SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૪૩ લેવામાં આવી હતી. ત્રાતાસમુહની ખુબ જ ગીરદી હતી. કાર્યક્રમ ચાર કલાક ચાલે તેટલા લાંખા હતા. આ એ કારણને લીધે કાર્યક્રમ દરમિયાન પુરી શાંતિ જળવાઇ શકે તેમ નહેતુ તેમજ લોકેાક'ટાળે એ સ્વાભાવિક હતું. આવા પ્રયોગા પાછળ ન્યુ એરા સ્કુલ કે એવી અગ્રગણ્ય સંસ્થાઓ જે સુરૂચિનું ઉંચુ ધારણ રજુ કરી શકે છે તે ધેારણને પહોંચી વળતાં આપણી આવી શિક્ષણ સંસ્થાઓને હજુ બહુ વાર લાગશે એવી છાપ પ્રસ્તુત પ્રસ ંગે રા થયેલ કાર્યક્રમ જોનારના મન ઉપર પડી હાય એમ લાગે છે. વિપુલ કાર્યક્રમને બહ્લે થેહું પણ કળાપૂર્ણ પ્રત્યેાજન વધારે આવકારદાયક છે અને તે માટે આવી પ્રવૃત્તિઓને જેમને વિશેષ ડૈ। અનુભવ અને દૃષ્ટિ હાય તેમના સારા સહકાર સાધવા ઘટે છે. ચંદનબાળાના નાટકની વસ્તુ વિષે હવે પછી. સર મેારીસ ગ્વાયરે આપેલું સરકારી આડી નસે ધોઇ નાખ્યું પ્રશુદ્ધ જૈન થોડા સમય પહેલાં ફેડરલ કોર્ટના મુખ્ય ન્યાયમૂતિ સર મેરીસ ગ્વાયરે આપેલા ચુકાદાએ જે ઝીણવટભર્યાં મુદ્દો ઉપસ્થિત કર્યાં હતા અને જેને લીધે લેાકેામાં કઇ કઇ ઘેલી આશાઓ અને આકાંક્ષાએ ઉભી થઇ હતી તે બધાને તાજેતરમાં બહાર પડેલ સરકારી આર્ડનન્સે આમૂળ નિકાલ કરી નાંખ્યા છે અને જે જ્યાં છે તેણે ત્યાં જ રહેવાનુ છે એ બાબત ચેખ્ખી કરી દીધી છે. અનુકુળ પડે તેવા 'એનન્સાની સત્તા સરકાર માટે કામધેનુ સમાન આશીર્વાદરૂપ નીવડી છે. આ એડીનન્સની સત્તા કાઇ કાળે અસ્તિત્વમાં ન હેાય તેવા નવા નવા ગુન્હાઓનુ સર્જન કરી શકે છે અને સાધારણ જનતાની કાઇ પણ ચાલુ પ્રવૃત્તિને સરકારી ગુન્હા બનાવી શકે છે. આવી વ્યાપક સત્તાએ પ્રયોજેલા કાયદાઓની કલમમાંથી ન્યાયાસન ઉપર બેઠેલા માનવી કાંઇક ખરી શૈધી કાઢે અને તેના ભાગ બનેલાઓ માટે છુટકારાને રસ્તા દર્શાવે એટલામાં તે એ બારી બંધ કરનારા બીજો કાયદો નીકળ્યો જ છે આવી આજની રાજનીતિ દેખાય છે. નીતિ એટલે માણસે માણસ સાથે કેમ વર્તવું તેના નિયમા; કાયદો એટલે જનસમાજ વચ્ચે રહેતી વ્યકિતથી અમુક રીતે તે વી ન જ શકાય એ સૂચવનારા પ્રતિબંધક નિયમા; ન્યાય એટલે એ કાયદાના ભંગ કરનાર વ્યકિતને દંડ આપવાની વ્યવસ્થા. નીતિને અનુલક્ષીને કાયદા ઘડાય અને કાયદાને અનુલક્ષીને ન્યાય તાળાય. આ વસ્તુસ્થિતિ સાધારણ પરિસ્થિતિને લાગુ પડે છે અને તેવા સંચેંગમાં કાયદો ઘડનાર અને યાયનું નિયમન કરનાર રાજ્યસત્તા પ્રજાના આદર અથવા તે વફાદારીની અધિકારી રહે છે. પણુ જ્યારે આજે ચાલતા વિગ્રહ જેવા કાઇ અસાધરણ સંયોગ ઉભા થાય અથવા તે। સ્થાપિત રાજ્યસત્તા સાથે પ્રજાના કોઇ મેટા ભાગ અથડામણમાં આવે ત્યારે ઉપર જણાવેલ નીતિવ્યવહાર અને કાયદાના પરસ્પર સંબંધ તુટી જાય છે. પ્રજાને પેાતાના કાબુમાં રાખવા માટે સ્થાપિત સત્તા જાતજાતના કાયદા ધડવા માંડે છે અને ચાલુ અદાલતાને એ કાયદાના અમલ કરવાનું કરમાન કરવામાં આવે છે. ન્યાયસંસ્થાઓના મુખ્ય આય વ્યક્તિસ્વાતંત્ર્યની રક્ષા કરવાને હાય છે. નવા ઘડાતા કાયદાએ સ્વાતંત્ર્યને ચોતરફથી રૂધવા માંગતા હાય છે. પરિણામે ન્યાય આપવા માંગતી અદાલત અનેક બાજુએથી અથડામણમાં આવે છે. એ અદાલતને હયાતીમાં લાવનાર સરકારી રાજ્યસત્તા હોય છે. એ સરકાર ચેસ સયોગ ધ્યાનમાં લખને પ્રજા સ્વાતંત્ર્યને રૂ ધતા કાયદાએ ધડયે જાય છે. સરકારી અદાલત સરકારી કાયદામ્ભેની મર્યાદા કદિ આળ ગી JAIN SAHITYA VIKAS MANDAL, 112. G B. Road. Irla Bridge, તેમ PERFORATE રાજ્યમાંતિની ઉપેક્ષા કરી શકતી નથી શકાતી નથી, એમ છતાં પણ કાઇ ન્યાયપ્રિય અધિકારી એ કાયદાઓમાંથી પણ સરકારના ખ્યાલમાં ન હોય એવા કાષ્ટ મુદ્દો ઉઠાવે છે અને એ રીતે વ્યક્તિના સ્વાત ંત્ર્યની રક્ષા કરવા તરફ પેાતાના હાથ લખાવે છે. આવા પ્રસંગે ન્યાયપ્રિય સરકારની ક્રૂજ તે એ જ હાઇ શકે કે પાતે ઉભી કરેલી ન્યાયસંસ્થાની પ્રતિષ્ઠા ખાતર તેના કોઇ પણ ચુકાદાના પ્રશ્નને જેટલે લાભ આપી શકાય તેટલા સરકારે આપવા જોઇએ. પણ પ્રજાનુ –આઝાદીપ્રભુત માનવીનું –દમન એ જ જેની રાજનીતિનુ... આજે મુખ્ય સૂત્ર બની રહ્યું છે તે રાજ્યવહીવટમાં આવા ઉદાર અમલની સ્વપ્ન પણુ આશા સંભવે નહિ. તેથી જ સર મારીસ ગ્વાયરના આટલા મહત્ત્વભર્યો ચુકાદો હિંદુસ્થાનની પ્રજા માટે તેા કેવળ અર્થ વિનાના નીવડયેા છે. લીમડી રાજ્યપ્રમણનું સમાધાન : હિજરતીઓનું પુનરાગમન વર્તમાન યોગામાં લીંબડી રાજ્યમાં ઉભી થયેલી રાજ પ્રજાની મડાગાંઠનેા નીકાલ આવ્યા છે અને વર્ષોથી દેશવટા ભાગવતા હિજરતીએ પેાતાને વતન સ્વમાનભેર પાછા ફર્યાં છે એ એક આનંદ તેમજ સંતાજનક ઘટના બની છે. જે કાંઈ સમાધાન થયું છે તેના ગુણુદેષમાં ઉતરવાના આજે બહુ સમય નથી. રાજ્યસત્તા સાથે ધણુમાં આવતાં અને હિજરતના કાર્યાં, ક્રમ ઉપસ્થિત થતાં પ્રજાજનાને જે પાર વિનાની માલમતાની નુકસાની ભેગવવી પડી છે તેને બદ્લો આપ્યા અપાય તેમ નથી. વળી સરકારી હિંદમાં જ્યારે લોખંડી દમનનીતિનું ચક્ર ચાલતું હોય ત્યારે તેમાંથી જ પ્રેરણા મેળવતા અને તેની હુક્માં જ જીવતા આપખુદ દેશી રાજ્યત ંત્ર પાસેથી બહુ ઉદાર સરતાવાળું અને પીડિત પ્રજાજનાને પુરતી રાહત આપતું સમાધાન મેળવવાની આશા રાખવી એ પણ વધારે પડતુ છે. આજે તા સ્વમાનભેર ઘેર પાછા અવાય અને જપ્ત થયેલી સ્થાવર મીલ્કતા સૌને સૌતી પાછી મળે અને પાછા આવ્યા બાદ રાજ્યની કશી કનડગત સિવાય સુખ–શાન્તિથી રહી શકાય-આટલુ અને તા પુરતુ' હતું અને એમ ધારવામાં આવે છે કે પ્રસ્તુત સમાધાન એટલી શરતા બરાબર પુરી પાડે છે. પ્રસ્તુત પ્રજા ઉત્થાનમાં અને પાર વિનાના આત્મભાગ માંગતી હિજરતમાં જૈતેના માટા હીસ્સા હતા અને શ્રી. દુર્લભજી ઉમેદચંદ પરીખ, શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. ભગવાનલાલ હરખચંદ વિગેરે જાણીતા જૈન ગૃહસ્થા તેમાં અગ્રસ્થાને હતા એ બાબતની નોંધ લેવી ધટે છે અને ઉપાડેલી હિજરતને સફળતાપૂર્વક પાર પાડવામાં જે જે જૈન ભા તેમ જ બહેનએ ભાગ લીધો હાય તેમને જૈન સમાજના ખુબ ધન્યવાદ પરમાન દ. જોઇએ છીએ શ્રી મુંબઈ જૈન યુવક સંધના કાર્યાલય માટે સારૂ નામુ જાણનાર અને પુરી મહેનત લઇને ઉધરાણી વસુલ કરી શકે એવા એક કલાક જોઇએ છીએ. પગાર રૂ. ૪] આસપાસ. જેની ઇચ્છા હાય તેણે સ ંધના મંત્રીતે નીચેના ઠેકાણે મળવું. એમ. શાહની કાં. ઘટે છે. આર. ૮૧, નાગદેવી ફ્રાંસ લેન ટેલીફાન: ૫૬૦૨ મંત્રી: મુંબઇ જૈન યુવક સંધ, સાભાર સ્વીકાર T મંધુપુરાગ:-લેખકઃ રતિલાલ ગિરધરલાલ શાહ, ૩૧, કાવેલ સ્ટ્રીટ, મુંબઇ, ૨.
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy