SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ सच्चस्स आणाए उबठिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. ઓગષ્ટ ૧ પ્રબુધ્ધ જૈન सत्यपूत बदेद्वाचम् પ્રબુદ્ધ જૈન ૧૯૪૩ તા. ૧-૮-૪૩ આ પ્રશ્ન ઉપર ચુકાદે બહાર પાડયા નથી. પણ ઉપર જણાવેલ પુનાના પંડિત મહાશયને નિર્ણય શું છે તે બન્ને પક્ષને ખબર પડી ગઇ છે. અને એ નિય શ્રી સાગરાન છની વિરૂધ્ધમાં છે અને વિજયરામચંદ્ર સુરીના પક્ષમાં છે એમ કહેવામાં આવે છે. કોઇ પણ ખખત લવાદને સોંપાયા બાદ તેના ચુકાદો ન આવે ત્યાં સુધી બન્ને પક્ષેાએ પુરી શાન્તિ ધારણ કરવી જોઇએ અને ચુકાદો જાહેર થયા બાદ તે પ્રમાણે અનુસરવાની બન્ને પક્ષેાએ પુરી તપરતા દાખવવી જોઇએ એ સામાન્ય અને સર્વમાન્ય નીતિ છે. તેમ કરવાને બદલે પાણી પહેલાં જ પાળ બાંધી લેવી એમ વિચારીને શ્રી સાગરાનદ સૂરીએ નીચે જણાવેલ એક નિવેદન બહાર પાડયુ છે. જૈન તિથિ ચર્ચા આગમેદ્ધારક સૂરી સમ્રાટની સત્યનિષ્ઠા ! જૈન શ્વે. વિભાગના સાધુસમુદાય અને તેમના અનુચાયી વર્ગમાં કેટલાક વખતથી એક વિચિત્ર પ્રકારની તિથિચર્ચા ચાલી રહી છે. દરેક મહીનાની ત્રીશ તિથિ હાય છે, તેમાંથી પસંદ કરીને અમુક બાર તિથિને જૈન આચારશાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને ત્રીશે દિવસ જેમનાથી એક સરખું ધર્મારાધન થઈ ન શકે, તેમણે આ નક્કી કરેલા દિવસે એ વિશિષ્ટ યમનિયમના અનુપાલનપૂર્વક ધર્માંધન કરવું. એમ કહેવામાં આવ્યું છે. હિંદુ માસનુ નિર્માણ પૂર્ણિમા અને અમાસને અવલખીને કરવામાં આવેલ હાઇને દરેક મહીનામાં ધણું ખરૂં કાષ્ઠને કાષ્ઠ તિથિનો ક્ષય યા તે વૃદ્ધિ આવ્યા કરે એ સ્વાભાવિક છે. હવે ઉપર જણાવેલ ખાર તિથિમાંથી કોઇ તિથિને ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે શું કરવુ એ જૈન આચાર શાસ્ત્ર માટે એક મહત્વના પ્રશ્ન ઉપસ્થિત થયા; કારણ કે તેવી ક્ષયવૃદ્ધિ સ્વીકારવાથી તે તે ચોકકસ તિથિએ સાથે જોડાયલ ધર્મારાધનમાં અનિયમિતતા ઉભી થવા પામે, આ અડચણ દૂર કરવા માટે આજ સુધી જૈન પંચાગ આ ચોકકસ તિથિઓની ક્ષયવૃદ્ધિ કરવાને બદલે આગળની તિથિના ક્ષય યા વૃદ્ધિ કરીને ધર્માચારની નિયમિતતા જાળવી રાખતુ હતુ. આ પ્રણાલિમાં શુદ્ધ પચાગની દૃષ્ટિએ હવે ફેરફાર કરવા જોઇએ એવા એક પક્ષને તરંગ આવ્યા અને અન્ય પક્ષે જાની પ્રણાલિને વળગી રહેવુ યોગ્ય છે. એમ વિચાર દર્શાવ્યો. અભિપ્રાયભેદ જોર પકડતે ગયે। અને પ્રત્યેક પક્ષે જૈન શ્વે. મૂ. સમાજના એક એક રધર આચાયૅ ગોઠવાઇ ગયા અને પછી તે વાદવિવાદ, ‘પેલેટબાજી’ અને ગાળાગાળીની સાઠમારી શરૂ થઇ અને જૈન સમાજમાં આ તિચિચર્ચાએ ભીષણ યુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું, ચાલુ પ્રણાલિમાં ફેરફાર કરવાના પક્ષના અગ્રણી શ્રી. વિજયરામચંદ્રસૂરી થયા. ચાલુ પ્રણાલિને જાળવી રાખવાની આગેવાની શ્રી સાગરાનદ સૂરીએ લીધી, અન્ને પક્ષ વચ્ચે અપાર કડવાશભર્યાં લખણા થયું અને બન્ને પક્ષ ગાળાગાળી અને મારામારી ઉપર આવી ગયા, મધ્યસ્થ વૃત્તિના કેટલાક ગૃહસ્થા વચ્ચે પડયા અને આ તકરારની લવાદી શેઠ કસ્તુરભાઇ લાલભાઇને સાંપવામાં આવી. શેઠ કસ્તુરભાઇ પોતે તે કાંઇ મોટા પંડિત છે જ નહિં અને જાણીતા જૈનાચાર્યોમાંના કેટલાક એક યા અન્ય પક્ષે ગાઢવા ગયા હતા અને અવશેષ રહેલા આચાર્યો કે સાધુઓનુ ઝગડાખારીના આગેવાન આચાર્ય ઉપર કશુ વર્ચસ્વ પડે તેમ નહતુ. તેથી શેઠ કસ્તુરભાઇએ પુનાના અમુક પંડિત પાસે બન્ને પક્ષની દલીલે અને તેના સમર્થનને લગતુ સાહિત્ય રજુ કરવુ અને તે પંડિત જે ચુકાદો આપે તે ચુકાદેશશ્ન કસ્તુરભતા ગણાય કે જે પ્રસ્તુત લવાદી ઉપર સહી કરનાર બન્ને પક્ષના આગેવાન શ્રી વિજયરામચંદ્રસુરીને તેમજ શ્રી સાગરાનંદસૂરીને માન્ય ગણાવા જોઇએ. ત્યાર બાદ હજુ સુધી શેઠ કરતુરભાઇએ શાસનપ્રેમી ભાઇઓને ચેતવણી શાસનપ્રેમી વર્ગ એ વાતે તે ચાક્કસ જાણે છે કે શ્રી તપાગચ્છમાં આ સમાચારા કઇ સદીઓથી ચાલી આવે છે કે લૌકીક પંચાંગમાં જ્યારે જ્યારે પતિથિની હાનિ કે વૃદ્ધિ હાય ત્યારે ત્યારે તેનાથી પૂર્વ કે પૂતર અપતિથિની હાની વૃદ્ધિ કરવામાં આવે છે, જેમ કે અષ્ટમી વીગેરેની ક્ષય કે વૃદ્ધિ હાય ત્યારે સપ્તમી વીગેરેની ક્ષય-વૃદ્ધિ કરવામાં આવે છે. આ સમાચાર શાસ્ત્ર અને પરપરા બંનેથી શુદ્ધ છે, અને તેને માટેના અનેક પુરાવા શાસ્ત્રમાં છે તે જે આજ સુધીમાં ઘણીવાર જાહેર થયા છે તેમજ જૈન સમાજ આ આચાર સેકડે વર્ષોંથી આચરે છે, છતાં નવા વર્ગ તે શાસ્ત્ર અને પરંપરા ખ’તેને ઉડાવનાર થઇ તિથિઓની હાનિ અને વૃદ્ધિ કહેવા–માનવા લાગ્યો છે. આ બાબતના નિણૅયને માટે શેઠ કસ્તુરભાઇ લાલભાઇએ પુનાના ×××× તે તટસ્થ તરીકે ગાળ્યા હતા, પરંતુ તાર, ટપાલ, પેપર અને તે પક્ષના નેતાઓના કથનથી x x x x નું તટસ્થપણું સર્વથા તુટી ગયું છે એમ નક્કી જાયથી શેઠ કસ્તુરભાઇ લાલભા ઉપર તે ચુકાદાને ખુલાસા અને ટીકા વગરના નહી માનવા માટે પહેલેથીજ જણાવી દેવામાં આવ્યુ છે, છતાં કદાચ કોઈ પણ તરથી તે * * * * નું લખાણુ બહાર પડે તા તે શાસનપ્રેમીઓને કા‘પણ પ્રકારે માનવાલાયક નથી એમ તમેને અનુસરનારા ગણીને જણાવવા જરૂરી ગણુ છું. આમ છતાં તે વિષયના મુદ્દા સમર્થન અને ઉત્તરા કાઇ પણ સારા ખીજા ચાર વિને! પાસે મુકી શેઠ કસ્તુરભાઇ લાલભાઈ અમારા લખાણ ઉપરથી કે જરૂર જણાય તે અન્ય મૌખિક ચર્ચા પછી એકી બેઠકે નિણૅય લાવી આપે તે તે કબુલ કરવા લાયક ગણાય. પદ્મરાધનને વિષય આખા શાસન સાથે સંબંધવાળે હાવાથી તેના નિર્ણય અયોગ્ય રીતે આવે તે શાસનમર્યાદાની અપેક્ષાયે ભયંકર હેવાથી આ જાહેર કરવાની જરૂરૂં જણાયેલ છે, આનંદસાગરના ધર્મલાભ વાંચવા કપડવંજ, અશાડ શુદ્ર ૩, સોમવાર. જૈન સાધુ પંચમહાવ્રતધારી કહેવાય છે. તેમાં પણ તેમની સત્યનિષ્ઠા વિષે કાષ્ઠત કદિ કશું પણ કહેવાપણુ હાઇ ન જ શકે, કારણ કે તેમણે સંસારને ત્યાગ કર્યો છે અને મારા તારાના પ્રપંચથી તે મુકત હોય છે. એક જન સાધુના જીવનની આ કલ્પના કર્યાં અને આપણી સામે ખડાં થનાં આવાં વિવિધર’ગી ચરિત્રે કયાં ? આગમેાના વાંચન, મનન અને પરિશીલન પાછળ વર્ષો વ્યતીત થવા છતાં જો આત્મપ્રકૃતિમાં સત્યનિષ્ટાની જડ ઉડી ન ખેડી તા એ આગમ
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy