________________
તા. ૧-૬-૪૩
પ્રમુખ જૈન
જૈન સસ્કૃતિનું વ્યાપક સ્વરૂપ
(ગતાંકથી ચાલુ ).
અહિં જૈનાની હિંસા અહિંસાને થેડા ખુલાસા કરવા જરૂરી લાગે છે. જૈનધર્મનુ કહેવુ છે કે એક ઉચ દરજ્જાને ગૃહસ્થ અંગર હિ ંસા છેાડવા પ્રયત્ન કરે તે તે માત્ર જાણી જોઈને પેાતાનું પેટ ભરવા યા પોતાના કુટુંબનું પોષણ કરવા હિંસા ન કરે. આ હિંસાનું નામ છે સકલ્પી હિંસા. પેાતાના જીવન વ્યાપાર, ચલાવવા માટે કરવા પડતા કાર્યોમાં થતી હિંસા એ છેાડી શકતા નથી. આ હિંંસાનું નામ છે ઉદ્યોગીક હિંસા પોતાના દેશના બચાવ કરવા દુશ્મન, સામે પણ એ લડે છે. આનુ નામ છે વરાધી હિંસા. અગર જો દેશરક્ષણ જેવા મહાન કામાં જરૂર પડયે તે લડવાથી પાછા હઠે અથવા તે। નહિ લડવાનું વ્રત લઇ ખેસે તા એ માત્ર પોતાની કાયરતા છૂપાવવાને ઢોંગ કરશે એમ જ કહેવુ પડશે.
સાત તત્ત્વ
નાના પૂર્વ પુરૂષોએ પારવિનાની તપસ્યા, ચિન્તન તથા મનન કરીને સામાન્ય મનુષ્યમાંથી લોકેાત્તર મનુષ્ય (Superman) કેમ થવાય તેના માટે સાત તત્ત્વની શોધ કરી છે. (૧) સ્વ-જીવ (ર) પર અજીવ (૩) પરને આવવાના રસ્તા-આશ્રવ (૪) પર સાથે આત્મીયતા-બંધ (૫) પરને આવવાના રસ્તાઓ બંધ કરવા– સ્વર (૧) પર સાથેની આત્મીયતાને ક્રમ કરતા જવું-નિર્જરા (૭) સ્વના પૂર્ણ - સાક્ષાત્કાર–મેક્ષ, આ સાત તત્વ જેની સમજમાં ખરેખર ઉતરે અને એ મુજબ જે પોતાનુ જીવન વધારે ને વધારે નિર્મૂળ, સંસ્કારી અને તેજસ્વી બનાવતા રહે તે કાળાન્તરે લોકેાત્તર મનુષ્ય મુકત આત્મા અને.
આ જ તત્વાને વિકસાવતા જૈન દર્શનકારાએ બતાવ્યું છે કે માણસને સૌથી વધારે જરૂર છે સમ્યગ્ દેવ, ગુરૂ તથા ધર્મ વિષે સુદૃઢ શ્રધ્ધાની. આને જૈન પરિભાષામાં દર્શન’' શબ્દથી એળખવામાં આવે છે; આ શ્રધ્ધામાંથી માણસના દિલમાં એક પ્રકારની ખેચેની ઉભી થાય છે અને સત્ય જાણવાની લગની લાગે છે. તેના પરિણામે તેના જ્ઞાનના દરવાજા ખુલતા જાય છે. એ સત્ય જ્ઞાનને લીધે તેને પોતાની વતમાન કર્માધીન સ્થિતિનુ ભાન થાય છે અને સાથે મુકત દશાની તેને ઝાંખી થાય છે. આનું નામ જ્ઞાન. એ મુકત દશા પ્રાપ્ત કરવા માટે આવશ્યક રહેણીકરણી તે અખત્યાર કરે છે. આનુ નામ ચારિત્ર્ય. આ કોટિ ક્રમના કોઇ એવા અર્થે ન કરે કે પ્રથમ માણસને શુદ્ધ દર્શન પ્રાપ્ત થવું જોઇએ, પછી પરમ જ્ઞાન પ્રાપ્ત થવુ જોઇએ અને પછી જ પૂણૅ ચારિત્ર્યનો ઘટના થઈ શકે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યના વિકાસ એક સાથે જ ચાલે છે અને એકની ઉત્તરાત્તર શુધ્ધિ અન્યની ઉત્તરાત્તર શુધ્ધિને નિપજાવે છે. ઉપર જણાવેલ સાત તવેામાંથી જતેએ બેંક મહાન કર્મશાસ્ત્ર ઉભું કર્યું છે અને દર્શન, જ્ઞાન અતે ચારિત્ર્યના વિવરણુમાંથી મેક્ષ માર્ગની આ યોજના કરી છે. વિચારવાદ
જૈનધર્મ ઇશ્વરને ક ન માનવાને કારણે પુરૂષાર્થના પુજારી બન્યા છે. જૈનધર્મને પુરૂષાર્થ ધર્મ કહેવા ગેરવ્યાખી નહિ ગણાય. એનુ એક એક વાકય : આત્મનિર્ભરતાથી ભરેલુ છે. એ આત્મવાદી અને પરમાત્મવાદી હાવાને કારણે આસ્તિક છે ખરો, પરંતુ પુરૂષાર્થની વિચારધારામાં વહેવાથી એ નાસ્તિક લાગે છે. એની વિચારધારામાં ધમંડની છાયા ક્રાને એ ઘડિ દેખાશે, પણ તેના પાયામાં સાચી નમ્રતા તથા આત્મવિશ્વાસ જોવામાં
આવશે. એના ગુસ્સા પાછળ ક્ષમાની ભાવનાનું ર્શન થશે. અને લાભ હશે બને તેટલા ઉદાર કાર્યો કરવા. એનુ’ કપટ પારદર્શક બુદ્ધિ અને સાદીલીમાં પરિણમેલું જણાશે. આ વાત હું આજકાલના જતેા માટે નથી કહેતા. એ તા એ સાહિત્યને આધારે જણાવું છું' કે જે જૈન ગ્રન્થેામાં ભયું પડયું છે. દાખલા તરીકે નીચેના દેાહરામાં જૈન દર્શનની ખરી ચાવી નજરે પડયા વિના નહિ રહે.
કે
“ મંગલમય મંગલકરણ, વીતરાગ-વિજ્ઞાન નમેા તાહુિ જાતે' ભયે અરહુતાદિ મહાન,’
આ દેહરામાં અરિહંતને નમસ્કાર ન કરતાં વીતરાગવિજ્ઞાનને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ કથનમાં મીઠાશ છે, વિનમ્રતા છે, સત્યની લગન છે. આમાં ધમડ જેવુ' કશું છે જ નહિ.
પાડા માટે અરિહંત શબ્દ સમજી લેવા જરૂરી છે. બૌદ્ધોના અરિહંત શબ્દ પણ એવા જ અર્થ ધરાવે છે. આજકાલના જૈને અરિહત શબ્દને બહુ મોટા સમજે છે અને હિન્દુએના ઇશ્વરનું સ્થાન જૈનેામાં અરિહંતને આપવામાં આવ્યું છે. જૈનશાઓ પ્રમાણે અરિહંત એટલે અનાસક્તિયોગમાં પૂર્ણતા પામેલ યાને નિષ્કામ કર્મ કરવામાં નિર'તર તલ્લીન. આજકાલના જૈતાનુ કહેવુ છે કે આજકાલ આ દુનિયામાં કાઈ અરિહંત થઇ શકતુ નથી, પરંતુ જૈનશાસ્ત્ર એમની આ માન્યતાને ટેકો આપતા લાગતા નથી. અરિહંત બનવુ સહેલું નથી, પરંતુ અશકય નથી. ભગવાન મહાવીર તથા મુખ્ય એકજ સમયે હતા અને એક ખીજાતે અર્હત કહીને ખેલાવતા. એ જેમ આજકાલ, ભગવાન શબ્દના ઉપયોગ થાય છે તેમ એ સમયે અર્હતુ શબ્દ આ રીતે રીવાજમાં હતા.
હવે એમના વિચારવાદને જોઇએ. જગતના બધા જાણુકારાના વિચાર ચૌદ શ્રેણીમાં વહેંચાયેલા છે. આ શ્રેણી એવી નથી કે જે આછી વધતી ન થઈ શકે. જૈન શાસ્ત્રોમાં ચૌદ ગુણ શ્રેણી બતાવવામાં આવી છે. એ ગુણસ્થાનકની શ્રેણીએ છે. આત્મિક ગુણ્ણાના વિકાસ યથાયેાગ્ય ક્રમે ચૌદ શ્રેણીઓમાં થાય છે. એ આ પ્રમાણે છે(૧) જડ-મૂર્ખ, (૨) પતનની હાલત, (૩) ડગમગતી શ્રધ્ધા, (૪) આઝાદીની લગનવાળા, (૫) કર્ત્તવ્યશીલ, (૬) આળસ, (૭) નિરાળસ, (૮) આત્મદર્શી, (૯) 'સમદર્શી, (૧૦) આઝાદીનાં ઇચ્છુક, (૧૧) દબાયેલી અહંતા, (૧૨) મેાહનાશ, (૧૩) જીવનમુક્ત, (૧૪) સિદ્ધ.
પ્રથમ શ્રેણીના જીવેાની અપેક્ષાએ બીજી અને ત્રીજી શ્રેણીના જીવાના આત્મિક ગુણ કઈક વિશેષરૂપે વિકસિત હાય છે. ચેાથીના તે . ત્રણેથી વધારે. એ પ્રમાણે ઉત્તરાત્તર શ્રેણીઓના જીવ પહેલાંની શ્રેણીમાં જીવાની અપેક્ષાએ વિશેષ ઉન્નતિ પર પહોંચેલા હાય છે. ચૌદમી શ્રેણીના જીવ અતિ નિર્મલ અને પરમ કૃતાર્થ હાય છે, જીવ ચૌદમી શ્રેણીમાં પહોંચતા જ મુકત બની જાય છે, બધા જીવે પહેલાં તે પ્રથમ શ્રેણીમાં હોય છે, પરંતુ જે પેાતાના આત્મગુણાન વિકાસ કરવા પ્રયત્ન કરે છે તે ક્રમે ક્રમે વિકાસ સાધતાં ચૌદમી શ્રેણીએ પહેાંચી જાય છે. જેમના પ્રયત્નને વેગ અતિ પ્રખળ, હોય છે તે વચલી શ્રેણીમાં ઘણા થોડો સમય રોકાય છે, જેમના પ્રયત્નના વેગ મદ હોય છે તે લાંબે સમયે તેરમી અને ચૌદમી શ્રેણીમાં પહોંચે છે.