________________
તા. ૧-૬-૪૩
જેટલું જીવવુ હશે તેટલુ આ સેવાના સ્મરણે ઉપર જીવીશ.” “ઉપકાર મુરબ્બી ! અમે તમારા પુત્ર જેવા જ છીએ. તમારા જેવા વૃધ્ધાના દિલમાં આવા કાર્યની કીંમત વસી તે જ સમા જનાં ભાગ્ય છે. એક જ સેવા કરજો અને તે અમારા માટે પ્રાર્થના કરવાનું કે અમે કાયમ આ જાતની માનવસેવા કરીએ ? આ વૃધ્ધ ગૃહસ્થ નેત્રયજ્ઞ પુરા થાય ત્યાં સુધી નિયમિત દર્દીએની સેવા કરે છે દર્દીઓના ખાટલે ખાટલે ફરી તેમતે આશ્વાસન આપે છે પ્રભુના ખરા રાહ બતાવે છે અને મનમાં માને છે કે દર્દીઓને તે આંખ મળી એટલે ધન્ય થયા; દર્દીના દર્દીના ઉપચાર કરનાર નેત્રવા અને પરિચારિકાએ સેવા કરી પોતાના જ્ઞાનને ધન્ય કરી ' ગયા, નાણુ ખર્ચા અનેકને આંખ આપવાનાં યજ્ઞ માંડનાર પોતાની લક્ષ્મીને ધન્ય કરી ગયા; પણુ હુ તા મારા જીવનને છેડે જાતાં જાતાં પણ ખરા માર્ગ શું છે તે સમજતાં ધન્ય થયા..
પ્રશુદ્ધ જૈન
દર્દી એ બધા સારા થયા છે. ડાકટરો પોત પોતાને સ્થળે જતા રહ્યા છે. માત્ર છેલ્લું આટાપવાનું કાર્ય આપણા - પાલનપુરી શે∞ કરે છે. તેમને આપણા વયે વૃદ્ધ ગૃહસ્થ મળે છે. શેઠજી !–આપને એક પ્રશ્ન પૂછું ?” “ ખુશીથી પૂછેને.”
“ આપે તે અગાઉ ધાર્મિક ક્રિયાઓ પાછળ પુષ્કળ દ્રવ્ય ખર્યું હતું અને દાન માટે તે જ માર્ગ આપને યોગ્ય અને ખરા, લાગતા હતા તેમાંથી આમ પલટા કેમ થયો ?”
“ મુર્ખ્ખી! જરૂર આપને કે મને ઓળખતા હરકોઇને આશ્ચર્ય થાય જ. મારા એક દિવસે તેવા મત હતા. પણ જ્યારે ખુલ્લી આંખે દુનિયાના દુઃખીજનેને જોવાના પ્રસંગ આવ્યો ત્યારે મનમાં એક પ્રશ્ન મને ઉડ્ડયે કે મારા જેવા અનેક લાખા રૂપિયા ધાર્મિક કાર્યોમાં ખચીએ છીએ, શાન્તિના એધપાઠે રાજ સાંભળીએ છીએ અને ચૌદ બ્રહ્માન્ડને ખૂંદી વળવા જેવી વાત કરીએ છીએ, છતાં પણ આ દુનીયામાં હું દુ:ખી છવા તે ભર્યાં પડયા છે. તે શું અમારા દાનની કે શાન્તિની અસર ત્યાં નથી પહેાંચતી ત્યારે દાન જાય છે કયાં? -શેજી અમે પણ કાળી મહેનત કરીએ છીએ, ખોટાં સાચાં કાર્યોવડે પૈસા ઉપાર્જન કરીએ છીએ અને માનેલા ધનિમિત્તમાં ખી એ છીએ. છતાં પણ શા માટે નથી તે અમને આત્મસતાય થતા કે નથી માનવજાત ઉંચે આવતી ? આવા વિચારને અંતે ઉધડેલી આંખનું આ પરિણામ છે. ” કેવુ સુંદર પરિણામ ! વૃધ્ધ વિદાય લે છે મણલાલ માકમંદ શાહ. કેટલાક સમાચાર અને તાધ (પુટ ૨૧ થી ચાલુ) હિંદી પ્રજાની ખેદીલી શું નહિ જ સમજે અને તે કાઇ પણ ઉપાયે દૂર કરવાની સત્બુદ્ધિ પરમાત્મો શું. સરકારને નહિ આપે
આવા
રાજદ્વારી બહેરાપણું
આપણે પૂછીએ તે સાંભળે નહિ અને તેથી જવાબે કાંઇક ખીજો આપે. તેને આપણે બહેરે કહીએ છીએ. રાજદ્વારી વિશ્યમાં કોઇ મહાન સત્તાધીશને અમુક સવાલ પુછવામાં આવે તેને સીધા જવાબ આપવાનું તેને અનુકુળ ન હોય અને તેથી તે કાઇ ખીજો જ જવાબ આપે ત્યારે તેને રાજદારી બહેરાપણું કહી શકાય. તા. ૨૫-૫-૪૩ ના ન્યુયોર્કના સંદેશામાં જણાવવામાં આવ્યુ હતુ કે “હિંદુસ્થાન વિષે એક પ્રશ્નના જવાબ આપતાં
શ્રી ચહીલે સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે જાપાન સામે લડાઈના વેગ વધારવાને બ્રીટન ખુખ આતુર છે.” અહિં પ્રશ્ન કયાં અને તેના જવાબ કર્યાં ? રાજદ્વારી બહેરાપણાનું આ એક અદ્ભુત દૃષ્ટાંત છે.
શ્રી અલાબક્ષનું' કરૂણાજનક અવસાન
સિધના માજી વડા પ્રધાન શ્રી. અલાબક્ષનુ ગાળીબારથી ખુન કરવામાં આવ્યું—આ સમાચારે દેશમાં ભારે ગમગીનીની લાગણી પેદા કરી નશીખ દેશમાં જેતે શુ રાષ્ટ્રવાદી કહીએ એવા ગણ્યો ગાંઠયાં મુસલમાનામાં શ્રી. અલાબક્ષતુ અગ્રસ્થાન હતું. તે ચાલીશ વર્ષની પ્રમાણમાં બહુ નાની ઉમ્મરે ૧૯૩૮માં સીધના મુખ્ય પ્રધાનપદ ઉપર આવ્યા, ત્યાં સુધી વિશાળ હિંદુસ્થાનમાં તેમને પીછાણુનાર વર્ગ બહુ થોડા હતા. પણ ત્યાર પછી તેમણે જે ખત, મહેનત અને લેાકકલ્યાણુની એકાન્ત નિષ્ઠાપુર્વક સીધ પ્રાન્તના વહીવટ ચલાવ્યા અને નાત જાત કે કામના ભેદભાવ વિના સર્વ વર્ગને પેાતાની ઉદ્દાત્ત કાર્યનિષ્ઠાથી સંતાપ આપ્યા તેને લીધે સીધની પ્રજાના તે લોકપ્રિય આગેવાન બન્યા. એટલુ જ નહિ પણ તેમના ખીનકામી અને શુદ્ધ રાષ્ટ્રવાદી વળષ્ણુને લીધે તથા ઉચ્ચ ચારિત્ર્યને લીધે હિંદનાં વિશાળ રાજકારણમાં તેમણે પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું. આઝાદ મુસ્લિમ પરિષદના પ્રમુખ સ્થાનેથી તેમણે આઝાદીની કુંડી તમન્નાથી ભરેલું એક યાદગાર પ્રવચન કરેલું. બ્રીટનના મુખ્ય પ્રધાને થોડા સમય પહેલાં એક પ્રત્યાધાતી નિવેદન કર્યું હતું. તે સામે તેમણે પોતાના સંખ્ય વિરાધ જાહેર કર્યાં અને પોતાને મળેલ સરકારી ઇલ્લાખાન ત્યાગ કર્યાં. પરિણામે તેમને સરકારે સીધના પ્રધાનપદની જવાબદારીથી મુક્ત કર્યો. કોઈ અધિકાર હા યા ન હા, સીંધનો પ્રજાની સેવા એજ તેમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. છેલ્લાં છેલ્લાં પણ તેઓ પીડિત પ્રર્જાના રાહતકાર્ય માંજ રોકાયેલા હતા. તેમનુ જીવન સાદાઇથી ભરેલું 'અને ઉચ્ચ આદર્શીથી અંકિત હતું. તેઓ પ્રગટ મહાસભાવાદી નહાતા, છતાં રાષ્ટ્રીય મહાસભા સાથે તેમના ખુબ મેળ હતા,, ગાંધીજી સાથે તેમને સારી મહેાબ્બત હતી અને તેમના જીવન ઉપર ગાંધીજીના વિચારાની ઘેરી છાયા હતી. નિડરતા એ તેમને એક વિશિષ્ટ ગુણ હતો. અંદરથી પુરા રાષ્ટ્રવાદી હાવા છતાં ઝીણાની સામે માથું ઉંચકીને પોતાના - મન્તવ્યને સ્પષ્ટપણે દાખવવાની હીંમત દાખવનાર મુસલમાના ભાગ્યે જ નજરે પડે છે. સદ્ગત અલ્લાબક્ષ તેમાંના એક હતા. સર સીક દરે યાતખાનની પાછળ અલ્લાબક્ષના સ્વર્ગગમનથી હિંદુ-મુસલમાન-એકતાની આશા આજે તો અસ્તાચળ ઉપર વિરામ પાંમ્યા જેવી છે. આવા એક એક બનાવથી હિંદનું ભાવી વધારે તે વધારે ઉદ્દેગજનક બનતુ જાય છે.
શ્રી. અલાબક્ષનું આ રીતે થયેલું ખુન સ્વામી શ્રધ્ધાન દનું સ્મરણ કરાવે છે. સ્વામી શ્રધ્ધાનનું પણ આવી જ રીતે કાઇ એક મુસલમાનના હાથે ખુન થયુ હતુ. આજે અલાબક્ષના ખુનને કાઇ, રાજકીય હેતુ સાથે જોડી શકાય એવી માહીતી મળી નથી. એમ છતાં પણ કલ્પના તા આપણને એવા જ કોઈ અનુમાન ઉપર ખેંચી જાય છે. આજે પ્રજાકીય પક્ષ માંથી પરસ્પર પ્રમાણીક મતભેદને ઉદારતાથી નીભાવી લેવાની સભ્યતા * લુપ્ત થતી જાય છે. અને કેટલાક પક્ષા તા પોતાના મત પ્રચારના નામે ધાકધમકી અને ગુંડાગીરીને સારા પ્રમાણમાં ઉત્તેજના ઓપી રહેલ છે. અલાબક્ષતુ ખુન આવી જ કોઇ ઉત્તેજનાનું પિરણામ છે એમ સમયાન્તરે પુરવાર થાય તે તેમાં આશ્ચર્ય પામવા જેવુ કશું નહિ હોય.