________________
તા. ૧૫-૧૦-૪૩
યુદ્ધ જૈન
સદ્ગત શ્રી કરૂણાશંકરનુ સ્મૃતિતપણ
ગઇ આસા સુદ ૩ ના દિવસે સર હરકિસનદાસ હોસ્પીટ લમાં ગુજરાતના એક આદર્શ શિક્ષક શ્રીયુત કમણાશ’કર કુબેરજી ભટ્ટના ૩-૪ દિવસની ટુકી લકવાની બીમારીથી અકસ્માત સ્વર્ગવાસ થવાના સમાચાર જાણી એમના પરિચિત સ્નેહીજનેામાં દુઃખ અને ખેદની ઉડી લાગણી વ્યાપી ગઈ છે.
સ્વિંગત કરૂણાશંકર મારા એક અત્યંત સ્નેહ અને શ્રદ્દાભાજન સ્વજન હતા. ૧૯૧૬ માં અમારે પ્રથમ પરિચય થયું. હું તે વખતે સાધુના વેષમાં વાલકેશ્વરમાં આવેલા જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ રહેલા હતા. મારા એક વિશેષ પરિચિન જૈન યુવકબ દ્વારા શ્રી કરૂણાશંકરને મારો પરિચય થયે જૈન સાધુ થઈને પણ હું કલાપી અને કાંતની ગુજરાતી કવિ તાના સારા—સરખા પરિચય ધરાવુ છુ અને સાહિત્ય અને . શિક્ષણુ વિષયમાં વિશેષ રસ લઉં છું એટલી વાત જાણીને અત્યંત ઉત્સુક ભાવે શ્રી કરૂણાશકર એક સાંજે એ જૈન યુવક અધુતે લઇને મને મળવા આવ્યા. કલાકેકુંભરના એ પ્રથમ પરિચયમાં જ અમારા છે. આત્મા વચ્ચે જે નિષ્કામ સ્નેહ સ ંબધ બંધાયો તે આજે ૨૭-૨૮ વર્ષ પછી પશુ એવાને એવા બલ્ક ઉત્તરાત્તર વિશેષ દૃઢ અને ગાઢ થતા રહ્યો. એમના મૃત્યુના ૧૫–૧૭ દિવસ પહેલાંજ કાયવશ હું મુંબઇથી બહાર ગયા, તે પહેલાં અવાડીયામાં એછામાં ઓછા ૩-૪ દિવસ તા .સાંજના તેઓ ભારતીય વિદ્યાભવનમાં આવતા અને કલાક એ-કલાક બેસી સાહિત્ય અને શિક્ષણની વિવિધ વાતા અને
i
ચર્ચા કરી આનંદ અને ઉલ્હાસ મેળવતા.
કરૂણાશકરભાઇની જ્ઞાનપિપાસા અજબ હતી. એ પિપાસાએ જ એમનું મારા પ્રત્યેનુ આકર્ષણ અને મમત્વ વધાર્યું. વાલકેશ્વરના ઉપાશ્રયમાં અમારા પ્રથમ પરિચય થયે, તેના ખે ત્રણ દિવસ પછી જ તેઓ પોતાની મુખ્ય શિષ્યા ચિ. બહેન ભારતી–જેમની ઉંમર તે વખતે દશેક વર્ષની હશે તેમને લઈને મારી પાસે આવ્યા. એ અત્યંત તેજસ્વી બુદ્ધિમતી બાળાને મને એમણે કેટલાક પરિચય આપ્યો, અને આપણા ઇતિહાસ અને સાહિત્યમાંથી આદભૂત બાળા અને કન્યાઓના વિષેના વિવિધ ઉલ્લેખે અને અવતરણાના જે વિશાળ સંગ્રહ તે પેાતાની નાંમુકામાં એ ઉતારી રહ્યા હતા મને તે બતાવ્યા. તે વખતે કરૂણાશંકરભાઈને ગુજરાતી સિવાય, હિંદી અને બંગાળી ભાષાના સાહિત્યને પરિચય બહુ થોડા હતા. મારા વિદ્વાન મિત્ર શ્રી નાથુરામ પ્રેમી તે જ અરસામાં બંગાળના પ્રખ્યાત 'નાટકલેખક દ્વિજેન્દ્રલાલના કેટલાંક નાટકાનું બંગાલીમાંથી સુંદર હિંદી ભાષાંતર છપાવી પ્રકટ કરી રહ્યા હતા. મને પણ એ નાટકાના વાંચનમાં બહુ રસ પડતા હતા, અને તેથી જ્યારે જ્યારે પ્રેમીજી મને મળવા આવતા ત્યારે ત્યારે અમે એ નાટકામાંથી જુદા જુદા ભાગ વાંચવાનો આનંદ મેળવતા. એક દિવસે પ્રેમીજી મારી પાસેથી ઉઠીને મકાન બહાર નીકળતા હતા તે વખતે શ્રી, કરૂણાશ કર મળવા આવ્યા. મેં એમને પ્રેમીજીના પરિચય · આપ્યા અને તે સાથે શાહજહ્વાન અને મેવાડપતન વિગેરે જેિન્દ્રલાલના . નાટકો વિષે વાત કરી. મેવાડપતનમાં માનસી વગેરે જે રાજપુત બાળાઓના લાકકલ્યાણકારક ઉચ્ચ ભાવાનું શબ્દચિત્ર આલેખવામાં આવ્યું હતું તેમાંથી કેટલેક ભાગ મેં એમને વાંચી સંભળાવ્યે. તે જ ક્ષણથી તેઓ જેિન્દ્રલાલ ઉપર મુગ્ધ થયા અને ત્યાંથી સીધા હીરાબાગમાં પ્રેમીજીની દુકાને જ એ બધાં નાટકાના પુસ્તકોની નકલા ખરીદી અને એને અભ્યાસ ચાલુ કર્યો. એ પછી તા એમણે જેિન્દ્રલાલ રાયની એ સુંદર કૃતિએ ગુજ
૯૭
રાતમાં ખૂબ જ પ્રચાર કર્યાં. આવા આવા તે એકથીએક ચઢે એવા અનેક પ્રસંગા અમારા એ ૨૭ વર્ષ જેટલા જીવનકાળમાં અનુભવવામાં આવ્યા છે અને કરૂણાશંકરની જ્ઞાનપિપાસા અને ભાવનાશીલતાનાં ઘણાં સ્મરણીય ચિત્ર મારા માનસપટ ઉપર અંકાયેલાં છે.
કરૂણુાશંકરભાઈને જે જાતનો સંબંધ મારી સાથે હતા તેવા જ સ્નેહસંબંધ મારા અનન્ય બવર પંડિત સુખલાલજી સાથે પણ હતા. ૧૯૨૧ ની આસપાસ પંડિતજી મારા આમંત્રણથી પેાતાના બનારસનાં વિદ્યાધામ છેડી ગુજરાત પુરાતત્ત્વ મન્દિરમાં મારા સદાના સાથી તરીકે જોડાયા તે જ દિવસથી શ્રી કાશકંર્ એમના પણ ભકત અને સ્વજન જેવા શ્રદ્ધાશીલ મિત્ર બન્યા. અમારા એ પરસ્પરના મૈત્રીજીવનનાં વિવિધ સ્મરણા ધણાં ભવ્ય અને ધણાં આન ંદદાયક છે. તેમની ટુંકી નોંધ પણ અહિં આપી શકાય તેમ નથી અને એવા અંગત જીવનની નોંધનુ આ સ્થાન પણ નથી.
કરૂણાશંકર મારા મતે ગુજરાતના એક સર્વોત્કૃષ્ટ આદર્શ શિક્ષક હતા. હિંદુસ્થાન અને બહાર ધણાય નાના-મેટા શિક્ષકાના પરિચય પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે, પર ંતુ કાશ કર જેવા ઉચ્ચ જીવન, ઉચ્ચ ધ્યેય અને ઉચ્ચ મનેરથમાં રમનાર ખીજા કાષ્ઠ શિક્ષક મારી દૃષ્ટિએ આવ્યા નથી. એ સસારી ઢાવા છતાં સાચા સાધુ હતા. સાધુતાના સુંદર આયારે એમના જીવનમાં આતપ્રાત થયેલા હતા. એમનું જીવન ઉદાત્ત હતું, ` એમનુ કાર્ય ઉદાત્ત હતું એમનું ધ્યેય ઉદાત્ત હતું, પોતાના માથે એક સારાસરખા કુટુંબના ભરણ-પોષણની મોટી જવાબદારી હતી. પોતાના બાળકાના શિક્ષણની તેમને ઊંડી કાળજી રહેતી હતી અને તે ઉપરાંત ખીજા અનેક મિત્રાને સાહાય્સ આપવાની સતત ચિંતા થયા કરતી. છતાં તેમણે પૈસાના મેહ કે લાભના સંસર્ગે જીવનમાં કયારેય કર્યો નથી. નિષ્કિંચન જેવા હાવા છતાં જીવનમાં કયારેય તેમણે દીનતા અનુભવી નથી. કરાડાધિપતિ શ્રીમતાના બાળકોને શિક્ષણુ આપવાની લાંબી જીવન સેવા તેમણે સ્વીકારી હતી, છતાં તેમણે કયારે ય પણ પોતાના સ્વમાન અને સ્વકાર્યને કાઇના તરથી રિતભર પણ ઠેસ લાગવા દીધી નથી. પોતે એક સમર્થ શિક્ષણુશાસ્ત્રી હતા છતાં કયારે ય પણુ બહાર દેખાવાની કે પ્રસિદ્ધ મેળવવાની તેમણે યત્કિંચિત પણ પણ સેવી નથી, તેઓ સ્વભાવથી અત્યંત સરળ નિષ્કપટ અને નિમેળ હતા અને બાળકના જેવી નિર્દોષ ભાવનાવાળા દેખાતા. કોઇના તરફ દ્વેષભાવ તેમણે પાનાની જીંદગીમાં દાખવ્યા નથી. તેમના માંઢેથી કયારેય પણ કાઇની કશી નિંદા સાંભળી નથી. એવા પ્રસંગમાં તે તદ્દન ઉદાસીન અને મૌન રહેતા. તે ‘ સત્’ના ઉપાસક હતા, ‘શક્તિ'ના નહીં.. સત્ જીવન, સત્ સાહિત્ય અને સત્. સમાગમ તેમને સદા પ્રિય લાગતાં, જેનુ ખીજી રીતે ગમે તેટલુ શક્તિશાલી વ્યક્તિત્વ હાય, ગમે તેટલા શક્તિશાલી લેખક હાય કે ગમે તેટલા શક્તિશાલી કાર્યકર હાયપરંતુ જો તેના જીવનમાં ‘સત્નો સદ્ભાવ ન હોય તેા કક્ષ્ાશંકરને મન તે ઉપેક્ષણીય અને અનારણીય. એમનું હૃદય અત્યંત ભાવુક અને આદ્ર હતુ. કોઇ પણ સદ્દભાવ અને ‘સદ્ વિચાર વાચી સાંભળી તે ગદ્ગદ્ થઇ જતા. છતાં તેમનું વન શૌય પૂર્ણ હતું. શિક્ષક-સુલભ નિર્માલ્યતાના અંશ પણ તેમના જીવનમાં ન હતા. સદ્દા ઉત્સાહ અને સદા આનંદમાં તેઓ મસ્ત રહેતા ૭૦ વર્ષની વયે પણ તેમનું મન યૌવનપૂર્ણ દેખાતુ અને તેમનું કાર્યું પણ તેવું જ વેગવાન ચાલતું. ‘કરૂણા'ની મૂર્તિ હેાખને પણ તે ‘શકર’ સ્વભાવના હતા. એ પરમ સુહૃદ ‘કરૂણાશ કર’ના કર્મયોગી આત્માને પરમાત્મા પરમ શાન્તિ આપે ! શતુપૂર્ણિમા ૧૯૯૯ જિનવિજય