SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ પ્રયુદ્ધ જૈન ન બને એ લક્ષ્યમાં રાખીને જણાવે છે કે સીધ પણ પેતે ડેવલપમેન્ટ ફંડ' ઉભુ કરે છે એ બહાના હેઠળ પેાતાને મળતા ઘઉં મુંબઈ સરકારને ઉંચા ભાવે વેચે છે અને જે પંજાબને ઘઉં કલકત્તાને ૧૨૫ રૂપીએ મણુ પડે છે તે કલકત્તા ૨૦ રૂપીએ મણુ વેચે છે અને તે પણ આ રીતે કાના જ ભલા માટે એક સ્ટેખીલીઝેશન કાંડ' ઉભુ કરે છે એમ દાવા કરે છે. સીધ ઉપરનો આક્ષેપ તે સીધની સરકારે નષ્ટ રીતે પોતાની એક યાદીમાં કબુલ કર્યાં હતા અને તેમાં જણાવ્યું હતું કે અને અમુક અનાજ નીચા ભાવે પડતુ હાય પણ બીજે વેચાણના ઉંચા દર ચાલતા હેાય તે તેનેા લાભ કેમ ન ઉઠાવીએ ? અને આખરે કમાણીના ઉપયોગ તે લોકેાના ભલા માટે જ કરવાનો છે ને ? બંગાળાની સરકાર વિષે ઉપર જણાવેલી હકીકત ભારે દુઃખ ઉપજાવે તેવી છે. એ હકીકત સત્ય હાય તે આપણે આજે કેવી હીન મનેદશાએ પહોંચ્યા છીએ તેને આ શરમજનક પુરાવા છે. મુંબઇની સરકાર ઉપર આવેા આક્ષેપ કરવામાં આવે છે. જો વાડ ચીભડાંને ગળવા માંડે તા વાડી ખેદાનમેદાન થઈ જાય. જ્યાં રાજા અને પ્રજા વચ્ચે તાદાત્મ્ય હાય ત્યાં આવું સ્વપ્ને પશુ સભવે ખરૂ? આગમાપાસનાએ સભ્યતા પણ ન શિખવી ? થોડા સમય પહેલાં આગમાધારક શ્રી. સાગરાનંદસૂરીની સત્યનિષ્ઠાની આપણે આલેચના કરી હતી. તે જ અરસામાં તિથિચર્ચાના પંચને લગતી હકીકત રજુ કરતું એક નિવેદન શેઠ કસ્તુરભાઇ લાલભાઇ તરફથી બહાર પડેલું. તેના પ્રત્યુત્તર રૂપે તે પંચ અથવા તે લવાદીના ચુકાદાને અપ્રમાણિક અથવા તા અમાન્ય જાહેર કરતું ખીજું નિવેદન શ્રી. સાગરાનંદસૂરી તરફથી હમણાં બહાર પડયું છે. તે નિવેદનની ભાષા અને ભાવ જોઇને આપણને આશ્ચર્ય થાય કે વર્ષો સુધી જૈન આગમોનુ પરિશીલન કરનાર આચાર્યનું જ શું એ લખેલુ હશે ? એ ઉપરાંત તે નિવેદનમાં શેઠ કસ્તુરભાઈ વિષે જ્યાં ત્યાં ‘શેઠ’ શબ્દથી જ અને ડૉ. પી. એલ. વૈધ વિષે જ્યાં ત્યાં વૈધ શબ્દથી જ ઉલ્લેખ થયેલે જોઇને પણ આપણને પ્રશ્ન થાય કે જીવનભરની આગમાપાસનાએ તેમને શિસ્વીકૃત સભ્યતા નહિ શિખવી હોય ? તે નિવેદનમાં છેવટે તેઓ જણાવે છે કે ......જો એમ હાય તો તે લખાણુ સ્વતંત્ર વૈદ્યનું નહિ, પરંતુ નવીન પંથના હસ્તક્ષેપવાળું જ ગણાય અને તેથી તે લખાણની વિપરીતતા રામવૈધ કે નવા પંથના નામે જાહેર થાય તે પણ અયોગ્ય નહિ ગણાય.” આ શું પંચમહાવ્રતધારી, મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ ધારણ કરનાર જૈન સાધુના ઉદ્ગારા છે કે કોઇ ક્ષુદ્ર માનવીની વાણી છે ? તિથિચોના ચુકાદે પણ આગળના અકામાં ચર્ચેલ તિથિપ્રશ્નને નિણૅય આપવાનું કાર્ય શેઠ કસ્તુરભાઈ લાલભાઇ મારત ડે!. પી. એલ. વૈદ્યને સાંપવામાં આવેલ. તે ચુકાદો સત્તાવાર રીતે શેઠ કસ્તુરભાઇ તરફથી બહાર પાડવામાં આવ્યો નથી. પણ તા. ૨૭-૮-૪૩ ના ‘જૈન’ પત્રમાં તે ચુાદાના ઉપયોગી ઉતારા આપવામાં આવ્યા છે અને તે ચુકાદામાં જાહેર કરવામાં આવેલા નિÇય પ્રસ્તુત પ્રશ્ન સંબંધે શ્રી. વિજયરામચંદ્રસુરીના મતનું સમર્થન કરે છે. આ ચુકાદાથી કોઇ તકરાર કે ઝગડાના અન્ત આવે છે એમ માનવાને કે કલ્પવાતે જરા પણુ કારણ છે જ નહિ. એક માટે વિગ્રહ ચાલતા હોય ત્યારે એક પક્ષ કાઇ એક કીલ્લા સર કરે, તેથી તે વિગ્રહના એકાએક અંત આવવાના જ નથી. લાંબા વિગ્રહમાં અંતે પક્ષની નાની મેટી હારજીતની પરંપરા ચાલ્યા જ કરે છે. આવી રીતે સમાજમાં જેણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેવા આગેવાન આચાર્યોં એક યા . ખીજા પ્રશ્ન ઉપર સદા લડતા જ આવ્યા છે, કાઇને સત્ય નથી તા. ૧-૯-૪૩ જોઇતુ, શાન્તિ અને સમાધાની નથી જોતી, પોતાના મતનું અને તેટલુ વ્યાપક સમર્થન અને પ્રતિપક્ષીના અભિપ્રાયનું બને તેટલું ખંડન એ જ આવા દરેક આચાર્યને અભિપ્રેત હેાય છે. ચાલતા ઝધડાઓમાં આવા ચુકાદાઓ માત્ર સીમાચિહ્ના જેવા હાય છે. બહુ બહુ તે ચાલુ ઝગડાના એક અંક પુરા થાય છે અને ખીજા અંકની શરૂઆત થાય છે. આચાર્યો અને મહન્તાના ઝગડામાં કદાચ અપૂણૅ વિરામ આવે, અવિરામ આવે, પણ પૂણૢવિરામ સભવતું જ નથી. રાષ્ટ્ર રાષ્ટ્રના વિગ્રહમાં અને આચાર્યોના વિગ્રહમાં આજ એક મોટા કરક છે. આન્તરરાષ્ટ્રીય વિગ્રહના કોઇ એક કાળે અન્ત આવે છે અને પછી દીર્ધકાલીન સુલેહશાન્તિ પથરાય છે. આચાર્યોના વિગ્રહના અને સ ંપ્રદાયાના કલહના કિં છેડે આવતા જ નથી. ઉપરના ચુકાદાના પરિણામે શ્રી. વિજયરામચંદ્ર સુરિ એ દિવસે ખુલાશે અને સત્યના જય થયો એમ પોતાના ઉપાસકે પાસે ભડાઇ મારશે, પણ પોતાના મત જેએ સ્વીકારતા નથી તેમની પાસે તે સ્વીકારાવે નહિ ત્યાં સુધી તેમને એ જ જપ વળવાના છે? અને શ્રી, સાગરાનદ સુરિએ તે પેાતાની હાર જાહેર થયા પહેલાં જ નવાં મેારચા માંડી દીધા છે! વસ્તુસ્થિતિ આવી હાવાથી શેઠ કસ્તુરભાઈએ જો પ્રસ્તુત ચુકાદો છપાવ્યા ન હાય તે તે છપાવવાની તકલીમાં ઉતરવાની જરૂર નથી. ખાલી પૈસાનું પાણી થશે, ફળ કશું આવશે નહિ અને રાગદ્વેષની નવનવી આવૃત્તિએ સરજાયા જ કરશે. જેના આગ્રગણ્ય આચાર્યાં આવા તે સમાજનું ભાવી કેવુ સમજવુ? શાચનીય અને શરમજનક અમદાવાદની જૈન યુવક સંઘે ઉપરના મથાળા નીચે પર્યુંષણના પહેલા દિવસે નીચે મુજબ પત્રિકા બહાર પાડી હતી. “અમને જાહેર કરતાં ખેદ થાય છે કે આટઆટલી મોંધવારી, ચીજોની તંગી અને ભૂખમરા છતાં આજથી શરૂ થતાં પર્વાધિરાજ પર્યુંષણ-પર્વના દિવસે માં જૈન સમાજની કેટલીક વ્યકિત શહેરમાં તેમજ સોસાયટીમાં સમુદાયિક જમણ–પ્રતિબંધને કારણે પચીસ પચીસના ટુકડે જમણુ કરવાની પેરવીમાં પડી છે. કાઠીયાવાડમાં ઉપલેટામાં અને મારવાડમાં અતિવૃષ્ટિએ કરેલી કારમી હેાનારન હજા વિસરાઇ નથી; અનાજના અભાવે બગાળાની પરિસ્થિતિના હૃદયદ્રાવક સમાચારો દરરાજ છાપાંમાં વાંચીએ છીએ, શહેરમાં ખાંડની તંગી માટે કેટલી હાડમારી વેવી પડે છે. તેનાથી કોઇ અજાણ્યુ નથી; આવા સંયોગોમાં જૈન સમાજના કેટલાક રૂઢિચુસ્ત ગૃહસ્થા દેશકાળને જરાયે નહિ એળખનારા સાધુઓથી દેવાઇ, સ્વામીવાત્સ્યને નામે પોતાની મેટાઇ અને પેાતાના આડંબર ખતાવવાની ધમાલ કરી રહ્યા છે એ જૈન સમાજ માટે શોચનીય છે. આથી જૈન સમાજના એકેએક યુવક યુવતીને અમે આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે જે જે લત્તામાં કે સોસાયટીમાં આવા જમણુ ગોઠવાઇ રહ્યાં હોય ત્યાં ત્યાં સખત વિરાધ કરે ઍટલુજ નહિ પણ સત્તાવાળાએાનું ધ્યાન પણ આ તરફ ખેચે અથવા અમદાવાદ જૈન યુવક સધને ખબર પહોંચાડે. જે સમાજમાં સાધુએ શ્રાવક-સમુદાયને દેશની કટોકટીભરી પરિસ્થિતિમાં ચાગ્ય રસ્તે ન દોરતાં આડરસ્તે દોરવવાના યત્ન કરી રહ્યા છે, તેમને અમે શુ' કહીએ ? તેમની સમક્ષ ધુરંધર આચાર્યોં—કાલકાચાર્ય, સ્થૂલિભદ્ર, સિદ્ધસેન, દિવાકર, હરિભદ્રસૂરિ, હેમચ ંદ્રાચાર્યું અને આનદધનનાં નામેા અમે ધરીએ છીએ.” સાધુતા અને સહૃદયતા એ જાણે કે એકમેકથી અળગી વસ્તુઓ! હાય એવું ઉપર જણાવેલી હકીકત આપણને ભાન કરાવે છે. પાલીતાણાના બૃહતું ધાર્મિક સભાર ંભેની આ એક નાની આવૃત્તિ છે. આવી પ્રવૃત્તિઓને સૌ કોઇએ અવશ્ય સખ્ત વિરોધ કરવા જ જોઇએ. પરમાનદ,
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy