________________
. તા. ૧૫-૧૦-૪૪
પ્રબુદ્ધ જૈન
આદરણીય છે તે ઉપરના પ્રશ્નોને સંમતિ ન જ આપી શકે. પણ એ સાથે કોઈ પણ સમાજસુધારક પિતાની પ્રવૃત્તિ ચલાવતાં સમાજસ્વાસ્થની કે સમાજકલ્યાણની ફાવે તેમ ઉપેક્ષા કરે એ પણ ચલાવી ન જ શકાય. સમાજની ચાલુ પરંપરાઓ વિના કારણે તેડવાથી પરિણામે સમાજને જ હૃાસ થાય છે અને સામાજિક બળ નરમ પડે છે. દાખલા તરીકે તિથિની આખી ચર્ચા વિચારે. તેમાં જે પરંપરા ચાલતી હતી તેમાં ધારે કે શુદ્ધ શાસ્ત્રીય દૃષ્ટિએ અમુક ક્ષતિ દેખાતી હોય તે પણ એવા એક ચિરપ્રચલિત રૂઢક્રમમાં ફેરફાર કરવાથી સમાજને શું લાભ થવાને હતું કે એવી તે કઈ ધાર્મિકતાની વૃદ્ધિ થવાની હતી? આજે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ થાય ત્યારે મંદિર બંધ રાખવાં કે ખુલ્લાં રાખવાં અથવા તે ધાર્મિક ક્રિયાઓ કરવી કે નહિ, પ્રસૂતિનું સૂતક અમુક રીતે પળાય છે તે યોગ્ય છે કે અમેગ્ય-આવી બાબતોમાં રૂઢ પરંપરા અને માન્યતાઓ અમુક કાળથી ચાલી આવે છે. તેમાં ફેરફાર કરવાથી કયા મેટા લાભ કે સમાજશ્રેયની આશા કે અપેક્ષા રાખવામાં આવે છે? અને આમ છતાં પણ આવી બાબતોની શાસ્ત્રીય ચર્ચા વિદ્વાન આચાર્યો માત્ર સત્યશોધનની દૃષ્ટિએ સંયમપૂર્ણ ભાષામાં કરે અને ચાલુ રીતરસમમાં જરૂરી ફેરફાર કશા પણ ઘર્ષણ સિવાય સરળતાથી નીપજાવે તો તેમાં કોઈને જરા પણ વાંધો નથી. પણ આજે તે સત્યશોધનના નામે કેવળ વિષવમન ચાલી રહ્યું છે અને અંદર અંદરના વેરઝેર ઠલવાઈ રહ્યા છે. સમાજના સમજુ વગે આ સામે પિતાને સખ્ત વિરોધ ઉઠાવવું જોઇએ, અને સામાજિક સ્વાસ્થ સાથે આમ ફાવે તેવી રમત રમવાની વૃત્તિને અને મનોદશાનો સખ્ત સામને કરવો જોઈએ. આ બાબતમાં જ જૈનસમાજ વખતસર નહિ ચેતે તે પોતાના જ હાથે પિતાને મૃત્યુઘંટ વગાડનાર જનસમાજ કેઈના સદ્ભાવ કે સહાનુભૂતિને પાત્ર નહિ રહે.. પૂર્ણિમા અને અમાવાસ્યા
ગયા પખવાડીઆમાં મુંબઈ ખાતે બે વિશિષ્ટ વ્યાખ્યાન થયાં. એક ઓકટોબર માસની બીજી તારીખે ગાંધી જયન્તી નિમિત્તે મહાસતી શ્રી ઉજજવળ કુમારીનું ભગિની સમાજ બાળમંદિરમાં ગાંધીજી વિષે અને બીજું તા. ૮-૧૦-૪૪ રવિવારના રોજ આગધ્ધારક આચાર્યશ્રી સાગરાનંદ રિનું બ્લેવાચ્છી લેજમાં “શ્રી હેમચંદ્રાચાર્ય અને વિશ્વધર્મ ઉપર. બન્ને જાહેર વ્યાખ્યાને હોવા છતાં એક સબામાં શ્રોતા વગ મોટે ભાગે જનેતર બહેને હતી; બીજી સભામાં પણ મોટે ભાગે જૈન સમાજ હતે. સાગરાનંદ મુરિનું નામ બહુ જ જાણીતું છે અને આગમપ્રકાશન તેમ જ પાલીતાણામાં ઉભું કરવામાં આવેલ આલીશાન આગમમંદિર સાથે તેમની ખ્યાતિ જોડાયેલી છે. શ્રી સાગરાનંદજી શ્વેતાંબર સંપ્રદાયના એક વૃદ્ધ પંડિત આચાર્યું છે. શ્રીમતી ઉજજવલ કુમારીને મુંબઈની તેમજ બહારની જનતા હજુ બહુ જાણતી નથી. ૨૫-૨૬ વર્ષની ઉમ્મરનાં તેઓ સ્થાનકવાસી સંપ્રદાયનાં એક સાધ્વી છે આ સાધ્વીની ભાત અન્ય સાધ્વીઓ કરતાં બહુ જ જુદી પડે છે. પંદર કે સોળ વર્ષે તેમણે જૈન દીક્ષા અંગીકાર કરેલી. ત્યારથી આજ સુધી ઘણો ખરે સમય તેમણે અભ્યાસમાં, તેમજ સંસ્કૃત, પ્રાકૃત તથા અંગ્રેજી ભાષાસાહિત્યનું જ્ઞાન સંપાદન કરવામાં ગાળે છે. તેમની તબિયત બહુ નાજુક છે, આંખેએ પીડા રહે છે. ભગિની સમાજના બાળમંદિરની ગાંધી જયન્તી નિમિત્તે એકત્ર થયેલી. બહેનની સભામાં તેઓ નિયત સમયે આવ્યાં; બધી બહેને સાથે જમીન ઉપર બેઠાં અને પ્રમુખની આજ્ઞા થતાં ગાંધીજી વિષે તેમણે એક સુન્દર પ્રવચન - કર્યું. ગાંધીજી વિષે તેઓ અત્યન્ત આદર ધરાવે છે. ગાંધીજી વચગાળે મુંબઈ રહી ગયા ત્યારે હંમેશાં તેમની સાથે અડધો કલાક ગાળવાનું તેમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલું. તેથી ગાંધીજી સાથેના સીધા પરિચય માંથી પણ કેટલીક બાબતે ટાંકીને ગાંધીજીની મહત્તા, અહિંસા ધર્મની વિશેષતા અને જીવનશુદ્ધિની અગત્ય સંબંધે તેમણે પિતાના કેટલાક
ખ્યાલે વિશદ ગુજરાતી ભાષામાં રજુ કર્યા. શ્રીમતી ઉજ્જવળકુમારી - વિષે સૌથી વધારે આકર્ષક વસ્તુ હોય તે તે તેમની નમ્રતા અને
ચિત્તની વિશાળતા છે. તેમની ભાષા પણ એટલી જ સંસ્કારી અને મુલાયમ છે.
શ્રી. સાગરાનંદસૂરિ માટે બ્લાવાસ્કી લેજમાં સ્ટેજ ઉપર બેસવાની ખાસ ગોઠવણ કરવામાં આવી હતી અને તેમની બેઠકને આસ- - પાસ કસબી ચંદરવાથી સુશોભિત કરવામાં આવી હતી. તેઓ નિયત સમયે પિતાના બહોળા શિષ્ય સમુદાય સાથે આવી પહોંચ્યા અને પિતાના વિશિષ્ટ સ્થાન ઉપર આરૂઢ થયા. ત્યારબાદ સર ચુનીલાલ ભાઈચંદ મહેતાએ શ્રી સાગરાનંદજીનો પરિચય કરાવ્યો અને જેમને સાંભળવા તેઓ કેટલાય વખતથી આતુર હતા તેમને સાંભળવાની આ અણધારી તક પિતાને સાંપડી એ વિષે પિતે સંતેષ દર્શાવ્યો (જો કે શ્રી સાગરાનંદજીને સાંભળવાની આ અમુલ્ય તકનો લાભ લેવાને તેઓ પાંચ-દશ મીનીટથી વધારે રોકાઈ શક્યા નહોતા). શ્રી સાગરાનંદજીનું પ્રવચન એક રીતે અલૌકિક હતું, એટલે કે આપણે આજ કાલ જાણીતા વ્યાખ્યાનકર્તાઓ પાસેથી સાધારણ રીતે જે ઢબનાં વ્યાખ્યાને સાંભળીએ છીએ તેથી ભાષા તેમજ શૈલીની દષ્ટિએ તદ્દન જુદા જ પ્રકારનું હતું. તેમનું વ્યાખ્યાન અનેક પ્રસ્તુત–અપ્રસ્તુત બાબતોની ખીચડી જેવું હતુંબેલવાની રીત કઈ વિચિત્ર પ્રકારની હતી અને ભાષા બહુ જ સામાન્ય પ્રકારની હતી. તેમણે એક કલાકે તે વિષયની માત્ર ભૂમિકા પુરી કરી. એ હિસાબે એ વ્યાખ્યાન ઓછામાં ઓછું ત્રણ કલાક ચાલવું જોઈતું હતું. પણ શ્રોતા મંડળી હવે તે ખુબ કંટાળી છે એમ માલુમ પડતાં તેમને પિતાનું કથન એકાએક સમેટવું પડયું. તેમનાં કેટલાંક વિધાને ભારે વિસ્મય પમાડે તેવા હતાં. દા. ત.
(૧) હિન્દુ શબ્દને મૂળ અર્થ કેટલાક લેક સિન્ધ ઓળંગીને આવેલા એ ઉપરથી હિન્દુ તરીકે ઓળખાવા લાગ્યા એમ કરે છે એ ખોટો છે, પણ ભગવતી સૂત્રમાં ગતિવાચક હિન્દુ શબ્દ છે એટલે કે હિંડવું, ચાલવું, ભ્રમણ કરવું, ભવભ્રમણ કરવું; એક ભવમાંથી બીજા ભવમાં ભટકવું. એ ઉપરથી એક ભવમાંથી બીજા ભવમાં ભ્રમણ કરે તે હિંદુ અર્થાત્ ભવભ્રમણના સિધ્ધાન્તને સ્વીકારે તે હિન્દુ. આ તેમણે હિન્દુ શબ્દને અર્થ સમજાવ્યો. આ વ્યુત્પત્તિ અર્ષ સ્વીકારીએ તે ભવભ્રમણ તે હિંદુ મુસલમાન, ખ્રીસ્તી, ઘોડા, ગધેડા કીડી મકોડા બધાં જ કરે છે તેથી મૂળ અર્થમાં તો આ બધા જ હિંદુ કહેવાયને?
(૨) મેવાડ, માળવા, મારવાડ અને ગુજરાત એ ચાર દેશ ઉપર હેમચંદ્રાચાર્યનું પ્રભુત્વ પડયું જેના પરિણામે એ ચારે દેશની સમસ્ત પ્રા નિરામિષાહારી બની. આ પ્રતિપાદનોને વાસ્તવિક્તા સાથે કશે. સંબંધ છે ખરો ?
(૩) અહિંસા એટલે પિતે જાતે કોઈ પ્રાણીની હિંસા ન કરવી તે અને “અમારી' એટલે પશુઓ તે શું પણ કીડી મંકોડીની પણ આખી પ્રજા પાસે અહિંસા પળાવવી તે. અહિંસામાં “અમારી’ અન્તગંત નથી થતી તે આજે જ સાંભળ્યું!
(૪) સિદ્ધાન્ત કોનું નામ કહેવાય ? જે તે બાબતને સિધ્ધાન્ત ન કહેવાય. જે વિધવા પિતાના પતિની શાને કદિ છોડતી નથી તે સ્વર્ગની અધિકારી બને છે. આનું નામ સિદ્ધાન્ત કહેવાય.
ઘણા દિવસે શ્રી. સાગરાનંદસૂરિનાં દર્શન થયાં અને આજે કાંઈક નવું જાણવા સાંભળવાનું મળશે, જેમણે જીંદગીને આવડે મોટે ભાગ જૈન આગમના પરિશીલન પછળ વ્યતીત કર્યો છે તેમની પાસે આજે વિશાળ જનસમાજને કહેવા જેવું કેટલુંયે એકઠું થયું હશે એવી આશાએ હું ગયેલે, પણ કેવળ નિરાશ બનીને પાછો ફર્યો. વિષાદની વાત તે એ છે કે હેમચંદ્રાચાર્યની પણ જે ખરી મહત્તા છે તે પણ રોગ્ય આકારમાં તેઓ રજુ કરી ન શકયા અને વિશ્વધર્મ ઉપર તે તેમને કશો ના પ્રકાશ પાડવાને હતે જ નહિ. કીડી મંકેડીની જતના કરે તે જ સાચે વિશ્વધર્મ-એ સિવાય તેમના વ્યાખ્યાનમાંથી વિશ્વધર્મની બીજી કોઈ વ્યાખ્યા અને હાથ ન લાગી. આવાં વ્યાખ્યાને ઉપાશ્રયમાં જ પુરાઈ રહે એમાં જ જૈન ધર્મ અને સમાજની વધારે. શાના છે.
પરમાનંદ