________________
શ્રી સુબઇ જૈન યુવકસ થતુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ્ર શાહુ, મુંબઇઃ ૧ ઓગષ્ટ ૧૯૪૩ રવિવાર,
Regd. No. B 4266
વ : પ અક :
S
કેટલાક સમાચાર અને નાંધ
ઓગસ્ટની આઠમીતા ઠરાવ
આ
કેટલાક સમય પહેલાં અખિલ હિંદ મહાસભા સમિતિના સભ્ય શ્રી ગોપીનાથ શ્રીવાસ્તવે એવી સુચના રજુ કરી કે આજે અખિલ હિંદ મહાસભા સમિતિના જેટલા સભ્યા છુટા ાય તેમણે એકત્ર થઈને અખિલ હિંદ મહાસભા સમિતિની સભા મેળવવી જોઇએ અને આજની મડાગાંઠને અન્ત લાવવા માટે તે સમિતિએ ગયે વર્ષે આઠમી ડ્રે।ગસ્ટના દિવસે સરકારને પડકારતા જે ઠરાવ કર્યો છે તે પાછા ખે'શ્રી લેવાના નિણૅય કરવો જોઇએ ત્યારથી છાપાઓમાં આ પ્રશ્ન ઉપર ખુબ ચર્ચા ચાલી રહી છે અને તેથી સામાન્ય પ્રજાના દિલમાં શુ કરવુ યેાગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે વિષે અનેક પ્રકારના ભ્રમ અને ત વિતર્ક પેદા થઈ રહ્યા છે. પ્રથમ તે અ. હિં. મ. સ. ની રીતે મેળવાયલી બેઠક બંધારણપુરઃસર ગણાય નહિ એ એક સવાલ છે. શ્રીવાસ્તવનું એમ કહેવુ છે કે આવી સભા માટે જેટલી કાર્યસાધક હાજરી (કારન) ની જરૂર ગણાય તે કરતાં અ. હિં. મ. સ. ના વધારે સભ્યા બહાર છે અને તેથી જ્યારે સમિતિના પ્રમુખ, મંત્રી તેમજ મોટા ભાગના સભ્યે। જેલમાં હાય ત્યારે આ રીતે ખેલાવાયલી સભા બંધારણ પુરઃસરની ગણાવી જોઇએ. બંધારણની આ ગુ ંચને બાજુએ રાખીએ તે। પણ આજની રાજકીય પરિસ્થિતિને લગતા એ મુદ્દાઓ વિચારવાની ખાસ જરૂર રહે છે. એક તા સરકાર દિવસ કહે તે દિવસ અને રાત કહે તે રાત-એ પ્રકારની સમજુતી સિવાય પ્રજાનુ સ્વમાન જળવાય એવી કાઇ પણ ખીજી સમજુતીના ધોરણે અંગ્રેજ સરકાર આજની મડાગાંઠને ઉકેલ લાવવાને જરા પણ આતુર છે ખરી? આજની મડાગાંઠ સરકારને પચી ગઈ હાય અને આજે ચાલે છે તેમ ચાલવા દેવામાં પેાતાને જરા પણ અડચણ આવે તેમ નથી—ધાર્યા મુજબ પૈસા મળે છે, દેશની સર્વ સાધનસામગ્રી મળે છે . અને લસ્કરમાં જોઇએ તેટલી ભરતી થઇ રહી છે અને એ ઉપરાંત ગમે તેવા ઓર્ડનન્સા કાઢીને જેવી જરૂર જણાય તે રીતે પ્રજાના ચાલુ જીવનનું રૂધન કરી શકાય છે-આવી આજની સરકારની મનેદશા હાય એમ ચાતરક બની રહેલા બનાવા અને તરેહ તરેહના નીકળી રહેલા એર્ડીનન્સો ઉપરથી આપણે સ્પષ્ટ જોઇ શકીએ છીએ, આ સ્થિતિમાં આઠમી ઓગસ્ટના ઠરાવ પાછા ખેંચી લેવાથી શું વળવાનું છે? મુકમ્ભીલ આઝાદીની વાત કરનાર કોંગ્રેસ સરકારનું સંપૂર્ણ દાસત્વ સ્વીકારવાને તૈયાર છે ખરી? બીજી ક્રાઇ ભૂમિકા ઉપર સરકાર સાથે સહકાર અને આજની મડાગાંઠને ઉકેલ શકય દેખાતે નથી.
બીજો મુદ્દો એ છે કે કાંગ્રેસનું સત્ર જેમના હાથમાં છે
લવાજમ રૂપિયા ૨
તે મહાત્મા ગાંધી, અબુલ કલામ આઝાદ, પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, ખાજુ રાજેન્દ્રપ્રસાદ વગેરે મહાસભાના આગેવાન પુરૂષો જેલમાં હોવા છતાં આજે દેશમાં બની રહેલી અનેક ઘટનાઓથી તેઓ અજાણ છે એમ છે જ નહિ. તેમને જરૂરી છાપાએ ભળે છે અને સાધારણ રીતે દેશની આજની સ્થિતિથી તે ઠીક ઠીક વાકેાર છે. અ. હિં'. મ. સ.ના જે સભ્યો આજે જેલમાં નથી તેમનું પ્રજા ઉપર એટલું બધું ઓછું' વર્ચસ્વ છે કે તે બધા મળીને ગમે તે નિણૅય કરે તે પણ તે નિણૅયને જેલવાસી નેતાઓનું જ્યાં સુધી સમર્થન નહિ મળે ત્યાં સુધી આમ પ્રજા એ નિણુંયને રાષ્ટ્રીય મહાસભાના નિણૅય તરીકે સ્વીકારે તેમ છે જ નહિ. આજની આ વાસ્તવિકતા શ્રીવાસ્તવ અને તેમને સહમત થનારા આગેવાન કેમ ભુલી જાય છે ?
સંભવ છે કે જેલમાં દટાયલા દેશનેતા પ્રજાની આજની દુર્દશા ધ્યાનમાં લઇને ઓગસ્ટની આઠમીના ઠરાવમાં કાઇ પણ પ્રકારના ફેરફારને ઇચ્છતા હેાય, પણુ જ્યાં સુધી ગાંધીજી અને અન્ય દેશનેતાઓ એકત્ર મળીને વિચાર કરવાની સ્થિતિમાં ન મૂકાય ત્યાં સુધી તે દેશને કાઇ પણ પ્રકારની નવી દોરવણી શી રીતે આપી શકે ? ગાંધી-વાઇસરાય પત્રવ્યવહારમાં આવી માંગણી ગાંધીજીએ કરેલી, પશુ તે કેવા તુચ્છકાર્ પૂર્વક નકારવામાં આવેલી તે સૌ કાઇ જાણે છે. ત્યારબાદ આ જ ઉદ્દેશથી શ્રી. ઝીણાને મળવાની ગાંધીજીએ ઇચ્છા દર્શાવેલી, પણ તે સંબંધમાં સરકારે શું કર્યું. તે પણ સુવિદિત છે. ગાંધીજીએ સરકારને પાછે વળી એક પત્ર લખ્યા છે. અને તેમાં` પણ આવી જ કાઇ માંગણી છે એવી વાતો અને અનુ માતા આજે આપણે છાપામાં વાંચી રહ્યા છીએ. પણ સરકારનું આ બાબતમાં એકધારૂં અને એકસરખું વિદ્ધ વળણુ આપણા જોવામાં આવે છે. આને પણ એકજ અ નીકળે છે કે સરકાર આજે હિંદી પ્રજા સાથે-કોંગ્રેસ સાથે કોઇ પણ સમાધાની ઇચ્છતી નથી.
'
આજે પણ હિંદી પ્રજાના માનસ ઉપર ગાંધીજીનું એટલુ તે એટલું પ્રભુત્વ છે. આજે પણ ગાંધીજીને છુટા કરવાને ચેતરથી એકસરખા પોકાર ચાલી રહ્યો છે. એમ છતાં પણ સરકાર ગાંધીજીના આ પ્રભુત્વને અને દેશપરદેશના આ પાકારને તદ્દન અવગણીને બેધડક રાજ્યવહીવટ ચલાવી રહેલ છે. આવી આજની પરિસ્થિતિ વચ્ચે. ઓગસ્ટની આઠમી તારીખને ઠરાવ પાછા ખેંચી લેવાની હીલચાલના કશા જ અર્થ નથી એ સૌ કાઇએ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે.
આ સાથે ઓગસ્ટની આઠમી પા ખેંચી લેવે ન જોઇએ અને નેતાગીરીમાં પૂર્ણ વિશ્વાસ છે એમ
તારીખના ઠરાવ અમને ગાંધીજીની આપણે મહાર