________________
તા. ૧૫-૪-૪૪
પ્રબુદ્ધ જૈન
૨૧૭.
કેટલાક પ્રશંસાત્મક સંદેશાઓ
અમદાવાદથી શ્રી. ઈન્દુમતીબહેન ચીમનલાલ નગીનદાસ શેઠ જણાવે છે –
કેટલીક વાર કોઈ સુખી કુટુંબ કે કોઈ સુંદર ગીત, ચિત્ર કે કોઈ વ્યકિતની અન્તર્ગત મેટાઈ કે એવા કશાના પરિચયમાં આવતાં આપણને એમ થાય છે કે “સારું થયું આપણને આટલો પરિચય થયો. નહિ તે દુનિયાનું કાંઈક બહુ સારું તત્ત્વ આપણે જોવા અનુભવવા પામ્યા નહોતા. એટલે દુનિયાની જે સારાઇ આપણને બહાર ઉપર દેખાઈ આવતી નથી તેનું કયાંક કયાંક દર્શન થઈ જાય ત્યારે એમ લાગે અને કાંઈક આશ્વાસન રહે કે બધું દેખાય છે તેવું સાવ સ્વાથી અને ખરાબ નથી પણ સામાન્ય સારા ઘણે ઠેકાણે છુપાયેલી છે. આપણે શોધી કાઢવાની કે પારખવાની જરૂર છે. કોઈ સુંદર કુદરતી દ્રષ્ય જોઇને પણ એમ જ તાજગી તથા આનંદ લાગે છે. મણિભાઇને જોતાં અને જાણતાં આપણને આજ કોઈ આનંદ થઈ આવે છે.
પૈસા મેળવે છે ઘણા અને એને ઉપભેગા કરી તેમાંથી ઘણા આનંદ મેળવે છે પણ એના સદ્વ્યયને આનંદ થોડા જ મેળવે છે અને તેથી ધણુ ધનવાનેને ખ્યાલ પણ નહિ હોય કે કોઈ દુઃખી ભાઈ બહેનને ઓછી વધતી રાહત આપીને કાંઈક આશ્વાસન આપ્યાને આનંદ કે હોય? કોઈ વિદ્યાર્થીને મદદ કરીને તેને સારી રીતે સ્થિર અને સુખી જોવાનો આનંદ કે હોય? કઈ સંસ્થા પિતાની મદદથી પ્રજાની કાંઈક અંશે પણ વધુ સેવા કરી શકે છે એ અનુભવને આનંદ કેવો હોય ? જો એ સંતોષ અને કૃતાર્થતાની લાગણીનું વધારે લોકોને ભાન થાય તો ધનવાને ધન ભેગું કરે છે એ સાથે આપવાનું મન પણ તેમને થાય તેમાં શંકા નથી. અને મણિભાઈએ તે ધનની સાથે તન અને મન પણ સમાજસેવામાં આપ્યા છે અને ગમે તેવી મુશ્કેલીમાં પણ હિંમત, ધીરજ અને સુજનતા ટકાવી રાખી છે એ ઈશ્વરની એક પરમ કૃપા છે. એ સૌને ઉત્તરોત્તર વિકાસ થાય અને ઇશ્વર મણિભાઇને આરોગ્ય અને દીર્ધાયુષ્ય આપે તેવી મારી પ્રાર્થના છે.”
તો અમારે વાડે સુંદર બનાવવા અમારા તનમનને જરૂર ભેગ આપણું શ્રી મણિભાઈ તે માગે છે આવા સેવાપરાયણુ મિત્ર. તેઓ તો માંગે છે ચોવીશે કલાક જાગ્રત રહેનાર અડગ સૈનિક, તેઓ તે માગે છે આર્યપુત્રીને સાચે વીર. એમને આત્મા તે ચોવીસે કલાક આવા મિત્રની શોધમાં જ ફરતે રહે છે. હવે તેમનું વૃધ્ધ દેખાવા લાગ્યું છે. તેમને તેમની જીન્દગી ટૂંકી ભાસે છેઅને તેમના આદરેલ કાર્યો તે હજી કિનારામાં જ પડેલા છે. તેમને તે ઝુકાવેલું નાવ સામે પાર જોવું છે પણ આજે નાવને નાવિક ઉમ્મર જોઇ ગયેલ છે. તેનું નાવ ન ડૂબે તે તેણે આપણને આદેશ કર્યો છે. પણ તેમને અમે સામેપાર પોંચાડશું તેવો જવાબ આપણામાંથી કોઈએ આ ખરા ? નહીં જ. આપણે તે કેવળ તેમની જ સેવાના સાથીદાર મિત્રો બનવા માગતા હતા. બે ઉપાડીને થાકી ગયેલ તેમની પીઠ ઉપરથી બેજ આપણી જવાબદારીએ ઉઠાવી લેનાર સૈનિકે બનવા આપણે માગતાં ન હતાં. તેઓ તો ઘણા ઉદાર અને કાર્યકુશળ સૈનિક છે. આથી તેમને આપણી અપૂર્ણતા નહીં દેખાય. પણ આપણી બધાંની તે એક ફરજ હોઈ શકે કે તેમને તેમના કામમાંથી નિવૃત્ત કરી, તેમને બે વહન કરતા થઈ, તેમના આત્માને શાન્તિ આપવી. તેઓ શું માગે છે તેને અનુકુળ થઈ, આપણે મિત્રની ફરજ બજાવીએ. ઈશ્વર એમને દીર્ધાયુષ બક્ષે!
બીજા એક બહેન મણિભાઈ સન્માન સમારંભના અંગે લખી જણાવે છે કે –
“આજના પ્રસંગે આપણે મણિભાઈના ઘણાં વખાણ કર્યા, પૈસા પણ તેમના નામ ઉપર ઘણા મળ્યા. અધુરી રહેલી થેલી તેમણે જ પુરી કરી. આ ઉપરથી શ્રીયુત મણિભાઈ શું માગે છે તે તેમના જવાબ ઉપરથી આપણે જાણી શકયાં છીએ. તેમને નથી ધનની ઇચ્છા, નથી નામનાની આકાંક્ષા, તેમને નથી જોઈતા તેમના વખાણુ કે નથી તેમના પ્રત્યે દંભી પ્રેમની તેમને ઇચ્છા, દંભી’ પ્રેમ તે એટલા માટે કહું છું કે આપણે બધાં તેમના નજીકના મિત્રો છીએ એ દાવો રાખીએ છીએ. પણ આપણે તેમની મૈત્રીને કેટલે જવાબ આપે છે, તે તે, આપણે જ આપણાં હૃદય ઉપર હાથ મુકશું તે, સમજશે કે તેની મૈત્રી કરવાની આપણી જરા પણ લાયકાત નથી. શ્રી મણિભાઈ મિત્ર માગે છે પણ તે કેવા ? તેમનાં અણુએ અણુમાં પ્રવેશી તેની અધુરી રહેલી ભાવના સમજી લે; બનતી ઉતાવળે તેને અમલમાં મૂકી તેમને બેજ હલકે કરે; જૈન સમાજને બતાવી આપે કે તેમને રાહ શું છે તેમની સેવા શું બદલે માંગે છે; તેમના જીવનના કાર્યોમાં આપણે બધાં ભાગીદાર બનીએ, તેમની જતી જીન્દગીમાં તેમના આત્માને શાન્તિ આપીએ કે તમારું આદરેલું અમે જરૂર પુરૂં કરી બતાવશું. અમે પણ જન છીએ. વધારે નહીં
મણિભાઈથી તદ્દન અપરિચિત એવા એક ભાઈ શ્રી. દેવચંદ કુંવરજી શાહ અમદાવાદથી મણિભાઈ સન્માન થેલી માટે રૂ. ૫૧ મેકલતાં જણાવે છે કે -
શ્રી. મણિભાઈ અને મારે કંઈ અંગત પરિચય નથી, પણ તેમને હું પરાક્ષ સારી રીતે ઓળખું છું. તેમણે અગાઉ ઘણા ભેગો આપ્યા છે અને કોઈ પણ જાતની કીર્તિ કે નામનાની અપેક્ષા વિના સેવાના ઘણા સુંદર કાર્યો તેઓ કરતા રહ્યા છે. તેથી તેમની પ્રત્યેના માનની ખાતર હું મારી તરફથી ફુલ નહિ તે ફુલની પાંખડી તરીકે ઉપરની રકમ મેકલાવું છું.” અખિલ હિંદ મહિલા પરષદ (મુખપૃષ્ટથી ચાલુ) નાયડુને મનો ફરમાવી નથી. માનપત્ર બાદ જુદી જુદી સંસ્થાઓ તરફથી સરેજિની નાયડુ લગભગ દટાઈ જાય એટલા બધા હારને તેમના પર ઢગલે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરોજિની નાયડુની હાજરી સૌ કોઈને બહુ પ્રેરણાદાયક થઈ હતી. સાથે સાથે તેમનું ફરજીયાત મૌન આપણી પરતંત્ર દશાનું તીવ્રપણે ભાન કરાવતું હતું. દરેક નાગરિકને પિતાને વિચારો પ્રગટ કરવાને હક્ક હો જોઈએ. એમ છતાં પણ હિંદના આ અમૂલ્ય નારી રત્નને હક્ક સરકારે છીનવી લીધું છે. આ જેટલું દુઃખદ છે તેટલું આખા દેશની પ્રજાને માટે ભારેમાં ભારે અપમાનકારક છે. - પરિષદનું કામકાજ ૧૦ મી તારીખે સવારે પુરું થયું. આજ સુધીની પરિષદમાં આ પરિપદ સૌથી વધારે મહત્વવાળી બની. આ વખતે જેટલા પ્રતિનિધિઓ દેશના જુદા જુદા ભાગ- 1 માંથી આ પરિષદમાં ભાગ લેવા આવ્યા હતા તેટલા પ્રતિનિધિઓ આગળની કોઈ પરિષદમાં આવ્યા ન હતાં. આ પરિષદે સૌ કોઇને નવી શક્તિની પ્રેરણા આપી છે અને અનેક મીઠાં સ્મરણો મુકી ગઈ છું. આપણે આશા રાખીએ કે શ્રીમતી કમલાદેવીના નેતૃત્વ નીચે આ પરિષદનું કામકાજ બહુ વેગપૂર્વક આગળ વધે અને આજ સુધી પાછળ રહેલી અને અજ્ઞાન દશામાં ડુબેલી લાખ દેશભગિનિઓમાં નવી કાર્યશકિત અને ચેતનાને જન્મ થાય.
રંભાબહેન ગાંધી.