SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશુદ્ધ જૈન તા. ૧-૫-૪૩ નવયુગપ્રવર્તક ગાંધીજી: કવિવર નાગારનું એક ભવ્ય સિહાવલાકન યુગદૃષ્ટા કવિવર રવીન્દ્રનાથ આજના યુગપુરૂષ ગાંધીજીના નીચે મુજખ્ખ પરિચય કરાવે છે. હિંદની ભૌગાલિક અને ઐતિહાસિક એકતા હિંદુસ્થાનને પોતાના પ્રાકૃતિક સીમાડા વડે એક પ્રકારનુ જે ભૌગાલિક વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે તે કંઇ કાળથી એક યા બીજી રીતે રાષ્ટ્રીય એકતાની પ્રેરણા આપી રહેલ છે. ભારતવર્ષની એકતાના પ્રતીક સમા મહાભારતમાં ભિન્ન ભિન્ન વિચાર અને આચારની પ્રણાલિએના સુન્દર સમન્વય જોવામાં આવે છે અને આખા દેશના જુદા જુદા વિભાગામાં વ્યવસ્થિત રીતે ચેાાયલાં તીર્થસ્થાના પાછળ પણ સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે એક પ્રકારના ભક્તિભાવ પાષવાની કલ્પના રહેલી હાય એમ માલુમ પડે છે. આ તીર્થ સંસ્થાના કેટલાક વિશિષ્ટ લાભ હતા. જે સ્વાભાવિકપણે અને સીધી રીતે મળતુ તે જનતાના અન્તરને વધારે ઉંડાણથી સ્પર્શતું અને એ રીતે તીર્થાટન નિમિત્ત થતી દેશના રમણીય અને મહત્વના કેંદ્રોની પ્રદક્ષિણા આમ પ્રજાના માનસ ઉપર દિન ભુંસાય એવી છાપ પાડતી. મહાભારતના મધ્ય ભાગમાં આવેલી ભગવદ્ગીતા રીતે પોષાતી એકતાને જ પ્રકાશિત કરતી હતી. એક રીતે વિચારતાં એમ લાગે છે કે કુરૂક્ષેત્રની મધ્યમાં આવું તાત્વિક પ્રવચન સ ંભવિત જ નથી અને તેથી ગીતાને પ્રક્ષિપ્ત વિભાગ તરીકે લેખવામાં આવે છે. પશુ એમ છતાંયે જે બુદ્ધિશાળી વ્યકિતને ગીતાને મહાભારતની મધ્યમાં ગાઢવવાનું સુઝયુ તેને પુરેપુરા ખ્યાલ હાવા જોઇએ કે હિંદની આન્તરબાહ્ય એકતાનુ વાસ્તવિક દર્શન રજું કરાવવા માટે તત્ત્વવિષયક મૂલભૂત પ્રશ્નોની સમાલોચના આવા અલૌકિક મહાકાવ્યની મધ્યમાં જ પ્રતિષ્ટિત કરવી તેજ યાગ્ય તેમજ આવશ્યક છે અને તેથી આધ્યાત્મિક · અનુભવોના આ વિપુલ ભંડાર પ્રસ્તુત મહાકાળમાં ઠેલવવામાં આવ્યા છે એટલા માટે જ નહિ, પણ ભારતવષઁની ઐતિહાસિક એકતાનું પણ તેમાં અદ્ભુત રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે કારણને લીધે જ મહાભારતના અધ્યયનને આટલું બધું ધાર્મિક ‘મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને તે સાથે દેશ આખાની ભૌગોલિક એકતાનું ભાન પણ લોકોના દિલમાં સાદિત રહે તે હેતુથી પુરવણીરૂપે લોકજીવનમાં નિયમિત તીર્થં યાત્રાની યોજના કરવામાં આવી હતી. પ્રાચીન રૂષિ મુનિઓએ કરેલી યેાજના વિષે આટલો ઉલ્લેખ બસ છે. · જ્યારે આર્યોએ હિંદના વાયવ્ય દ્વારેથી પ્રવેશ કરીને પંજાબમાં વસાહત કરી અને ત્યાંથી આગળ વધતાં. વિધ્યાચળને ઓળગીને દેશના બાકીના વિભાગોમાં તે ફેલાઇ ગયા ત્યારે આખા દેશ ઉપર અને ગાંધાર (હાલનુ અધાનીસ્તાન) જેવા બાજુના પ્રદેશો ઉપર પણ એક જ સંસ્કૃતિની છાયા પથરાઇ ગઈ. આ સંસ્કૃતિની એક ખાસ વિશેષતા એ હતી કે તે સમયમાં પ્રચલિત સાંપ્રદાયિક ભેદભાવા જેવા હતા તેવાને તેવા ચાલુ રહેવા દેવામાં આવ્યા. પરિણામે એ ભેદભાવાની પરપરાને અમરપટે। મળી ગયેા. બહારની કાઇ દખલગીરીથી દેશની ભૌગાલિક એકતાનું ભાન લુપ્ત ન થતાં લોકોના મન ઉપર જાગતુ અને જીવતું રહે—આટલી સંભાળ રાખવામાં આવેલી અને આ બાબતને બાધક ને અને તેવી રીતે મતમતાંતર અને સાંપ્રદાયિક ભેદભાવના પ્રવાહેા વહેતા હતા તેમ વહેવા દીધા. એકતાના ઉચ્છેદ અનવસ્થાના પ્રારંભ એજ માર્ગેથી દેશ ઉપર એક પછી એક આક્રમણા ચાલુ જ રહ્યા અને સાથે સાથે વિદેશી સંસ્કૃતિના ચિત્રવિચિત્ર તત્ત્વા પણ દેશમાં પ્રવેશ પામતા રહ્યા અને પરિણામે આપણને ભાન થયું કે આ બધા વખત આપણે સૌ સાથે રહેતા હતા પણ વાસ્તવિક રીતે એક બન્યા નહાતા. આપણી આ નખળાઇનું પરિણામ એ આવ્યું કે કંઈ કાળથી વસતા મૂળ પ્રજા સમુહ ઉપર પડેશમાં વસતી જાતિઓએ આધિપત્ય જમાવ્યુ અને સમયાન્તરે તેમની ઉપર દરીયાપાર પ્રજાનું પ્રભુત્વ સ્થપાયુ' અને આમ ઉત્તરાત્તર આવતા જતાં આક્રમણના કાઇ અસરકારક સામને કરી ન શક્યું. આ અનવસ્થામાં અંદર અંદરની લડાઇઓ, કામ કામનાં ઘણું લેાકજીવનની ચાલુ ધટના બની ગઇ. એક હિંદી અન્ય હિંદી સામે સત્તા જમાવવા માટે અથવા તે કાઇ પરદેશી સત્તાની મદદ મેળવીને આગળ આવવા માટે લડવા લાગ્યા. ત્યારથી હિંદુસ્તાનને ઇતિહાસ વચ્ચેના થાડા ગાળે બાદ કરતાં દારૂણ દુ:ખા અને ઉત્તરાત્તર અધોગતિ નીપજાવનારી ઘટનાઓથી ભરપુર બન્યા છે. દેશનાં સાધન સામગ્રો અને સંપત્તિના લય થવા લાગ્યા અને સાથે સાથે માનસિક અને નૈતિક અધઃપતન નિર્માતું ગયું. કારણ કે આર્થિક દારિદ્રયમાંથી હુંમેશા માનસિક દારિદ્રય પરિણમે છે. અને કેટલીયે સદીઓના કડવા અનુભવે પછી આપણને ભાન થયું કે દેશની વિશાળતાને અનુરૂપ એકતાની સાધના આપણે કરી નહિં તેમાંથી જ આપણી આ બધી દુર્દશાના જન્મ થયો. લેાકજીવનના ઘસારા આવી વિષાદજનક ઐતિહાસિક ધટના દરમિયાન પણ કેટલાંક પ્રાણપ્રેરક બળા પાતાનું કાર્ય કરતાં આવ્યા છે. જો હિંદુસ્થાન ઉપર બહારના આક્રમણા થયા ન હેાત તેા.તેની સ ંસ્કૃતિના હાર્દમાંથી સ્થાયી અને સુદૃઢ એકતાની ભાવના દઢીભૂત થાત કે નહિ એ એક પ્રશ્ન છે. પણ એ વાત ચેકસ છે કે તેની સંસ્કૃતિ અને સ્વતંત્રતા કચરાઇ અને છુદાઇ રહી હેય એવા તેના ઇતિહાસના વિષમમાં વિષમ કાળ દરમિયાન પણ હિંદુસ્થાને પેાતાની પુરાણી—ધીમી છતાં ગૂઢરીતે પોતાની જાતને સ ંભાળી લીધી હતો. જ્યારે ઇસ્લામના તેની ઉપર હલ્દા આવ્યા ત્યારે હિંદી સંસ્કૃતિએ ઇસ્લામના સારાં તત્વેને અપનાવી લીધા અને એ રીતે એક ઉગ્ર વિરાધી તત્ત્વનું ઉલટુ નવુ બળ આપનાર સાધનમાં રૂપાન્તર કરી દીધું. મહાભારતના કાળમાં એકતાપેાષાક જે તત્વા કામ કરતાં આપણે જોઇ ગયા તે જ તત્ત્વાના મધ્યકાળમાં થઈ ગયેલા અનેક હિંદુ અને મુસલમાન સાધુસાએ અને ફકીરાએ પેાતાની દીધું, વિશાળ અને સમભાવ ભરી દૃષ્ટિ વડે સારા વિકાસ કર્યો હતા. પણ તે કે આ સાધુસતાએ પેાતાની આધ્યાત્મિક સાધના વડે પુરાણી સંસ્કૃતિના હાર્દને પુનર્જીવિત કરવા ખુબ પ્રયત્ન કર્યાં હતા એમ છતાં પણ એ સાધુસંતાની સાધના–તપશ્ચર્યાનું પરિણામ સામાન્ય લેાકેાના વન ઉપર એવુ આવ્યું કે લેકે ઐહિક જીવનના દુઃખ દારિદ્રય અને અજ્ઞાનને દૂર કરવાનું છેડીને પરલોકના સુખ વૈભવ કેમ મળે તેની જ ચિન્તામાં ડૂબી ગયા. આનું પરિણામ તે। એ આવ્યું કે સામાન્ય પ્રજા અનેક ધર્મધૂર્તીની ભાગ બની ગઇ અને લેકજીવનને અનેક દિશાએથી અપાર ધસારા લાગવા માંડયા. ભિક્ષુક અને સન્યાસી આજે આ દેશમાં એવા સખ્યાબંધ સાધુ, આવા (અનુસધાન પૃષ્ઠ ૮ જુઓ)
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy