________________
તા. ૧૫-૬-૪૪
પ્રબુદ્ધ જૈન
ગાંધીયુગનું ગૈારીશંકર
સ્વામી વિવેકાનંદ સંન્યાસને માનવતાનું મેરુપદ કહેતા અને એવા સંન્યાસના સામર્થ્યને લગતા પિતાને આદર્શ સમજાવવા બળવા કાળના એક મૌની સંન્યાસીની વાત કરતા, જેણે રસ્તે મળેલા ગેરા કટકિયાએ ખામખાં હુલાવી દીધેલ સંગીનને જવાબ “તું નારાયણ” (તત્વમસિ) કહીને વાળ્યું હતું. વર્ષોના અખંડ મૌનપાલન પછી અચાનક ભેટેલા મૃત્યુને આવકારતાં ઉચ્ચારા- એલા આ એકજ બેલ પાછળ જે મૂંગૂં આત્મબળ ઘૂઘવે છે તેના વિવેકાનંદ જન્મ ઉપાસક રહ્યા. એ જ સંન્યાસ ધર્મના પ્રતિ- નિધિ બનીને જનહિતને કારણે જીવવાને દાવો કરનાર એક ધર્મ શાસ્ત્ર પારંગત ભગવાંધારી ત્યાગી સંન્યાસીએ ટૂંક વર્ષોની વાત પર કોમી રમખાણને પ્રસંગે એક મોટા શહેરમાં ગાંધીજી પ્રતિપાદિત ધોરણે સ્થપાઈ રહેલા શાંતિદળમાં જોડાવા અરજી કરેલી. બીજી બાજુ તેજ સમયે બીજા એક કાગળમાં તેમને શ્રદ્ધાભાવે માનનાર મિત્રને તેમણે અયાચિતપણે લખેલું:
“ ના હિંદુઓને જરા પણ વાંક કાઢી શકાય નહિ. તેમનું નાસી જવું બહુ અનુચિત નથી. શ્રી મહાદેવભાઈ અને બીજા કોગ્રેસી કાર્યકર હિંદુઓને મરી જવાને બોધપાઠ આપે છે એ તદ્દન અયુક્ત છે, કાયમી શાંતિને માટે એક જ ઉપાય છે, અને તે છરાની સામે કરે, લાઠીની સામે લાઠી, આગની સામે આગ, ધર્માન્તરની સામે ધર્માન્તર.., અહિંસાથી જે શાંતિની વાત થાય છે તે તે જગતના ઇતિહાસમાં લખાયેલી નથી, લખાશે પણ નહિ. “મરે અને મારે;” “ અને જીવવા ઘો- આ બંને સુત્રો સાથે જ રહેવાના.”
આમ આ લપસણી ભૂમિકા ઉપર ઊભનાર ઉપલા સન્યારીની જેમ જગતના ઇતિહાસક્રમની ભાવી શક્યાતાઓ ઉપર પણ ઢાંકણ વાળી દેવા માંગશે અને તેમની આગળ અંતે જાલીમ રાજ્યકર્તા કે પીડિત પ્રજા વચ્ચે, હિંદુ મુસલમાન વચ્ચે, અરે ! સાખપાડોશી, સગા ભાઈ કે સ્ત્રીપુત્રને પણ ટાળો રહેશે નહિ, કોઈને એને વિશ્વાસ નહિ રહે કોઈ એનું મિત્ર કે સગું નહિ રહે, બસ “આવ રિપુરાત્મનઃ' ને જ એ નાદર નમૂને બની રહેશે.
આ ચિનાર અતિરંજીત હોઈ શકે છે, પણ એવા નમૂન નાથી આજની દુનિયા અપરિચિત નથી. કેમી-વિદેપની ભૂમિકા ગળગળ અકારી અને ધૃણાસ્પદ છે. એકજ ભૂમિનાં સંતાન, એક જ દેશમાં સદીઓથી વસનારા ને સરખાં જ હિતાહિતથી સંકળાએલા લેક, કુટિલ વિદેશીઓનાં કારસ્તાને પાછળ આંધળાબત બનીને સદીઓથી ખમતા આવેલા એકબીજાના વાંકાંક ખમી ખાવાની ના પાડે ને પોતપોતાની આગવી હિતરક્ષાને ખાતર એકબીજા સામે દળબંધી કરે, એ બીના આજના જમાનાના આત્મહત્યાની હિમાયત કરનારા suicide સંપ્રદાયના જેટલી જ બધી વિકૃત (morbid) અને કરુણ છે. જલચર છંદ જાલ અંતગત, હાઈ સિમિટિ ઈક પાસા એક હિ એક ખાત લાલચવસ, નહિ દેખત નિજ નાસા
જીવલેણ રેવેરની હેવાનિયતે આજની દુનિયાને ઘેરી છે, એક એક પર સરસાઈ કરે એવા મહાન વારસાઓની વારસદાર પ્રજાએ આજે એવાં ઝેરની આણ રાતદિવસ હડહડતી રાખવામાં રોકાઈ ગઈ છે. આજના જગત વ્યાપી યુધ્ધમાં બેફાટ ઘૂમી રહેલા નિર્ધણ કૌટિલ્યો, અગર તે પિતાની કટારમાં * તુલસીકૃત ‘વિનયપત્રિકા' પદ ૯૨
:
આખી પ્રજાઓનાં ચારિત્ર્ય અને નીતિમતાની નિરપવાદ બેલગામ નાલેશી કરીને પ્રજાના લોહીમાં રોજે રોજ વેરના ઝેર રેડનારા અનેક અગ્રણી પત્રકારે, ને વળી ભાડા ખાતર તેવી જાહેરાત પિતાની કટારોમાં છાપનારા તેમના પામર સાગરીતે, પેલા આત્મઘાતી સંપ્રદાયવાળાની માનસથી વેગળા છે એમ કેણું કહી શકશે ?
માણસને હવા તેમ વાતું એ હરકોઈ પ્રજાને શ્વાસ છે. છતાં એક મૂઠી જેટલી પ્રજા બીજી પ્રજાનું સ્વાતંત્ર્ય છીનવી લે, તેને પદદલિત કરે અને સદીઓ સુધી તેને પિતાની ઍલિક સુખસામગ્રી જોગવનારા ગુલામે કે વેઠિયાવૈતરાની દિશામાં રાખે, ને ઉપર વળી દુનિયા આખીને પણ બંધાવે કે પિતે નબળી કોમેનું રક્ષણ કરી પરમાર્થ આચરી રહી છે, – એ ભૂમિકા જ એમાંના જાલીમ આક્રમણકારીને સદાય આરોપીના પાંજરામાં ઉમે રાખનારી છે. તેમાંય જ્યારે બહુ પ્રજા કેટાનટિ હોય, મહાન મનુષ્યના સંસ્કારોની વારસદાર, હાય, ત્યારે તેને પિતાની બેડીઓ તેડવા સારૂં પિતાની પરંપરાને બેવફા થવાની, પિતાના વારસાને ફગાવીને હીંગુ થવાની, જરૂર જ ન હોય. એને તે માત્ર માં ફેરવવાની, માત્ર નકાર ભણવાની, “થી રમતા' કહેવાની જ જરૂર હોય; શસ્ત્ર ઉગામવાની, કાવતરાં કરવાની, છૂપાં સંગઠનની, ઝનૂન કેળવવાની, ને વેરના વારસા આપલે કરવાની ન હોય. ભલે અપરાધી શત્રુ ચાહે તેટલાં પડયંત્ર રચે, તેટલી પ્રવંચના અને ભેદનીતિ આચરે, ચાહે તેટલી ધૂળ ઉડે. ગુન્હો રાંક છે. જાલીમ જ પડે છે. એને પાયો જ જૂઠ, અન્યાય અને આક્રમણ ઉપર છે. એનું કુશળ હોય જ કેમ કરીને ?
એટલે સામાની કરણી સામું જોઈને, એની નીતિરીતિ સામું જોઈ ને હું મારી માણસાઈને ને મારી નીતિરીતિને ગજ ટુંક ન કરું. સ્વચ્છ જ રહું ને નિર્ભયપણે સત્યને વળગ્ય રહી સ્વચ્છ જ હથિયારથી ખુલ્લમખુલ્લા પડકાર આપીને લડયે જાઉં. ચાહે તેવડું દેખાતું નુકશાન વેઠીને પણ સત્યના મારા આગ્રહમાં અણનમ રહું ને બીજી આળપંપાળમાં ન પડું. કારણ સત્ય એક જ શાશ્વત છે, એની હાની એજ સાચું નુકશાન છે, બીજા તમામ નુકશાન અનિત્ય યાને જતાઆવતાનાં છે, આમ વિચારી સત્યને આગ્રહી ત્યં નિર્ભેળ છ સત્યાચરણને જ પક્ષપાતી બનીને જવશે અને કાયા વાચા મને નિર્વેર અહિંસક રહી સત્યને જ પક્ષ કર ને સત્યને જ પક્ષે લડતો મરશે. જૂઠ કે પાખંડ
ડે બાંધછોડ કે માંડવાળ નહિ કરે. - સત્યધર્મ કે નીતિના આવા પક્ષપાત અને આગ્રહને નિષ્ઠાપૂર્વક વળગી રહેવું અને પ્રાણને પણ એવા આગ્રહને ન છોડ એને જ ગાંધીજીએ સત્યાગ્રહ એવું રૂડું નામ આપ્યું ને એમણે જ એને સર્વ દેશકાળમાં સંમત અને માન્ય એવા શાસ્ત્રવચનની પ્રતિષ્ઠા આપી. એવા સત્યાગ્રહના અનેકવિધ પ્રગો એમણે આ દેશમાં ઠેર ઠેર અને ફરી ફરીને કરી બતાવીને દેશની કાર્યક્ષમ પ્રજાને ને દેશનાં અસંખ્ય ઉછરતાં યુવક યુવતિઓને કોઈ અજબ આકર્ષણથી પુરૂષાર્થ અને સેવાનાં વિવિધ ક્ષેત્રોમાં દર્યા અને તરણાંના મેરૂ કરી દાખવ્યા.
જે નવાં મૂલ્યાંકનની આટલે સુધી લંબાણભરી ચર્ચા કરી તે બધાં આજની ઘડીએ નાદાર નીવડેલાં લાગે અને તેના પ્રણેતા તેમજ હિમાયતીઓ પણ આજે હાયાલૂંટાયા જેવા ભાસે, એ શક્યતા આ લખનારના ધ્યાનબહાર નથી. એ મૂલ્યાંકનોને તેમજ તેના પુરસ્કર્તાઓને યુધ્ધના ઓઠા હેઠળ જાલીમ બળેએ