SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન આ સ્થિતિ અટકાવવા આાખી સમાજ રચના અને લગ્નસંસ્થા કોઇ જબ્બર પરિવર્તન માગે છે એવુ અરણ્ય-રૂદન સદી થયું જગમાં થઈ રહેલુ છે. આ પરિવર્તન અને પુનઃ રચના માટે કાઇ ખીજે પ્રસંગે વિચાર કરીશું; અત્યારે તે સાંસારિક જીવનની શરૂઆત કયારે કરવી ઇષ્ટ છે, અને શા માટે ? તેની ઉપર જ થેાડે। વિચાર કરીએ; કારણુ કે લગ્નના પ્રશ્ન વ્યકિતગત પ્રશ્ન તરીકે લગ્ન કરનારના હાથમાં આપી શકાય તેવી અને તેટલી આપણા સમાજની તૈયારી નથી. આખા પ્રશ્ન સમાજે કે વડલાએ પેાતાના હાથમાં રાખ્યા છે. અને તેને કાવે તે રીતે અને સમયે તે છોકરાં અને છેકરીને પરણાવી શકે છે અને તેના નિ ય માટે એક પક્ષ શાસ્ત્રને અને બીજો પક્ષ સુધારાની 'ધૂનને આધારભૂત માને છે. તેથી જ લગ્ન માટેની વયના પ્રશ્ન કે જેને શાસ્ત્ર કે સમાજ સાથે સીધા સબંધ નથી, પરન્તુ આખહવા અને સમાજના વાતાવરણુ સાથે સંબંધ છે અને જેની અસર પરણનાર દંપતી ઉપર અને ભાવી સ ંતતિ ઉપર થવાની છે અને જેના ઉપર દાંપત્ય જીવનનો આધાર છે અને જેનાથી પ્રજાની નીતિમત્તા ઘડાવાની કે બગડવાની છે.તે પ્રશ્ન--લગ્ન જીવનની વય-વિષે આજે થોડા વિચાર કરીએ. જીના વિચારના માણસે બાળલગ્નમાં સમાજનું અને વ્યક્તિનું અને ધર્મનું હિત જુએ છે. તેતે નવીન યુગવાળા જુનવાણી, જડસુ, અને વેદવારાના સમયના માને છે, નવા યુગ બહુ મોટી વયે લગ્ન કરવાના મતના છે અને તેમાં તે પ્રજાનુ, પરણનારનુ અને દેશનુ હિત માને છે, જીનાએ તેને સંસ્કાર, ધર્મ અને આત્વહીન માની નિન્દે છે. આ ઝધડાના નિકાલ લાવવા માટે લગ્ન વયના પ્રશ્નને વૈદ્યકીય દૃષ્ટિએ તપાસવાની જરૂર છે. ગરમ અને સમશિતાષ્ણ કટિબંધમાં આવેલા પ્રદેશોમાં છેકરીઓમાં આવ સરેરાશ ૧૩ થી ૧૩ વર્ષની વયે આવી જાય છે અને કેટલાએક શારીરિક અને માનસિક પ્રાકૃતિક ફેર્ કારા પણ દેખાવા માંડે છે. આ વયે જ તેનામાં જાતીય જ્ઞાન કે ભાન પણું થઇ જ જાય છે. ઠંડા પ્રદેશમાં આ જીવ મેહુ આવે છે. આજુબાજુના સ ંજોગો, વાતાવરણ, રહેણી કરણી, ખાનપાનાદિ, વાંચન અને સખત પશુ આ સ્ત્રીત્વ વહેલું લાવગામાં કે થોડા વખત અટકાવી રાખવામાં ખુબ અગત્યના ભાગ ભજવે છે. આપણા દેશ ગરમ છે. અને આપણુ અત્યારનું સામાજીક વાતાવરણ ઉતેજક છે. એટલે સ્ત્રીત્વ, જાતીય ભાન અને જ્ઞાન અને તે અ ંગેની જિજ્ઞાસા ઝડપથી આવે છે. એટલે આપણે ત્યાં અત્યારે જાતીય જીવનની માનસિક શરૂઆત તા છેકરીઓમાં લગભગ ૧૩-૧૪ વર્ષની વયે અને છોકરાઓમાં ૧૬ થી ૧૮ વર્ષની વયે જ થાય છે. શરમ, સામાજીક મર્યાદા, કૌટુંબિક સંસ્કાર, અને પરાપૂર્વના ઉતરી આવેલા ભાવાના અવશેષો માનસિક જાતીય ભૂખને દાબી રાખે છે. એટલે પ્રગટપણે તેના વિકૃત ચિન્હા પશ્ચિમની પ્રજાની માફક દેખાતાં નથી, ઓછાં દેખાય છે, પરંતુ માનસિક અસર તા જરૂર ત્યાં પડી પેાતાનુ કાર્ય કરતી જ હાય છે. ભૂતકાળમાં આ અસરની વિકૃતિ અટકાવવા સમાજમાં સંયમ, ધાર્મિક વૃત્તિ અને બાળલગ્નના આશરા લેવામાં આવ્યા હતા એમ કહીએ તે ક ગત ખાટું નથી, જ્યારે આજે નવીન યુગમાં લગ્નની વધુ લખાતી તા. ૧-૧-૪૭ નવયુગપ્રવતક ગાંધીજીઃ કવિવર ટાગારનું એક ભવ્ય સિંહાવલેાકન ( પૃષ્ટ ૨ થી ચાલુ) અને ભિક્ષુકા ભટકે છે કે જેએ દુ:ખ અને દરિદ્રતાથી ભરેલી દુનિયા ઉપર પીઠ ફેરવીને કરે છે અને સમાજથી અળગા બનીને પોતાની જ આધ્યાત્મિક સાધનામાં નિમગ્ન બનીને રહે છે. એક વખત કોઇ એક ગામમાં રહેતા સન્યાસી સાથે મને વાતચિત કરવાનુ બનેલુ. મેં તેને પુછ્યુ કે “ભુખમરે, અનેક પ્રકારના દર્દી અને દુરાચારના ભાગ બનેલા આ ગામડાના કમનસીબ લેાકા માટે તમે કેમ કાંઇ કરતા નથી”? તેને મારા પ્રશ્નથી આશ્ચર્ય થયુ. તેમજ આધાત લાગ્યો. તે બુમ પાડી ઉઠ્યા કે “મે મેક્ષપ્રાપ્તિ અર્થે સંસારનાં સવ અંધને છેાડયા છે તે શુ હું જ પાછો માયામાં ડુબેલા આ પામર સ’સારીની પંચાતમાં પડું' ?' જાય છે એટલે સ્ત્રી તેમજ પુરૂષને જાતીય મંથનના કાળ પ્રતિકુળ વાતાવરણમાં, વિકારની બરેાબર મધ્યમાં, બહુ લાંબો રહે છે, જે કાઇ પણ વખતે અયેાગ્ય માર્ગ લેવા ન ચૂકે, અગર ત જો તેમ ન બને તે માનસિક વિવશતા અને વિકાર ગ ંભીર પ્રકારની વિકૃતિ ઉભી કર્યાં વિના ન જ રહે એમ માનસશાસ્ત્રી કહે છે. અપૂર્ણ ડા. વૃજલાલ ૧, મેઘાણી, પાશ્ચાત્ય શાહીવાદના પડકાર આમ હિંદુસ્થાન જ્યારે નિભંળતા અને કુસંપને લીધે શીવિશીષ્ટ્રે શામાં ગરકાવ હતુ અને પેાતાના જ વિકસાવેલા અધ્યાત્મવાદે તેને દગો દીધા હતા, ત્યારે તેના ઇતિહાસમાં સૌથી વધારે વિકટ અને વિષમકાળ આવીને ઉભો રહ્યો. પાશ્ચાત્ય શાહીવાદના આ દેશ ઉપર હલ્લો આવ્યો. હિંદુ સંસ્કૃતિના મૂળમાં રહેલી એકતા પાશ્ચાત્ય અસરા તળે છિન્નભિન્ન થવા લાગી. સૈકાઓથી અસ્પૃશ્યતાનુ ધર કરી રહેલું ભગદર નગ્ન સ્વરૂપમાં બહાર આવ્યું. હિંદુ અને મુસલમાન રાષ્ટ્રીય ભાવનાની ઉપેક્ષા કરીને રાજ્યકર્તાઓ તરફથી હુંશીયારીપૂર્વક ફૂંકાતા સત્તા અને અધિકારોની ઝુંટાઝુટ કરવા લાગ્યા. આપણુા લેાકેા એટલા બધા અધોગત, અવનત અને વિભકત બની ગયા કે આ અધેગતિના પાંતાળમાંથી હિંદુસ્થાન પોતાની જ બુદ્ધિ વડે કાઇ કાળે ઉંચે આવે કે કેમ એ એક મેટી સમસ્યા બની ગઇ. એટલામાં હિંદુસ્થાનની ભૂમિ ઉપર પૂર્વકાળના રૂષિમુનિઓની હરાળમાં ખરેખર ઉભા રહી શકે એવા એક ખરેખર મહાન આત્માના -જેનું આપણે સન્માન કરવાને એકત્ર થયા છીએ તે-મહાત્મા ગાંધીના જન્મ થયા. આજે આપણા દેશના ભાવી માટે જરા પશુ નિરાશા ચિન્તવવાની જરૂર છે જ નહિ; કારણ કે જે સદા નવસર્જન અને નવનિર્માણ કરે છે તેવી શક્તિના અવતાર થયે છે. મહાત્મા ગાંધીએ આપણને એવા માર્ગ દર્શાવ્યા છે કે જે માર્ગને જો આપણે બરાબર અનુસરીશું તે આપણે આપણી જાતના ઉદ્દાર કરી શકીશું . એટલુ જ નહિ, પણ બીજા લોકોને પોતાંના ઉદ્ધાર સાધવામાં પણુ આપણે અનેક રીતે મદદરૂપ થઈ શકીશું. જે સ્વાર્થ મયતાથી કેવળ પર છે જે આજે આપણી વચ્ચે આવીને ઉભા રહેલ છે તે 'ગત કે રાષ્ટ્રીય—કાઇ પણ પ્રકારના સ્વાર્થી ખ્યાલેાથી કે પૂર્વગ્રહાથી મુક્ત છે. આ કારણે જ તેઓ અન્ય માનવીઓથી એકદમ જુદા પડે છે. પ્રજાની કેવળ સ્વાર્થ પરાયણ વૃત્તિ વ્યક્તિગત સ્વાર્થમયતાનું જ એક વિસ્તૃત સ્વરૂપ છે. એમાં પણ એને એ જ વિકૃતિ દોષ રહેલા છે. રાજકારણી પુરૂષો તરીકે લેખાતા લાકાનુ આચારધારણ ઉન્નત આદર્શોને બાજુએ રાખીને જ ડાયલું હાય છે, તેમને જુઠ્ઠું ખેલતાં જરા પણ વિચાર થા નથી, પોતાની મહત્વાકાંક્ષા બર લાવવા ખાતર બીજા લોકોને નુકસાન કરતાં કે ઇજા પહોંચાડતાં તેમને જરા પણ આંચકા આવતા નથી. તેથી આજે પશ્ચિમમાં આપણે એવુ દૃષ્ય જોઇ
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy