________________
વર્ષ અંક :
૫
હું
શ્રી મુબઇ જૈન ચુવકસ`ઘતુ... પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ, મુંબઇઃ ૧ સપ્ટેમ્બર ૧૯૪૩ રવિવાર. આધ્યાત્મિકતા અને સ્વાર્થપરતા
(શ્રી. હરિદાસ ચૈાધરીના બંગાળી લેખના અનુવાદ)
આધ્યાત્મિકતા સંબંધે લોકોનાં મનમાં નાના પ્રકારની ભ્રમણાઓ બંધાઇ ગઇ છે. જે લોકા જીવનવ્યાપી સાધના દ્વારા અજ્ઞાનના અંધકારને ભેદી જ્ઞાનના પૂર્ણ પ્રકાશને પ્રાપ્ત કરે છે, તેઓને આજે આપણે પરમ સ્વાર્થ પર ગણીએ છીએ. કિન્તુ વિચાર કરતાં જણાશે કે આ માન્યતા કેટલીક ભ્રમણાત્મક છે. આધ્યાત્મિકતાનું મૂળ છે આત્માસગ, આત્મબલિદાન. પોતાના સર્વ સ્વાર્થીનું વિસર્જન કર્યા સિવાય, સર્વ પ્રકારની ભાગલાલસાના પરિત્યાગ કર્યાં સિવાય આધ્યાત્મિક જીવન શરૂ કરી શકાતું નથી. તેથી જ એ જોવામાં આવે છે કે એક વખત જેના અંતરમાં આત્માને અમૃતમય ધ્વનિ જાગી ઉઠે છે તે રાજસિહાસનને પણ તુચ્છ માની હાથમાં ભિક્ષાની ઝાળી લઈ ઐહિક સુખસ’પદાની ઉપેક્ષા કરી દ્રારિદ્રતને સ્વીકાર કરે છે. શારીરિક યાતનાઓની પરવા કર્યા વિના મૃત્યુને પણ હસતે મુખે વરવા તેઓ તૈયાર રહે છે. સ્વાથૅત્યાગ કર્યાં વિના અધ્યાત્મમાર્ગે પ્રવેશ કરવા એ માત્ર આત્મવચના છે. જ્યાં સુધી અહંભાવ કે અહુ’કાર લેશમાત્ર પણ સાધકમાં દેખાય ત્યાં સુધી અમૃતધારાને પ્રવાહ એને માટે રૂધ્ધ બની જાય છે. આધ્યાત્મિક જીવનની પૂર્ણતા ત્યારે જ હોઇ શકે કે જ્યારે સાધક પોતાના અહંભાવના સમૂલ નાશ કરી શકે અને અવિધા-વેષ્ટિત વ્યકિતત્વની ગ્રંથિ એળ’ગી તે ભૂમિ ઉપર આવેલા વિરાટના સીમાહીન પ્રસારમાં ઉભા રહે.
સર્વ પ્રકારના સ્વાર્થનો ઉચ્છેદ થવાથી જ આધ્યાત્મિક મુક્તિલાભ સંભવિત બને છે. સાધારણ રીતે સૌ કૈામાં સ્વા અથવા અહુ બુદ્ઘિ અજ્ઞાનતાનુ` કેન્દ્રસ્થલ હાય છે. તેથીજ જ્યાં સુધી આ અહં બુદ્ધિ અથવા સ્વાર્થધ સપૂર્ણ પણે વિનષ્ટ ન થાય ત્યાં સુધી જ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત કરી ન શકાય. આધ્યાત્મિક મુક્તિલાભ ન થાય ત્યાં સુધી એટલે આત્મજ્ઞાન અથવા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી મનુષ્યના સમસ્ત કાર્યો ન્યુનાધિકપણે સ્વાર્થમય હોય છે. પરિવારની સુખસુવિધા માટે ગૃહપતિનું આત્મબલિદાન અથવા સંતાનનાં મંગલ માટે જનનીના મૃત્યુસ્વીકારને આપણે સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા માનીએ છીએ, કિન્તુ ખરી રીતે આની પાછળ પણ અમુક અદ્ભુ બુધ્ધિ અને સ્વાર્થ રહેલા છે. માત્ર ‘અહ” એ આ સ્થળે વધારે પરિવર્ધિત આકાર ગ્રહણ કર્યો છે. સંતતિના હિતાર્થે માતા જ્યારે સુખસગવડનો ત્યાગ કરે છે ત્યારે એક અજ્ઞાન પ્રતસહજ પ્રેરણાદારા જ તે કાર્ય કરે છે. એક અધ સ્વાર્થધ જ આ જાતના સ્વાર્થ ત્યાગનું મૂળ છે. માત્ર સ્વાર્થધ અમુક વ્યાપકતા પ્રાપ્ત કરે છે. અહુ” વિસ્તૃત બની સતાનાને પોતાના અંગીભૂત કરે છે. તેથી જ દેખાય
Regd. No. B. 4266.
લવાજમ
રૂપિયા ૨
છે કે જે માતા પોતાના સંતાનોની વિપત્તિમાં આકુળવ્યાકુળ બની પોતાના જીવનની પણ પરવા નથી કરતી, તે ખીજા જીવાના પ્રાણનો નાશ નિર્માંળભાવે કરતાં અટકતી નથી. તેથી એને આદર્શે સ્વાર્થત્યાગ ન કહી શકાય. એ પ્રકૃતિના અધ આવેગની અભિવ્યકિત અથવા સ્વાર્થમય માહાછન્નતા છે એમ કહેવુ વધારે યોગ્ય લેખાશે, જો આપણે એમ સ્વીકાર કરીએ કે સતાના માટેના માતપિતાના આત્મબલિદાનની પાછળ પ્રકૃતિની અધપ્રેરણા અને એક વિસ્તૃત બનેલા સ્વાથૅ મેધ રહેલા છે તે તેા પછી આપણને આધ્યાત્મિક વ્યકિતના સ્વાર્થ ત્યાગનું ઉદાહરણ કયાંય પશુ નહિ મળે. Patriot યાને સ્વદેશપ્રેમી પેાતાના સ્વદેશની કલ્યાણ કામના અર્થે વ્યકિતગત સુખ સગવડોને ત્યાગ કરે છે. જરૂર પડે મૃત્યુને પણ હસતે મોઢે વરવા પ્રસ્તુત બને છે. તે સિવાય Philanthropist યાને વિશ્વમાનવપ્રેમી કે જે પેાતાના દેશના પ્રેમમાં સીમાબહૂ ન રહેતાં, અખિલ વિશ્વની મંગલ ચિન્તાને પેાતાના પ્રાણમાં સમાવી દે છે. પોતાના દેશનું કલ્યાણુ તે વાંચ્છતો નથી એમ નથી, પણુ સમસ્ત માનવ જાતિના મોટા સ્વાર્થને ખાતર, માત્ર વ્યકિતગત સ્વાર્થ નહિ પણ દેશના સ્વાર્થ ત્યાગ પણ તે યુકિતગત માને છે. અખિલ માનવજાતના પ્રેમ માટે વિશ્વપ્રેમીનુ અર્દિત આત્મબલિદાન સ્વાર્થયાગની ચરમ અભિવ્યકિત નથી ?
સંતાન માટેના જનનીના આત્મબલિદાન માટે જે કહેવામાં આવ્યું છે. તે સ્વદેશપ્રેમી અને વિશ્વપ્રેમીને પણ લાગુ પડે છે. અહંકાર કે સ્વાર્થ બુદ્ધિ કયાંય વિલુપ્ત થઇ નથી, કેવલ એક પરિવર્ધિત આકારે દેખાય છે. જનની સંતાનના સ્વાર્થની સાથે પેાતાને એકીભૂત કરે છે. સ્વદેશપ્રેમી પેાતાને દેશ સાથે અને વિશ્વપ્રેમી સમગ્ર માનવજાતિ સાથે પોતાને એકાત્મ માને છે. જનનીના પ્રેમમાં ખીજાના સતાના પ્રત્યે એક પ્રકારની વિરોધિતા અને ભેદજ્ઞાન હ્રય છે. સ્વદેશપ્રેમી અન્ય દેશ તરફ એક જાતની વિરાધિતા અનુભવે છે અને વિશ્વમાનવપ્રેમી માનવેતર અન્ય જંતુઓ પ્રત્યે ઉપેક્ષા ધરાવે છે. આ વિરાધિતા અને ભેદનાન અજ્ઞાનનુ પરિણામફળ છે. મુસાલીની અથવા હિટલર સ્વદેશપ્રેમી હેાવા છતાં જગતની અન્ય પ્રજાએ ઉપર નિર્મળભાવે અત્યાચાર કરતાં અટકતા નથી. તેથી તેમના કાર્યને એક પ્રકારે “સ્વાર્થહીન સ્વાર્થપરતા” કહી શકાય.
ફ્રેંચ વિચારક કાંટેએ માનવતાના ધર્મપ્રચાર કરતાં ભગવાન વિરૂદ્ધ આચરણ કર્યું, મનુષ્યના જાતિગત સ્વાર્થને સર્વોપરીતા આપી, તેથી તે પણ એક પ્રકારે સ્વાર્થહીન સ્વાથૅ પરતા ગણાય.