SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જૈન વિના ટળવળે છે, કેટલાય લોકો ભુખે મરતા સંભળાય છે, ચેાખા જોઇએ તેને ચોખા મળતા નથી અને ઘઉંની જરૂર હાય ત્યાં ઘઉંની તંગી છે—આવી જ્યારે દેશની દારૂણ દુર્દશા વી રહી છે ત્યારે આ તંગીનું એક કારણ બહુ ધન કમાયલા હિંદીઓ ખાઉધરા થઈ ગયા છે એવું કહેવાની હિ ંમત ધરનાર હિંદી પ્રધાન સમસ્ત હિંદી પ્રજાનું અક્ષમ્ય અપમાન કરી રહેલ છે અને દાઝયા ઉપર ડામ દે છે. શસ્ત્ર પ્રહાર કરતાં પણ શબ્દના બા વધારે ઉંડા અને મદારક હાય છે અને કાળાન્તરે પણુ રૂઝાતા નથી. હિંદીએ અને અંગ્રેજો વચ્ચે જરા પણ મીઠે। સબંધ રહે એમ જે કા ઇચ્છતા હાય તેવા દરેક હિંદીએ તેમજ અંગ્રેજે આવા નાલાયક શખ્સને હિંદી પ્રધાન જેવા મહત્વના સ્થાન ઉપરથી જેમ બને તેમ જદ્ધિથી દૂર કરવા ભારે પાકાર ઉઠાવવા જોઇએ. જેલવાસીઓની બદનક્ષી શ્રી ગેપીનાથ શ્રીવાસ્તવે ઉપસ્થિત કરેલ-આગસ્ટની આઠમી તારીખના ઠરાવને પા! ખેંચી લેવાની-દરખાસ્તને અનુમેદન આપી રહેલી કેટલીએક મહત્વની વ્યકિતમાં એક શ્રી. કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. તે કૉંગ્રેસના સભ્ય નહિ હાવાથી તેમને કૉંગ્રેસ વિષે કે કોંગ્રેસવતી ખેલવાના સીધા અધિકાર પ્રાપ્ત થતા નથી; તેથી તે આ બાબતને ઉલ્લેખ કેૉંગ્રેસવાદી અને કોંગ્રેસ-વળણવાદીના સમુચ્ચય નામથી કરે છે. તે આગળની માક નવા સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરવાની વાત કરી રહ્યા છે અને આવા સ્વરાજ્ય પક્ષની સ્થાપનાની જરૂરીયાત શા માટે છે તે સમજાવતાં ‘આજ’ પત્રના પ્રતિનિધિને જણાવે છે કે “આજે દેશનું વાતાવરણુ ધણું જ વિચિત્ર બની ગયું છે. જેલેામાં પુરા યલા છે તેએ જેલજીવનથી કંટાળી ગયા છે. કાઇ ઉપાયે પણ તે બહાર આવવા માંગે છે. કાં નહિ તે છેવટ પાંચ દશ દિવસના કામપૂરતા છૂટકારા જ મેળવવાની પણ તેએ। ઇચ્છા કરે છે. જેએ એક વાર બહાર આવી જાય છે તે કરીને જેલમાં જવા ઇચ્છતા નથી અને આખા દેશમાં આવા માણસે દશ હજાર કરતાં ઓછા નહિ હૈાય. આ માણસાની શકિતના ઉપયોગ થવા જોઇએ. ’ તા. ૧-૮-૪ કામ કરે છે ? અને તે છુટી શકે તેમ નથી તેથી કંઈ કઇ બહાનું શોધીને બે પાંચ દિવસ પણ બહારની હવા મેળવવા તે તલપી રહ્યા હેાય છે એવુ તેમને ઉતારી પાડનારૂં મલીન સૂચન શા માટે આગળ ધરો છે ? તેમની દયા ખાવાની કાઇએ પણ જરૂર નથી. શ્રો. મુનશી જાણી લે કે જે ઉદાત્ત ભાવનાથી તેઓ જેલમાં ગયા છે. તે ઉદાત્ત ભાવના તેમને છેવટ સુધી એક સરખા ટકાવી રાખવાને સમર્થ છે. બીજું કરવુ' હાય તે કરજો પણ પ્રજા જેમને ખુબ આદર અને સન્માનથી પૂછ રહી છે તેવા અનેક દેશસેવાની આવી બદનક્ષી કાઇ કાળે ન કરશે.” આજે સારા નસીબે કે કમનસીબે શ્રી. મુનશી જેલમાં નથી. હિંસા-અહિંસાની અમુક વિગત ઉપર ગાંધીજી સાથે તેમને વાંધા પ અને રાજીનામું આપી તે ાંગ્રેસથી છુટા પડ્યા છે. એ પ્રસંગ ઉપસ્થિત થયા ન હેાત તે। તેમના અન્ય સાથી સાથે શ્રી. મુનશી પણ્ જરૂર જેલમાં જ હોત. આમ બન્યું હેત અને બહારની કાઇ અગત્યની વ્યક્તિએ તેમના વિષે તેમ જ અન્ય કારાવાસી સાથીએ વિષે ઉપર મુજબ ઉલ્લેખ કર્યો હત તે તેમના સ્વમાનને કવે સખ્ત આધાત લાગત ? શ્રી મુનશાને કહેવાનું મન થાય છે કે “તમારે સરકાર સાથે જે કાંઇ પતાવટ કરવી હાય તે સુખેથી કરા, ઠીક લાગે તે સ્વરાજ્યપક્ષ સ્થાપે। અને સુઝે તેવા રચનાત્મક કાર્યક્રમની ચેાજના રજુ કરો, પશુ જેની સાથે તમે છુટાછેડા કર્યા છે તેવા અને ગમે તેટલી વિકટ જેલયાતના હસતે માટે ભોગવી રહેલા અને આત્મબલિદાનને આખી પ્રજાને એક આદર્શ ખેત્રપાઠ શિખવી રહેલા ગઈ કાલનાં તમારા સહકાર્યકર્તા અને આજે સરકારની કરડી નજરના ભાગ અનેલા જેલવાસી દેશસેવાની આમ વિનાકારણુ નાલેશી શું ચાઇનીઝ મેડીકલ સ્ટારની જાહેર ખબર આ સ્ટાર કામવાસનાની પ્રેરક, પોષક અને સવધ ક–એવી અનેક દવાઓ જનસમાજને પુરી પાડે છે અને એ રીતે જનતાના યૌવનને ટકાવવાને અને લખાવવાના તથા વૃદ્ધાવસ્થાને ભુલવાડવાના પ્રયત્ન કરે છે. આ સ્ટાર પેાતાની લાંખી લાંખી જાહેર બર આપે છે અને આજના ગુજરાતી અખખારા એ જાહેર ખબર। પુરબહારમાં છાપે છે. આ જાહેર ખબરે કેટલાં બિભત્સ અને વિષયેત્પાદક સુચનાથી ભરેલી હાય છે તે અહિં રજુ કરવું અશકમ છે; કારણ કે તેવી જાહેર ખબરોનુ અવતરણ કાઇપણ શિષ્ટ છાપાને અભડાવે તેવુ હાય છે. આજના છાપા જાહેર ખરા ઉપર જ મોટે ભાગે નભે છે અને ચાઇનીઝ મેડીકલ સ્ટાર જેવી વ્યાપારી સાંસ્થા પોતાની જાહેર ખબરો પાછળ પુષ્કળ ના ખરચતી હેાય છે, તેથી તેવી જાહેર ખબર છાપવાનું તેમને ખુબ પ્રલાભન હેાય એ સ્વાભાવિક છે પણ કઈ જાહેર ખબરે લેવી અને કષ્ટ ન લેવી, જાહેર ખબરમાં કેવી વિગત છાપવી અને કેવી વિગત ન છાપવી એની કાઇ મર્યાદા હાઇ શકે ખરી કે નહિ? કે પછી સરકારી કાયદાનું ઉલ્લ ંધન ન થાય એટલી સંભાળ રાખીને કાઇ પણ અનીતિપાષક, દુરાચારવધ ક અને સભ્યતાધાતક જાહેર ખબરા લેવાય એમાં કાઇએ કશુ ખેલવા પણ` કે વિચારવાપણું જ નહિં ? હમણાં હમણાં હિંદી અખબારની સ્થાયી સમિતિ મુંબઈમાં મળી હતી તેણે આવી બિભત્સ, કામ વાસના પ્રેરક, જાતીય ભાવના ઉદ્દેધક, અને નીતિ અને સભ્યતાના ખ્યાલાને આંચ આવે એવી જાહેરખખ્ખરે નહિ લેવાને છાપાએને અનુરાધ કરતા એક ઠરાવ કર્યો હતેા અને એમ છતાં પણ તે જ સમિતિના સભ્યો જે છાપાના તંત્રી છે તે વંદે માતરમ, જન્મગિ, નુતન ગુજરાત વગેરે છાપામાં એની એ જ બિભત્સ અને ધૃણા ઉપજાવતી જાહેર ખબર ચાલુ જોવામાં આવે છે. એજ ચાઇનીઝ મેડીકલ સ્ટારની જાહેર ખબર મેં જ્યારે ‘જૈન’ પત્રમાં જોઇ ત્યારે મને ભારે આધાત થયા. ખીન્ન છાપાઓને તા કદાચ આ બાબતની બહુ પડી ન હોય, પણ જે જનધર્મ સ્ત્રીપુરૂષના શીયળ મર્યાદા સંબંધે ઘણા જ ઉંચા ખ્યાલો ધરાવે છે તે ધર્માંના અનુયાયી સમાજ સાથે સંબંધ ધરાવતું છાપુ પણ આ પ્રક્ષેાભનથી બચી શકતું નથી ? આ અત્યંત ખેદજનક છૅ, છાપાની કમાણી કરવાની આ હીન પ્રવૃત્તિ સામે આખા સમાજે ઉંચ વિધ ઉડાવવા જોઇએ અને છાપાચ્યાને પાતાની મર્યાદાનુ તેમજ શિષ્ટ સભ્યતાનું સચોટ ભાન કરાવવું જોએ. પાન દ. શ્રો મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુખ, મુદ્રણસ્થાન : સૂર્યકાન્ત ત્રિ, પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ ૨
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy