________________
सच्चस्स आणाए उबंढिए मेहाबी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુધ્ધ જૈન
सत्यपूतां बदेद्वाचम्
પ્રમુખ જૈન
જુલાઈ ૧૫
૧૯૪૩
ગૌસેવા
( ગતાંકથી ચાલુ )
ઉપરની ટાલિયન મુસાંધ્ર મિ. સીન્થેાર પિત્રા દક્ષાવાલની હકીકત ઉપરથી આપણતે ૩૦ વર્ષ પહેલાંની હકીકત મળે છે. હવે આપણે અત્યારની પાંજરાપેાળાની સ્થિતિ જોઇએ અને એમાં શા શા સુધારા વધારા કરવા જોઇએ તે વિચારીએ,
સામાન્યતઃ અત્યારની પાંજરાપાળા દૂબળાં તથા લૂલાં લગડાં ઢારાને પાળે છે, પરંતુ એમાં જે પાંજરાપેાળાની મૂળ કલ્પના છે ઍને સ્થાન મળતું નથી. પાંજરાપોળા પાછળ ગૌરક્ષાને સ્થાન હાવુ જોઇએ એ નથી. પાંજરાપાળ દ્વારા ગાયાના પ્રચાર થઇ શકે. તે ઉપરાંત ગાયાની સારી એટલાદ ઉત્પન્ન કરી શકાય.
મિ. વિલિયમ સ્મિથે ઘણી પાંજરાપાળા જોઈ છે; અને તેમને ગાંધીજી જોડે ગૌસેવા વિષે વાત પણ થઈ છે. મિ. સ્મિથે આ નીચેના ત્રણ મુદ્દા પાંજરાપાળા માટે આવશ્યક
ગણ્યા છે.
(૧) પાંજરાપોળ વિભાગ, જ્યાં ભેંસ તથા ખીજા ઘરડાં તથા નકામાં ઢાર સ્વાભાવિક પોતે મરે ત્યાં સુધી પોષાય.
૨) ગૌશાળા વિભાગ, જ્યાં કત્તલથી બચાવેલી ગાયેામાંથી એલાદ આપે એવી હેાય તે, તેમજ બીજી દૂધાળી ગાયો રાખવામાં આવે, આ ગાયાના દૂધની નોંધ રહે અને તે દૂધ સૌથી વધારે ના થાય એ રીતે વેચાય. ઉત્તમમાં ઉત્તમ ખૂટ ગાયેા માટે હાવા જોઇએ. વાછરડાંની સંભાળપૂર્વક ઉછેર થવી જોઈએ અને જે વાછરડાંએ ખુંટને લાયક ન હાય તેને ખસી કરી બાદ અનાવવા.
આ
૩) એક ખૂંટ વિભાગ પણ પાંજરાપોળમાં રાખવે અને એ વિભાગ ગાયાના વેલા સારા શી રીતે ચાલે તે વિચારીને જ સારા ખૂટા રાખે. બાકીનાને ખસી કરીને બળદ તરીકે વાપરવા જોઇએ.
• ઉપરના ત્રણ મુદ્દા તપાસવાથી આપણને લાગશે કે એમાં પાંજરાપોળની લગભગ પૂર્ણ કલ્પના આવી જાય છે. પરંતુ એ ઉપરાંત બાપુજી ઉમેરે છે કે પાંજરાપાળાએ વૃદ્ધે તથા અપંગ ઢારતે આશ્રય આપવા જોઇએ. એટલુ જ નહી પણ ગાપાલનનું કાન કરવું તથા લોકને ગેપાલનની કળા શીખવવી જોઇએ અને એટલા માટે પાંજરાપે ાને અગે સુવ્યવસ્થત આદર્શ દુગ્ધાલય તેમજ ખૂટ વિભાગ રાખવા જોઇએ. તે ઉપરાંત પાંજરાપોળામાં ચર્માલય પણ એક અતિ મહત્વની વસ્તુ છે એમ ગાંધીજી ગાતે હૈં.
તા. ૧૫-૭-૪૩
ડાંના અને બની શકે તે બધાં અવયવાના ઉપયોગ કરવા જોઇએ. જ્યાં સંખ્યાબંધ દ્વારા કપાય છે ત્યાં પશુઓના એકેએક અંગને ઉપયોગ થાય છે. એ જ રીતે પાંજરાપાળાએ મુશ્કેલાં ઢારાને ઉપયાગ કરવા જોઇએ.
પાંજરાપાળ જોડે ચર્માક્ષયના વિભાગ હોવા જોઇએ અને તે પાંજરાપોળા માટે અતિ આવશ્યક છે. જો મુએલાં ટોરાના પાંજરાપોળા સદુપયોગ નહી કરે, એનાં અંગે અગતા ઉપયોગ ન કરે તે પાંજરાપેાળાને છેવટે ખાટ જશે, તેથી આપણામાં જે એક ખ્યાલ કેળવાય છે કે આપણે જ પાળેલાં ઢોરને આપણે શી રોતે કુડાવી શકીએ તે ખ્યાલ દૂર કરી આપણે એનાં ચામ
મૂએલાં ઢોરાનાં અંગેઅંગનાં ઉપયોગ શેમાં થાય છે તે આપણે જોઇએ. સામાન્ય રીતે ચામડાં, શીંગડાં, ખરી, લેહી, હાડકાં એના ઉપયોગ કરવામાં આવે છે.
શીંગડાના ઉપયોગઃ-શીગડામાંથી કાંસકી, ખેરિયાં, છત્રીના હાથા, ચમચા, પ્યાલા, વગેરે વસ્તુ બનાવવામાં આવે છે. અને શીંગડાને ઘસતાં જે ભૂકી પડે. તેના ઉપયાગ ખાતર તરીકે થાય છે. અને જમનીમાં તે કારીગરા પેાતાના ઘરના ઉપયોગ માટે એમાંથી છત્રી, ત્રાજવાં વગેરે વસ્તુ બનાવે છે. ખરીની પણ આવી જ નાની નાની વસ્તુ બનાવવામાં
આવે છે.
લાહી:—Àાહીને ઉકાળીને તેની ભૂકી કરવામાં આવે છે અને તે ભૂકીના ઉપયોગ પણ ખેતરામાં ખાતર તરીકે થાય છે. ૧૯૨૨ માં ૨,૨૪૦ ખાંડી લેાહીની ભૂકી લંકા ગઇ હતી. અને જો ભુકી વધે તે પરદેશ ચડાવવામાં આવે છે.
હાડકાના ઉપયેગ પણ ખાતરમાં થાય છે. અને ૧૯૧૨૧૩ ની સાલમાં ૨૫ લાખની કીમતનાં હાડકાં પરદેશ નિકાસ કરવામાં આવ્યાં હતાં. તે વખતે કુલ ૧૪ હજાર ખાંડી હાંડકાં ગયાં હતાં. આ હાડકાંની નિકાશ વધીને ૧૯૩૬-૩૭ માં લગભગ ૩૭૦ હજાર ખાંડી થઈ હતી, અને તેની કિંમત આશરે રૂા. ૮૪ લાખ હતી.
ચરખી:–ચરખીને ઉપયેગ સાથુ, મીણુબતી, અને ગ્લીસરીન બનાવવામાં થાય છે. અને પરદેશી સાબુ તે। સામાન્ય રીતે ચરબીવાળા જ બનાવવામાં આવે છે. એ ઉપરાંત ઘણી જગ્યાએ ચરખીના ઉપયોગ ધીમાં કરવામાં આવે છે. ધીમાં બટાટા, ચરખી, મગફળી અથવા કસુખીનું તેલ, કેળાં એ વસ્તુ સામાન્ય રીતે લોકો ભેળવે છે.
ખાવાની વસ્તુઓમાં આવી ભેળસેળ કરવી એ તે! સામાજિક ગુન્હો છે. પરંતુ તે સિવાય ચરખા અને મરેલા ઢારના બીજા ભાગાન અવશ્ય ઉપયોગ થાય તે ઢારના માલિકને કાયદો થાય અને એકંદરે રાષ્ટ્રની સંપત્તિ વધે. હાડકાં, શીંગડાં પરદેશ ચઢે છે તેને ઉપયાગ અહીંજ કરવા જોઇએ અને ૩૯ કરોડનાં ચાંમડાં પરદેશ ચઢે છે તેના ધંધા પશુ અહીંજ ખીલવવે જોઇએ. આવા કામો માટે પ્રયોગા કરવા અને લોકોને માર્ગ દર્શન કરાવવું એ પણ ગાંધીજીના કહેવા પ્રમાણે પાંજરાપેળાનુ કામ છે.
આજની પાંજરાપેાળાને પૈસાની ખેાટ નથી. ધમઁમે નામે લોકોને પૂરતો ટકા છે, પણ તેમની શકિત નિષ્ક્રય અને મરણની અણી પર આવેલાં ઢારને શાંતિથી પ્રભુને દરબારે પહેાંચાડવામાંજ વપરાય છે. પ્રયોગા કરવા, ઢારની એલાદ સુધારવી કે ગેાસવર્ધન કરવુ એ તેમનુ કામ છે એમ તેમને લાગતું નથી. આ દુઃખની વાત છે. આ કામ કાં તે સમાજ કરે, કાં તે સરકાર કરે, અથવા તે! આવી જાહેર સંસ્થા કરે તેા જ તેમાં પ્રગતિ થાય. વેપારી માણસનુ તે કામ નથી.
ગૌરક્ષા મંડળ,
ગાંધીજીએ હિન્દની ઉન્નતિ અર્થે સ્વાતંત્ર્ય યજ્ઞ આરંભ્ય, તે વખતે એમને ખાદી, ગ્રામોદ્યોગ તથા બીજા દેશહીતનાં કાર્યો સાથે એમને ગૌસેવાનું પણ કાર્યં રાજકારણ જેટલું મહત્વનુ લાગ્યું. તેથી તેમણે આ પ્રવૃતિ શરૂ કરી અને આ જે પ્રતિ શરૂ થઈ તે ‘ગૌરક્ષા મંડળ”ની પ્રવૃતિ કહેવાય છે.