________________
પ્રબુધ જેન
તા. ૧-૯-૪૩
નથી અને પિતાના વિકાર તથા વાસનાથી દોરાઈને ઈદ્રિ દ્વારા વ્યાપાર કર્યોજ જાય છે. આ સ્થિતિ અટકાવવાને બહિર્મન તત્પર બને તેટલા માટે તેનામાં વિકાર કે વાસનાનું પ્રબળપણું ન હોવું જોઈએ અને જે અંતર્મન સદૈવ જાગૃત હોવા છતાં દેહની સુષુપ્તિના કાળમાં જાગૃત થયેલું હોય છે તેને દેહની જાગૃત અવસ્થામાં પણ જાગૃત રાખવું જોઈએ. ઘડીભર બહિર્મનને સંયમ વડે સુષુપ્ત કરે, એટલે આંતર્મન જે સદૈવ જાગૃત જ છે તે આગળ આવશે અને પિતાનો ઉદ્દગાર પ્રકટ કરશે. આ ધ્યાન અથવા ચિંતન અથવા માનસિક સમતાની અવસ્થા છે. પુનઃ પુનઃ આંતર્મનના ઉદ્દગારોની છાપ બહિર્મન ઉપર પાડતા રહેવાથી બહિર્મનમાંની વાસના કિંવા વિકાર દૂર થવા લાગશે અને ધીમે ધીમે બહિર્મન આંતનની સલાહ પૂછયા વિના કોઈ પણ કાર્ય નહિ કરે એવી ઉચ્ચ સ્થિતિમાં આવશે. અંગ્રેજ તત્ત્વવેતાઓ જેને Conscience અને Mlind કહે છે અને વેદાંતીએ વ્યવસાયાત્મિકા બુદ્ધિ તથા વ્યાકરણાત્યકમ કહે તે જ આંતન અને બહિર્મન છે. તે બેઉની દ્વારા ઇંદ્રિયને જે વ્યાપાર ચાલે છે તે એકલા બહિમનના વ્યાપાર કરતાં વિશેષ શુધ્ધ હોય છે.
આ બેઉ મનના વ્યાપારનું એક ઉદાહરણ લઈએ. મનુષ્યની આંખ એક ભિખારીને જુએ છે. તેનાં મેલાં વસ્ત્ર, ક્ષીણ શરીર અને મંદ ઉદ્દગાર ઉપરથી મન નિશ્ચય કરે છે કે તે સાચે ભિખારી જ છે. બહિર્મનમાં જો દયાવૃત્તિ હશે તો તે હાથને આજ્ઞા કરશે અને હાથ ગજવામાં પિસી એક રૂપિયો કાઢી ભિખારીને આપશે. જે બહિર્મનમાં દયા નહિ હોય તે તે ભિખારીને જેવા છતાં તેને કશું દાન આપવાને નિશ્ચય નહિ કરે અને ઈદ્રિયને દાન દેવામાં પ્રવૃત્ત નહિ કરે. જે બહિર્મનમાં લેભ કે દેશને વિકાર હશે તે તે ભિખારીને ગાળ દેશે અને લાકડી લઈને હાંકી કાઢવા દેડશે. એ વખતે બહિર્મન આંતર્મનની સલાહ લેતું હોતું નથી, જે અંતર્મોનને સદા જાગૃત બનાવીને અને બહિર્મનને સંયમમાં રાખીને તેની ઉપર આંતર્મનનો પ્રભાવ પાડવાને યત્ન સેવ્યું હોય તો તે વખતે આંતન-સદસદ્ વિવેકબુદ્ધિ-ભિખારીના બાહ્ય વેશથી દાન આપવાને લલચાઈ જશે નહિ; તેમજ બહિમનના લેભ કે દ્વેષથી દેરવાઈ જશે નહિ. તે સમયે તે સદ્ અને અને નિર્ણય પિતાના જ્ઞાન તથા સ્મૃતિને આધારે કરશે. જે તેને એ ભિખારીની અવસ્થા, ઉદ્દગાર કિવા ક્ષીણતા ઉપરથી લાગશે કે તે ખરેખર સુપાત્ર ભિખારી છે તે તે બહિર્મનને સલાહ આપશે કે એ ભિખારીને એક રૂપિયે અપાવ. જો તેને એમ લાગશે કે રોકડ રૂપિયે આપવાથી તેને દુરૂપયોગ થવાનો સંભવ છે તે બહિર્મનને તે સલાહ આપશે કે તેને એક રૂપિયાનું અનાજ અપાવ. પરંતુ જે આંતર્મનને એમ લાગશે કે બહિર્મનમાં દયાવૃત્તિ છે, પરંતુ એ ભિખારી કુપાત્ર છે, તે દાનને ઉપગ વ્યસનમાં કે દુકાર્યમાં કરશે, તે તે બહિર્મનને સલાહ આપશે કે દયાવૃત્તિને ઉપયોગ કરે યુક્ત નથી અને એ ભિખારીને દાન અપાવું જોઈતું નથી. આવી સલાહ વિકારવશ બહિર્મન માને કિંવા ન માને, પરંતુ આંતર્મનો ધર્મ તે પિતાની શકિતના પ્રમ
માં વિશુદ્ધ ન્યાય તોળીને ઉદગાર કાઢવાન છે અને તે ધર્મ તે જરૂર બનાવે છે. માનવસ્તુ પર શુદ્ધિઃ એવું ગીતામાં બુદ્ધિલક્ષણ કહેલું છે તે આ આંતર્મનનું છે. તાત્પર્ય એ છે કે જે મનુષ્ય બહિર્મનને વ્યાપાર બુધ્ધિપૂર્વક કરે છે અને એ બુદ્ધિપૂર્વ કે ઇન્દ્રિયોનો વ્યાપાર કરે છે તેની પ્રવૃત્તિ, ક્રિયા, આદિ વિશુદ્ધ નીવડે છે.
પરંતુ આ અંતર્મન અથવા સદસર્વિવેકબુદ્ધિ પણ સંપૂર્ણ કિંવા કેવળ વિશુદ્ધ નથી હોતી. એક જ કાર્ય ઉપર બે વિચારકેની સદસદ્ વિવેકબુદ્ધિ જુદે જુદો ન્યાય તોળે છે એવું ઘણીવાર માલુમ પડે છે. એમાંથી કોણુ વાસનાયુકત
બહિર્મનની ઈચ્છા મુજબ વર્તતું હશે અને કોણ અંતર્મનના ઉદ્દગારને અનુસરી વર્તતું હશે, એ કહેવું મુશ્કેલ છે; પરંતુ જ્યારે બેઉની કાર્યદિશા પરસ્પરથી વિરૂધ્ધ હોય ત્યારે એટલું અવશ્ય માની શકાય કે બેમાંથી એકનું આંતર્મન વિશુધ્ધ નથી. આ ઉપરથી સમજી શકાય છે કે આંતરમનને પણ વિશુદ્ધ કર્યા વિના મનુષ્ય સર્વથા સકર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી. આ વિશુદ્ધિને અર્થે જ સજ્ઞાન જોઈએ. આંતર્મનને અનેકાંત વૃત્તિથી અને ધ્યાન-ધારણાદિ દ્વારા સમતાથી પથવું જોઈએ. સજ્ઞાન વિના આત્મા-પરમાત્માનું સ્વરૂપ સમજાતું નથી. આ પ્રકારની વિશુધ્ધિ પડે આત્મનિષ્ઠ બુદ્ધિ અથવા અંતરાત્મા જાગૃત થાય છે અને બહિર્મનના અનેક પ્રકારના વિકારે શમી જવાથી તે મનુષ્યનું મન તથા ઇંદ્રિય સર્વથા સુપ્ત પ્રવૃત્તિ જ કરે છે. તે વખતે આંતર્મન અન્યાય કરતું નથી, બહિર્મન અંતર્મનના અવાજની વિરૂદ્ધ ઈદ્રિયોને આજ્ઞા કરી શકતું નથી અને ઈદ્રિ
ને વ્યાપાર પણ પરિણામે વિશુદ્ધ બને છે. આ બધાં સંપાન સિધ્ધ કરવાને સંયમ સેવા જોઈએ. અસંયમપૂર્વક ઇંદ્રિય દ્વારા થયેલી બાહ્ય સુષ્ક પ્રવૃત્તિ ગમે તેવી હોય તે પણ તેથી શુભ કર્મ ઉપાર્જિત થતું નથી; તેથી આમાની કમાણી વધતી નથી. રસ્તે જતાં ધૂળમાં કાંઈ ચળકો પદાર્થ દૃષ્ટિએ પડે એટલે બહિર્મન હાથને આજ્ઞા કરીને ઉપડાવી લે છે અને તે હીરે માલુમ પડતાં બહિર્મન આંતર્મનની સલાહ લે છે. આંતર મન “સલાહ આપે છે કે જે વસ્તુ તારી નથી તે તારાથી રાખી શકાય નહિ, માટે યત્ન કરીને તેના માલીકને શોધી કાઢ અથવા રાજાને જઈને કહે એટલે તે દાંડી પીટાવી તેના માલીકને શોધી કાઢશે અને તે હીરે તેને આપી દેશે. એ વખતે વિકારે અને વાસનાથી પ્રેરાયલું બહિર્મન આંતર્મન રૂપી ન્યાયાધીશ પાસે વિધવિધ દલીલ કરે છે કે, એવી રીતે હીરાનો માલીક નહિ જડી આવે તો રાજા પોતે હીરે રાખી લેશે, તેને બદલે હું જ હીરે રાખી લઉં તે શું ખોટું છે? કારણ કે તે મને જડે છે એટલે મારા ભાગ્યમાં જ લખાયલ હશે? આંતર્મન કહેશે કે પરાઈ વસ્તુ વિનાપરિશ્રમે પોતાની કરી લેવી તે વાજબી નથી. આવી રીતે અનેક પ્રકારના પ્રશ્નોત્તરને અંતે આંતર્મન બલિષ્ટ હોય તે તેની સલાહમુજબ બહિર્મનને હીરે રાજાને આપ પડે છે, પરંતુ જે અંતર્મન જાગૃત ન હોય તે બહિર્મન તેના ઉદ્ગારની પરવા કરતું નથી અને હીરા પિતાની પાસે જ રાખી લે છે. પરંતુ જે અંતર્મન જાગૃત હોવાની સાથે સત્તાયુક્ત, વૈરાગ્યયુકત અને તત્વસ્વરૂપને પિછાણુનારૂં હોય છે તે તેને અંતરાત્મા તેને કાંઈક જુદું જ કહેશે. તે કહેશે કે આ અનિત્ય-જગતમાં એ હીરે એક માટીના કણથી કાંઇ વિશેષ નથી. તે તારે ન જોઈએ અને અન્યનું પણ આત્મ-કલ્યાણ એ મૃત્તિકા કણુથી થવાનું નથી તે તેને ફેકી દે! આત્માની સાચી કમાણી મનુષ્યની એ પ્રકારની આત્મનિષ્કામાં રહેલી છે. મને વિજ્ઞાનની દ્રષ્ટિએ મનેયેગનું આ પૃથકકરણ કરવાને હેતે એ છે કે મનને સંયમ કેળવવાની આવશ્યકતા આજે જડ ક્રિયામાં રચી પચી રહેલા સમજે અને ક્રિયાનું કેદ્ર કેવળ દેહને કે ઇદ્રિાને નહિ પણ મનને—બહિર્મનને બનાવેલ તથા ઉત્તરોત્તર અંતરાત્માને જાગૃત કરવા સુધીના સપાને ચડવાના અભિલાષપૂર્વક અમસેવન કરે. ચુનીલાલ વર્ધમાન શાહ -
* કેટલાંક વર્ષ પહેલાં અમદાવાદની પર્યુંપણું વ્યાખ્યાનમાળામાં અપાયેલા એક વ્યાખ્યાનની નોંધ.
- બંગાળ રાહત ફંડ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બંગાળામાં ચાલી રહેલ ભુખમરાને રાહત પહેTચાડવાનું કુંડ ખેલવામાં આવ્યું છે. જે કોઈ ભાઈ કે હેનને આ નિમિત્તે પિતાને ફાળે આપવા ઈછા હોય તેમણે સંધના કાર્યાલય ઉપર ૪/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩ એ ઠેકાણે મકલી આપવા વિનંતિ કરવામાં આવે છે. મંત્રી, મુંબઈ જૈન યુવક સંઘ,