________________
અક
: ૧૧
શ્રી મુબઇ જૈન યુવસ વતુ... પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ્ર શાહુ,
મુંબઇઃ ૧ અકટોબર ૧૯૪૭ શુક્રવાર.
Regd. No. B; 4266.
મેધાણીભાઇનું વ્યાખ્યાન સાંભળવા ગઇ ત્યારે મને ખ્યાલ નહાતા કે લેાકસાહિત્ય ઉપર જનતા આટલી ગાંડી બનશે. પહેલાં મેઘાણીભાઇના ગીતા કાઇ કોઈ વાર સાંભળવા મળ્યા હતા; પરંતુ એ ગીતા સાથે એના તિવાસ તથા લોકોના જુના રીતરીવાજો એમના માઢેથી સાંભળ્યા નહતા. એ બધું બાળવયમાં અનુભવેલું, પરંતુ આજે ભુલાઈ ગયું હતું. એ બધુ નિરસ અને ઉપયોગ વિનાનુ છે એમ લાગતું હતું. મેઘાણીભાને હું જેમ જેમ સાંબળતી ગઈ એમ એમ મારી આ મને યાદ આવવા લાગ્યાં, મારૂં બાળપણ યાદ આવવા લાગ્યું, અને મને લાગ્યું કે મારી બા પાસેથી આવુ` ધણુંયે શિખવાનુ હતુ જેને મેં કાંઈ લાભ ન લીધા અને મારે ઘેર ગંગા વહેતી હતી તેની મેકદર ન કરી. મારી બા પાસે ગીતાના, વાર્તાઓને, ઉખાણાઓના, લગ્નના ગીતાને ખુબ સંગ્રહ હતા. તેમજ દેશી દવાઓની પણ તેમની પાસે ખુબ માહીતી હતી. આ બધું મેં ઉતારી લીધું હાંત, તે કેવું સારૂં થાત? પણ એ વખતે મને એ ન સુઝયું, કારણ કે એ વખતે એવા જ ખ્યાલ હતા કે જીનું તદ્દન નકામું છે અને નવું આવે છે તે જ બહુ સારૂ છે, એમ જાણી એની કીમત ન કરી અને જીનુ ખેયુ' અને નવુ' પુરૂં આવ્યુ' નહિ. નવું જાણવાજેવુ છે, ઉપયોગી પણ છે. એની સાથે જુનામાં પણ ઘણું જાણવાનુ છે. જુના લોકે આપણી જેમ ભણીને ઇતિહાસ વાંચીને કે ગેાખીને બધું યાદ નહાતા રાખતા, પર તુ કામકાજથી પરવારી બપારના કે રાતના વખતે અમને ગીતા શિખવતા, વાર્તાઓ કહેતા, ગીતે સંભળાવતા. એ ગીતેા તદ્દન વેવલા જેવા ન હતા, પણ તેમાં ઇતિહાસ અને ઉંચી ભાવનાએ ભરેલી હતી, એમાંના કેટલાક મેઘાણીભાઈએ સભળાવ્યા હતા, અને તેનું રહસ્ય સમજાવ્યું હતું. મેં સાંભળેલા ગીતામાંના કેટલાક નીચે મુજબ, હતાં. મેટાં ખોરડાં, મોરબીની વાણીયણુ, માધાવાવના ગ!, હરિશ્ચંદ્ર રાજાના ગરા, શંકર પાર્વતીને ગર, વાંઝીયા મેણાના ગર, વેરણ ચાકરીના ગર, તેજમલને ગર. વણુઝારાને એક ગર મને યાદ છે. એની થાડી લીટીઓ અહીં ટાંકુ તે અસ્થાને નહિં ગણાય.
વણઝારા રે! સૌ કાઇ વણુજે ૨ જાય, તમે રે ધરે ખેઢાં શું ? કા વણઝારા હાજી ! વણુઝારી ! મારી ગાંઠે નહીં ગરથ, મારી ગાંઠે નથી દોકડા વણુઝારી હા ! વગુઝારા રે આપુ હૈયાના હાર, ખીન્તુ આપુ તે પગનું ઝાંઝરૂ વણઝારા હાજી !
લવાજમ
રૂપિયા ૨
એક
પ્રતિસ વેદન
( લેાકસાહિત્ય સમારંભના લેખમાં મેં જણાવ્યું હતું કે “ ભાઇ મેઘાણીની સંવેદનભરી વાણી અનેક સુતેલા સવેદનાને જાગૃત કરે છે.” આવું એક પ્રતિસ’વેદન નીચેના લેખઢારા આપને અનુમવવા મળે છે.
પરમાનદ,)
વણુઝારાનું કુટુમ્બ છે. બધા વણુજે જાય છે, જ્યારે એક દીકરાં હીણુકમાઉ છે, એટલે એની દરકાર કોઇ કરતું નથી, પરંતુ એની સ્ત્રી એને પ્રાત્સાહન આપી પોતાના પહેરવાના દાગીના આપીને વેપાર કરવા મેકલે છે. આ ગીત યાદ કરૂં છું ત્યારે અમારે ત્યાં અનાજને મોટા વેપાર હતા અને વણઝારાના પાઠની પેઠે આવતી હતી તે યાદ આવે છે.
મારી બાને જશમા ઓડણના, રાણકદેવીના, ગુર્જરી માતાના વગેરે ઘણા ગરબા આવડતા હતાં અને એ રીતે જુના ઈતિહાસ અમને તે જણાવતાં હતાં. બપોરના વખતમાં અમારે ભરવાનું કામ ચાલતું હતુ. ગામડામાં કાઇ કાઇ ઠેકાણે હજુ પણ દીકરીને કરીયાવરમાં ભરત આપવાના રીવાજ છે. અને એ વખતે તા એ રિવાજ ઘણા પ્રચલીત હતા. દીકરી જન્મે ત્યારથી માં ભરવા માંડે અને સાથે સાથે વહુ દીકરી પણ ભરાવે અને મા પાસેથી ગીતા પણ શીખે. કેટલાક વખત પહેલાં અમે ગાપનાથ ગયાં હતાં. ત્યાં પણ એક ધરડી ડેાશી હતાં. તેમનું નામ સેનામા હતું. એમની પાસે પણ લોકગીતાને ભડાર હતા. અમે એમની પાસે કેટલાંક ગીતા ગવરાવતાં હતાં અને જે ગીત બહુ ગમે તે ઉતારી લેતાં હતાં.
ગામડામાં બધા વણો પરસ્પર ખુબ એકતા અનુભવતો હતાં. મને યાદ છે કે અમારે ત્યાં બધા સાથે પુરી એકતા હતી. કુંભાર સાથે, હજામ સાથે, મુસલમાન સાથે, દરજી સાથે, ગરાસિયા સાથે અમુક જાતની સાંકળ હતી અમે બધા પાડેાશી તરીકે પૂરા પ્રેમથી રહી શકતાં હતાં. એ આપણાં મંદિરમાં આવે. અમે એમના મંદિરમાં જઇએ. બધાના રીતરીવાજો નણીએ અને બધાના સંસ્કારો લઇએ. એવી એ વખતની એકતા હતી. અમારી દુધવાળી ભરવાડણુ. જ્યારે આયંબીલની આળાની અમે નવ દિવસની તપક્રિયા કરતા, ત્યારે તે પણ અમારે ઘેર આય’ખીલ કરવા આવતી અને અમે કરીએ તે બધી ધર્મક્રિયા તે કરતી. કાળી કાળણું કે ભંગી ઢેઢને પશુ તોછડાઈથી ખેલાવવાના કે જેમ તેમ તરખેડવાના રીવાજ નહાતા.. આપણે ઉંચ નીચને જે ભેદ પાડીએ છીએ તેવી–ઉંચા નીચાની આજે છે એવી-એ વખતે કલ્પના સરખીયે નહેાતી. અમારી શેરી વાળનારા કાળા નામના ભંગી હતા. એને અમે કાળાભાઈ કહીને એલાવતાં હતાં. મારાં ભાભી એમને કાળાભઇજી કહેતાં અને એમની લાજ કાઢતાં. અમારી કુંભારણુ હતી તે અમને આખુ વરસ વાસણ આપે અને અમારે ત્યાંથી જ્યારે કોઇ પર્વ આવે ત્યારે અમે જે મીઠાઇ તૈયાર કરી હાય એમાંથી અમે તેના ભાગ