એને એમજ થાય છે કે અમારે અમારી શકિતને વધુ ઉપયોગ શા માટે કરવો ? આમ જોતાં કાઇ કાળે સાર્વત્રિક સમાનતા સંભવિત નથી જ, પરંતુ અત્યારે જે પ્રકારની વિષમતા વ્યાપેલી છે તેમાં સમાનતા લાવવાની જરૂર છે જ. આજની વિષમતા કેવી છે તે આપણે જોઇએ.
(૧) એક માણુસ અધિકમાં અધિક શ્રમ કરે છે—અને બીજી તરફ એક માસ અધિકમાં અધિક આરામ બેગવે છે.
(૨) એક માણસ ક્ષુધાથી પીડાય છે. બીજી તરફ બીજા માણુસને જરૂર કરતાં અધિક ભોજન મળે છે.
(૩) એક તરક સત્તાની જમાવટ થઇ રહી છે, બીજી બાજુએ અનેક પ્રજાએ ગુલામી નીચે હુદાઇ રહી છે. આ બધી આજના યુગની વિષમતા છે. એ વિષમતાને દૂર કરવી એ આજના યુગધમ છે. આત્મવિશ્વાસ,
આ યુગધર્મના પાલન માટે સૌથી વધારે જરૂર છે. આત્મવિશ્વાસની, તેત્રીસ કરેડ દેવતાઓ હિંદુસ્થાનમાં છે એમ કહેવામાં આવે હૈં, તેત્રીસ કરેાડ દેવતાઓ કે ચેવીસ તીથ કરો જે કહેા તે બધી શકિતમાં તમને શ્રદ્ધા હોય પણ તમારામાં આત્મવિશ્વાસ ન હોય તે મે કશુ' કાનુ` નથી. સૌથી પ્રથમ પાતામાં આત્મવિશ્વાસ હાવા જોઇએ.
ટેરીઆ નામની એક અંગ્રેજ સાધ્વી હતી. એ આર્થિક દૃષ્ટિએ ગરીબ હતી પરંતુ એમનું હૃદય ગરીબ ન હતું. પણ શ્રીમત હતુ. એક દિવસ એણે વિચાયુ અે અનાથ બાળકો માટે કાં! સાધતા કે સગવડે
નથી તેા એક અનાથાલય ઉભું કરવું. આ વિચાર તેણે પોતાના પાડેાશીને જણાવ્યો. પાડે।શીએ કહ્યુ- આ તમે શું કહા છે? તમારા પોતાને નિર્વાહ માંડમાંડ ચલાવે છે અને ત્યાં આનાચાલય કર્યાંથી ઉભું કરશે? તે સાધ્વીએ ધીમા સ્વરે ઉત્તર આપ્યા કે ક્ષમરી ખાત સાચી છે, પરંતુ મારી પાસે ત્રણ મહાર' છે. 'એથી એ “કાય થઇ રહેશે. હું જ્યાં સુધી મારૂં” જે કાંઇ હાય તે જાળવીને કાંઈ કરવા માંગીશ ત્યાં સુધી કંઇ નહિ થાય. હું અને મારી પાસેની ત્રણ મહેારા થેહુ ઘણુ કાર્ય કરી શકશું. પણ હું ત્રણ મહેારા અને મારે ઇશ્વર એમ” ત્રણ સાથે મળીને તમામ કાય` પુરૂર કરી શકીશું” અહિત મારા ઇશ્વર એટલે આત્મવિશ્વાસ. એમણે એ કાર્યો ખરેખર પાર ઉતાયુ" અનેક અસભવિત કાર્યાં માત્ર આત્મવિશ્વાસથી જ પાર પાડવાના આપણી પાસે મેળુદ દૃષ્ટાન્તા છે,
એક હાથી છે અને એક સિહં છે. દ્રાથીનું શરીર અને શક્તિ સિંહ કરતાં વધુ છે, છતાં હાથી હંમેશા જુથમાં–ટાળામાં જ કરશે, જ્યારે સિદ્ધ એકલા જ વિચરશે. કારણૢ શું છે? સિદ્ધને પાતામાં આત્મવિશ્વાસ છેવાર્થીમાં એ નથી
કલિયુગ અને સત્યુગ
(૧) કલહને યુગ તે કલિયુગ. કલહની શાંતિ માટે સહિષ્ણુતા અને ગંભીરતાની જરૂર છે. સશ્તિા અને ગંભીરતા આવે કે સત્યુગના ભડાણ સમજવા.
(૨) કલિયુગ એટલે કાલના યુગ પ્રત્યેક કાર્યમાં કાલની આજ કરી નાખો. અને કાય માં આજ થઈ કે સતયુગનો આરંભ થયો જાણવા.
(૩) કલયુગ એટલે ફળનેા યુગ. કલના ઠેકાણે કરની સ્થાપના કશ એટલે કે કયુગ ઉભા કરી. કલિયુગ એટલે મશીનના યુગ અને કરયુગ એટલે ગ્રાબઉદ્યોગના યુગ, હાથની બનેલી ચીજોની વપરાશને યુગ તે કયુગ એટલે કે સત્યુગ, લેટ દળાવવાની ચક્કીઓ આવી અને હજારા વિધવા અને ગરીબ બહેનેાની રાચ્છ ટળી ગઇ. કાપડની મીલે તૈયાર થઇ અને હજારે બધે લાખા કાંતનારાઓની અને વણુનારાઓની રાજી ટી ગ. આ મુજબ જ્યારથી યંત્રવાદનુ જોર વધ્યુ. ત્યારથી ગ્રામાઘોગ ઘણા ઓછા થઇ ગયે. એ ગ્રામોદ્યોગને કરી સજીવન કરવાની જરૂર છે અને એ કયે જ છૂટકો છે,
૫
આજંતા યુગ પરિવર્તનનો ઍક્રાન્તિનો છે. તમે નહિ કરો તે તમારી પાસે કુદરત કરાવશે જ. પરિવર્તન તે આજે પણ આપણામાં ચઈ રહ્યું છે પણ એ વિવેક વિનાનું છે. એક માણુસ શ્રમથી થાકીને નિદ્રા લે છે અને બીજો બીમારીથી આરામ લે છૅ. બન્નેની નિદ્રામાં ફેર છે. એ મુસાફર છે. એક ઘેાડા ઉપર સ્વાર થઈને પેતાના ધારેલા સ્થાને પહોંચે છે ત્યારે ખીજો પગે ઘસડાઇને, બન્ને પહોંચશે તેા ખરા જ, પણ એક જીવતા અને ખીજો મરેલા, આ ઉપરથી તમે જાણી શકશો કે વિવેકપૂર્વકનું પરિવર્તન તમે જાતે જ–સ્વય' કરા, કુદરત કરાવે તે પહેલાં એ થાય એ જ ઉત્તમ છે. આ માટે પણ આરિશ્વાસની જ જરૂર છે. હું કરી કરી છે એ જ કહ્યું ” કાઇ પણ ક્ષેત્ર હ્યા આત્મવિશ્વાસની તે પહેલી જરૂર છે. એક વ્યાપારીને પોતાનામાં આત્મવિશ્વાસ ન હોય તે એ વેપાર કરતાં પહેલાં જ વિચારશે કે હુ’ જેના વ્યાપાર કરીશ તે ચાલશે કે નહિ ? મારા માલના ભાવ તે ઘટી નોંઢું જાયને ? આવા આવા વિચાર કરશે અને આત્મવિશ્વાસના અભાવે એ વ્યાપાર નહિ કરી શકે. સામાજિક ક્ષેત્રમાં જોએ તે એક સમાજ સુધારક કોઇપણ સુધારા સમાજમાં રજુ કરવા પહેલાં એવુ વિચારે કે આ સુધારા સમાજ સ્વીકારશે કે નહિ? આમાં તે બહુજ ઉદ્ઘાપાદ્ધ થશે. ખાવા આવા કારણોને લઇને સમાજ સુધારક સુધાને રન્તુ ન કરે તો કશું થાય નહિ-પરંતુ જો તેનામાં આત્મવિશ્વાસ હાય એટલે કે વાસ્તવિક સત્ય રજી કરતાં જરા પણ અચકાય નહિં એટલે આ નિર્ભય હાય તા તે જરૂર કાર્ય કરી શકે અને સમાજને ધારી દિશામાં દોરી શકે. આજના યુગધ'નુ' ખ' પ્રેરક બળ આત્મવિશ્વાસ