SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રબુદ્ધ જૈન આશય આજે ગ્રહણે ગ્રસ્યાં છે એ ખીનાને ઇન્કાર કરવાના નથી. આમ છતાં સત્ય સદાકાળને સારૂ કદી રુંધાયું નથી, અને રુધાવાનું નથી; એને રૂધનારા છેાભીલા છે તે સત્યની જ એલબાલા છે; શિવ સુંદર સત્યના પાયા પર અધિષ્ઠિત એવાં એ નવાં છતાં પ્રાચીન મૂલ્યાંકને જ આજનાં હિંસાબળાને પરાસ્ત કરી અંતસરવાળે સસારને ગ્રહણમુકત કરશે. એ શ્રદ્દા આજે પૃથ્વીભરનાં અસખ્ત માનવ હૈયાએમાં જાજ્વલ્યમાન છે, તે એ જ એમની પાસે આખરી મુકિતના પુરુષાર્થ કરાવશે, એ મારી અંતરગત આસ્થાના ત્રિવાર ઉચ્ચાર કરવાની હું ધૃષ્ટતા કરૂં છું. સ્વામી આનંદ સમાસ સમાજમાં મારાં પાંત્રીસ વર્ષ (પૃ: ૨૮ થી ચાલુ) માણસાના પ્રયત્ન નિષ્ફળ ગયા:-આમ થવાનું કારણ એટલું જ કે ધર્મના નામે, નીતિના નામે, રૂઢિના નામે કે કોઇ ગુરૂ ઘંટાલના નામે જે કંઇ બતાવવામાં આવ્યું, આચરણ કરવાનું ફરમાવવામાં આવ્યું, માનવજીવન ઉપર લાદવામાં આવ્યું તે ચાલુ જીવનથી તદ્દન અસંગત લાગ્યુ, દેશકાળ, સંજોગ અને તાત્કાલીક જરૂરિયાતને બંધ બેસતુ, ચાલુ દુ:ખદ સ્થિતિમાંથી મુકત કરનારૂ" અને પક્ષપાત દૂર કરનારૂ ન જણાયુ પણ તેથી તદ્દન ઉલટું રાયે ખડયા વન આનદ હોય તે તે પણ તાવનારૂં, હતેાત્સાહ કરનારૂ નર્યુ. પરલોક પૂરતું જ લાગ્યું. અગર તેા ક્રિયાકાંડમાં જ સમાઇ જાય તેવુ સંકુચિત અને ગાદી, ગાદીપતિ અને સ્થાપિત માન્યતાએ કે હકકને પુષ્ટિ આપવા પૂરતુ જ હોય તેવુ લાગ્યું, જ્યારે વાસ્તવિક રીતે માનવીને શ્ર્વવુ હતું આ સૃષ્ટિમાં સમાજમાં. ત્યાં દુઃખ હતુ, દીનતા હતી, ગુલામી હતી, પરદેશીની પુંસરી માથે પડેલી હતી, બેકારી હતી, સામાજિક અંધાધુંધી હતી, પતન અને પક્ષપાત હતા. અને પ્રતિક્ષણે તેના વધુ હતા. તેના ઉપાય માટે સમાજે પ્રથમ પહેલાં તે દ્રષ્ટિ કરી ધ` તરફ ! ધ કોઇ મા` કાઢશે, ધમ આ સ્થિતિના પ્રતિકાર માટે એકમયતા કરાવી આપશે, ધમ આ માટે શકિત આપશે અને ધમ કા પતિતપાવનની કે સ્વાતંત્ર્યની ઉદાત્ત ભાવના જગવશે એમ માન્યુ’, પણ જ્યારે તે ન બન્યું અને સંસારના કાળા કોલસામાં પડવાની ધર્મના ઈજારદાર કહેવાતા ઉજળા સાધુઓ, આચાર્યો, મૌલવી કે ગુરૂએ ઘસીને ના પાડી ત્યારે જ સમજુ માણસા ત્યાંથી બીજી દિશામાં વહ્યા. ત્યાં રાષ્ટ્રીય નેતાઓએ એક નવી દૃષ્ટિ આપી, એક નવી કાર્યદેશા બતાવી. વાડા, સંપ્રદાય જ્ઞાતિ કે તેવા ભાગલાને પડતા મૂકી એક નવી વિશાળ કામ ઉભી કરી નવુ. જોમ સરાવ્યુ. અને એક નવું આકર્ષણ ઉભું કર્યું. પ્રજાએ તેમાં પોતાના દુઃખ, દર્દી અને ગુલામી ફેડવાની ચાવી દીઠી. તેમાં યુક્તિ દીઠી. તેમાં ઉજળુ ભાવી દીયુ. તેમાં સર્વ ક દીઠું. પ્રશ્ન ત્યાં વળી. આ રીતે જ ધમ કરતાં રાષ્ટ્રનો પ્રશ્ન બહુ જ આગળ નીકળી ગયા છે અને ધર્માં ઘણા પાછળ રહ્યો છે. આજે રાષ્ટ્ર અને રાષ્ટ્રનેતા તરફ પ્રજાને જેટલું આકણ છે તેટલુ સાંપ્રદાયિક વાડાએ કે તેના સંચાલકો તરફ નથી. લગભગ બધા સંપ્રદાયમાં આમ જ બન્યું છે. થોડાક સપ્રદાયો કે ધર્માંમાં કે જ્યાં થોડી ધણી જનસખ્યા ખાસ રસ લેતી નજરે પડે છે તેમાં મોટે ભાગે કાં તે છે વૃધ્ધો, વિધવાએ અને બીજી બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઇ ગયેલા અથવા તે ધના તા. ૧૫-૬-૪૪ આશરે જીવન નિર્વાહ કરનારા આશ્રિતા, ધર્મના નામે ચરી ખાતા ધર્મક્ષેત્રના પડછાયા અને થેડા સારા શુધ્ધ શ્રધ્ધાવાળા ભાવિકા. આટલી હદે ધાર્મિક બાબતમાં આપણા સામાન્ય માનસપલટા કે વિનિપાત થયો છે. આપણે વિશેષ ધર્મ, ક્રિયાકાંડી ધર્માંમાંથી ઘણા પાછા હયા છીએ, છતાં પણ માનવીના માનસમાં રાષ્ટ્રની અસ્મિતા, માનવધની ભાવના, અને વિશાળતાની ઝંખના એક યા છીન્ન સ્વરૂપમાં જાગી છે. તે માત્ર ધર્માંને જ માનવ ઉત્કનુ સાધન નથી માનતા, પણ અને પણ સાધન માનતા થયેા છે, કારણ કે તેને જગતની સાથે આંકડા ભીડીને ચાલવું છે. તેથી આધ્યાત્મ કે ધાર્મિકતાના અચળા નીચે પેાતાની અંતરની છૂપી જડવાદની ભાવનાને ઢાંકી રાખવાને બદલે બન્નેના સમન્વયમાં તે વધુ માનતા થયા છે. તેનામાં કાર્યની સખ્તાઇ અને હૃદયની ઊમળતા અને એક સાથે આવ્યા છે. તે જેમ અથ મેળવે છે તેમ પ્રસંગ આવ્યે દુ:ખીઆઞાની અને પરપદદલિત કે પતિત જનની પડખે ઉભા રહેવાના પણ વિચાર કરે છે. માતૃભૂમિની ખાતર ભેગ આપનારા, સૌથમી જીવન જીવનારા, સ્વેચ્છાપૂર્વક ગરીબી સ્વીકારી દુઃખની બરદાસ્ત કરનારા અને માનવતાના ઉત્થાન માટે ટાઇ જઇ કામ કરનારાની સંખ્યા પણ ઠીક ઠીક પ્રમાણમાં તૈયાર થતી જાય છે. ભિન્ન ભિન્ન વણુ વ કે ધર્માંના ભેદ ભૂલી એક માનવતાની અખંડ સરણી તરફ પ્રજાના વિચારશીલ માનવીએ!નુ', મન વળતું જાય છે તે જોતાં તેનામાં ધર્માં નથી એમ તે ન જ કહી શકાય. માત્ર સાંપ્રદાયિકતા નથી. એટલું જ આપણે કદાપી કહી શકીશું! આ જાતિએ છેલ્લામાં થેડાક સાધુ અને આચાર્યને પણ જંગાડયા છે. ઉજ્જવળ ભાવીની શુભ આશા છે. * આ આજનું જગત; આજનું માનવજીવન; અંધશ્રદ્ધા અને નાસ્તિકતાની સીમા રેખા ઉપર ઉભેલુ, સ’ક્રાન્તિ કાળમાં પ્રવેશેલુ અને સુખ, શાન્તિ અને સ્વાતંત્ર્યના કિનારે પહોંચવા ફ્રાની સાગરમાં જીવન-મરણુના પછાડા મારતું; તે દેખાય છે તે અશાન્ત, ઉગ્ર, મેચેન અને નાસ્તિક પણ ભરી છે તેમાં ભાવીની છલોછલ આશા ! નવીન જગત્ આજે તેના ગર્ભમાં પોષાય છે. એટલે તે દેખાય છે. પ્રસવકાળની વેદનાથી અકળાયેલુ બેચેન ! આવતી કાલનું ગત કેવુ હશે તે તે નિત્ય પલટાતા સોગામાં કાણુ કહી શકે ? છતાંય જો સમાજ, ધમ અને રાષ્ટ્રના રિણે તેને માનવતાની નજદીક રાખ્યા કરશે તે તે વિકૃત તે નહિં હોય પણ સુરૂપ હશે એટલી તે ખાત્રી છે! વ્રજલાલ ૧. મેધાણી. સમાસ આત્મનિરીક્ષણ અપૂર્ણતા અન્ય તણી ગમે નહિં નિહાળવું તે રહ્યુ” આપણી ભણી. પૂર્ણતા અન્યની હાય કલ્પિત, અપૂર્ણતા આપણી કે બિંબ. શ્રી ભગીરથ મહેતા. Faye walkerના કાવ્ય ઉપરથી. ધનજી સ્ટ્રીટ, મુંબઇ, શ્રી મુંબ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશક શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫-૪૭ મુદ્રણુસ્થાન : સયકાન્ત ત્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઇ, ૨
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy