________________
તા. ૧-૯-૪૩
જ્ઞાનદ્વારા જ મનુષ્ય સર્વ પ્રકારના સ્વાર્થ ત્યાગી, મુકિતલાભ કરી પૂર્ણભાવે નિષ્કામ, નિઃસ્વાર્થ બની શકે છે. આત્મજ્ઞાનનાં પ્રકાશમાં એક તરફ અહં બુદ્ધિ, સ્વાર્થ, ભેદજ્ઞાન દૂર થાય છે અને બીજી તરફ, સર્વપ્રકારની વાસના, કામના, ભોગલિપ્સા અને નામના મોહ છૂટી જાય છે. આધ્યાત્મિકતા જ માત્ર મનુષ્યને નિષ્કામકમરૂપે ઘડે છે. માનવજાત પ્રત્યે નિષ્કામ શુભેચ્છા અને માનવજાતના કલ્યાણ માટે સંપૂર્ણ આત્મસર્ગ એમને માટે જ સંભવિત બને
છે કે જેમને આત્મજ્ઞાન ઉબેધ થયે છે, અને જેમણે - પરાત્પર પુરૂષને પ્રત્યક્ષ કર્યો છે. તેથી જ ભગવાન બુધ્ધ અથવા ઈસુ ખ્રીસ્તની વિશ્વપ્લાવી પ્રેમધારા આજ પણ જગતના ઇતિહાસમાં અતુલનીય છે.
આ વાત સત્ય છે કે આ બધા મહાપુરૂષે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જગતના કર્મક્ષેત્રમાં દાખલ થયા. તેમની કાર્યાવલિ સંપૂર્ણ સ્વાર્થહીન અને નિષ્કામ હતી. એમને પ્રેમ અપૂર્વ અને અતુલનીય હતા. આ વાતને પણ સ્વીકાર કરી શકાય કે અનેક મહાગીઓએ જગતના કર્મક્ષેત્રમાં સ્થલ રૂપે બહાર ન આવતાં સુક્ષ્મતર ભાવે જનકલ્યાણાર્થે આત્મનિયેગ કર્યો છે. મનુષ્યના શક-તાપ-દુઃખ-ત્રણ તેમના મર્મસ્થલને વીંધી આંતરમાં પ્રેમને પ્રવાહ વહેતે કરી દે છે. પરંતુ આધ્યાત્મિકતાની બીજી બાજુ પણ છે. એવા પણ અનેક ગી અને તપસ્વી હોય છે કે જેમના જીવનનું એક માત્ર લક્ષ્ય કઠેર સાધનાધારા ભગવાનને પ્રાપ્ત કરવાનું છે; અર્થાત ભગવાનના આનંદઘન સત્રમાં નિરવિચ્છિન્ન ભાવે નિમગ્ન થવાનું છે; મનુષ્યના પાર્થિવ જીવનને તેઓ સ્વપ્ન માને છે. પૃથ્વીના કર્મ કોલાહલથી દૂર થવામાં જ સાચું શ્રેય રહેલું છે એમ તેઓ સમજે છે. એકમેવાદિતીયમ એટલે સંગમાં નિસંગભાવે જીવન જીવવું એ જ તેમના જીવનનું વ્રત હોય છે. શું આ પ્રકારનું આધ્યાત્મિક જીવન એક પ્રકારની સ્વાર્થપરતા નથી?
મેં પહેલાં જ કહ્યું છે કે આધ્યાત્મિકતાની કોઈ પણ અવસ્થાને સ્વાર્થપરતા કહી અભિહિત કરાય નહિ. આધ્યાત્મિક જીવનનું મૂળ છે આત્મસર્ગ, આત્મસર્મપણુ. જેમની સાધનાનું લક્ષ્ય “એકમેવાદિતીયમમાં, અનંત જ્ઞાન અને અનંત આનંદમાં નિરંતર નિમગ્ન રહેવાનું છે તેઓ સ્વાર્થ-પરાર્થ-સ્વ-પર આદિથી પર બની ગયા હોય છે. અદ્વિતીય બ્રહ્મસ્વરૂપને સાક્ષાત્કાર ત્યારે જ થાય છે કે જયારે મનુષ્ય સમસ્ત ભેદ અને વાર્થનું વિસર્જન કરે, સર્વવિધ અહંકારને સમૂલ ઉખેડી નાખે એટલે જ્યારે સંપૂર્ણપણે પિતાની જાતનું પરમ સત્યને સમર્પણ કરે. પાર્થિવ પ્રતિષ્ઠાલાભથી પર રહીને જેઓ કર્મજીવન પરિત્યાગ કરે છે તેઓ કર્મમય પૃથ્વીને મિથ્યા માયાની રચના માને છે. - બ્રહ્મની નિર્ગુણ અવસ્થાને જ તેઓ એક માત્ર સત્ય માને છે. તેથી સ્વાર્થપતાને આક્ષેપણ તેમની વિરૂધમાં અપ્રજનીય છે. પરંતુ કર્મત્યાગી તપસ્વીઓ વિરૂધ્ધ એક આક્ષેપ કરવામાં આવે છે તે જરૂર ધ્યાનમાં લેવા યોગ્ય છે, સન્યાસીની સાધનામાં એક જાતની અપૂર્ણતા રહેલી છે, કર્મવિમુખ સંન્યાસી પરબ્રહ્મની એક વિશેષ અવસ્થાને તેની નિર્ગુણ, નિષ્કિય અવસ્થાને–એકાન્ત ભાવે પ્રાપ્ત કરે છે. તેથી કર્મની વિચિત્રતામય આ પૃથ્વીને તેઓ માયામય અથવા સ્વપ્ન સમાન માને છે. સિધિલોભથી પર કમની કોઈ ઉપયોગીતા તેઓ સ્વીકારતા નથી.
આ વાતને વધુ ૨૫ષ્ટ કરવી જોઈએ. આધ્યાત્મિક અને ભાના વિભિન્ન સ્તરે છે, વિભિન્ન અવસ્થા છે. સાધનાના વિભિન્ન સ્તરોમાં સાધક ભગવાનને વિભિન્નરૂપે પ્રત્યક્ષ કરે છે. સત્યની જુદી જુદી દિશામાં તે ( ચેતના પ્રફુટ થાય છે.
આપણું સત્તા સસીમ, બુદ્ધિની પણ ક્ષમતા સંકીર્ણ, તેથી ત્યાં સુધી એ જાતની કલ્પના પણ આપણે માટે સંભવિત નથી. પરંતુ ભગવાન અનંત અને અનિર્વચનીય છે. તેથી વિભિન્ન અવસ્થાઓમાં વિરાજી પિતાને અનંતરૂપે પ્રકાશિત કરે છે. ભગવાનની આવી રીતની વિભિન્ન અવસ્થાને અથવા રૂપને શ્રી. અરવિંદ Different Sessions or Poises of the Absolute” કહે છે. ભગવાન નિરાકાર પણ છે અને આકાર પણ છે, અને એમ છતાં કશામાં સીમાબદ્ધ નથી. ભગવાન નિર્ગુણ કે સગુણ, નિષ્ક્રિય કે સક્રિય, અખંડ અદિતીય અને વૈચિત્ર્યમય, વિશ્વાતિરિત અને વિશ્વવ્યાપ્ત હોવા છતાં એ કઈ પણ અવસ્થાધારા સીમાબધ્ધ નથી. એ છે અનિર્દય અવા, મનસાગચર. સાધનાના કેઈ વિશેષ સ્તરમાં ભગવાનને કોઈ વિશેષરૂપે જુએ છે તે રૂપને જ તેઓ ભગવદ્દસ્વરૂપને પૂર્ણ પ્રકાશ માને છે. ભારતવર્ષના દાર્શનિક યુગના વિચારકે એ ભગવાનના નિર્ગુણ, નિષ્ક્રિય વિશ્વાતીત અથવા આત્મસમાહિત અવસ્થાને જ
એકાન્તભાવે પ્રાપ્ત કરી છે. તેના ફળરૂપ વ્યવહારિક જીવન પ્રત્યેની તેની વ્યાપક ઉદાસીનતા અને સન્યાસને આદર્શ સમજજવલ રૂપે દેખાયા. આજે આધ્યાત્મિકતા વિરૂધ્ધ જે એક ફરિયાદએક આશ–તીવ્રભાવે ઉઠ છે તેનું કારણ આપણે આજ સ્થળે શેધી શકીએ છીએ. અનંતરૂપી ભગવાનને પૂર્ણભાવે અને સમગ્રભાવે પ્રાપ્ત કરવા પૂર્વે તેની વિશ્વાતીત અથવા આત્મસમાહિત અવસ્થાને સમ્યભાવે પ્રાપ્ત કરવાની જરૂર છે. તેથી ભારતના અધ્યાત્મ સાધનાના ઇતિહાસમાં સંન્યાસ યુગે એક ગૌરવમય સ્થાન પ્રાપ્ત કરી રાખ્યું છે. ભારતની સન્મુખ આજે ફરી અધિકતર ગૌરજ્જવલ દિન નવ અરૂણરંગે દેખાવ દે છે. ભારતનું ભવિષ્ય થશે સહસ્ત્રમુખી દિવ્ય કર્મોને યુગ. એ કર્મોનાં પ્રાણ બનશે ત્યાગ અને મૂળ બનશે દિવ્યજ્ઞાન !
જીવન વ્યાપારમાં ઉદાસીનતા અને કર્મસંન્યાસ અપૂર્ણ આધ્યાત્મિક્તાનું ફળ છે. પૂર્ણ આધ્યાત્મ અનુભૂતિમાં જ કર્મો કરવા છતાં અકર્મ અર્થાત શાન્ત જ્ઞાનપ્રતિષ્ઠ ભાવ સંભવિત બને છે. ભગવાનને સમગ્રભાવે અને અખંડભાવે પ્રાપ્ત કરવાથી એ વાત સ્પષ્ટ સમજાય છે કે જે નિર્ગુણ, અદ્વિતીય, અવ્યક્ત રૂપે આત્મસમાહિત છે તે જ ફરી વૈચિયમય વિશ્વના અંતર્યામી રૂપે અનંત લીલા વિસ્તારે છે એટલે અનંત કર્મોમાં વ્યાપી રહ્યો છે. આજ પૂર્ણ સત્યની પ્રાપ્તિ કર્યા પછી જીવનનો આદર્શ પણ બદલ જોઈએ. આપણે આત્મા નિત્ય, શુદ્ધ, બુધ્ધ, મુક્ત, ભગવાનને સનાતન અંશ. જ્ઞાનસ્વરૂપ આ આત્માને પ્રાપ્ત કરી, જે અમારી સાધનાને ઉદ્દેશ નિષ્ક્રિયતા, નિઃચેષ્ટતા હોય તે જીવનના પ્રવાહમાં ઝંપલાવવાનું પ્રજન જ શું છે? વ્યકિતવિશેષતા મુકિત લાભદ્વારા કેને કયો ઉપકાર સાધી શકાય ?
ભગવાન સ્વયં નિત્ય, મુકત, સ્વયં સંપૂર્ણ એટલે જીવામાં પણ - નિત્ય મુક્ત અને શુધ્ધ ચેતનાનું સ્વરૂપ. તેથી જીવનના અંધકાર
મય પ્રદેશમાં દાખલ થયા પછી સન્યાસહારા ફરી આત્મપ્રતિષ્ઠિત થવામાં જીવનની કઈ સાર્થક્તા થઈ શકે ? સૃષ્ટિ જન્મ મૃત્યુની અંદર અંતિમ નિર્વાણુ લાભના આદર્શને જ પ્રણાલિકારૂપે ગણે છે; અમે કહીશું કે સૃષ્ટિ અને જીવનને ઉદ્દેશ આંતર સંપર્કને બહાર પ્રકાશિત કરવા ઇચ્છે છે, ચેતનાના ઐશ્વર્યને અચેતનની અંદર પ્રગટ કરવા ઈચ્છે છે. લીલામય ભગવાન આ ઉદ્દેશ સાધવા જ વતી થયા છે. તેથી અમારા જીવનને સર્વોચ્ચ આદર્શ ભગવાનની લીલાના સાથી બનવાનો છે, અર્થાત્ અધ્યાત્મ સાધના દ્વારા એના