________________
૨૨
सस्स आणाए उनट्ठिए मेहाबी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
એપ્રીલ ૧
ક્ષુદ્ધ જૈન
પ્રબુદ્ધ જૈન
सत्यपूर्णा नदेद्वाचम्
૧૯૪૪
ઉદ્યાગપતિઓની ચેાજના
એક તસુ જમીનના ભાગવટા માટે અને સત્તાના શોખ માટે ભીષણ હત્યાકાંડ ઉભા થતા હતા તે એક યુગ તે; માજે જગત આર્થિક હિતાહિતના ધેારણે અમુક પક્ષે માં-વાદમાં–વહેંચાઇ ગયું છે અને તે પક્ષાની આર્થિક હરિફાઈના ઘર્ષણમાંથી આ વિશ્વયુધ્ધ ઉભું થયું છે. લડાઇ પછી કયા દેશને વિજય થશે તેમ વિચારવા કરતા કયા વાદના-મૂડીવાદ, સમાજવાદ કે રાષ્ટ્ર વાદના–વિજય થશે અને લડાઇ પછીની જગતની આર્થિક નવરચના કયા ધોરણે રચાશે તે જોવા જગત તલપાપડ થઇ રહ્યું છે.
માતૃભૂમિના નામની હાંકલ પડતાં અનેક રાષ્ટ્રાભિમાની, ભાવનાશાળી, લાગણીપ્રધાન યુવાને સૈનિકની શિસ્ત સમજી રણમેદાનમાં લેહીની નીક વહાવી રહ્યા છે. કયા આદર્શ ખાતર તેઓ લડી રહ્યા છે? ભાવિ જીવન માટે કેવા સ્વપ્ના તેઓ સેવતા હશે ? તે વિચારવાની કાઇને પડી નથી. તે જેમના હુકમથી લડે છે તે હુકમ આપનારા આગેવાને આજે લડાઈ પછીની અનેકવિધ આર્થિક યાજનાએના એરણ રૂપ બની ગયા છે.
આ વાતાવરણમાં હિંદુસ્થાનનું ભાવી અનેકવિધ શકયતાએથી ભરપુર છે. પણ તે શકયતાને સજીવન થવા દેવી કે ઉગ્યા પહેલાંજ ડાંભી દેવી તેની સત્તા પરદેશીઓના હાયમાં છે, પરદેશીઓનુ` હિત હિંદુના હિતની વિરૂદ્ધ છે. પશુ હિંદુસ્થાન સ્વતંત્ર હોય તે। માત્ર પંદર વર્ષમાં હિંદુસ્થાનની ખેતીની અને ઔદ્યોગિક ઉત્પન્ન કેટલી વધારી શકાય તેમ છે અને તે વધારીને
હિંદી પ્રજાની માથા દી આવક કેટલી વધે અને પ્રજાને કેટલી સુખ સગવડા આપી શકાય તેની એક ઝાંખી યાજના હિંંદના જાણીતા ઉદ્યોગપતિએ સર્ પુરૂષોત્તમદાસ, ખીરલા, તાતા, શ્રાફ, શેઠ કસ્તુરભાઇ લાલભાઇ વગેરેએ તૈયાર કરી છે. તે ચેાજનાના સાર આ નીચે આપ્યા છે.
આર્થિક ક્ષેત્રની શુષ્કતાથી સુગાને સદા તેનાથી અલગ રહેનારા સામાન્ય લોકસમુહને પુછુ આ યોજના આકર્ષી શકે તેમ છે. સેંકડા વર્ષોંની એકધારી ગરીબ નીચે સબડતી પ્રજાને આ પંદર વર્ષની યોજનામાં સમાયેલ સુખ સગવડની શકયતાના ખ્યાલ માત્રથી સ્વતંત્રતા અને પતંત્રના વચ્ચેને નક્કર ભેદ સમજાઇ જશે અને પ્રજાના પ્રત્યેક દર્દનું મૂળ કયાં રહેલું છે તે સમજાશે.
જગતના સામ્રાજ્યો બીજા દેશ ઉપરના પોતાના રાજકીય વર્ચસ્વને ગૌણ બનાવી આર્થિક વર્ચસ્વ વધારવામાં પોતાની ભાવી સલામતી જુએ છે. ત્યારે હિંદના મુડીવાદીઓએ ઘડેલી
આ યોજના સામ્રાજ્યવાદી મુડીવાદીઓના એકાદ એકમ જેવી હોવાની શંકાથી માંડીને ઉદ્યોગે ની માલીકી, ઉત્પન્નની વહેંચણી, નાણાની સગવડ વગેરે ચર્ચાસ્પદ મુદ્દાને છેડીને હાલ તુરત તે યોજનાના સાર અને તેટલો મૂળ સ્વરૂપે આ નીચે આપ્યા છે. મૂળ ઉદ્દેશ
હિંદના ઉદ્યોગપતિએએ રચેલી હિંદના આર્થિક ઉત્કર્ષની
તા. ૧-૪-૪૪
યોજનાના મૂળ ઉદ્દેશ છે એ છે કે હિંદુસ્થાનની પ્રજાની માયાદીઠ આવક આજે છે તેના કરતાં એવડી કરવી. આ ચેોજના પંદર વર્ષ માટેની છે. હિંદી પ્રજામાં દર વર્ષે પચાસ લાખ માણુસાને વધારા થઇ રહ્યો છે તેમ છેલ્લી વસ્તી ગણત્રી ઉપરથી સિધ્ધ થયુ છે. એટલે પંદર વર્ષની યેાજનાની આખરે હિંદની વસ્તીમાં જે વધારા થાય તે બધાની આવક એવડી કરવા માટે આજની વસતીની આવક લભગ ત્રણ ગણી બનાવવી જોઇએ તેવા આ યોજનાનો મૂળ ઉદ્દેશ રાખવામાં આવ્યા છે. તેમ કરવાથી જ પંદર વર્ષની યોજનાને અંતે માથાદી આવક એવડી કરતાં વધુ થાય એવી સભાવના કરવામાં આવી છે.
હિંદી પ્રજાની આવક આટલી વધારવા માટે હિંદુસ્થાનમાં આજે જે ખેતીની ઉત્પન્ન થાય છે તે મેવડી થાય અને આજે જે કારખાનાની ઉત્પન્ન થાય છે તે પાંચગણી થાય તે રીતે આ યોજના ઘડવામાં આવી છે. તે કઇ રીતે શકય અને તેની વિગતવાર સમાલાચના અને આંકડા વગેરે . આગળ ઉપર જોઇશું. તે પહેલા એ જોઇ લઈએ કે હિંદી પ્રજાની માથાદીઠ આવક આજના કરતાં એછામાં ઓછી એવડી થવીજજોએ તેમ આ યોજનાના પ્રણેતાઓએ શા ઉપરથી નકકી કર્યું છે. ખારાકની જરૂરિાત.
એક માણસને એક દિવસમાં એછામાં એણે નીચે મુજ બના આઉંસ વજનને ખારાક મળે તે શાસ્ત્રીય પધ્ધતિ પ્રમાણે માણસના પેષણ માટે જરૂરી છામાં ઓછા ૨૮૦૦ કેલરી (થોડે! બગાડ થાય તે ગણી લેતાં) માપતા ખારાક તેને મળી જાય. અનાજ ૧૬ ઔસ ફળ ૨ ઔંસ
ધીતેલ
ઢાળ ૩ ખાંડ ૨ ભાજ ';
29
77
૧૫
23
,
♦
મો-ઇમાં ૨૫
13
અગર
ኮ
આટલા ખારાકતુ એક માણુસ દીઠ વાર્ષિક ખર્ચ રૂ. ૬૫ આવે; હિંદની વસતી ૩૮૯ લાખ માણસાની છે તે હિંસામે દરેક માણસને માત્ર ખારાકી મળી રહે તે માટેનું ખર્ચ રૂ।. ૨૧ એકવીશ અબજ થાય તેમ ગણવામાં આવ્યું છે.
કાપડની જરૂરીયાત
રહેણાકના પ્રદેશની આખેહવા, સામાજીક રિવાજો, રહેણી કરણી વગેરેમાં જેટલા ભેદભાવ તેટલા કાપડની જરૂરીયાતમાં ભેદભાવ રહે છે. એટલે ભાણુસની કાપડની જરૂરીયાતનુ કોઇ એકજ ધારણ નકકી કરવાનું કામ મુશ્કેલ છે. પણ જગતના અનુભવ ઉપર એક અંદાજ સામાન્ય ધેારણુ નકકી થઇ શકે તેમ છે. ૧૯૨૮-૨૯ માં જગતમાં કાપડનું વધુમાં વધુ ઉત્પન્ન થયેલું અને તે વર્ષે લડાઇ નહિ હાવાથી તે કાપડ લોકેાનીજ વપરાશમાં ગયેલું, તે હિંસામે જગતમાં માથાદીઠ કાપડની વપરાશ ખેતાલીશ વારની થઇ હતી. જગતના જુદા જુદા દેશામાં માથાદીઠ કાપડની વપરાશ કેટલા વાર થાય છે તે આ નીચે છે.
પાન ૨૧ વાર
અમેરિકા ૬૪ વાર કૅનેડા ૩૭ વાર
પ્ત ૧૯ વાર
સ્વીડન ૩૬ વાર બ્રાઝીલ ૧૮ વાર જર્મની ૩૪ વાર રાક માયા ૩૦ વાર હિંદ ડેન્માર્ક ૩૦ વાર
૧૬ વાર ૧૬ ૧૨ ૧૫ વાર
ગ્રીસ
આ બધી ગણત્રી ઉપરથી હિંદના પ્રત્યેક પ્રજાજનની કાપડની વાર્ષિક જરૂરીયાત ત્રીશ વારની ગણવામાં આવી છે.