________________
૧૦૬
યુદ્ધ જૈન
તા. ૧-૧૧-૪૩
જોઇએ. ચિત્તમાં ઉત્પન્ન થતા આવેગાથી ક્રિયાશીલતા ઉત્પન્ન થાય છે. ચિત્તમાં શુદ્ધ અને અશુદ્ધ અને પ્રકારના આવેગા ઉઠતા હાય છે. તે પૈકી અશુદ્ધ આવેગેને દબાવીને અને ક્ષીણુ કરીને શુદ્ધ આવેગાને મનુષ્યતિ અને પોષણ આપવુ જોઇએ. સદભાવના અને સદ્ગુણ એ શુદ્ધ આવેગોનાં લક્ષણ છે. તે સદ્ભાવના અને તે સદ્ગુણને ઉચિત કાર્યમાં પરિણત કર્યાંથી તેની ગતિ અને શક્તિ વધે છે. આવી રીતે તેની ગતિ, શક્તિ અને તે સાથે શુદ્ધિની વૃદ્ધિ થતાં જડતાનો નાશ થતા જાય છે. શરીર, બુદ્ધિ અને મનમાં કયાંયે જડતાને અશ જ્યાં સુધી રહ્યો હાય ત્યાં સુધી વિકાસ માટે અવકાશ છે, પોતાને આગળ વધવા અને ઉન્નત થવા માટે માર્ગ છે. આવી રીતે પોતામાં રહેલી જડતાના સપૂણૅતાયે નાશ થશે ત્યારે આપણાં શરીર, બુદ્ધિ અને મન ત્રણેયે દ્વારા આપણામાં સાત્વિકતા અને ચેતનતાજ પ્રગટ થતી રહેશે. સર્વ અંગારા-સર્વ બાજુથી-ચેતન સ્વરૂપ થવાના આજ યોગ્ય માર્ગ નથી શું? અને તે માર્ગ જો મનુષ્યને પ્રાપ્ત થાય અને સિદ્ધ થાય તે પછી “હુ જ નિત્ય, નિવિ કલ્પ, ચેતનસ્વરૂપ આત્મા છું” એમ કહેતા રહેવાની અને એવી ભાવના દૃઢ કરી રાખવાની કોઇ ખાસ આવશ્યકતા લાગતી નથી. આ રીતે વિચાર કરતાં પહેલાની જે આત્મસંતુષ્ટ સ્થિતિમાં જડતા રહી શકે અને સહન થઇ શકે છે તેને પૂર્ણ સાત્વિક અને પૂર્ણ ચેતન સ્થિતિ કહી શકાય ખરી કે ?
મનુષ્યના ધ્યેયને વળી ખીજી પણ એક દૃષ્ટિથી વિચાર કરી શકાય. મનુષ્યાના સંબંધ જેમ જેમ વિશાળ અને વ્યાપક થતા જાય તેમ તેમ તેની સદ્ભાવનાએ, સદ્ગુણા અને કર્તૃત્વમાં અનેક રીતે વિશાળતા અને વ્યાપકતા દાખલ થતી રહેવી જરૂરી છે. તેમ થયા વગર માનવી જીવન પૂર્ણ થઇ શકશે નહિ. જે કાળમાં મનુષ્યના સંબંધોના સંકુચિત ક્ષેત્રમાં જ સમાવેશ થતા હશે, તે વખતે સગુણા અને કતૃત્વને વિશાળ થવાને અવકાશ જ નહિં હાય. એવે વખતે મનુષ્યની ધર્મ કલ્પનાનુ સ્વરૂપ પણ સ ંકુચિત જ હશે. તે સંકુચિત ધ કલ્પનાને લીધે તેતુ અને તેના સમાજનું કામ તે વખતે ચાલતુ હશે, પણ પહેલાનાં કરતાં અધિક વ્યાપક માનવજાતિ સાથે શત્રુત્વ કે મિત્રત્વના સ ંબધે અનેક પ્રકારે આવવા લાગ્યા પછી ભાવના, સદ્ગુણુ ધર્મ, કર્વ્ય વગેરે વિષયેમાં તેની પહેલાંની સમજણેામાં ક્રક પડી જતાં તે સર્વેમાં વિશાળતા અને વ્યાપકતા લાવ્યા સિવાય ચાલશે નહિ. મનુષ્યના ધર્મની અને કર્તવ્યની મર્યાદા જગત સાથે આવેલા તેના સબધાનુસાર સહજપણે વ્યાપક અને વિશાળ બનતી જવી જોઇએ. પરંતુ જે સમાજ આ વાત જાણતા નથી અથવા જાણવા છતાં આ વાત તરફ લક્ષ્ય આપતા નથી અને વધતા જતા પેાતાના સબંધે પ્રમાણે પોતાની ધર્મ-કલ્પનામાં અને પોતાના સ્વભાવમાં ફેરફાર કરતા નથી તે સમાજ દિવસે દિવસે અધિક દીન, લાચાર અને આત્મવિશ્વાસસહીત બનતા જાય છે. સ ંકુચિતતા નહિ છોડવાને લીધે તેને અનેક બાજુએથી દુ:ખ અને અપમાન સહન કરવાં પડે છે અને . માનવતાની દૃષ્ટિએ વ્યકિત અને સમાજ એકદરે અધોગતિ તરફ જતાં જાય છે.
સદ્ભાવના સાથેજ જેની કતૃત્વશકિત પણ જાગૃત થઇ ઉઠી હશે તે ગમે તેવી સ્થિતિમાં ચે. પોતાના માર્ગ કાઢયા સિવાય રહેશે નહિ. જે શ્રેયાથી હશે અને જીવનનું સત્ય ધ્યેય ધ્યાનમાં આવ્યા પછી તેને જ પ્રાપ્ત કરવાની જેની ઉત્કટ ઈચ્છા હશે તે કદાચ કોઇ કારણને લીધે ધ્યેય પર્યંત પહેાંચી શકેલ ન હોય તે પણ જેટલે સુધી તે પ્રયત્નપૂર્વક પહેાંચી શકયા હશે તેટલાથી તેને જે સતાષ થશે તે તેના પહેલાંના આત્મસષ કરતાં ખાત્રીથી વધારે યથાર્થ અને ટકાઉ હશે.
વિચારક મનુષ્યના મતમાં બીજાએ આવા કેટલાક પ્રશ્ન અને શકા વચ્ચે વચ્ચે ઉનાં હાય છે.પરદુ:ખે દુ:ખી થને કેવળ પરદુઃખભ’જનની વૃત્તિથી સદૈવ કરત થયેલા મનુષ્યની જગતમાંની મહાન પ્રવૃત્તિ અને તેના વિસ્તારથી તે પાને અથવા જગત સુખી ન થતાં દુઃખી થયેલુ યે અનેકવાર તેવામાં આવે છે, ત્યારે દુ:ખ ભજનની વૃત્તિથી પ્રવૃત્તિપરાયણ થવાના કરતાં નિવૃત્તિપરાયણતાથી, સ્વસ તાષ સાધવા એ જ જીવનનું ધ્યેય માનીએ તે શી હરકત છે ? તેજ પ્રમાણે જગતનાં દુ:ખનેા નાશ કરવા માટે અને તેને સુધારવા માટે અનેક વ્યકિતએ ભયંકર કષ્ટા અને યાતના સહન કરી હાય-પ્રસ ંગે પેાતાના પ્રાણ પણ અર્પણ કર્યો હાય તા યે જગતમાંનુ દુઃખ હજી કાયમ જ છે અને જગત ન સુધરતાં તેવુ તે તેવુજ છે એમ લાગે છે તે પછી કર્મરત થવામાંયે એવેશેા લાભ? આવા પ્રશ્ન અને શકા વિચારક મનુષ્યત થાય એ સ્વાભાવિક છે. પરન્તુ કેપળ પરદુઃખભંજનની વૃત્તિની પાછળ લાગવાથી મનુષ્ય પોતે અથવા જગત સુખી જ થશે એમ માનવુ' ખરેખર નથી. તે વૃત્તિની સાથે વિવેક, તારતમ્ય, ઉચિતતા, ચે.જકતા વગેરે આવશ્યક સદ્ગુણા મનુષ્યમાં હાવા જોઇએ; પણ જો તે તેનામાં ન હેાય-તે વૃત્તિ સાથે ઉપલા આર્થિક સદ્ગુણ્ણાના અને કતૃત્વશક્તિના સહયોગ ન હેાય–પેાતાની પાત્રતાં કરતાં વધારે અને શક્તિબાહ્ય કાર્યના વિસ્તાર કર્યો હોય, કામાં-યાજનામાં- કાંક સદોષતા હાય અથવા પરદુઃખભંજનની વૃત્તિ કેવળ વ્યસન અથવા તૃષ્ણા જ બની ગઇ હાય તા તે વૃત્તિથી કાઇ સુખી. ન થતાં તે, પાતે તેમજ અન્ય લોકો દુ:ખી થવાને જ સંભવ રહે છે. પાત્રતા ન હોય છતાં કેવળ ધનની તૃષ્ણાથી કાઈ માણસ વ્યાપારને પસારા વધારે તે તેને અથવા તેના વારસાને જેમ દેવાળું કાઢવાના વખત આવે છે તેવું પરિણામ દુ:ખભંજનની વૃત્તિની કેવળ તૃષ્ણાથી નીપજવાનો સંભવ છે. કેવળ એકાદી શુભ વૃત્તિની તૃષ્ણા અથવા તે વ્રુત્તિની અતિશયતા કયારેયે કાઇને કલ્યાણુપ્રદ થાય એ સંભવનીય લાગતુ નથી. આવી અતિશયતા અથવા તે। નિવૃત્તિ—પરાયણતામાંથી જન્મ પામતી કેવળ નિરૂપાધિકતા એ બંનેના ત્યાગ કરીને પોતાના કલ્યાણના ભાગ મનુષ્યે નક્કી કરવાના છે. સદ્ગુણાનુ સામંજસ્ય ન સધાયુ –સદ્ગુણાને યથાયોગ્ય મેળ સાધતાં ન આવડયુ’તો તેથી સદ્ગુણાને પ્રભાવ નષ્ટ થાય છે, એટલું જ નહિ પણ તે સદ્ગુણો જ પેાતાના કે બીજાના નાશનું કયારેક કારણ અને છે. આવી રીતે સદ્ગુણા જો દુર્ગુણેનુ પરિણામ લાવે તે તેને સદ્ગુણ પણ કેવી રીતે કહેવાય?
તે
મનુષ્યનુ ધ્યેય કઇ પણ માર્ગે આત્મસંતાષ પ્રાપ્ત કરી લેવા એ છે કે પેાતાની જડતાના નાશ કરી માનવી સદ્ગુણેથી યુક્ત થવુ એ છે? ધ્યેયના ભિન્નતા પ્રમાણે સાધનામાં, માર્ગમાં અને વિચાર સરણીમાંયે ભિન્નતા રહેશે. પાતાની જડતાનેા નાશ કરી પોતાનાં સર્વ પ્રકારે સાત્વિકતાની પ્રાપ્તિ કરવી એ ધ્યેય માનીએ તે આપણું શરીર, બુદ્ધિ અને મનને ક્રિયાશીલ કરવાં
ભારતવર્ષની પ્રજાની પડતીને ઇતિહાસ તપાસીશુ તે આવું જ બનતું આવેલુ સ્પષ્ટપણે દેખાઇ આવશે. જેમ જેમ જુદા જુદા માનવસમુહો સાથે આપણા સંબંધ આવતા ગયા, તેમ તેમ આપણી પડતી થતી ગયાનું ઇતિહાસ પરથી દેખાઇ આવે છે. નહિ તો લેાકસખ્યાની આટલી બધી વિપુલતા અને ધારણ પોષણ માટેની વસ્તુએની આટલી બધી સમૃદ્ધિ હોવા