________________
७८
પ્રબુધ્ધ જૈન
ઉપાયના આધાર લીધેલા છે. ખરા ? એમ પાતે જીવનમાં, કરતા આવ્યા હાય અને રાજકીય ક્ષેત્રમાં પણ તે જ ઉપાય યેાજવા ઇચ્છતા હેાય તે કેટલેક અ ંશે તેમ કરવું સયુક્તિક થઇ પડશે પણ પાતાના જીવનમાં આવું અહિંસક આચરણ ન હોય અને કેવળ રાજપુીય ક્ષેત્રમાં જ તેના ઉપયાગ કરવા એમ જ્યારે કોઇને લાગે છે ત્યારે એ વખતે તેની અહિંસક વૃત્તિ વિશે શકા આવવાનુ સ્થાન રહે છે. પોતાના નિત્ય સંબંધની વ્યક્તિ સાથે વિરાધના પ્રસ`ગ આવતાં આજ પર્યંત જે પ્રકારે ઉપવાસનું પરિણામ અનુભવાયુ હશે તે ઉપરથી રાજકીય ક્ષેત્રમાં ઉપવાસના યશાપયશને અંદાજ કાઢવાનું શકય બનશે. હંમેશના આપણા જીવનમાં આ ઉપાયને કયારેય ઉપયોગ ન કરતાં કેવળ સ્વરાજ પ્રાપ્તિના માર્ગમાં આના ઉપયોગ કરવાનું મનમાં લાવીએ છીએ ત્યારે તે વિષેની આપણી શ્રદ્ધા અનુભવાત્મક નથી, પણ તેમાં લાચારી અને અંધશ્રધ્ધાના જ ભાગ વિશેષપૂણે છે એમ મને લાગે છે.
ઉપવાસમાં આપણો હેતુ મુખ્યપણે લોકજાગૃતિના હાય તે લોકેાએ જાગૃત થઇને શું કરવું એ વિષે નિશ્ચિત યેાજના આપણી પાસે હાવી જોઈએ. તે યેજનાને અમલમાં લાવવા માટે જોઇતુ શિક્ષણ સંસ્કાર તાલીમ પહેલેથીજ સમાજને આપેલી હાવી જોઇએ. યુદ્ધ અહિંસક હાય કે હિ'સક-તેને જરૂરી એવું ધારણ, વ્યવસ્થા, શિસ્ત, પદ્ધતિ, યોજના, સગઠન વગેરેનું જ્ઞાન અને તનુજંગી અનેક સદ્ગુણુ સમાજમાં વિકસતા રહે એવી શિક્ષણુવ્યવસ્થા પહેલેથી ચાલુ હોવી જોઇએ. આવા શિક્ષણથી લોકોમાં લડાઇની સર્વ પ્રકારે લાયકાત આવી હોય તેવે વખતે ઉપવાસથી આવેલી જાગૃતિ કાંઇ કાર્ય કરી શકશે; પરંતુ તેવી સ્થિતિ ન હાય તેા એકના કે અનેકના ઉપવાસથી લેાકજાગૃતિ થઈ તેાયે પૂર્વ શિક્ષણુના અને લાયકાતના અભાવે તે જાગૃતિ ધ્યેયની દૃષ્ટિએ જોતાં કાંઈજ કરી શકશે નહિ. ઉપવાસ કરનારા પેતે જાગૃત હોવા છતાં, તેના મનમાં દેશ વિષે વ્યાકુળતા છતાં, નિશ્ચિત અને વ્યવસ્થિત શિક્ષણના અભાવે ઉપવાસ સિવાય જેમ ખીજું કાંઈ કરી શકતા નથી તે પ્રમાણે લોકો પણ શિક્ષણ અને લાયકાતના. અભાવે કાંઇ કરી શકવાના નહિં.
વ્યવસ્થિત, નિશ્ચિત, ઉપયુક્ત શિક્ષક્રમ પર મારી ' શ્રધ્ધા છે; એ શિક્ષણુક્રમથી સમાજમાં ક્રિયાશીલતા, વ્યવસ્થિતતા, કર્તૃત્વ, યેાજકતા ઇત્યાદિ ગુણોની વૃધ્ધિ થશે અને આપણે બધી બાજુએથી લાયક બની શકીશું. આપણી તેવી તૈયારી ન હેાય તેા કેવળ જાગૃતિરૂપે લાગનારી સ્થિતિમાં લડાઇ થઇ શકશે નહિ. તે માટે વ્યવસ્થિત શિક્ષણ પામેલા શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ લોકેાની જરૂર છે. સંગ્રામ સિવાય સ્વરાજ મળવું શકય નથી એ વાત જો આપણને સિદ્ધાંતરૂપે સમજાઇ હેાય તે યાજનાથી મળેલી પાત્રતા સિવાય સંગ્રામ થઈ શકે નહી એ વાત પણ સ્પષ્ટ અને દૃઢપણે આપણે સમજવી જોઈએ,
અહિં ́સક યુદ્ધની સંગ્રામ પધ્ધતિ હજી આપણને પૂરી સુઝી નથી. કાળ અને પ્રસંગ જોઇને તેને કયાં કેવા ઉપયેગ કરવા તેનુ શાસ્ત્ર આપણને હજી અવગત થયેલું નથી એમ મને લાગે છે. આપણે તે માર્ગે જ જવાનું છે તે બુધ્ધિ ચલાવી આપણે તે વિષયનું શાસ્ત્ર બનાવવું જોઇએ અને લોકાને સક્રિયપણે તે શીખવવુ જોઈએ. કેવળ ઉપવાસથી આ વાત બની શકશે એમ લાગતુ નથી. તેમાં લાચારીને અને “આપણી બુદ્ધિ આથી આગળ ચાલતી નથી” એવુ કમુલ કરવાના ભાસ મને થાય છે. તેથી રાજકીય ક્ષેત્રમાં ઉપવાસ એ સદૈવ ઉપાયરૂપ થઈ શકે એમ લાગતું નથી. વ્યવસ્થિત સંગ્રામ માટે જોતી યેજનાશકિત અને કર્તૃત્વશકિત ઉપવાસથી
તા. ૧૫-૯-૪૩
સંઘ સમાચાર
ફેશન રાહત સમિતિ: તા. ૨૩-૮-૪૩ ના ાજ મળેલી સધની કાર્યવાહક સમિતિએ રૅશન રાહતની એક યાજના મંજુર કરી છે જેના સાર તા. ૧-૯-૪૩ ના પ્રબુદ્ધ જનના અગ્રલેખમાં આપવામાં આવ્યા છે. એ યેજનાના અમલ કરવા માટે અને જરૂર જણાયે તે યેજનાને આગળ વધારવા માટે કુંડ એકઠું કરવાની સત્તા સાથે એક રૅશન રાહત સમિતિ નીમવામાં આવી છે જેમનાં નામેા રેશન રાહતને લગતી આ અંકમાં પ્રગટ કરેલી જાહેરાતમાં આપવામાં આવ્યા છે. તા. ૧૫-૯-૪૩ થી સધનું રેશન રાહતનું કાર્ય શરૂ થાય છે. અને તરંગી અનુભવતા જૈન કુટુ તેના પુરો લાભ લઇ શકે છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળા: તા. ૨૭-૬–૪૩ થી તા. ૩-૯--૪૩ સુધી સંઘે યેાજેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડયા હતા. સંધ તરફથી આ વખતે એ વર્ષના ગાળે પ્રસ્તુત વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. પડિત સુખલાલજી નાદુરસ્ત તબિયત હેાવા છતાં આ ખ્વાખ્યાનમાળાના પ્રસ ંગે આવી પહોંચ્યા હતા અને બધાં વ્યાખ્યાનો તેમના અધ્યક્ષપણા નીચે અપાયાં હતાં. આ વ્યાખ્યાનમાળામાં પડિત દરબારીલાલજી અનારોગ્યના કારણે આવી શકયા નહાતા અને તેમની ખેાટ સૌ કોઈને બહુ સાલી હતી. શ્રી ઇન્દુમતી મહેતા તથા શ્રી રામનારાયણ પાઠક સંધના નિમંત્રણને માન આપી અમદાવાદથી આવ્યા હતા. તેમના તેમજ અન્ય વ્યાખ્યાતાઓના પ્રસ્તુત વ્યાખ્યાનમાળાને સફળ બનાવવા માટે આભાર માનવામાં આવે છે. આગલા વર્ષની સર્વ વ્યાખ્યાનમાળા હીરાબાગમાં ભરવામાં આવતી હતી. આ વર્ષે તે સ્થળ લભ્ય નહેતુ તેથી તેના નજીકમાં જ આવેલ કચ્છી દશા શ્રીમાળી વણીક જ્ઞાતિની વાડીમાં શરૂઆતના સાત દિવસની વ્યાખ્યાન સભા ભરવામાં આવી હતી. શ્રોતાએ માટે ખુરશીઓની પુરી સગવડ તેમજ ધ્વનિવર્ધક યંત્રની ગઢવણુ કરવામાં આવી હતી. ઉપર જણાવેલ વાડીના સ્ટીઐએ એ જગ્યા કશું પણ ભાડુ લીધા સિવાય સધને વાપરવા આપી તે માટે સધ તેમને ખુ॰ ઉપકાર માને છે. છેલ્લા દિવસની સભા ધોબીતળાવ ઉપર આવેલ ફરામજી કાવસજી હેાલમાં ભરવામાં આવી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થતા ખર્ચમાં મેસર્સ વી. એ. બ્રધર્સે રૂ।. ૫૦, એક મિત્ર તરફથી રૂા. ૧૦૦] તથા અન્યમિત્ર તરફથી રૂા. ૫૦] ની સહાય મળી છે તે બદલ તે ત્રણે ગૃહસ્થા પ્રત્યે સધ પોતાની કૃતજ્ઞતા જાહેર કરે છે.
બંગાળ રાહત ફઃ-પર્યુષણના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન બંગાળ રાહત નિમિત્તે પર્યુષણની વ્યાખ્યાનસભામાં ફાળા માટે માટે માંગણી કરતાં રૂ।. ૧૮૫૭–૪-૦ એકઠા થયા હતા જે રકમ જન્મભૂમિના તંત્રીને સુપ્રત કરવામાં આવી છે. આ ફાળામાં જુદી જુદી રકમે ભરનારાઓની આખી યાદી. તા. ૧૦-૯-૪૩ ના જન્મભૂમિમાં આપવામાં આવી છે.
પ્રાપ્ત થઇ શકશે એવી આશા મને લાગતી નથી. આપણને ઉપાયની જરૂર છે; કેવળ ભાવનાવશ થઇ મૃત્યુ માટે તૈયાર થવામાં રાષ્ટ્ર સ્વરાજપ્રાપ્તિ માટે લાયક બની શકતા નથી.
ઉપવાસના કયારેય ઉપયોગ નથી એમ ન સમજવુ. પાત્રતા ભરપૂર છતાં જ્યાં માણસ જડતાથી, સ્વાર્થથી કે વિકારવશ બનીને ખેાટે માર્ગે જતા હૈાય ત્યાં તેને વાળવા માટે તેને જાગૃત કરવા માટે-ઉપવાસ એ અત્યંત પ્રેમલ અને સાત્વિક ઉપાય છે એમાં શકા નથી. જ્યાં પરસ્પર પ્રેમ હોય ત્યાં જ આ ઉપાય ઉપયેગી અને પરિણામકારક બની શકે. નાથજી
To go