________________
सच्चस्स आणाए उबट्ठिए मेहाबी भारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
જેન
મે ૧
પ્રબુદ્
सत्यपूतां वदेद्वाचम्
પ્રબુધ્ધ જૈન
૧૯૪૩
પંચમ વર્ષ પ્રવેશ
· પ્રભુદ્ધ જૈન ' આજે ચાર વર્ષ પુરાં કરીને પાંચમા વર્ષમાં પ્રવશ કરે છે. આગળનાં વર્ષો કરતાં ગયું વર્ષ ઉત્તરાત્તર વિષમ સ્થિતિમાંથી પસાર થયું. ખાર મહીના પહેલાં આ સમયે હિંદુસ્થાન ઉપર જાપાનીઝ હુમલે ટમટમી રહ્યો હતેા અને કલકત્તા, મદ્રાસ, મુંબઇ જેવાં મેઢાં મકામાંથી ભાગીને વસ્તીને માટે ભાગ પોતપેાતાના વતનમાં જઇને વસ્યા હતા. એ હુમલાની ધાસ્તી ઓછી થઇ અને લાકા પાછા પોતપેાતાનાં વ્યવસાય—ક્ષેત્રે તરફ પાછા વળ્યા, એવામાં ગાંધીજીના ‘કવીટ ઇન્ડીઆ’–‘હિંદ છેડા’–એ સૂત્રના આકારમાં રજુ થતું પ્રબળ રાજકીય આંદોલન પુરજોશમાં ફેલાવા લાગ્યું. જો દેશમાં પ્રજાકીય તંત્ર સ્થાપવાની માંગણી સરકાર તરફથી સ્વીકારવામાં ન આવે તે અહિંસાને લક્ષ્યમાં રાખીને ગાંધીજીની આગેવાની નીચે સરકાર સામે એક સર્વમુખી વિગ્રહ શરૂ કરવાના રાષ્ટ્રીય મહાસભાની અખિલ હિંદ સમિતિએ પેાતાના ઇરાદો જાહેર કર્યાં, તે સાથે સરકારનુ સર્વવ્યાપી દમન ચક્ર શરૂ થયું અને આખા દેશ એક પ્રકારની રાજકીય આંધિથી છવાઇ ગયા. આ પરિસ્થિતિ વચ્ચે પ્રજાનુ વાણીસ્વાતંત્ર્ય લુપ્ત થયું અને અનેક સામયિક પત્રો માફક પ્રબુદ્ધ જન'નુ' પ્રકાશન પણ એગસ્ટ માસ દરમિયાન બંધ કરવામાં આવ્યું. તે પ્રકાશન ચાર મહીના સુધી બંધ રહ્યું. જાન્યુઆરીની પહેલી તારીખથી પ્રબુદ્ધ જૈન' પાછું શરૂ કરવામાં આવ્યું છે અને આજ સુધી દરેક અંગ્રેજી માસની પહેલી અને પંદરમી તારીખે ‘ પ્રબુદ્ધ જૈન ' નિયમિત પણે પ્રગટ થઇ રહ્યું છે. ઉત્તરાત્તર વિકાસ પામતા ‘પ્રબુદ્ધ જનને કાગળની મર્યાદા આજે એ રીતે રૂધી રહી છે. એક તા હલકા કાગળા વાપરવા પડે છે; બીજું આઠ પાનાથી વધારે વાંચન સામગ્રી આપવાનું અશકય બન્યુ છે. પરિણામે પ્રભુદ્ધ જનને ખુબ સમૃદ્ધ બનાવવાની ભાવના અને ઉત્સાહ ઉપર અનિવાયૅ નિયંત્રણુ અમારે સ્વીકારવું પડયું છે. આને લીધે ઘણી ઉપયાગી સામગ્રી અમારે ધણી વખત જતી કરવી પડે છે અને સળંગ છાપવા નેતા કેટલાક લેખાને એ ત્રણ હતે છાપવા પડે છે.
તા. ૧-૧-૪૩
ચાડવા માટે અનેક વિદ્વાના, વિચારકો, તેમજ કાર્યકર્તાઓને જે વિપુલ સહકાર જોઈએ તેથી પ્રબુદ્ધ જન હજી સુધી વંચિત છે. સત્ય અને સમાજશ્રેયને લક્ષ્યમાં રાખીને પ્રબુદ્ધ જૈન આજ સુધી ચલાવવામાં આવ્યું છે અને જૈન તેમજ જૈનેતર સમાજ પ્રબુધ્ધ જૈન વિષે ઠીક ઠીક. આદર ધરાવે છે એવા અમારા અનુભવ છે. વળી ગ્રાહકેા તેમજ વાંચકાની સંખ્યા પણ ઉત્તરાત્તર વધતી જાય છે. એક કાળે ઉપર જણાવેલ આદર્શની સમીપ અમે પહેાંચી શકીશું' એવી અમારી શ્રધ્ધા છે. આ માટે જુદા જુદા વિષયો ઉપર અભ્યાસપૂર્ણ લેખા, સમાજ ઉપર ચાલી રહેલા સામાજિક તેમજ રાજકીય સીતમેાના સત્યપૂર્ણ આલેખના તેમજ ઉગતા ભાવીનું દર્શન કરાવતી કથા તથા કાવ્યા અમને મોકલતા રહેવા જન-જૈનેતર લેખકને અમારી અભ્યર્થના છે. ‘પ્રબુદ્ધ જૈન’ના પ્રશ’સર્કા અમને સારી સખ્યામાં ગ્રાહક મેળવી આપે એવી તેમને પણ અમારી વિનંતિ છે. આજના વિષમ કાળમાં અમારી સત્યોપાસના જરા પણ શિથિલ ન બને એટલું બળ પ્રેરતા રહેવા પરમાત્માને અમારી પ્રાર્થના છે. તંત્રી, પ્રબુદ્ધ જૈન.
અંગ્રેજ તત્ત્વવેત્તા એકન કહેતા કે ‘All knowledge is my province’–‘જ્ઞાન માત્ર મારા પ્રદેશ છે' તેમ પ્રબુદ્ધ જૈનના મનાથ તા એવા છે કે જનકલ્યાણ સાથે સંબંધ ધરા'વતી એવી કાઇ પ્રવૃત્તિ કે નવવિચારસરણી હાવી ન જોઇએ કે જેનું પ્રમાણભૂત નિરૂપણુ સામાન્ય જનતા ગ્રહણ કરી શકે એવા આકારમાં પ્રબુદ્ધુ જન'માં એક યા ખીજા અંકમાં કરવામાં આવ્યું ન હોય, હિંદની આઝાદીને લગતી એવી કાઇ પણ બાબત ન હોય કે જેને પ્રબુદ્ધ જનમાં ચર્ચવામાં આવી ન હોય, જૈન સમાજના એવે કાઇ પણ પ્રશ્ન ન હેાય કે જે વિષે પ્રબુદ્ધ જન દ્વારા માર્ગદર્શન કરાવવામાં આવ્યું ન હોય. આ મનેારથ માટા છે પણ તેને પહેોંચી વળવાની જેમના માથે જવાબદારી છે તેમની તાકાત ખરેખર અલ્પ છે, તદુપરાન્ત પ્રબુદ્ધ જૈનને આ કાટિએ પહોં
કેટલાક સમાચાર અને નોંધ મુનિશ્રી ચારિત્ર્યવિજયજીના સ્વર્ગવાસ
તા. ૨૫–૪–૪૩ ના રેાજ પાલીતાણા ખાતે મુનિશ્રી ચારિત્ર્યવિજ્યજીતુ" અવસાન થતાં જૈન સમાજ એક પ્રભાવશાળી વ્યક્તિથી વંચિત બની છે. તે ઉમ્મરે અતિ વૃધ્ધ હતા, કેટલાંએક વર્ષથી તે સેનગઢ ખાતે ધાડેલ આશ્રમમાં રહેતા હતા અને ‘સમય ધર્મ' નામના એક પાક્ષિક પત્રનું તે સપાદન કરતા હતા. ‘સમય ધર્મ ’ સાધારણ રીતે નવા વિચારેસને વેગ આપનારૂ અને જૈન સમાજમાં જડ ધાલી ખેડેલા જુનવાણી સાધુએની નિડરપણે ટીકા કરનારૂ પત્ર છે. યુવક પ્રવૃત્તિનું તેમજ કોન્ફરન્સ જેવી સામુદાયિક પ્રવૃત્તિનું ‘સમય ધર્મ' સદા સમર્થન કરતુ આવ્યું છે. એ પત્રારા મુનિશ્રી ચારિત્ર્યવિજ્યજીએ જૈન સમાજની સારી સેવા બજાવી હતી. તેઓ સારા લેખક તેમજ પ્રખર વક્તા હતા. તેઓ સાર ગાઇ શકતા અને તેમની વાણીનું માધુર્યં અનેકને ખુબ આકર્ષેતુ'. તેઓ ધર્મશાસ્ત્રના નિપુણ જાણકાર હતા અને વર્તમાન વિચારપ્રવાહના વલણને સારી રીતે સમજતા હતા. આવી અનેક અનુકુળતાએ હાવા છતાં જે ઉચ્ચ કોટિના તિતીક્ષાભર્યા જીવનની જૈન સમાજ પેાતાના સાધુઓ પાસેથી અપેક્ષા રાખે છે તેના અભાવે તેમનું જૈન સમાજ ઉપર જોઇએ તેટલું પ્રભુત્વ જામ્યુ નહાતુ' અને પરિણામે પોતાની મુરાદ મુજબ જૈન સમાજને આગળ લઇ જવામાં તે સફળ નીવડયા નહોતા. પરમાત્મા તેમના આત્માને પરમ શાન્તિ આપે !
શ્રી રત્નચિંતામણિ કન્યાશાળાના વાર્ષિક મહેસવ
શ્રી. રત્નચિંતામણિ સ્થાનકવાસી મિત્રમડળના આશ્રય નીચે ચાલતી કન્યાશાળાના વાર્ષિક મહાસવ શ્રી મહાવીર જયંતીને અનુલક્ષીને તા. ૧૮-૪-૪૩ રવિવારના રોજ શ્રીમાત બાપાલાલ રામચંદ ગાંધીના પ્રમુખપણા નીચે સુદરાબાઇ હાલમાં યોજવામાં આવ્યા હતા. આ મહાત્સવમાં સંખ્યાબંધ સ્ત્રી પુરૂષોએ ભાગ ભાગ લીધે। હતા. પ્રસ્તુત પ્રસગને ઉદ્દેશીને શ્રો. ખીમચંદ્ર મગનલાલ વેારાએ તૈયાર કરેલ ચંદનબાળાનું નાટક ભજવવામાં આવ્યું હતું. નાટકને વિષય સ્વાભાવિક રીતે ખુબ આકર્ષક હતા અને તે ભજવવાને લગતી તૈયારી કરવા પાછળ ખૂબ જ મહેનન