________________
પ
*
DO ૫
: ૪
*
શ્રી સુ'બઇ જૈન યુવકસ ઘનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જન
તંત્રી : મણિલાલ મેાકમચંદ્ર શાહુ, સુ'બઇઃ ૧૫ એપ્રિલ ૧૯૪૪ શનિવાર
અખિલ હિંદ મહિલા પરિષદ
એક ઉડતી નજર
એપ્રીલની ૭, ૮, ૯, ૧૦ તારીખ દરમ્યાન મુંબઇના આંગણે અખિલ હિંદ મહિલા પરિષદનું અધિવેશન ભરાઇ ગયુ, આ ચાર દીવસેાનું અધિવેશન ભરવા માટે કેટલાય દીવસથી અનેક કાર્ય કરતી વ્હેના તનતાડ મહેનત કરી રહી હતી. સેન્ડ હર્સ્ટ શડ પર વનિતા વિશ્રામની પાછળ આવેલા મેદાનમાં એક ભવ્ય મંડપ બાંધવામાં આવ્યા હતા અને તેને બહુ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા, તેમજ ધ્વનિવર્ધક યંત્ર, વીજળીની બત્તી તેમજ પંખા વગેરેની ગાઠવણ કરવામાં આવી હતી. પહેલા દિવસે પરિષદના નિવૃત્ત થતા પ્રમુખ શ્રી વિજ્યાલક્ષ્મી પંડિતનું ભાષણૢ સુંદર સચાટ અને મનનીય હતું અને શુદ્ધ હિંદીમાં આપવામાં આવ્યું હતું, જ્યારે આગામી વર્ષના પ્રમુખ કમલાદેવીનું વ્યાખ્યાન બહુ જાંસદાર અને વિચારપ્રેરક હતુ અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું હતુ. આ પ્રસ ંગે શહેરના નગરપતિ શ્રી મસાણી, જાણીતા આગેવાન કોંગ્રેસવાદી શ્રી ભુલાભાઇ, ન્યાયમૂર્તિ ચાગલા, વાઇસ ચાન્સેલર વાડીયા તથા માજી ન્યાયમૂર્તિ પાટકરને પ્રસ ંગેાચિત એ શબ્દો ખેલવા માટે નિયંત્રણ કરવામાં આવ્યુ` હતુ`. દરેક વકતાએ પોતપોતાના દ્રષ્ટિબિંદુથી મહિલાપરિષદનું મહત્વ, સ્ત્રીઓની જાગૃતિ, સ્ત્રીપુરૂષાની સમાનતા વગેરે બાબતે બહુ ટુંકાણમાં છતાં સચેાટ રીતે ચર્ચી હતી. વળી જ્યારે હિંદુસ્થાનના પુરૂષા પક્ષાપક્ષીમાં અને જુદા જુદા ભાગલાએ માં વહેંચા ગયા છે ત્યારે સ્ત્રીઓ હિંદુ, પારસી, મુસલમાન, ખ્રીસ્તી એ રીતે ઉભા ન રહેતા એક સ્ત્રી તરીકે જ ઉભા રહીને પેાતાના હૂકા માંગે છે એ બાબત ઉપર પણ તેમણે ભાર મુકયેા હતા. જ્યારે પુરૂષો નાના મેટા ઝગડામાંથી ઉંચે આવતા નથી, ત્યારે સ્ત્રીએએ એકતાને સુંદર આદર્શ રજુ કર્યો છે.
પરિષદના પ્રમુખશ્રી કમલાદેવી ચટ્ટોયાધ્યાયનું વ્યાખ્યાન અનેક રીતે વિચાર કરવા યેાગ્ય અને પ્રાણપ્રેરક હતું. તેમણે સ્ત્રીજાતિના આખા પ્રશ્નનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું હતું. સ્ત્રીઓને પ્રશ્ન એ પુરૂષોના વિરૂદ્ધ સ્ત્રીઓના હકા મેળવવાની લડત નથી પણ સમાજના ખીજા દબાયેલા દાયેલા વર્ગની જેવેાજ એક સર્વસામાન્ય સામાજિક પ્રશ્ન છે એ ખાખત તેમણે બહુ સારી રીતે સમજાવી હતી. આ ઉપરાંત બીજા અનેક પ્રશ્નાની તેમના ભાષણમાં ઝીણુવટભરી ચર્ચા કરવામાં આવી હતી.
આ પરિષદમાં અનેક ઠરાવા પસાર થયા હતા. ખાસ કરીને ખારાકની મુશ્કેલીને લગતા, સ્ત્રીઓને ખાણમાં કામ કરવા ધક્કેલવામાં આવે છે તેને લગતા, વડેદરા નરેશના લગ્નના વિરેધ કરતા, તથા લગ્ન તથા વારસાહકને લગતા ખીલાના ટેકો આપતા
Regd. No. B. 4266,
લવાજમ
રૂપિયા ૩
આવા કેટલાક ઠરાવેા ધ્યાન ખેંચે એવા હતા. છેલ્લે દીવસે શ્રીમતી સર્રાજીની નાયડુને જાહેરમાં મેલવાની મના કરતા સરકારી હુકમ સામે પરિષદે પોતાના સખ્ત વિરોધ જાહેર કર્યાં હતા. ખીજા ઠરાવથી દેશમાં રાષ્ટ્રીય સરકાર સ્થાપીને વર્તમાન રાજકીય મડાગાંઠના જેમ બને તેમ જલ્દીથી ઉકેલ લાવવા તરફ સરકારનું ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. ચીમુર, મિનાપોર, અને અન્ય સ્થળાએ સ્ત્રીઓ પર કરવામાં આવેલા અત્યાચાર વિષે સરકારે જે ઉપેક્ષાભર્યું. વળણ દાખવ્યું છે તે સામે પરિષદે પોતાના રાષ પ્રદર્શિત કર્યાં હતા. બીજા એક ઠરાવથી મ્યુનીસીપલ ચુટણીમાં સ્ત્રીઓને મળેલા મત આપવાના હક્કો પંજાબની સરકારે ઝુંટવી લીધા છે તે બદ્દલ પંજાબની સરકારને વખાડી નાખવામાં આવી હતી.
કેટલા દૈનિક છાપાવાળાઓએ એની ટીકા કરી છે કે આ પરિષદમાં આમ જનતાને ખીલકુલ સ્થાન ન હતું. પરિષદની ત્રણ એટૂંકા દરમ્યાન જે સંખ્યાબંધ ગરીબ તેમજ પૈસાદાર તથા ભિન્ન ભિન્ન વર્ગની બહેનોએ હાજરી આપી હતી તે જોતાં ઉપરની ટીકા કેટલી ખાટી છે તે કોઇને પણ માલુમ પડયા વગર રહે તેમ ન હતું. પરિષદના કાર્યક્રમ જો કે માટે ભાગે અંગ્રેજીમાં ચાલતા હતે એમ છતાં પણ દરેક અગત્યની ખાખતા હિંદી તેમજ અન્ય ભાષાએમાં રજુ કરવામાં આવતી હતી. તેથી પરિષદમાં શું ચાલી રહ્યું છે તે સમજવામાં કોઇને ખાસ મુશ્કેલી પડતી ન હતી. શ્રીમતી કમલાદેવીનુ ભાષણ અગ્રેજીમાં હતું તે હિંદીમાં હેત તે વધારે સારૂં થાત. આપણે આશા રાખીએ કે આ પરિષદનું બધું કામકાજ હિંદી દ્વારાજ થાય એવા પ્રબંધ બહુ થેાડા વખતમાં કરવામાં આવે. અધિવેશનના ત્રીજે દિવસે પરિષદ તરફથી શ્રીમતી સરેાજિની નાયડુને માનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુંબઈની સર્વ સ્ત્રી સસ્થાઓએ ભાગ લીધા હતા અને અનેક આગેવાનન્હેતાએ પ્રસંગાચિત વિવેચને કર્યાં હતા. સરેજિની નાયડુના એક બાળપણના મિત્રે એવી રમુજ કરી હતી કે સરૈાજિની નાયડુને છુટા કરીને આપણી અને દેશની ખુબ સેવા કરવાની તક આપી તે બદલ આપણે ડે. નાયડુના ખુબ ઉપકાર માનવા જોઇએ અને તેમની ઉપર એક ચાંદ મોકલવા જોઇએ. આ સાંભળીને આખી સભા તે ખુબ હસી પડી હતી એટલું જ નહિં પણ સરેજિની નાયડુ પણ ખડખડાટ હસી પડયાં હતાં. એટલુ સારૂ` છે કે જાહેરમાં હસવાની હજુ સરકારે સરેાજિની ( અનુસધાન પૃષ્ટ ૨૧૭ જુઓ)