SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ सश्वस्त आणाए उबहिए मेहानी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે. જીન ૧૫ પ્રબુધ્ધ જૈન सत्यपूत वदेद्वाचम् ૧૯૪૩ શ્રી કાનજી મુનિ સોનગઢથી રાજકોટ કુચ કરી રહેલ શ્રી. કાનજી મુનિએ કાઠીયાવાડના જતામાં અને ખાસ કરી સ્થાનકવાસી જતામાં કાલાહલ મચાવ્યા છે. શ્રી. કાનજી મુનિ વર્ષાં સુધી સ્થાનકવાસી સાધુ હતા. તેમનું બહુ માન હતું. થાડા વર્ષ પહેલાં તેમણે વેષપરિવર્તન કર્યું. મુહુપત્તિ અને રજોહરણના ત્યાગ કર્યો અને સેનગઢમાં એક આશ્રમ અથવા મઠ સ્થાપ્યા. તેમને એક નાના પણ વગદાર અને શ્રીમત અનુયાયી વર્ગ છે, અત્યારની તેમની કુચ ઇરાદાપૂર્વક કરેલી ચેાજનાનુ પરિણામ છે. એ વર્ષ પહેલાં હું સાનગઢમાં હતા ત્યારે આ યોજના વિચારાઇ રહી હતી. તેમના અનુયાયી વર્ગના મોટા ભાગ સ્વભાવિક રીતે સ્થાનકવાસી છે. તેમના ઉપદેશને પરિણામે સ્થાનકવાસી સંધામાં કુસપ થયા છે. ગામેગામ તા અને પડવા સંભવ છે. આ કુચ તેમણે પેતાના અનુયાયી વર્ગ વધારવા કરેલી છે. તેને પરિણામે કુસ’પ થશે તે તે જાણુતા હતા પણ જેને નવા પંથ શરૂ કરવા છે તે આવું પરિણામ આવકારે છે. એટલે તેમના અનુયાયીઓએ ગામેગામ ભારે ધામધૂમ કરી છે. તેમના પંથને તેમણે કાંઇ નામ આપ્યું નથી. તે હજી પેાતાની જાતને જૈન કહેવડાવે છે. શ્વેતાંબરાના આગમાતા અને માન્યતાઓના તે પ્રકટપણે અસ્વીકાર કરે છે. તે માત્ર દિગમ્બર આચાર્ય શ્રી કુંદકુ ંદનુ સાહિત્ય વાંચે છે અને વંચાવે છે. શ્રી કુંદકુંદાચાર્યના ‘સમયસાર’ ગ્રંથની તેમણે ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા કરી છે. તેઓએ એક મંદીર બંધાવ્યું છે, જેમાં શ્રી સીમંધર સ્વામીની મૂર્તિ મૂકાવી છે. તેમનું વાંચન દિગંમ્બર સાહિત્યનું છે પણ તેમનુ વર્તન દિગમ્બર સાધુ જેવુ નથી, હવે તે એક મદ્દાધિપતિ જેવુ તેમનું વર્તન છે અને પ્રબુદ્ધ જૈન કેટલેક' દરજ્જે વૈષ્ણવ મહારાજ જેવો તેમને વ્યવહાર થતા જાય છે. તેમના અનુયાયીએ તેમનું પાદપ્રક્ષાલન કરે છે; પોતાના ધરે તેમનાં પગલાં કરે છે, સ્ત્રીઓ પણ તેમના ચરણે રૂપીયા ધરે છે, તેઓ જ્યાં વિહાર કરે ત્યાં સાથે ડેરા તંબુઓના ફાંફ હાય છે, બેડવાજાએથી તેમનું સ્વાગત થાય છે; સરધસમાં પાદપૂજા અને ચરણે રૂપીયા ધરાય છે, મેટા રસોડાએ ચાલે છે અને તેમના અનુયાયીએ તેમને મહાપ્રભુ કહે છે. કેટલીક બહેના કાયમ માટે તેઓ જ્યાં હાય ત્યાં જ રહે છે અને તેમાંની આગૅવાન બહેના બહેનશ્રીએ કહેવાય છે. ભક્તિની ધૂનમાં દાંડીયા રાસ થાય છે. શ્રી. કાનજી મુનિ સાથેના મારા પરિચય લગભગ ૧૫ વર્ષા જુના છે. તે સ્થાનકવાસી સાધુ હતા ત્યારે પણ હું તેમના સિધ્ધાંતા ભૂલભરેલા અને તેમના ઉપદેશ હાનિકારક માનતા. આપક્શામાં ગુણપૂજા કરતા વેશપૂજા વિશેષ ન હેાત તા. વર્ષો પહેલાં તેમને આપણે પારખ્યા હોત. તેમની સાથે એક નારણજી મુનિ કરીને સાધુ. હતા, તેમને અધિજ્ઞાન થયું છે એવી જાહેરાત તા. ૧૫-૬-૪૩ શ્રી કાનજી મુનિએ કરી ત્યારે હજારો માણસે તેમના દર્શને જતા. હું પણુ ગયા હતા. પણ નારણજી મુનિ સાથે કાને વાત કરવા દેતા નહિ. શ્રી. ટી. જી. શાહે આ વિષે કેટલીક ચોંકાવનારી હકીકતા બહાર પાડી છે. અંતે નારણજી મુનિ ગાંડા થઇ ગયા, વેષ છેડી. સંસારમાં આવ્યા, તેમની સ્રો જેમણે ચેથુ વ્રત અંગીકાર કર્યું હતું, તેમનાં ઉપર બળાત્કાર કરવા પ્રયત્ન કર્યો અને એ કર્યું . ૧૯૪૧ માં હું લગભગ બે મહિના સેાનગઢમાં રહ્યો અને શ્રી. કાનજી મુનિનાં નિકટ પરિચયમાં આવ્યા. તેમના વિષેતે મારા અભિપ્રાય દૃઢ થયા. છેલ્લા બે મહિનાના તેમના વર્તનથી એ અભિપ્રાય વિશેષ દૃઢ થયા. શ્રી. કાનજી મુનિ વિદ્વાન છે એટલે કે પૂર્વે તેમણે શ્વેતામ્બર આગમસાહિત્ય અને હવે દિગમ્બર સાહિત્ય - સારી રીતે વાંચ્યું છે. બીજા કાઇ ભારતીય દર્શનને તેમને અભ્યાસ કે જ્ઞાન નથી. તેમની વકતૃત્વ શક્તિ અને તાર્કિક દલીલ શક્તિ સારી છે. એ વિષે તેમને અભિમાન છે. પોતાના મતમાં તેઓ મકકમ છે. અન્ય દર્શનના અભ્યાસ નહાવાથી દૃષ્ટિસ’કુચિતતા છે અને અસહિષ્ણુતા છે. તાર્કિક દલીલ શકિતના અભિમાનને કારણે ચર્ચાના બહુ શોખ છે. હમેશ સવાર સાંજ પ્રશ્નોત્તરી. હાય છે. મેં ઘણા દિવસે તેમાં હાજરી આપી છે. પણ જિજ્ઞાસુઓ અથવા મુમુક્ષુઓની માર્મિક ધાર્મિક ચર્ચાને બદલે તેમાં કાં તે હાંજી હા અથવા અર્થહીને વાદવિવાદ જ હાય છે. શ્રી. કાનજી મુનિમાં આત્માથી પશુ કે સાચી આધ્યાત્મિકતા મતે જણા નથી. સંત પુરૂષમાં જે પ્રકારનું સાચુ' અનુભવ જ્ઞાન આપણે જોઇએ તેને તેમનામાં અભાવ છે. હવે તે પોતાના પંચ અને પેાતાની પૂજા વધારવાની જ તેમને તમન્ના છે. એક નવીન ગ્રંથના બધાં લક્ષણે ધીમે ધીમે આવતા જાય છે. આ લીલા કયાં અટકશે? અનુયાયી વર્ગ વધારવા તેમણે એક યુકિત કરી છે. પેાતાની જાતને શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી કહેવડાવે છે. એટલે શ્રીમદ્ના અનુયાયી વર્ગ તેમના તરફ આકર્ષાય છે. પણ શ્રીમદ્ અને શ્રી. કાનજી મુનિ વચ્ચે કાઇ સરખામણી શકય નથી. આવી વ્યકિત માટે આટલા વિરેધ શે એ પ્રશ્ન સ્વભાવિક થાય. હું ખરેખરજ માનું છું કે વિરેધથી તેમને મહત્વ મળી રઘુ' છે. તેમના ભૂલ ભરેલાં સિદ્ધાંત અને હાનિકારક ઉપદેશથી સમાજને ચેતવવાની જરૂર છે, પણ તેથી વિશેષ મહત્વને તે પાત્ર નથી. તેમનાં કારણે સંધ અથવા સમાજમાં કુસપ કરવા, વ્યવહારમાં ગુંચવણો ઉભી કરવી એમાં ડહાપણુ નથી. હું તે કાનજી મુનિના અનુયાયીઓને કહું છું કે એમને માણુસ રહેવા દે, મહાપ્રભુજીન બનાવશે.. શ્રી કાનજી મુનિમાં કાંઇ આત્માર્થીપણુ હાય તે। ભગવાનને પ્રાર્થના કરે—જો તે ભગવાન અથવા પ્રાથનામાં માનતા હાય તા કે હું ભગવાન મારા ભકતાથી મને બચાવો. શ્રી કાનજી મુનિના વર્તન અને વ્યવહાર વિષે કહ્યું. હવે તેમના સિધ્ધાંત અને ઉપદેશ વિષે થોડુ કહું. તે આત્મા અને મેાક્ષની જ વાતો કરે છે. મોક્ષ પ્રાપ્ત કરવા સમ્યક્ જ્ઞાન થવું જોઇએ. સમ્યક્ જ્ઞાન એટલે આત્માના સાચા સ્વરૂપની ઓળખ. આત્માનું સાચું સ્વરૂપ જાણવાનુ સાધન વાંચન, મનન અને સદ્ગુરૂને સમાગમ, વાંચનમાં માત્ર શ્રી કુંદકુંદાચાર્યના પુસ્તકે અને સદ્ગુરૂને સમાગમ એટલે શ્રી. કાનજી મુનિના સમાગમ. આ સિવાય મેક્ષના બીજો કાષ્ઠ માર્ગ નથી, બીજી કોઇ સાધના નથી. એ સાધનામાં તપ, વ્રત, સયમ કાને સ્થાન નથી. એ બધી ક્રિયા દેહની છે, જડ છે, આત્માને તે સાથે કાંઈ સંબંધ નથી. આત્મા માત્ર ભાવ કરે છે, રાગદ્વેષ કરે છે; તે
SR No.525928
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1943 Year 05 Ank 01 to 15 - Ank 06 and 08 is not available
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1943
Total Pages126
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy