________________
109
૯૪
યુદ્ધ જૈન
કે રૂતુના ફેરફારના હુમલાના ભાગ બની જાય અને બચાવન કરી શકે? શા માટે તે મેડેળ અને ખોડખાંપણવાળું થાય ? શા માટે તે અકાળે વૃદ્ધ દેખાય ? વિગેરે બાબતે નિર્ણય કરવા નિષ્ણાતાએ ખારાકના અનેક અખતરા કર્યા પછી, જ્યારે તેઓને લાગ્યુ કે ખારાકમાં અમુક તત્ત્વો ખૂટે ત્યારે જ આ જાતની વિકૃતિ શરીરમાં ઉત્પન્ન થાય છે, અને માણસ શક્તિ વગરના રહે છે. આ અમુક તત્ત્વ એટલે તેનું જીવનતત્ત્વ Vitamin! આ જીવનતત્ત્વની શરીરના જુદા જુદા ભાગા અને ભિન્ન ભિન્ન ક્રિયા ઉપર થતી અસર ઉપરથી તે નિષ્ણાતાએ તેને જુદા જુદા વર્ગોમાં વહેંચી નાંખ્યુ. આજ સુધીમાં પાંચ જાતના વીટામીના—જીવનતત્વા શાધાયાં છે. જેને A, B, C.D. E નામ આપવામાં આવ્યાં છે. હજુ પણ શાખાળ ચાલુ જ છે અને નવા તત્કા શેાધાય તેવા સભવ છે. અલબત વીટામીન સબંધીનુ આપણુ' જ્ઞાન ધણું પરિમિત છે. અખતરા ઉપરથી બાંધેલા અનુમાનો પુરતુ જ છે, છતાં પણ તેનુ મહત્વ ઘણું છે એમ અનુભવ આપણુને કહે છે.
તા. ૧-૧૦-૪૩
વનસ્પતિ સૂર્યના પ્રકાશની મહાન શક્તિને ચરખી અને સાકરમાં સંધરી રાખે છે, જેના ઉપયેગ માણસ કે પ્રાણી તેને ખાઇને કરે છે.
કેટલા વીટામીના શેાધીયા છે અને કેટલા શોધવાના બાકી છે તેની ભાંજગડમાં પડવાથી સામાન્ય જનતાને ખાસ કંઇ લાભ નથી. માત્ર એટલુ જાણવુ ખસ છે કે કુદરત તરફથી મળતી બધી જાતની ખારાકની વસ્તુમાં તે એક યા ખીજા સ્વરૂપે એછા વધતા પ્રમાણમાં અવશ્ય છે જ અને જો તેના ક્રિયા, પ્રક્રિયાથી નાશ ન કરીએ તે સહજ મળી શકે છે. જે કુદરતની વધુ નજદીક છે અને કુદરતી જીવન જીવે છે, કુદરતની નવાજીશા, સૂર્યના તડકા, હવા, અને પૃથ્વીના સંસર્ગના જે છૂટથી લાભ લે છે અને કુદરત આપે તે જ સ્વરૂપમાં ખારાકને ખાઇ શકે છે તે આપેઆપ જરૂર પુરતા બધા વીટામીનો, જીવન-તત્ત્વા મેળવી શકે છે. આને લીધે જ પશુ, પક્ષીઓ અને ગરીબ, અભણ, મણસમજુ ગામડીયા અને પહાડી પ્રદેશના વસનારાઓ સારી તંદુરસ્તી ભેગવે છે.
જીવન તત્ત્વ કે વીટામીના માણસ કે પ્રાણીએ પેાતે બનાવી શકતા નથી, પરંતુ સૂર્યની ગરમીની અસરથી હવા તથા *જમીનમાંથી વનસ્પતિમાં આવે છે અને ત્યાંથી ખેારાકદ્રારા આપણને મળે છે. પશુઓ લીલેાતરી ખાઇ પાતાના દૂધ અને માંસમાં આ વીટામીને સધરી રાખે છે અને જ્યારે તેના ખારાક તરીકે ઉપયાગ કરવામાં આવે છે ત્યારે તે દ્વારા માણસને તે તત્ત્વા મળે છે. નાના બાળકેને તેની માતાને પેાતાના દૂધમાં જ આ વીટામીના આપે છે. આ. ઉપરથી એમ નક્કી થાય છે કે સમસ્ત પ્રાણીનું જીવન વનસ્પતિજીવન ઉપર જ અવલંબે છે. માંસહુારીએ માંસ ભક્ષણ કરીને પણ પશુઓએ પેાતાના માંસ અને દૂધમાં સંઘરેલા વનસ્પતિના જ તત્ત્વા મેળવે છે. વનસ્પતિનુ જીવન સૂર્યના તડકા ઉપર અવલએ છે, કારણ કે સૂર્યની ગરમીની મદદથી જ રાપાએ હવામાંથી તેમજ જમીનમાંથી સત્ત્વા ચુસવા શક્તિમાન થાય છે,
સૂર્યની ગરમી વનસ્પતિને કે એવી શક્તિ આપે છે કે જેથી તેના લીલાં પાંદડા હવામાંથી પ્રેત, ચરખી, સાકર અને જીવન તત્ત્વા મેળવી શકે છે. તેના મૂળીઆએ તત્ત્વો ઉપરાંત જમીનમાંથી ક્ષારે ખેંચી લઇ તેમાંથી આપણને ઉપયોગી પૌષ્ટિક તત્વા બનાવે છે. પ્રાણીઓમાં આ તત્ત્વામાંથી દૂધ, માંસ અને છે. માતાએ આ તત્વોથી નાના બાળકાને ઉછેરી શકે છે. વનસ્પતિ વિના આપણતે આ તત્વા ખીજે કયાંયથી મળતા નથી.
સૂર્ય મહાન જીવનદાતા, જીવનપાષક, વર્ધક અને શોધક છે તેનાથી જ પ્રેત, જીવનતત્વ આદિ દ્રવ્યો બને છે. છતાં પણ પ્રાણીને તે સીધેસીધાં ન મળતા વનસ્પતિારાજ તેણે મેળવવાં પડે છે, એટલે પ્રાણીએ કાં તે વનસ્પતિ ખાઇને જીવવા માટે આ અગત્યના તત્વા મેળવવા, અગર તેા વનસ્પતિ ખાઇને પેાતાના રતમાં, માંસપેશીમાં, કે બીજા અવયવમાં આવા તત્વા સંધરી બેઠેલા પ્રાણીઓને ખાઇને કે તેના દૂધને પીને મેળવવા રહ્યા. આ સીવાય બીજો એક પણ માર્ગ તે મેળવવાના નથી.
જ્યારે માણસનું આખું જીવન વનસ્પતિ ઉપર જ નિર્ભર છે. ત્યારે જૈનધર્માદિ કેટલાએક ધર્માંની ધાર્મિક માન્યતાએ લીલી વનસ્પતિ અને કંદમૂળમાં ખાવામાં પાપ મનાવી માણુસાને તે તજવાનુ કમાવે છે તે પણ રીતે ચેાગ્ય નથી દેખાતુ. કારણ કે માણસને જીવવું છે, વિકસવુ છે અને શક્તિશાળી રહીને પેાતાનું કાર્ય કરવું છે તે તેણે તે શક્તિ દેનાર ખારાક લેવા જ રહ્યો. આમાં જેટલી ઉગ્રુપ રહે તેટલી ઉણપ તેણે વિકાસ અને શક્તિની બાબતમાં ભાગવવી રહી અને પેાતાના પ્રજાને ભાગવાવવી જ રહી તે ચોક્કસ છે. કાષ્ઠ પશુ ધર્મ પોતાના અનુયાયીઓ નબળાં, નમાલા, માંદલા કે અલ્પાયુષી રહે તેમ તે નજ ઇચ્છે, એટલે કાં તે! તેથી બાધા ફરમાવનારા ધર્મોએ વનસ્પતિનું સ્થાન લઇ શકે તેવા યોગ્ય ખારાક સુચવવા રહ્યો, અગર તેા આવા બંધના ઢીલાં કરવા રહ્યાં, અગર જો તેમ ન બને તે। પ્રજાના શરીર વિકાસનું ધર્મને નામે બલીદાન આપી માનવનાશ વહેલા નેતરવા રહ્યો. આ સીવાય ખીજો કેઇ માર્ગ નથી જ. (અપૂર્ણ) વ્રજલાલ ધ. મેઘાણી. મહિલા સમાજ પુસ્તકાલય
શ્રી જૈન ફરતુ
ઉપરાંકત સંસ્થા તરફથી એક કરતા પુસ્તકાલયની યાજના કરવામાં આવી છે. સંસ્થાના નીચે જણાવેલા મ્હેનાએ પેાતાને ત્યાં આ પુસ્તકાલયની પેટીઓ રાખવાનું કબુલ કર્યું છે. આ યે!જનાનો લાભ સમાજના દરેક સભ્ય લેશે એવી આશા રાખીએ છીએ. પેટી રાખનારનાં સરનામા ૧. શ્રી જૈન મહિલા સમાજ સમયમાંગરાળ મેન્શન, ખેરાબજાર કોટ.
૨. શ્રી. શીલવતી વ્હેનારા સમય 2. ન. ૩૪૪૮૧, ૯/૦ ડો. એમ. પી. વારા, ૩૮૭, પાયધુની. ૩. શ્રી. તારાબ્વેન ચંદુલાલ ઝવેરી, સમય 2. નં. ૨૫૫૪૬, ૬૯ “રૂપાયતન” મરીન ડ્રાઇવ. ૪. શ્રી. સુદર્જુન ભગવાનદાસ ટે. નં. ૨૬૩૮૬ મલબાર બ્યુ, ચોપાટી
૨ થી ૪
૫. શ્રી જયાન્હેન નગીનદાસ શાહ ટે. નં. ૬૧૩૦૬, ૫૭ ચર્ચ સ્ટ્રીટ, દાદર. ૬. શ્રી. લીલાવતી ત્રીભોવનદાસ શાહ ટે, ન. ૪૦૦૧૪ ‘શાહબાગ” ગામડીયા રોડ, પેડર રોડ છ. શ્રી. પુષ્પાન્હેન ચંપકલાલ ભવાણી ભરૂચા ખીલ્ડીંગ ૨ માળે પ્રીન્સેસ સ્ટ્રીટ, મેાકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨
૧૨ થી ૨
શ્રો મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી, મણુિંલાલ મુદ્રણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧,
૨૫ થી ૫
૨ થી ૪
૨ થી ૪
૨ થી ૪
૨ થી ૪