________________
તા. ૧-૧-૪૩
પ્રભુ: જૈન
જૈન સસ્કૃતિનું સંસ્કૃતિનું વ્યાપક સ્વરૂપ
( હિં’ડી ભાષામાં ‘વિધવાણી ' નામનું એક વિચારપ્રચુર માસિક નીકળે છે. તેના ગતવ ના સપ્ટેમ્બર માસના ‘- જૈન સંસ્કૃતિ અ’ક 'માં મહાત્મા ભગવાનદીનછના જૈન મર્ઝન જગહ જગઢ' એ મથાળાના એક લેખ પ્રગટ થયા છે. એ લેખ જૈન સંસ્કૃતિની કેટલીક બાનુએ બહુ જ સુંદર રીતે રજુ કરે છે એમ છતાં તે બહુ જ લાંબે ઢાવાથી મૂળના અનુવાદ પ્રબુદ્ધ જૈન માં આપી શકાય તેમ નહેતુ'. તેથી અમારી વિનતિને સન્માનીને તે મૂળ લેખના સક્ષિપ્ત આકાર સે।. સરલાબહન સુમતિચંદ્ર શાહે તૈયાર કરી આપ્યો છે જે આવે છે. —ત શ્રી ) નીચે પ્રગટ કરવામાં
·
સ’સ્કૃતિ એટલે શું...?
‘સંસ્કૃતિ” શબ્દ એ અર્થમાં વપરાય છે. મનુષ્યેાના આત્માને ઉંચે ચઢાવનારી રહેણીકરણી તેમજ વિચારપ્રણાલિને સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે તે કામ એક પ્રશ્નની હાય, વર્ગની હાય, દેશની હાય કે જાતિની હાય. ચોકકસ પ્રજા કે વર્ગની રહેણીકરણી, ખાવાપીવા, પહેરવા તથા રહેવાની રીતભાત' આવે પણ સંસ્કૃતિ શબ્દને અર્થે કરવામાં આવે છે. પશુ મારા મત આ બીજો અર્થ પ્રમાણે સંસ્કૃતિ શબ્દના દુરૂપયોગ છે. ભિન્ન ભિન્ન પ્રજાના ભિન્નભિન્ન રીતરીવાજો મનુષ્યના કેવળ બાહ્ય જીવનને સ્પર્શે છે. જે વસ્તુ આત્માને સ્પર્શતી ન હોય તેને ‘સંસ્કૃતિ’ શબ્દથી કેમ ઓળખાવી શકાય એ મારી સમજમાં ઉતરતું નથી.
આ રીતે હિન્દુ સસ્કૃતિ, મુસ્લિમ સસ્કૃતિ, ચીની સ ંસ્કૃતિ આદિ શબ્દોના ઉપયોગ સંસ્કૃતિ માટે ધાતક સિધ્ધ થયા છે. જો હિન્દુ સ ંસ્કૃતિ યા ચીની સ ંસ્કૃતિની મતલબ આ હાય કે હિંદુ અને ચીનાઓએ મનુષ્યના આત્માને ઉંચે ચઢાવવામાં કેટલી મદદ કરી, તા તા હિન્દુ સંસ્કૃતિ યા ચીની સંસ્કૃતિ જેવા જેવા શબ્દો કાનને મીઠા લાગે. પરંતુ સુશિક્ષિત કે અશિક્ષિત અને લોકો આ શબ્દેને! આ અર્થ નથી કરતા. હિન્દુ સંસ્કૃતિના અર્થ થાય છે હિન્દુ કેવી રીતે રહે છે યા ખાય પીએ છે, કેવી રીતે લગ્ન કરે છે, મુર્દા ખાળે છે યા દાઢે છે. એ જ પ્રમાણે ચીની સ ંસ્કૃતિને અર્થ થાય છે કે ચીનાએ શુ શુ કરે છે. જો ખાવાં પીવા અને પહેરવાના રીતરીવાજોને સંસ્કૃતિનું નામ આપવામાં આવે તે “મેહનલાલ સંસ્કૃતિ, ચીજું સંસ્કૃતિ, મહમદઅલી સંસ્કૃતિ, જોન સંસ્કૃતિ જેવી સંસ્કૃતિને પણ માનવી જોઇએ. તે તે પછી કબુતર સંસ્કૃતિ યા કાગડા સંસ્કૃતિને પણ ઠીક માનવી જોઇએ; કારણ કે આ અને પક્ષીગ્મા એક ખીજાથી જુદી જાતના માળા બનાવે છે. દરેક જાતિ અને દરેક વ્યક્તિ બીજાએથી કંઇક ભિન્ન રીતે જ વ્યવહાર ચલાવે છે. એટલે ખાવા પીવા કે પહેરવાને સંસ્કૃતિ માની લેવાથી સંસ્કૃતિની કેવળ મજાક થાય છે.
સંસ્કૃતિ શબ્દને તેડી ફાડી જોતાં મને એમાં માત્ર આ ચીજો સિવાય કંઇ ન મળ્યુ. (૧) ખીજાને ન સતાવવા, (૨) સત્ય ખેલવું, (૩) ચેરી ન કરવી, (૪) જરૂરથી વધારે સામાન ન રાખવા, (૫) સ્ત્રી કે પુરૂષે બીજા સ્ત્રી-પુરૂષ તરફ્ . ખુરી નજર ન કરવી. આ પાંચ સહ્યા મળીને સંસ્કૃતિ નામ પામે છે. સંસ્કૃતિના અર્થ સંસ્કારી આત્મા સિવાય ખીજો કંઇ થઇ શકતા જ નથી. છતાં ન જાણે કેમ બધા સુશિક્ષિત કોઇ જાતિ યા દેશની સંસ્કૃતિના વખાણ કરતાં એમની રહેણી કરણી, ખાનપાન યા તેમને રહેવાના મકાનોની ભિન્નભિન્ન બાંધણીઓનેા વાદ વિવાદ કરે છે, અને એમણે પોતાના આત્માને સંસ્કારી બનાવવામાં યા બીજાને ઉંચે લાવવામાં શે! હિસ્સા આપ્યા તેને વિચાર તદ્દન હેાડી દે છે.
હું જૈન સંસ્કૃતિનો ઉલ્લેખ કરીને ફકત એજ સમજાવવા પ્રયત્ન કરીશ કે જૈનએ મનુષ્યના આત્મા સંસ્કારી બનાવા શું પ્રયત્ન કર્યાં, એમણે ક યુકિતઓ શોધી અને તેમાં કયાં :
સુધી તેઓ સફળ થયા. એમણે કયા કયા નવા વિચારે દુનિયા સામે મુકી લેાકેાને પોતાના આત્મા સંસ્કારી અનાવતા શીખવાડયું. જૈન ઋષિઓએ પેાતાના આત્માને માત્ર બીજાઓની જેમ સંસ્કૃત બનાવ્યા છે એટલું જ. નહિ, પરંતુ બીજા કેવી રીતે પેાતાની જાતને સંસ્કારી બનાવે છે તે પણ જોયુ છે. એમણે જે ક ંઇ બતાવ્યુ છે તેમાં કંઈ નવું ન હોવા છતાં નવીનતા મળશે. વિજ્ઞાનીઓની જેમ એમણે સફળતા પ્રાપ્ત કરવાના માર્ગમાં આવતી જે મુશ્કેલીઓ જોઇ, જે વસ્તુઓથી મદદ મળતી જોઇ, તેને સીધી સાદી. ભાષામાં પેાતાના ભવિષ્યના સંતાન માટે નિરૂપિત કરી છે. એમણે કદી એમ નથી કહ્યું કે અમુક દેવતાને માને તે તમે તરી જશેા. હા, સમજાવીને, પેાતાના સિદ્ધ આત્માઓ દ્વારા એ જરૂર કહેવડાવ્યું કે “જ્યાં સુધી તમે અમને પુજતા રહેશે। ત્યાં સુધી અમારા જેવા નિહ બની શકે. પેાતાને પુજીને જ અમારા જેવા બની શકશે.” શુ એમના આ ચેડા શબ્દો મુક્તિની ઇજારદારી અને ક્લાલીને ખતમ કરવા પૂરતા નથી ? આત્માની સંસ્કૃત સ્થિતિનુ નામ છે આઝાદી, મુક્તિ. એની ભીખ કાણુ આપશે ? મહેનત કરો ! મળશે. એ ચીજ માંગી શકાય છે, જે પેાતાની પાસે ન હેાય. આઝાદી તે પેાતાની અંદર છે, પોતાની જ છે. એમાં રસ ન લેવાથી ભૂલાઈ ગયેલી ચીજ છે અને એટલી ભુલી જવાઇ છે કે યાદ દેવડાવતાં પણ યાદ નથી આવતી. યાદ ભલે કાઇ દેવડાવે, પણ તે કાઇ આપી શકતુ નથી. જૈન ઋષિ શુદ્ધિ કરવામાં માનતા નથી, પરં'તુ શુદ્ધ થવામાં જરૂર માને છે રામદત્ત અલ્લાબક્ષના આત્માને સંસ્કારી નથી બનાવી શકતા. એને તે અલ્ફાબક્ષે |પાતે જ સંસ્કૃત બનાવવા પડશે. જતાને ત્યાં પેદા થવાથી જાતિએ ભલે જૈત કહેવાય. પરંતુ જૈન શબ્દના અર્થમાં જૈન નથી અની શકતા. જૈન શબ્દનો અર્થ છે જીતવાવાળા અથવા તા એમ માતા કે જીતવાને માટે નીકળેલા યાને આઝાદીના સીપાઇ. જૈન ધર્મના અર્થ છે. સીપાઇઓને ધર્મ. આખર મેહની ફાજ સામે ઉભા રહેવા માટે જે સીપાઇની જરૂર નથી તે ખીજા કાની હાઇ શકે? જીવનને બધા ધર્મોએ યુદ્ધ માન્યું છે. આઝાદી વેચવાની ચીજ નથી, નહિ તેા વાણીયા બનીને જ ખરીદી લેત. આ તે! અડગ બની તન-મન-ધનને કેન્દ્રસ્થ કરીને મેળવવાની ચીજ છે. એ માટે સીપાઓનેા ધર્મ જ કામ આવી શકે છે, વાણીયાઓના નહિ.
મુશ્કેલીઓ
જતા સામે સૌથી મેટી મુશ્કેલી એ હતી કે દુનિયાને મોટા ભાગ એમ માનતે હતા કે કોઇ દુનિયાને બનાવનાર છે એટલુંજ નહિ, પણ તેઓ જે કાંકરે છે તે પોતે કરતા નથી. પણ ઇશ્વર કરાવે છે. એમ તે। આ વિચારધારા ઘણી જ કામની છે, અગર આ વિચારધારામાં વહીને મનુષ્ય પેાતાની અદ્ભુતાને તેાડી નાંખે અને પેાતાના અહંને ભૂલી જાય અને પોતાની બધી ભલાઈને ઇશ્વરની આપેલી સમજે એ જરૂર આવકારદાયક છે; પરંતુ જે સમયે જૈન ધર્મ પેદા થયા ત્યારે લેક શ્વરને “ (અનુસંધાન પૃષ્ઠ ૬ જુઓ)