SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૭-૪૩ લાલીયા હૈાય ત્યાં ધુતારાને ઘેર દીવાળી સાવધ રહેવાની જરૂર ડા. શ્રોફની ભલામણુ ચીઠ્ઠી લઇ ખે મારવાડી જૈન બહુના શ્રી. મુબઇ જૈન યુવક સંધના મંત્રી શ્રી. મણિલાલ માકમચંદ શાહ પાસે આવી. ચીઠ્ઠીમાં હતું કે ‘આ ભાઇની હકીકત જાણીને મદદ કરશેા. શ્રી. મણિભાઇ આ વાતને તાગ લેવા ખુબ ફર્યાં અને મને પણ સાથે ફેરવ્યો. હકીકત એમ હતી કે તેમાંની એક બાઈના પતિ તથા પુત્ર એક કાવત્રાખાર ટેાળીના ભાગ બન્યા હતા અને પોતનું સર્વસ્વ ગુમાવી ખેઠા હતા. તે ખાઇના પતિ તથા પુત્રના પત્તો મળ્યા પછી તેમની જ પાસેથી જાણેલી હકીકત કડીબંધ નીચે પ્રમાણે છેઃ- પ્રબુદ્ધ જૈન “પહેલાં તે। મારવાડી ખજારમાં મારી દુકાન હતી. પણ એમાં નુકસાન આવ્યું, એટલે હું એક સેના ચાંદીના દાગીનાની દુકાનમાં સેનુ કસવાના કામ ઉપર તેાકરીએ રહ્યો. પાંચેક વર્ષે નેકરી કરી હશે, ત્યાં આંખમાં મેાતીયા ઉતરવાથી મે એ કામ છેડી દીધું. પછી શું બજારમાં પરચુરણ ધંધો કરી હું મારૂં ગુજરાન ચલાવતા હતા. રૂ બજારમાં સટ્ટો બંધ થયા એટલે શું કરવું તે ક્રિકરમાં હું હતા, એટલામાં એક દિવસ તે એક મારવાડી મળ્યા. મને પૂછ્યુ ‘શેઠ હુમાં શું કરે છે?' મે કહ્યું ‘હાલ કઇ કરતા નથી.' ‘તમારે સીમેન્ટની એજન્સી લેવી છે? તમારા ગામ સાદરીમાં માલ વેચવાની એજન્સી અપાવુ.’ મને કંઈ ધંધા હતા નહિ એટલે મને થયું કે પોતાના ગામમાંજ રહીને થઇ શકે એવું કામ જડે તે તેના જેવું ખીજું શું? એ માણસની સાથે હું બીજે દિવસે ગયા. દાદર અને માંટુંગાની વયમાં આવેલ એક મકાનમાં તે મને લઇ ગયા. ત્યાં ખૂબ ઠાઠમાઠ હતા. જે દલાલ મને લઈ ગયેલે! તેણે મને કહ્યું કે શેઠ કરોડપતિ છે અને સેના ચાંદીના સટ્ટામાં પચીસ ત્રીસ લાખ તે હમણાં જ કમાયા છે.' તેમના મુનીમ સાથે એજન્સીની વાત થઇ. તેણે કહ્યું કે ‘એજન્સી તે। અપાવુ’, પણ તમારે ચાર હજાર રૂપી અનામત આપવા પડશે અને મારા સાળા તમારી સાથે ભાગમાં રહેશે.’ મેં કહ્યુ કે 'એ' હજારની જોગવાઈ મારાથી થઇ શકશે. વધારે નહિ બની શકે.' એટલે એણે કહયું કે 'સારૂ 1 તમે એ હાર લાવજો. મારા સાળાના ભાગના એ હજાર હું આપીશ, પણ મારા સાળાના ભાગની વાત શેઠને ન કરશે!' આમ નક્કો કરી અમે બેઠા હતા ત્યાં એક આદમી શેઠને મળવા આવ્યા. નવા આવનારે શેઠને એક બગલો વેચાતા અપાવવા અંગે વાત કરી. મુનીમે એને કહ્યું કે બંગલાને પ્લાન લઇ આવે એટલે ભાવ ઠીક કરી ખરીદી લઇએ.' બંગલાની વાત આવતી કાલ પર રાખીને એણે એલચી દાણાની રમત રમવા શેઠને કહ્યું. બન્ને રમવા એહા. એક દાવમાં શેઠ યારસેા હારી ગયા. બીજે દાવ ચાલ્યું. પેલાએ આસાને દાવ મૂકયા અને મુનીમ વચમાં પડયા. મુનીમે પૂછ્યું. ‘તમે દાવ તા મૂકયા પણ રૂપીઆ રોકડા લાવ્યા છે ? પેલાએ જવાબમાં કહ્યું કે ‘રૂપિયા આપવાના રહેશે તે કાલ આપી જશ.' મુનીમે રૂપીઆ ાકડા લાવી પછી રમવાનું કહ્યું' અને રમત અધુરી રહી. ત્યાર બાદ શેઠ અંદરના ખંડમાં ચાલી ગયા. શેઠ અંદર ગયા પછી પેલાએ મુનીમને કહ્યું કે. શેઠ પાસે તા લાખા રૂપીયા છે. થોડાક મને કમાવા ધો! તમે વચમાં શુ કામ આવે છે ? જોઈએ તે તમારા ભાગ રાખું. મારી પાસે એવી યુકિત છે કે એમાં હારવાનું હૅાય જ નહિ ?' પછી પેલાએ રમત બતાવી. એલચીની ઢગલી કરવાની અને બે દાણા સંતાડી રાખવાના; ગણતી વખતે ઉમેરી દેવાના. ખસ જીત જ જીત. મુનીમે કહ્યું કે ‘શેતે હું રમવા તે। સમજાવું, પણ તારા ભાગ છ આના અને અમે ચાર જણા એઠા છીએ તેમને દશ આના ભાગ' એ ચાર જણમાં મુનીમે એ ભાગ મારા તથા મારા દીકરાના ગણાવ્યા અને એક ભાગ પેાતાને અને એક જે દલાલ મને લઇ ગયેલ તેનેા. અમે તે। આ બધી વાત ચુપચાપ સાંભળતા હતા. ન મુનીમે અમને કાંઇ પુછ્યું, ન અમે કાંઇ મેલ્યા. કેટલીક રકઝક અને આનાકાની પછી પેલાએ અમારા દર્દી આના ભાગ અને પોતાનેા છ આના ભાગ કબુલ કર્યાં. મુનીમે કહ્યું. તું ચારસા રૂપીયા કમાયા છે તેમાંથી પહેલાં ભાગ આપ તે અમને ખાતરી થાય !' પેલાએ કહ્યું. એમાંથી શાતા આપુ' ? ભાગ તે હમણા નક્કી થયા. હવે જે રમીએ તેમાં ભાગ આપીશ.' મુનિમ અને પેલા આ બાબત પર જધાયા અને પૈસે ચાલી ગયે. પછી અમે પણ પોતપોતાને ઘેર ગયા. ૪૫ ખીજે દિવસે મારી સ્ત્રીના દાગીના વેચી, બે હજાર રૂપીયા લઈ હું ત્યાં એજન્સી માટે અનામત રાખવા ગયા. મુનીમે એના સાળાના ભાગના એ હજાર રૂપીયા મને આપ્યા. આ ચાર હજાર રૂપીયા એજન્સી માટે શેઠને અનામત આપવાના હતા. પછી મને મુનીમે કહ્યું કે પેલાની રમતમાં જે યુક્તિ હતી તે પ્રમાણે આપણે જો શેષ સાથે રમીએ તે દશ પંદર હજાર કમાઇ જઇએ અને શેઠને એવા થોડાક હજારે જાય તેની કાંઇ વિસાત નથી. તમે મારા ભાગમાં રમે. હું શેને સમજાવુ છું.' મને પણ એ યુક્તિ મુજબ રમવામાં કાંઈ જોખમ વગર લાભ જ લાભ જણાયે। અને મે' હા પાડી. પછી હું અને શેઠ રમવા બેઠા. એક લખત કર્યું” ‘જે હારે તેણે રાંકડી રકમ ચૂકવવી.' અમે બન્નેએ સહી કરી. લખત શેઠે પોતાના ખીસામાં મૂકયું. પહેલા દાવમાં શેઠ બે હજાર હાર્યાં. ખીજા દાવમાં શેઠ છ હજાર હાર્યો. મારી અકકલ બહેર મારી ગઇ. ત્રીજો દાવ સેળ હજારના મૂકયા. મુનીમ પાસે જ એડે હતા. એણે કાઇક ગરબડ કરી અને એલચીની ઢગલીમાં એક એલચીશેના લાભમાં મૂકી દીધી. હું સેળ હજાર હારી ગયા. કમાયેલ દશ હજાર, બે હજાર મુનિમના અને બે હજાર મારા–એ બધા મારે આપી દેવા પડયા. છતાં એ હારનુ દેવુ રહ્યું. શેઠે અંદર ગયા. મારા તે। હાશકાશ ઉડી ગયા. મુનીમને મેં કહ્યું કે ‘તમે ગરબડ કરી દીધી.’મુનીમ કહે તમે પીકર કરશેા નહિ. તમારી જ ભૂલથી આપણે હારી ગયા છીએ, પણ કાંઇ નહિં. મારા એક સગા પાસેથી હું દશ હજાર રૂપીયા લઇ આવીશ, કાલે રમીને આપણે જીતી લઇશુ. દરમિયાન આ વાત તમે કેતે કરતા નહિ. ધરમના તમને સેગદ છે. ગાયનું લેાહી પીએ જો કાને વાત કરી તા. નહિતર તમારૂં કામ કરાવવા જતાં મારી નાકરી ખાઇશ. અને એજન્સીના પૈસા તેા હું ભરી દઈશ. તમે કિર ના કરતા. કાલ હવારે આવે.' ભાંગેલા હૈયે તે થાકેલા પગે હું ઘેર આવ્યા. ખવડાવ્યા હતા એટલે મે કોઇને કાંઇ વાત સેગ દ ન કરી. ખીજે દિવસે સવારે હું અને મારા દીકરા ગયા. મુનિમ કહે ‘જે પૈસા હું લાવવાના હતા તેણે તે ના કહી. પણ હુ તજવીજમાં છુ'. કાલે ગમે તેમ કરી લાવીશ, તમે શ્રીકર ન કરશેા. મેં કહ્યું કે એજ’સીનુ તે નક્કી કરી નાંખો.' એટલે તેણે હ્યું કે ‘તમે કાલ - આવે! અને હું પૈસા લઇ આવીશ એટલે બધુ' ખરેખર થઇ રહેશે.’ (અનુસધાન પૃષ્ટ ૪૮ ) 2
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy